Dhruvansh - 2 in Gujarati Short Stories by Dimple suba books and stories PDF | ધ્રુવાંશ - એક ગેંગસ્ટરની પ્રેમ કહાની... - ભાગ 2

Featured Books
  • इश्क दा मारा - 79

    यश यूवी को सब कुछ बता देता है और सब कुछ सुन कर यूवी को बहुत...

  • HOW TO DEAL WITH PEOPLE

                 WRITERS=SAIF ANSARI किसी से डील करने का मतल...

  • Kurbaan Hua - Chapter 13

    रहस्यमयी गुमशुदगीरात का समय था। चारों ओर चमकती रंगीन रोशनी औ...

  • AI का खेल... - 2

    लैब के अंदर हल्की-हल्की रोशनी झपक रही थी। कंप्यूटर स्क्रीन प...

  • यह मैं कर लूँगी - (अंतिम भाग)

    (भाग-15) लगभग एक हफ्ते में अपना काम निपटाकर मैं चला आया। हाल...

Categories
Share

ધ્રુવાંશ - એક ગેંગસ્ટરની પ્રેમ કહાની... - ભાગ 2



(આપણે આગળના ભાગમાં જોયું કે ધ્રુવ રેલવે સ્ટેશન પર ઉભો હોય છે ત્યારે તે યુવતી સાથે ટકરાય છે. તેની સાથે બોલાચાલી થાય છે ત્યાં યુવતી તેને ગળે લાગી જાય છે અને ખબર પડે છે કે તે યુવતી પાછળ ગુંડાઓ પડ્યા હોય છે યુવતી ત્યાંથી નીકળવા જાય છે કે ધ્રુવ તેને રોકી લે છે ત્યાં ગુંડાઓ યુવતીને જોઈ લે છે એટલે બંને ભાગીને ટ્રેઇનમાં ચઢી જાય છે. ધ્રુવ આ બધું જોઇને ડરી જાય છે અને ડરીને યુવતીને ત્યાં જ છોડીને જતો રહે છે.
હવે આગળ....)


ત્યાં ટ્રેઇનનું હોર્ન સંભળાયું. યુવતી ધ્રુવને જતા જોઈ રહી, ત્યાં તેને ગુંડાઓનો આવવાનો અવાજ સંભળાયો. યુવતીએ એક કપલ તેમના બે બાળકો સાથે બેસેલ જોયું. તેણે તેના તરફ વિનંતીના સ્વરમાં હાથ જોડ્યા અને વોશરૂમમાં જતી રહી.

ગુંડાઓએ બધે તપાસ્યું અને ત્યાં જે કપલ બેઠું હતું તેને પૂછ્યું,"અહીંયા કોઈ છોકરી જોઈ ?! સલવાર કમીઝ પહેરેલ...!"

"હા ભાઈ આવી હતી પણ ખબર નહિ શું થયું, અહીંયાથી ઉતરીને દોડીને સામેની ટ્રેઇનમાં ચઢી ગઈ. સામે પેલી ટ્રેઈન છે ત્યાં..." બહેને બારી બહાર સામે ઉભેલ બીજી ટ્રેઈન તરફ આંગળી ચીંધતા કહ્યું.

"ભાઈ, તે ટ્રેઈન તો ઉપડી રહી છે. ચાલો જલ્દી...." બીજો ગુંડો બોલ્યો. બધા તે ટ્રેઈનમાંથી ઉતરીને સામેની ટ્રેઈનમાં જવા દોડ્યા. તેઓ ટ્રેઈનમાં ચઢયા કે તે ટ્રેઈને સ્ટેશન છોડી દીધું. સાથે જ આ ટ્રેઈન પણ ચાલુ થઈ ગઈ અને જોતજોતામાં તેણે પણ સ્ટેશન છોડી દીધું.

બહેને વોશરૂમનો દરવાજો ખખડાવ્યો અને કહ્યું,"બેટા, બહાર આવી જા. તેઓ જતા રહ્યા છે."

