Aatma no Prem - 2 in Gujarati Love Stories by Awantika Palewale books and stories PDF | આત્મા નો પ્રેમ️ - 2

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

આત્મા નો પ્રેમ️ - 2



આગળ આપણે જોયું હેતુ વિશે થોડું જાણીએ. હેતુ એક સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પ્રોફેસર તરીકે જોબ કરતી હતી પ્રોફેસર તો નહીં પણ પોતાનું એમ ફીલ પૂરું કરતી ને સાથે જે પિરિયડ લેવા માટે તેને કહેવામાં આવે તે લઈ અને તેમાંથી પોતાની કમાણી કરતી હતી રોજ સવારે 6:00 થી 7 યોગા ક્લાસ સાત થી આઠ એરોબિક ક્લાસ ચલાવતી હતી. પોતે ઇન્ડિપેન્ડન્સ હતી પણ વિચારો બધાની માન્યતા પ્રમાણે હોય છે એ તો એવું માનતી કે સ્ત્રીએ ફાઇનાન્સિયલ ઇન્ડિપેન્ડન્સ રહેવું જોઈએ અને તે પોતાનું ઘર ચલાવવા માટે આટલી જ મહેનત કરતી હતી હેતુનું સૌથી બેસ્ટ અને સૌથી જિંદગીનું મહામૂલું એટલે તેની મા એની મા વગર તેને એક પળ પણ ના ચાલે હેતુની મમ્મીને પણ એવું હેતુ વગર એક ફળ એની મમ્મીને ન ચાલે જો કે હેતુના જીવનનો થોડો પરિચય તમે આપી જ દીધો છે....


હેતુ ના પપ્પા નહોતા હેતુને એક મોટી દીદી હતી હેતુ અને તેનું કુટુંબ રાજસ્થાન તરફથી વર્ષોથી રાજસ્થાનનું ગામ છોડી અને અહીંયા ગુજરાતમાં સ્થાયી થયા હતા હેતુના પપ્પા નાની મોટી નોકરી કરી ગુજરાત ચલાવતા હતા અને બંને દીકરીઓને પ્રેમથી ભણાવતા હતા બંને દીકરીઓ ભણવામાં પણ બહુ હોશિયાર એટલે હેતુના પપ્પાને તેમને ભણાવવાનું બહુ જ શોખ હતો

બંને પતિ પત્ની એવું વિચારતા કે અમે ભણ્યા નથી પણ અમારા બાળકોને તો અમે ભણાવશુ.....


પેલી કહેવત છે ને પપ્પાની હાજરીમાં દુકાનમાં મળતા દરેક રમકડા આપણા કહેવાય છે પણ જ્યારે એ જ નથી હોતા ત્યારે સંબંધો પણ આઘા પાછા હોય છે એવું જ કંઈક હેતુના જીવનમાં ચાલતું હતું.....


ઓ હેતુ નીચે ઉતરતો... અલકાબેન એ અવાજ માર્યો..

આવી મમ્મી પાંચ મિનિટ....

15 મિનિટથી હું સાંભળું છું આ પાંચ મિનિટ.....

ત્યાં હેતુ ફટાફટ નીચે આવીને બોલી ક્યાં હુકુમ હે મેરી માતાજી...

માતાજી વાળી ચાલ મારા બજારમાં જવું છે થોડો સામાન લેવાનો છે....

જો હુકમ મેરી માતાજી....

બંને મા દીકરી હેતુની રામ પ્યારી માં બજારમાં નીકળે છે....


હેતુને તેની મમ્મી અલકાબેન છેલ્લા દસ વર્ષથી કૈલાશધામ સોસાયટીમાં પોતાના નાના એવા બંગલામાં રહે છે હેતુના પપ્પાનો સ્વર્ગવાસ થયો ને સાત વર્ષ થયા હતા . હેતુને દીદી જેને લગ્ન વિદેશમાં થઈ ગયા હતા....


હેતુ ખૂબ જ મહેનતુ અને સમજદાર હતી એકદમ શાંત પાણી જેવી સ્વચ્છ અને નિર્માણ તેનું સપનું પીએચડી કરવાનું હતું એ તું ના પપ્પા ના અવસાન બાદ હેતુ એ નોકરી શરૂ કરી અને પોતાનું ભણવાનું પણ ચાલુ રાખ્યું હતું હેતુ આખો દિવસ વ્યસ્ત તેમજ રહેતી સાંજે તેને માનવ ખોળામાં માથું રાખી સૂઈ જતી... મા દીકરી ના આ વહાલ પર કોઈની નજર ન લાગે......


હેતુને ભીડ જોઈ બહુ બીક લાગે અરે કોઈ ઊંચા આવા જે વાત કરે ને તો તે ધ્રુજવા લાગે એમ ગબરુ હિરણી જેવી છે ક્યારેય પોતાના મનની વાત બીજાને કહેવાની તેનામાં આવડત જ નહીં એ તેને ફાવતું જ નહીં તેને હેતુ અને અલકાબેન આંખોથી વાતો કરી લેતા હતા શબ્દોનો સહારો ઓછા લેતા હતા. આંખ ભરતી જ તે સમજી જતા હતા એકબીજાની જરૂરિયાત પણ દુનિયામાં એવા બહુ ઓછા હોય છે કે તમારી આંખો વાંચી શકે......


હેતુનો એક નિત્યક્રમ હતો સવારે 5:00 વાગે ઉઠી જવાનું ફ્રેશ થઈ પોતાને યોગ ક્લાસ એરોબિક્સ પૂરું કરી અને 9:30 વાગે કોલેજે પહોંચી જવાનું..... 11:30 વાગે કોલેજે થી છૂટી 12:30 એકે ઘરે પહોંચી જવાનું ક્યારેક બાર વાગે પણ જાય ઘરે આવી થોડો આરામ કરી બંને મા દીકરી સાથે જમી લે પછી થોડી આડાઅવળી વાતો કરી અલકાબેન આરામ કરે અને હેતુ પોતાનું લખવાનું કામ કરે........