No Girls Allowed - 30 in Gujarati Love Stories by Nilesh Rajput books and stories PDF | નો ગર્લ્સ અલાઉડ - ભાગ 30

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 30



" મમ્મી હું જાવ છું..."

" અરે પણ નાસ્તો તો કરીને જા.."

" ના મમ્મી મારે ઓલરેડી લેટ થઈ ગયું છે...હું ઓફીસે જ નાસ્તો કરી લઈશ.."

અનન્યા ઝડપથી ગાડીમાં બેસીને મેજિક કંપનીની ઓફીસે પહોંચી ગઈ. આકાશને ઓફિસની અંદર મન લગાવીને કામ કરતા જોઈને અનન્યા ખૂબ ખુશ થઈ. આકાશને સરપ્રાઇઝ આપવા તે ધીરે ધીરે ઓફિસના દરવાજે પહોંચી. અનન્યા એ દરવાજો ખોલતા જ ઉંચા અવાજે કહ્યું. " હાઈ આકાશ!"

આકાશ ટેબલ પરથી ઊભો જ થઈ ગયો. એમના ચહેરા પર ખુશીની લહેર છવાઈ ગઈ. આ જોઈને અનન્યા એમને ભેટવા જ જઈ રહી હતી ત્યાં આકાશે કહ્યું. " પ્રિયા!! કમ કમ....અનન્યા! તું બે મિનિટ બહાર બેસીશ મારે પ્રિયાનું કામ છે..."

અનન્યા એ પાછળ ફરીને જોયું તો એક અતિ સુંદર છોકરી જેની આંખો ભૂરા રંગની, હાથમાં સ્માર્ટ વોચ પહેરી રાખેલી , બ્લેક જીન્સ એન્ડ વાઇટ શર્ટમાં પ્રિયા ઇસ્ક્યુજમી કહેતી અનન્યાને સાઈડમાં કરીને ઓફિસની અંદર પ્રવેશી.

આ જોઈને અનન્યાને ભાન થયું કે આકાશના ચહેરા પર જે ખુશીની લહેર છવાઈ હતી એ એને જોઈને નહિ પરંતુ પ્રિયાને જોઈને આવી હતી. આકાશ અને પ્રિયા સામસામેના ટેબલ પર બેસી વાતચીત કરવા લાગ્યા અને અનન્યા મોઢું બગાડતા ત્યાંથી થોડે દૂર જઈને બેસી ગઈ.

પ્રિયા અને આકાશ વચ્ચે અડધી કલાક સુધી વાતચીત થઈ. આ વાતચીત દરમિયાન આકાશે એમના માટે બહારથી નાસ્તો પણ મંગાવી લીધો હતો. આટલી બધી કેર કરતા જોઈને અનન્યાને ઘણું વિચિત્ર લાગ્યું. જે રીતે આકાશ એ છોકરીને સાચવી રહ્યો હતો એ પરથી અનન્યાને પ્રિયા આકાશની નજીકની ખાસ મિત્ર હશે એવું પ્રતીત થઈ રહ્યું હતું. અનન્યા એક તરફ નારાજ પણ હતી અને ગુસ્સેથી પણ ભરાયેલી હતી.

ઓફિસની બહારથી અનન્યા ઓફિસની અંદર થઈ રહેલી બધી ગતિવિધિ જોઈ રહી હતી. થોડાક સમય બાદ પ્રિયા ટેબલ પરથી ઊભી થઈ અને આકાશને હગ કરતી ઓફિસની બહાર નીકળી ગઈ. પ્રિયાને જતા જોઈ અનન્યા એ એક તીરછી નજર પ્રિયા સામે નાખી. પરંતુ પ્રિયા એ સામે સ્મિત પાસ કર્યું.
અનન્યા ફટાફટ ઓફિસની અંદર પ્રવેશી અને કહ્યું. " આકાશ...આ છોકરી કોણ છે?"

" મારી પર્સનલ સેક્રેટરી..." ટેબલ પર પડેલી ફાઈલને ગોઠવતો આકાશ બોલ્યો.