તે યુવતી બહાર આવી ગઈ અને કપલની સામેની સીટમાં બેઠી અને આમ તેમ નજર કરવા લાગી તે જોઈ બહેન બોલ્યા,
"ચિંતા ના કર. હવે તેઓ નહિ આવે. મે તેઓને કહ્યું કે તું સામેની ટ્રેઈનમાં ચઢી ગઈ અને તે લોકોએ સાચું માની લીધું. તે ટ્રેઈન સ્ટેશન છોડતી જ હતી અને તેઓ તેમાં ચઢી ગયા! તે ટ્રેઈન કેરેલા જાય છે. તેઓને ખબર પડશે કે તું તે ટ્રેઈનમાં નથી ત્યાં સુધીમાં તો તેઓ ઘણા દૂર પહોંચી ગયા હશે!" બહેન બોલ્યા.

યુવતીએ કોઈ જવાબ ના આપતા ભાઈએ પૂછ્યું, "આ લોકો કોણ છે અને તારી પાછળ શા માટે પડ્યા હતા?"

"અમુક કારણોસર...." યુવતીએ ટુંકમાં જવાબ આપ્યો. પતિ - પત્ની સમજી ગયા કે તે અંગે યુવતી કોઈ વાત નથી કરવા ઈચ્છતી માટે તેઓએ પણ વધુ પૂછતાછ ના કરી.

બહેને પાણીની બોટલ આપતા, યુવતી ઘણી તરસી હોવાથી, આખી બોટલ એકી શ્વાસે પી ગઈ.

"બેટા, કશું ખાવું છે?"ભાઈએ પૂછ્યું. યુવતીએ નકારમાં માથું ધુણાવ્યું.

ત્યાં તે કપલની દીકરી આવી અને યુવતીને પૂછ્યું,"દિદી, તમારું નામ શું છે?!"

"વંશિકા...." યુવતી સ્મિત સાથે બોલી.

ટ્રેઈને પોતાની સ્પીડ પકડી હતી. વંશિકાને આ જોઈ હાશ થઈ. તે રાહતનો શ્વાસ લઈને બેઠી પણ પોતાનું મોં ઢાંકેલ જ રાખ્યું.
તેની નજર કપલની પાસે બેસીને રમતા તેમના દીકરા દીકરી પર ગઈ. બન્ને ભાઈ બહેન સાથે રમી રહ્યા હતા. જોતા અંદાજ આવી જાય કે બહેન ભાઈથી મોટી હશે. બહેન ભાઇનું ખુબજ ધ્યાન રાખી રહી હતી. પોતાના હાથે પાણી પીવડાવી રહી હતી, પોતાના હાથે ખવડાવી રહી હતી.

વંશિકા મનમાં જ તે છોકરીને સલાહ આપી રહી હતી, જાણે તે છોકરી તેના મનની વાત સાંભળી શકવાની હોય! "રહેવા દે, તું ગમે તેટલો આને પ્રેમ કરીશ પણ તે તને દગો જ આપશે. તે તને ક્યારેય નહી સમજે ! તારો ભાઈ જેને તું પોતાની જાન સમજે છે તે જ એક દિવસ તારી જાનનો દુશ્મન બનશે. મારો ભાઈ પણ મારાથી આવડો જ નાનો હતો. મે પણ તેને એટલો જ સાચવેલ, તે મારી જાન હતો પણ છેલ્લે તેણે પણ તેનો રંગ દેખાડી જ દીધો..." આટલું બોલતા વંશિકાની આંખો પાણીથી ભરાઈ ગઈ.

આંશુ કોઈ જોઈ ન લે માટે તેણે બારી તરફ મોં ફેરવી લીધું. થોડી વારમાં એક સ્ટેશન પર ટ્રેઈન રોકાઈ. પેલું કપલ તેમના બાળકો સાથે સ્ટેશન પર ઉતરી ગયા. હવે વંશિકા એકલી હતી એટલે થોડી વધુ સંકોળાઈને બેઠી. થાક અને ઉજાગરાની ક્યારે તે ઉંઘમાં સરી પડી તેને પોતાને જ ખબર ન રહી.


🍁🍁🍁

"ઓ... મેડમ... ઊઠો.... ઘોડા વેચીને સૂઈ ગયા છો શું?! ઊઠો..." વંશિકાને ઉંચો અને ઘટ્ટ અવાજ સંભળાયો. તેણે આંખો ખોલી. સામે કાળા કોટમાં સજજ ટિકીટ ચેકર ઊભો હતો. પોતાની ઓઢણી સંકોરતા તે વ્યવસ્થિત બેઠી.

