No Girls Allowed - 2 in Gujarati Love Stories by Nilesh Rajput books and stories PDF | નો ગર્લ્સ અલાઉડ - ભાગ 2

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 2

અનન્યા કોફી શોપ પર લાંબા સમય સુધી ન બેસી શકી. તેણે તુરંત ટેબલ પરથી ફોન અને પર્સ ઉઠાવ્યું અને ઘર તરફ ચાલતી બની. અનન્યાની ફેમિલી રીચ અને મિડલ કલાસની વચ્ચે આવતી. એકને એક દીકરી હોવાથી તેમને કોઈ પણ પ્રકારની રોકટોક ન હતી અને મમ્મી પપ્પાને પણ અનન્યા પર પૂરો વિશ્વાસ હતો. અનન્યા પોતાના આંસુઓને છુપાવતી ચૂપચાપ પોતાના રૂમમાં જતી રહી. અંદરથી રૂમને બંધ કર્યો અને ટેપ રેકોર્ડર ઉપર સેડ સોંગ સાંભળવાના શરૂ કર્યા. અરિજિતની ફેન તો અનન્યા પહેલેથી જ હતી એટલે સોંગ સાથે ખુદને કનેકટ કરવાની મથામણ એમને ન કરવી પડી. અરિજિતના સેડ સોંગ સાથે રૂમ આખુ ગુંજી રહ્યું હતું. આની સાથે અનન્યા મન મૂકીને ખૂબ રડી. એમને મળેલી રાહુલ તરફથી ગીફ્ટો એક પછી એક અલમારીમાંથી નીકાળીને ચૂરચૂર કરવા લાગી. ફોનમાં રહેલી એમની તસવીરોને પણ ડિલીટ કરીને ખુદને મજબૂત દેખાડવાની નિષ્ફળ કોશિશ કરવા લાગી. પરંતુ એમની યાદો આ તસવીરોની મોહતાજ થોડી છે! તે તો હદયના દરેક ધબકારમાં અનન્યાની સામે ચલચિત્ર બની પ્રદર્શિત થઈ રહી હતી.

બહારથી અનન્યાની મમ્મી માથા પર હાથ રાખતા બોલ્યા. " આ શેનો ઘોંઘાટ થઈ રહ્યો છે? અનુ... એ અનુ.... તારા અરિજિતને કહે કે થોડાક ધીમા અવાજે ગીત ગાય અહીંયા મોહમ્મદ રફીને ડિસ્ટર્બ થાય છે!"

અનન્યાના પપ્પા જૂના ટેપ રેકોર્ડરમાંથી મોહમ્મદ રફીનું સોંગ ' યે દિલ તુમ બિન કહીં લગતા નહિ હમ ક્યાં કરે ' વગાડી રહ્યા હતા. તે ખુરશી પરથી ઉભા થયા અને બોલ્યા. " એ મારી મીઠી કડવી... બીચારીને શાંતિથી ગીતનો આનંદ લેવા દે ને.. કાં એને પરેશાન કરે છે?"

" પેલા તો તમે મને મીઠી કડવી કહેવાનું બંધ કરો હો! મારું નામ મારા મમ્મી એ કડવી રાખ્યું છે તો એમાં મારો શું વાંક? અને તમે આ શું દર વખતે મીઠી કડવી મીઠી કડવી કહીને બોલાવો છો હેં?"

અનન્યાના પપ્પા રમણીકભાઈ એ એમની પત્ની કડવીને પાછળથી પકડી લીધી અને રોમાંટિક સ્વરમાં બોલ્યા. " અનુની પ્યારી પ્યારી મમ્મી, તને મીઠી કડવી કહીને બોલાવવાનું એક પણ એક ખાસ કારણ છે જો તારું નામ મારી સાસુ એ કડવી રાખી દીધું હવે એને તો હું ન બદલી શકું પણ તારા નામ પાછળ મારા તરફથી કંઇક ઉમેરી તો શકું ને! એટલે મેં તારા નામ પાછળ મીઠી જોડી દીધું. એકદમ તારા સ્વભાવની જેમ ભળે છે, મીઠી રસગુલ્લા જેવી, હા ક્યારેક ક્યારેક તું કડવી સ્વભાવની થઈ જા છો...પણ મને ગમે છે તારો મીઠો કડવો સ્વભાવ..."

