Aatma no Prem - 1 in Gujarati Love Stories by Awantika Palewale books and stories PDF | આત્મા નો પ્રેમ️ - 1

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

આત્મા નો પ્રેમ️ - 1


સુરજ દોડીયો ક્ષિતિજને પહેલે પાર.
જાણે કોઈ પ્રેમી દોડે પ્રેમી કા પાસ.
કેસર વર્ણી કાયા સજેલી ધરતી..
કોઈ પ્રિયની રાહમાં વાટ પર રહેતી...
અજંપો ભરી નજરો ને મારતી...

નમસ્કાર વાચક મિત્રો કવિતા વાંચીને એવું જ લાગ્યું હશે કે કોઈ સાંજ વિશે પ્રેમી અને પ્રેમિકાની વાત કરવા આવી હશે એક આત્માના પ્રેમ જે જીવાત્માને થયો છે તેના વિશે લખવા આવી છું પ્રેતાતમાં એટલે કે મૃત્યુ પછી કોઈ માણસનો ભાસ થાય એ તો સ્વાભાવિક છે પણ હયાત માણસનો જીવાત્માને ભાસ થાય ભાસ તો સહી પણ પ્રેમ થાય એ કંઈક અલગ જ વસ્તુ છે એવી જ આ નવલકથામાં વાત લઈને આવી છું ...

વાર્તાની નાયિકા "હેતુની "આસપાસ જ દુનિયા ફરે છે અને એ પણ અલગારી. એક પુરુષોની દુનિયામાં જજુમતી સ્ત્રી અને તેનો પ્રેમ એ આ નવલકથામાં વર્ણવા આવી છું.... સમાજના ડાયરામાં રહી સમાજનું સાંભળી અને સમાજની અંદર પોતાનું એક વ્યક્તિત્વ ઊભું કરતી આપણી આ નાયકા છે પોતાના માટે કુવાર થવું આ નાયકા ને પોસાય છે પણ સમાજના વ્યક્તિત્વ પર આંગળી ચીંધનાર સામે ખૂંખાર થઈને ઉભી રહે છે..

નાજુક નમણી નાગરવેલ જેવી સુંદર બાંધો હરણા જેવી આંખો પરવાળા જેવા હોઠ કંચન જેવી કાયા લાંબી ડોક પાતળી કેડ ને રૂપાળો દેહ. પહેલી નજરે જુઓ તો એક બાળક જેવી લાગે નિસ્વાર્થ ભાવ બીજાની દરેક સૂચનાઓનું પાલન કરનાર કોઈને પણ કામની ના ન પાડનાર દરેકની સમસ્યા ઉકેલનાર ખૂબ જ મેચ્યોર લાગતી આપણી આ નાયિકા છે...

બહુ ધીર ગંભીર શબ્દો સાથે તો તેને કોઈ લેવાદેવા જ નહીં તેને વાતો ઓછી કરવી અને કામ વધુ કરવું ગમતું. ક્યારેય બીજાની પંચાત તેને ના ગમતી હંમેશા પોતાનામાં જ વ્યસ્ત રહેવું એ તેનો નિયમ હતો બોલતી પણ એટલી જ હોશિયાર અને ચાલાક પણ ખરી ક્યાંય તેનો ઉપયોગ થતો નથી ને એ પણ જાણતી....

સવાર બપોર સાંજ સંધ્યા રાત મધરાત વગેરેમાંથી સૌથી સમૃદ્ધ જો કોઈ હોય તો તે છે સાંજ કવિઓનો પણ માની તો સમય એટલે સાંજ બે પ્રેમીઓને મળવાનો સમય એટલે સાંજ....


આવી જ એક સાંજ નિહાળતી હેતુ બારી બહારના દ્રશ્ય જોઈ રહી હતી તે દ્રશ્યમાંથી એક કવિતા તેના હૃદયમાં જ પૂરે છે તે કલમ દ્વારા કાગળ પર શબ્દો કંડારવા લાગે છે.....


અરે હા એ તો તમને કહેતા જ ભૂલી ગઈ કે આપણી નાયકા ને કવિતા અને વાર્તા લખવાનો બહુ શોખ તે કોટા એપ પર પોતાની કવિતાઓ મુક્તિ એટલે પોતાના મનના ભાવ જલ આવતી હતી અને આ ભાવને તે પાછી ડાયરીમાં પણ લખતી હતી તેના શોખ નાનપણથી જ હતો કારણ કે તે ભણવામાં બહુ હોશિયાર હતી એટલે તેને લખવાનું પણ ખૂબ જ ગમતું હતું જ્યારે પણ તેને મગજને આનંદિત કરવું હોય તો તે લખવાનું શરૂ કરી દેતી એટલે મન પ્રફુલિત થઈ જતું. પોતાનું આજુબાજુનું વાતાવરણ તેમ ભૂલી જજે અને લખવામાં મસ્ત મશગુલ બની જતી હતી .. આ કવિતા ને લીધે તો આ નાઈકા પ્રેમમાં પડી હતી કોઈ કવિ હતો કે જેને જોયા વગર જ તેના શબ્દોના પ્રેમમાં પડી હતી......

જવાબદારી ના ઓથા હેઠળ ક્યારેય પોતાનો પ્રેમ વ્યક્ત ના કરી શકે અને એ પ્રેમને જીવનમાં પણ લાવી ન શકે તેને પોતાનાથી દૂર જ રાખ્યો.....

હેતુ શીખતી વ્યક્તિ એટલે તેને કવિતા અને વાર્તા લખવી પણ પોતાના મનના ભાવ એવું ફિક્સ નહીં હેતુને ક્યારેય ગઝલ કવિતા શાયરી ખબર જ ના પડી કે આને શું કહેવાય તે લખી અને પોતાની મસ્તી માં રહેતી હતી.....

ક્રમશઃ...........