"મેડમ, ટિકીટ દેખાડો." ટિકિટ ચેકર બોલ્યો.

"મારી પાસે ટિકિટ નથી." વંશિકા બોલી.

"તો અહીંયા શા માટે બેઠા છો? બધાને દેશને લૂંટી જ લેવું છે! મફતમાં મુસાફરી કરી લેવી છે!" હજુ સવાર સવારમાં ડ્યુટી પર આવેલ હોવાથી ટિકિટ ચેકર પાસે લોકો પાસેથી દંડ વસૂલવા અને તેઓને ખીજાવા માટે પૂરી શકતી હતી. વંશિકા વળતું કઈ ના બોલી એટલે ટિકિટ ચેકર આગળ બોલ્યો,"પાચસો દંડ ભરવો પડશે અને અત્યારે ટિકિટ લેવી પડશે. બોલો ક્યાની ટિકીટ જોઈએ છે?!"

"મારી પાસે પૈસા નથી!" વંશિકાએ હકીકત જણાવી.

"તો પછી તમે આગળ મુસાફરી નહિ કરી શકો. હવે પછી જે સ્ટેશન આવે ત્યાં ઉતરી જવું પડશે." ટિકિટ ચેકરે જણાવ્યું. તેણે કાંડા ઘડિયાળમાં જોયું અને પાંચ મિનિટ ત્યાં જ ઊભો રહ્યો ત્યાં ટ્રેઈન એક સ્ટેશન આવતા રોકાઈ.

"ચાલો, સ્ટેશન આવી ગયું. હવે ઉતરી જાઓ." ટિકિટ ચેકર બોલ્યો.

વંશિકા એકપણ શબ્દ ઉચાર્યા વિના ટિકિટ ચેકર સાથે સ્ટેશન પર ઉતરી ગઈ. ટિકિટ ચેકર ત્યાંથી તેના કામે જતો રહ્યો અને વંશિકા ભરેલ સ્ટેશને એકલી ઊભી રહી. તેણે સ્ટેશન પર લાગેલ મોટા પીળા બોર્ડમાં કાળા અક્ષરે લખેલ જિલ્લાનું નામ વાચ્યું,"સમસ્તીપુર"

તે નિરાશા સાથે એક ખાલી બાંકડા પર બેસી ગઈ. આગળ શું કરવું અને ક્યાં જવું તેને કઈ સૂઝી નહતું રહ્યું ત્યાં તેના કાને પરિચિત અવાજ પડયો,"આ દસ રૂપિયાની બોટલના વીસ રૂપિયા! ખરેખર લૂંટ મચાવી છે! આમપણ તમે બિહારી લોકો તો આવા જ હોય!"

આ વાક્ય સાંભળતા તેણે તે તરફ જોયું. તે જે બાંકડા પર બેઠી હતી તેની એકઝેટ બાજુમાં એક સ્ટોલ હતો. ધ્રુવ હાથમાં પાણીની બોટલ અને રૂપિયા સાથે ત્યાં ઊભો હતો.

વંશિકા ઊભી થઈ, તે ધ્રુવને બોલાવવા જતી હતી પણ તેને ધ્રુવના કહેલ શબ્દો યાદ આવ્યાં,"મારે તારી સાથે કોઈ સંબંધ નથી." અને તેના પગ ત્યાં જ સ્થિર થઈ ગયા. ત્યાં ધ્રુવનું ધ્યાન તેના પર પડ્યું એટલે તેણે નજરો ફેરવી લીધી.

"ઓય..." ધ્રુવે બૂમ મારી પણ તેણે તે તરફ ન જોયું એટલે ધ્રુવે ફરી બૂમ મારી,"એ બાળક ચોર..." આ સાંભળી તેણે ગુસ્સામાં ધ્રુવ તરફ જોયું અને પછી આસપાસ જોયું. બે ત્રણ જણા તેને ઘુરી ઘુરીને જોતા હતા આ જોઈ તેના ગુસ્સામાં વધારો થયો. સ્ટોલવાળાને પૈસા આપીને ધ્રુવ તેની પાસે ગયો.

