Aatma no Prem - 4 in Gujarati Love Stories by Awantika Palewale books and stories PDF | આત્મા નો પ્રેમ️ - 4

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

આત્મા નો પ્રેમ️ - 4



નિયતિ પોતાના ઘરે જતી રહી બપોરના બરોબર અઢી ના ટકોરે નિયતિ હેતુના ઘરે આવી હેતુનો રોજનો ડ્રેસ એટલે બ્લુ જીન્સ અને વાઈટ કુરતો હેતુ પહેરીને નીચે ઉતરી વાળ એમનેમ બાંધી લીધા હતા હેતુ ક્યારેય વાળ ઓળાવતી નહીં. નિયતિએ હેતુને જોઈને કહ્યું અરે આ શું પહેર્યું છે આપણે કોઈ શોક સભામાં જાઈએ છે તો વાઈટ કલરનો કુરતો પહેરીને આવી છે અત્યારે આપણે પિક્ચર જોવા જવાનું છે તો કોઈ મસ્ત કપડાં પહેરીને આવ....

હેતુ એ કહ્યું હું તો આજ કપડાં પહેરીને આવવાની છું તારે મારી સાથે પિક્ચર જોવા આવવું હોય તો આવ હું કપડાં બદલવાની નથી.... હેતુ એટલું બોલી અને સોફા ઉપર બેસી ગઈ....


નિયતિએ અલ્કાબેન ની સામે જોઈને કહ્યું માસી આને કહો ને કોઈ સારા કપડાં પહેરીને આવે અને જો એની પાસે કપડાં સારા ન હોય તો હું મારા કપડા તેને આપું પણ આવા કપડાં પહેરીને તો કેમ આવે મને કપડાં જરાય નથી ગમતા....


હેતુ એ કહ્યું તારે મારા કપડાં સામે ક્યાં જવાનું છે તારે પિક્ચર જોવાથી મતલબ છે ને મારા કપડાની પાછળ શું કામ પડી જાય ચાલ જવું હોય તો નીકળ અત્યારે પોણા ત્રણને પાંચ થઈ છે જો ત્રણ ને પાંચ થઈ તો હું નહીં આવું તારી સાથે....


નિયતિ મો ફુલાવીને અલકાબેન ને કહે જાણે કેમ મારે જ ગરજ હોય આની સાથે પિક્ચર જોવા જવાની એવું વર્તન કરે છે માસી...


અલકાબેન હસતા હસતા બોલ્યા એ તમે બંને બહેનપણીઓ જાણો હું એમાં ક્યાંય વચ્ચે પડતી નથી.....

નિયતિએ કહ્યું સારું ચલ પણ તારી રામ પ્યારી તો હું ચલાવીશ લાવ ચાવી.....

હેતુએ કહ્યું ના જરાય નહીં એક તો તારી પાસે લાયસન્સ નથી અને પાછી તેને ચલાવતા પણ નથી આવડતી એકદમ સ્પીડમાં ચલાવે છે અને ક્યાંક ભટકાવતી ભટકાવતી રહે મારે તને રામ પ્યારી ની ચાવી નથી આપવી......

નિયતિ કહે અરે પણ ક્યાંય નહીં ભટકાવું તું દેને મને હું શાંતિથી જ ચલાવીશ અને જો હું સ્પીડમાં ચલાવું તો તું લઈ લેજે પણ અત્યારે તો મને ચાવી દે નિયતિ અલકાબેન ને બૂમ પાડી માસી આને કહો ને મને ગાડી ચલાવવા માટે ચાવી આપે.....

હેતુ એ કહ્યું જો આવા જ ઉધામાં તો અહીં જ કરીશ ને તો ત્યાં પિક્ચર ચાલુ થઈ જશે અને મોડું થાય છે અહીંથી આપણને થિયેટર પહોંચતા લગભગ 10 મિનિટ લાગશે એટલે કોઈ પણ પ્રકારના ઉધામાં કર્યા વગર ચાલ પાછળ બેસી જા....


નિયતિ મો ફુલાવીને હેતુની પાછળ બેસી ગઈ હેતુ અને નિયતિ લગભગ ત્રણ અને પાંચે થિયેટર પહોંચ્યા ટિકિટ તો નિયતિ એ પહેલેથી જ લઈ લીધી હતી એટલે ટિકિટ નો કોઈ પ્રશ્ન ન હતો.... પિક્ચર થોડું ચાલુ થઈ ગયું હતું નિયતિ ખૂણાની બે સીટ લીધી હતી. કોર્નરમાં હેતુ હતી એની બાજુમાં નિયતિ બેઠી હતી એની બાજુમાં એક યુવાન બેઠો હતો પિક્ચર ચાલુ થયું એટલે સિસોટી રાડું પાડવી દેખાડો એ તો થિયેટરમાં નોર્મલ વસ્તુ છે પણ આ બધી વસ્તુ જ હેતુને ક્યારેય ગમતી નહીં એટલે જ તે થિયેટરમાં પિક્ચર જોવા જવાનું ટાળતી પણ તે નિયતિની જીદ આગળ કશું બોલતી નહીં.....


પિક્ચર માં જેમ છોકરાઓ બધા સિસોટી મારતા રાડો પાડતા દેકારો બોલાવતા એની સાથે સાથે નિયતિ પણ તેવું જ કરતી એ પણ સિસોટી મારતી રાડો પાડતી દેકારો બોલાવતી હતી. હેતુ એનો હાથ પકડી પકડીને તેને નીચે બેસાડતી પણ તે પિક્ચરમાં એટલી મસ્ત હતી કે તેને પોતાને ભાન નહોતું કે પોતે શું કરી રહી છે.....