કડવી બેનનું હદય પીગળી ગયું. અનન્યાના રૂમમાંથી આવતો ઘોંઘાટ ભર્યો અવાજ સાંભળવાના બદલે કડવી બેનને રમણીકભાઈના દિલના સુર સંભળાઈ રહ્યા હતા. બંને એકબીજાને ટેકે મસ્ત મજાના મોહમ્મદ રફીના સોંગ સાંભળી આનંદ લઇ રહ્યા હતા.

અનન્યાને અલમારીમાંથી રાહુલે આપેલું પ્રથમ ગિફ્ટ મળ્યું. તૂટેલા સપનાઓની સાથે ગિફ્ટની હાલત પણ તૂટેલી હાલતમાં જોવા મળી. રાહુલે અનન્યાને પ્રોપોજના સમયે એના જેવી જ દેખાતી હૂબહૂ ઢીંગલી ગિફ્ટ આપી હતી. એના જેવી જ દેખાતી, કપડાં પણ એવા જ પ્રકારના પહેરાવ્યા હતા. જાણે અનન્યાને ખુદને જ નાની અવસ્થામાં જોઈ રહી હોય એવું પ્રતીત થઈ રહ્યું હતું. બે ઘડી માટે અનન્યા ભૂતકાળના એ ક્ષણોમાં ખોવાઈ ગઈ.

***********

" હેલો મિસ...અનુષ્કા શર્મા..." રાહુલે આદરપૂર્વક પોતાનો હાથ લંબાવતા કહ્યું. રાહુલ હંમેશા અનન્યા શર્માને અનુષ્કા શર્મા કહીને જ સંબોધિત કરતો. જે અનન્યાને મનોમન ખૂબ ગમતું પણ રાહુલને પરેશાન કરવા માટે એ બોલી.

" હાઈ મિસ્ટર રાહુલ ગાંધી...." અનન્યા એ પણ પોતાનો બદલો લઈ લીધો.

રાહુલ રાહુલ ગાંધીના નામથી ખૂબ ચિડતો કારણ કે એમને ન તો ભારતની રાજનીતિ ગમતી કે ન રાજનીતિના કોઈ નેતાઓ ગમતાં. એમાં પણ ખાસ કરીને રાહુલ ગાંધીથી તો એમને ખૂબ નફરત હતી.

" ગાંધી સરનેમ નહિ પ્લીઝ યાર...તને ખબર તો છે ને રાહુલ ગાંધીને લોકો ક્યાં નામથી ઓળખે છે?" પરેશાન થતો રાહુલ બોલ્યો.

વિચારવાની બનાવટી એક્ટિંગ કરતી અનન્યા બોલી. " ક્યાં નામથી ઓળખે છે? અરે હા પપ્પુ..! " અનન્યા પેટ પકડીને જોરજોરથી હસવા લાગી.

" હસી લે હસી લે તુ હજી જોર જોરથી હસ, પણ એટલું યાદ રાખજે હું કોઈ પપ્પુ રાહુલ ગાંધી નહિ પણ કુછ કુછ હોતા હૈ નો રાહુલ ખન્ના છું...કોલેજની દરેક છોકરીઓ મારા પણ પાણીપુરીની જેમ મરે છે...પાણીપુરીની જેમ, ખબર છે તને હં..આવી મને રાહુલ ગાંધી કહેવા વાળી.."

" ઓહ..મતલબ તું ખુદને શાહરુખ ખાન સમજે છે..શાબાશ વેરી ગુડ...તારો કોન્ફિડન્સ કમાલનો છે..મતલબ રાજપાલ જેવો લુક હોવા છતાં પણ ખુદને શાહરુખ ખાન જેવો કહેવો એટલે ખૂબ હિંમત જોઈએ...ધન્ય છે તું ખરેખર ધન્ય છે..."