"કેટલીવાર કહું હું બાળક ચોર નથી?" તે ગુસ્સમાં બોલી.

"તો પછી મે બાળક ચોર કહ્યું તો આટલા લોકો ઊભા છે તેમાંથી શા માટે તે જ મારી સામે જોયું?!" ધ્રુવે નેણ ઊંચા કરતા પૂછ્યું. નેણ ઉચા કરતો તે કેટલો સુંદર લાગતો હતો. વંશિકા ફરી તેની આંખોમાં ખોવાઈ ગઈ.

"તું બાળક ચોર છે એટલે જ તે મારી સામે જોયું!" ધ્રુવ ફરી બોલ્યો. વંશિકાએ ગુસ્સામાં આવી કહ્યું,"હું બાળક ચોર નથી. તમારા કારણે આ આસપાસ લોકો પણ મને ઘૂરી ઘૂરીને જુવે છે! આમપણ તમને શું છે હું જે હોય તે તમે જ મને કહ્યું હતું ને કે તમારે ક્યાં મારી સાથે સંબંધ છે?!"

"હા તો સાચું તો કહ્યું આપણે શો સંબંધ છે? તું શું લાગે મારી? ગર્લફ્રેન્ડ કે પછી પત્ની?!" ધ્રુવે મશ્કરી કરતા કહ્યું. વંશિકાએ ગુસ્સામાં તેની તરફ જોયું.

"અચ્છા....બાબા... Sorry... મજાક કરું છું. તું અહીંયા ક્યાંથી ? ગુંડાઓથી બચી ગઈ?" ધ્રુવે તેની મસ્તીનો ટોપિક બદલ્યો પણ મસ્તી ચાલુ જ રાખી. વંશિકા હજુ તેના તરફ ગુસ્સામાં જોઈ રહી હતી એટલે પોતે જ જવાબ આપતા ધ્રુવ બોલ્યો,"હા અહીંયા મારી સામે સ્વસ્થ ઊભી છે એટલે બચી જ ગઈ હોયને! શું હું પણ?! પણ અહીંયા આમ એકલી શા માટે બેસી હતી?!"

"મારું મન હતું એટલે..." વંશિકા બોલી.

ત્યાં ત્યાંથી પેલા ટિકિટ ચેકર પસાર થયા. વંશિકાનું મોં ઢાંકેલ હોવા છતાં તેઓ તેને ઓળખી ગયા અને ઊભા રહ્યા,"બેન, તું હજુ અહીંયા જ છે? પૈસા હોય તો ટિકિટ ખરીદી લે. મફતમાં બેસવા નહિ મળે." આટલી સલાહ આપતા તે ત્યાંથી નીકળી ગયા.

વંશિકાને ટિકીટ ચેકર પર ગુસ્સો આવ્યો. તેને ધ્રુવ સામે પોતાની છાપ ખરાબ નહતી કરવી એટલે તેને કઈ જણાવવું નહતું પણ ટિકિટ ચેકરે આવીને પાણી ફેરવી નાખ્યું. ધ્રુવ વંશિકાને જોઇને હસી રહ્યો. વંશિકાનું મોં પડી ગયું.

"તારી પાસે ટિકિટ નથી એટલે તને ટ્રેઇનમાંથી ઉતારી નાખી અને મને કહે છે મન હતું એટલે.." ધ્રુવ ફરી હસી પડ્યો. વંશિકાની આંખો પાણીથી ભરાઈ ગઈ,"કોઈની મજબૂરી પર હસવું ન જોઈએ. તમારી સામે જ હતું ને? ટિકિટ લેવાય તેવી કોઈ પરિસ્થિતિ નહતી! મને તો ખબર પણ નહતી કે હું આ ટ્રેઇનમાં ચઢી જઈશ અને મારી પાસે તો પૈસા પણ નથી કે હું ટિકિટ ખરીદી શકું."

વંશિકાની આ હાલત જોઈને ધ્રુવને દયા આવી,
"ચાલ મારી સાથે."

"ના, તમે દયા ના ખાઓ, હું મારી રીતે લડી લઈશ અને આમપણ મારા કારણે તમે ખતરામાં પડી જશો." વંશિકા બોલી.