" તે તારા માટે પર્સનલ સેક્રેટરી પણ રાખી લીધી! અને મને પૂછવું જરૂરી પણ ન સમજ્યું??"

" આપણી કંપનીની એડમાં તું એઝ એક્ટ્રેસ કામ કરીશ કે નહિ એ વિશે શું તે મને પૂછ્યું હતું? અને કરીશ તો પેમેન્ટનો શું હિસાબ રહેશે? આ વિશે પણ તે મને પૂછ્યું હતું? નહિ ને! તો હું શું કામ મારા પર્સનલ સેક્રેટરી વિશે તને પૂછું?"

" આકાશ, તને થઈ શું ગયું છે?"

" હું ઓકે જ છું...તું ઓવર થીંકીંગ કરીને પોતાનો સમય ન બગાડ..એક તો ઓલરેડી ઘણા કામ પેન્ડિગ પડ્યા છે તો પહેલા એ કામને પતાવી લઈએ..." આકાશ એટલું કહીને ત્યાંથી જતો રહ્યો. અનન્યા એ એને રોકવાનું જરૂરી ન સમજ્યું અને પોતાના કામને પૂર્ણ કરવામાં વ્યસ્ત થઈ ગઈ.

આખો દિવસ ઓફિસનું કામ કરીને અનન્યા થાકીને પોતાના ઘર તરફ જવા નીકળી ગઈ. ઘરે પહોંચતા જ અનન્યા એ જોયું તો કિંજલ એના ઘરે એમના મમ્મી પપ્પા સાથે વાતચીત કરી રહી હતી.

" કિંજલ તું અહીંયા?" અનન્યા એ ઘરમાં પ્રવેશતા કહ્યું.

અનન્યા એ પોતાનું પર્સ ટેબલ પર મૂક્યું અને ફરી કહ્યું. " મમ્મી, પપ્પા તમે આમ શાંત કેમ ઉભા છો? કંઈ થયું છે?"

કડવી બેન તો મોં સીવીને સોફા પર બેસી ગયા અને રમણીકભાઈ તો હાથ પર હાથ રાખીને મોં નીચું કરી ગયા.

" શું થયું કોઈ કહેશે મને? કિંજલ તું જ કહે શું થયું છે?" અનન્યા કિંજલ પાસે જતી રહી. કિંજલે ફોનમાં એક વીડિયો પ્લે કર્યો અને અનન્યાને દેખાડ્યો. વિડિયો જોઈને અનન્યાની આંખો શોકને મારે પહોળી થઈ ગઈ.

" આ વીડિયો તારી પાસે?"

" હા, અનન્યા અને આ વીડિયો મારી પાસે જ નહિ પરંતુ આખા સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ ગયો છે..."

" વોટ!!"

" અનન્યા, તે આ શું કર્યું?" કડવીબેન ઉંચા અવાજે બોલી ઉઠ્યા.

" પણ મમ્મી..."

" શું મમ્મી..! તને મનાલી અમે ફરવા માટે મોકલી હતી નહિ કે કોઈ ગેર મર્દ સાથે આમ ખુલ્લા રસ્તે નાચવા માટે... છી છી....લોકો સમાજમાં કેવી વાતો કરશે તને કોઈ અંદાજો પણ છે?"

" મમ્મી... એ કોઈ અજાણ્યો છોકરો નથી...મારો ફ્રેન્ડ છે એ...એની સાથે થોડોક સમય ડાન્સ શું કરી લીધો તે તો ઘરમાં મોટો પહાડ ઊભો કરી દીધો.."

" પહાડ તો હવે ઊભો થશે જ્યારે સગા વહાલા નહિ હોય એવા સવાલો કરશે...અનન્યા તારી પાસેથી આવી ઉમ્મીદ ન હતી.." એટલું કહેતાં જ કડવીબેન તો ચાલતા થયા.

કિંજલ પણ ત્યાંથી પોતાની ઘરે જવા રવાના થઈ. કિંજલ અને મમ્મીના જતા જ અનન્યાની સામે એક પપ્પા જ ઉભા હતા.

" આઈ એમ સોરી...પપ્પા.."