"અરે યાર ત્યારે ડરને કારણે મારાથી બોલાઈ ગયું, મારા મગજમાં તેવો કોઈ વિચાર નથી, તું ખોટું ના સમજ." ધ્રુવે કહ્યું.

"હું ખોટું નથી સમજતી. મને ખબર છે તમે સારા માણસ છો અને મને મદદ કરવા ઈચ્છો છો પણ હું તમને ખતરામાં નાખવા નથી માંગતી અને એટલે જ મે તમને ત્યારે પણ ના પાડી હતી અને હજુ ના પાડું છું, તમે આ બધામાં ના પડો, હું મારી રીતે લડી લઈશ." વંશિકા બોલી.

ધ્રુવે જાણે તેની વાત સાંભળી જ ન હોય તેમ તેનો હાથ પકડી ચાલવા લાગ્યો.

"અરે પણ ક્યાં લઇ જાઓ છો?" વંશિકા નવાઈ પામી. બન્ને એક ડબ્બામાં ચઢી ગયા. ડબ્બામાં એક સીટ પાસે આવીને રોકાઈને ધ્રુવ બોલ્યો,"આ નીચેની મારી સીટ છે અને આ મિડલ બર્થ તારી."

વંશિકા તો ધ્રુવને તાકી રહી. ધ્રુવ બોલ્યો,"હું અને મારો દોસ્ત બન્નેએ સાથે રિઝર્વેશન કરાવ્યું હતું. હું સમયસર પહોંચી ગયો પણ તે કોઈ કામમાં ફસાઈ ગયો એટલે આવી ના શક્યો પણ છેલ્લી ઘડીએ ટિકિટ કેન્સલ પણ ન થાય! એટલે આ સીટ તેના નામે રિઝર્વ જ છે તો તું અહીંયા બેસી શકે છે. બેસી શું સૂઈ પણ શકે છે!"

"પણ હું કઈ રીતે!" વંશિકા આટલું જ બોલી શકી.

"અરે ખચકાટની કોઈ જરૂર નથી. મને ખબર છે તારી પાસે પૈસા નથી, અમને પૈસા જોતા પણ નથી.બેસી જા...." ધ્રુવ બોલ્યો.

વંશિકા ચૂપચાપ બારી પાસે બેસી ગઈ. ધ્રુવ તેનાથી દૂર બેઠો.
વંશિકાએ આ જોયું, તેની નજરમાં ધ્રુવનું સ્થાન ઊંચું ચડી ગયું.

"બાળક ચોર...તું જઈશ ક્યાં ? વિચાર્યું છે?" ધ્રુવે વંશિકાને પૂછ્યું.

વંશિકા બોલી,"પહેલી વાત હું બાળક ચોર નથી. બીજી વાત મારુ નામ વંશિકા છે. સમજ્યા બકબક કુમાર?!"

"What?! બકબક કુમાર?!" ધ્રુવે ચિડાઈને કહ્યું.

"હા આખો દિવસ બક...બક..બક..બક...મોઢું બંધ જ નથી થતું, થાકતા જ નથી!" વંશિકા ધ્રુવના ચાળા પાડતા બોલી.

"સારું તો હવે નહિ બોલાવીશ તને, ના તારી સાથે વાત કરીશ અને હા મારુ નામ ધ્રુવ છે, સમજ્યા મિસ. વંશિકા !" ધ્રુવ ગુસ્સામાં બોલ્યો અને મોં ફેરવીને આંખ બંધ કરીને સુઈ ગયો.

વંશિકાને આ જોઈ ધ્રુવ માટે ખરાબ લાગ્યું માટે તે સામેથી બોલી,"તમે ક્યાં જઈ રહ્યા છો?!"

"અમદાવાદ." ધ્રુવે તે જ પોઝીનમાં બેઠા બેઠા જવાબ આપ્યો.

"મને તો ખબર પણ નથી હું ક્યાં જઈશ! જોકે તમને ખબર છે? હું મારા જીવનમાં ટ્રેઇનમાં ફકત બીજી વાર જ બેસી છું!"

આ સાંભળી ધ્રુવે નવાઈ સાથે વંશિકા તરફ જોયું,"શું? તું મજાક કરી રહી છે?!"

"ના, સાચું કહું છું."

"તો પહેલીવાર ક્યારે બેઠી હતી?"

"પહેલીવાર જ્યારે હું બાર વર્ષની હતી ત્યારે, અમદાવાદ જવા માટે..."

"શું તું અમદાવાદ આવેલ છે?!"

"હા, એકવાર."

ધ્રુવ વધુ કોઈ સવાલો પૂછે તે પહેલાં વંશિકા આંખ બંધ કરીને બેસી ગઈ એટલે ધ્રુવ ફોન મચડવા લાગ્યો.


અહીંયા વંશિકાનું મગજ ચકડોળે ચઢ્યું હતું,"અમદાવાદ..... સાત વર્ષ બાદ આ નામ કાને પડ્યું! સાત વર્ષ પહેલાં આ નામે આ શહેરે મારું જીવન બરબાદ કરી નાખ્યું. આ એ શહેર છે જેણે મારી પાસેથી મારું સર્વસ્વ લૂંટી લીધું. અમદાવાદ શહેરને હું નફરત કરું છું અને મારી આ નફરતનું કારણ જે વ્યક્તિ છે તેને તો હું બેહદ નફરત કરું છું. તે વ્યક્તિને કારણે મારો આ હાલ છે પણ મને ખબર જ નથી કે તે વ્યક્તિ છે કોણ હતો? તે અંધારી રાત્રે કાળા કપડાના મુખોટા પાછળ કોણ હતું તે મને હજુ સુધી ખબર નથી!

અમદાવાદથી દરભંગા આવીને તો જાણે હું પૃથ્વી પરથી નર્કમાં
પટકાઈ ગઈ હતી એટલે આ બધા વિચારો તો આવ્યા જ નહતા પણ સાત વર્ષ પછી મને ફરીથી તે વિચારો આવે છે, બદલો લેવાની આગ ફરીથી મારા દિલમાં સળગે છે, ત્યારે તો હું ફકત બાર વર્ષની હતી પણ હવે હું ઓગણીસ વર્ષની થઈ ગઈ છું, હવે હું પૂરી રીતે સક્ષમ છું તે વ્યક્તિને શોધવા અને તે વ્યક્તિને શોધવો છે તો મારે અમદાવાદ તો જવું પડશે.... અમદાવાદ અને કાળા મુખોટાવાળા માણસ તૈયાર રહો, વંશિકા આવી રહી છે...."

આટલું વિચારી, મનમાં દ્રઢ સંકલ્પ કરી આંખો ખોલી ધ્રુવ તરફ જોઈ તે બોલી,"ધ્રુવ, મે નક્કી કરી લીધું છે હું પણ અમદાવાદ આવીશ. અમદાવાદ સાથે મારે ખાસ સંબંધ છે." તેણે લુચ્ચું સ્મિત કર્યું. ધ્રુવ સમજી ના શક્યો પણ તેણે વધુ પૂછવાનું યોગ્ય ન લાગ્યું એટલે ફકત હકારમાં માંથું ધુણાવ્યું અને મોબાઈલમાં જ ધ્યાન રાખ્યું. જ્યારે વંશિકા બારી બહાર જોઈ રહી હતી, તેની આંખોમાં એક અલગ જ ચમક હતી.

ક્રમશ :.......

(વંશિકાનો શું પ્લાન હશે અને કોણ હશે જેણે વંશિકાને હેરાન કરી હશે અને વંશિકા વર્ષો પહેલા અમદાવાદ શા માટે આવી હશે ? તે અમદાવાદને અને તે વ્યક્તિને શા માટે આટલી નફરત કરતી હશે ? જાણવા વાંચતા રહો. ધ્રુવાંશ - એક ગેંગસ્ટરની પ્રેમ કહાની.... થોભો...થોભો....પ્રતિભાવ આપતા જજો અને મારી વાર્તા પસંદ આવે તો અન્ય લોકોને શેર કરજો અને હજુ સુધી મને follow ના કર્યું હોય તો please follow જરૂરથી કરજો જય સોમનાથ 🙏🏻
#stay safe, stay happy 😊