" દિકરી આમા તારો કોઈ વાંક નથી...તારે કોઈ સામે માફી માંગવાની જરૂર પણ નથી....જે થયું છે એને ભૂલી જા...અને આવ સાથે મળીને જમી લઈએ...તારી મનપસંદ ખીર પૂરી બનાવી છે..."

અનન્યા રડતી આંખે એના પપ્પાને ભેટી પડી. " આઈ એમ સોરી પપ્પા...હું આવી ભૂલ બીજી વખત ક્યારેય નહી કરું..."

" મને ખબર છે..તે આ જાણી જોઈને નથી કર્યું અને જે કર્યું છે એ ખોટું પણ નથી..."

" પણ પપ્પા આ વાત તમે સમજો છો પણ મમ્મી?"

" તું એની ચિંતા ન કર...હું છું ને હું એને સમજાવી દઈશ..."

પપ્પાનો આટલો બધો સહારો મળતા જોઈ અનન્યા પ્રેમથી બોલી ઉઠી " લવ યુ પપ્પા..."

" લવ યુ ટુ મારી પ્રિન્સેસ..."

બંને સાથે મળીને કિચનમાં જમવા જતા રહ્યા.

આદિત્ય પણ ઑફિસેથી ઘરે પહોંચી ગયો હતો. બાથરૂમમાંથી ફ્રેશ થઈને બહાર આવ્યો ત્યાં એમની સામે કાવ્યા અને એના મમ્મી અડપ પાડીને ઉભા હતા. આદિત્યને થોડુંક અજુગતું લાગતા બોલ્યો. " શું થયું? અંધારામાં કોઈ ભૂત પ્રેત જોઈ લીધું છે?"

" હા, જોવો મારી સામે તો ઉભુ છે..."

" કાવ્યા, હું ઓલરેડી થાકી ગયો છું.. મારી પાસે મજાક મસ્તી કરવાનો ટાઇમ નથી..." આદિત્ય ત્યાંથી કિચન તરફ જઈ રહ્યો હતો ત્યાં કાવ્યા એ એ વિડિયો પ્લે કર્યો.

વિડિયોનો અવાજ સાંભળતાં આદિત્યના પગ રૂકી ગયા. તેણે તુરંત પાછળ ફરીને કાવ્યાના હાથમાંથી ફોન છીનવીને વિડિયો જોવા લાગ્યો. વિડિયો પૂર્ણ થતાં જ આદિત્યે કહ્યું. " કાવ્યા.. આ વીડિયો તો..."

" બોલો બોલો...આ વીડિયોમાં તમે જ છો ને?"

" હા પણ આ વિડિયો ત્યાં કોણે શૂટ કર્યો?"

અનન્યા પણ કિંજલ સાથે ફોનમાં વાત કરતી એ જ સવાલ કિંજલને પૂછી રહી હતી.

" વિડિયો જેણે પણ ઉતાર્યો હોય તમે એકસાથે લાગો છો મસ્ત..." કિંજલે કહ્યું.

" તારી સાથે તો વાત કરવી જ બેકાર છે..." અનન્યા એ ગુસ્સામાં કોલ જ કટ કરી નાખ્યો.

આદિત્ય અને અનન્યા બંને ચિંતામાં ડૂબી ગયા. જ્યાં આદિત્યે કંપનીમાં નો ગર્લ્સ નો રૂલ બનાવી રાખ્યો હતો હવે તે આદિત્ય જ કોઈ છોકરી સાથે આમ ખુલ્લામાં ડાન્સ કરવા લાગ્યો! આ વિચારીને જ આદિત્ય નું દિમાગ કામ કરતું બંધ થઈ ગયું.

અનન્યાની સામે તો આખો સમાજ વાતો કરવા માટે ઊભો હતો. એક છોકરા સાથે માત્ર ડાન્સ કરવાથી શરૂ થયેલો આ સિલસિલો અફવાઓની કેટલી હદ વટાવી જશે એ વિચાર આવતા જ અનન્યા હિંમત હારી ગઈ હતી.

આપનો અમૂલ્ય પ્રતિભાવ આપવાનું ન ચૂકતા અને વાંચતા રહો નો ગર્લ્સ અલાઉડ.


ક્રમશઃ