રાહુલ આગળ કંઈ બોલે એ પહેલા જ કિંજલ આવીને અનન્યાને પોતાની સાથે ખેંચતા બોલી. " અનુ ચલ જલ્દી આપણે પાર્ટીમાં જવાનું ઓલરેડી લેટ થઈ ગયું છે..."

" અરે હા પણ પહેલા હાથ તો છોડ, હું આવું છું..." અનન્યા એ પોતાનો અણગમો વ્યક્ત કર્યો.

" અનુ તારે પાર્ટીમાં જવાનું છે..?" રાહુલ આશ્ચર્ય સાથે બોલ્યો.

" હા રાહુલ, સોરી હું તને કહેવાની જ હતી પણ કોલેજના નોટ્સ બનાવામાં મારા મગજમાંથી જ નીકળી ગયું..આપણે પછી ક્યારેક ડેટ ઉપર જઈશું હોને.."

રાહુલનો ઉદાસ ચહેરો જોઈ અનુ પણ ઉદાસ થઈ ગઈ પણ એકબીજા આગળ કઈ વાતચીત કરે એ પહેલા જ કિંજલ અનુને ખેંચીને પોતાની સાથે લઈ ગઈ.

રાહુલ ત્યાં જ પોતાના નસીબને કોસતો રહ્યો પણ અચાનક એક જોરદાર આઈડિયા મગજમાં આવતા એ તુરંત પોતાના ઘર તરફ દોડ્યો.

મોડી રાત સુધી પાર્ટીથી પરત ફરતી અનન્યા ઘરે પહોંચીને જોયું તો રાહુલ એના ઘરની બહાર ડેશિંગ લૂકમાં રાહ જોઈ રહ્યો હતો. એમના પહેરવેશ ઉપરથી જ અનન્યાને અંદાજો આવી ગયો હતો કે રાહુલ એમને પ્રોપોજ કરવાનો છે.

અદપ વાળીને અનુ એમની પાસે ગઈ અને બોલી. " નવી નોકરી મળી છે...ચોકીદારની? મારા પપ્પા એ કીધું નહિ મને કે આવો હેન્ડસમ છોકરો આપણા ઘરની ચોકીદારી કરશે..."

" એમ..અને ખબર હોત તો શું કરત?" રાહુલ ધીમે ધીમે અનન્યાની નજીક આવી રહ્યો હતો.

" તો ચોકીદારને પ્રેમથી હું એટલું જ કેત કે ચોકીદારજી તમારે મારા ઘરની રખવાળી કરવાની છે નહિ કે ઘરમાં રહેતી અનુની કરવાની છે..બોલ કેમ અત્યારે આ સમયે મારી રાહ જોવે છે?"

રાહુલે વધુ સમય ન લેતા સીધું ગિફ્ટ અનન્યાના હાથોમાં સોંપ્યું.

" આ શું છે?" પેકિંગ ગીફ્ટને ખોલતા અનુ બોલી.

" તારા માટે મારા તરફથી એક નાનકડી ભેટ...."

" ઢીંગલી! વાવ યાર! એકદમ મારા જેવી જ લાગે છે!! કેટલી બ્યુટીફુલ છે નહિ રાહુલ?"

રાહુલ ઢીંગલીની જગ્યાએ અનન્યાને જોઈને જ બોલ્યો. " હા ખૂબ સુંદર છે..."

અનન્યા રાહુલની નજર ને જોઈ ગઈ હતી છતાં પણ એ કંઈ ન બોલી અને તેણે રાહુલને પ્રેમભર્યું સ્મિત આપ્યું.

" આજ તો મારો કોઈ બર્થડે પણ નથી કે નથી કોઈ ખાસ ડેટ તો આ ગિફ્ટ?"

" આ દિવસને ખાસ હું બનાવવા માંગુ છું..."

" કઈ રીતે?"

" પ્રપોઝ ડેટ તરીકે?"

" શું?"

" હા અનુ હું તને સાચા દિલથી પ્રેમ કરું છું...તારા નખરા મને સેવ મમરા જેવા લાગે છે..."

અનન્યા એ બંને હાથને કમર ટેકવી પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો.

" અરે મારો મતલબ કે તારા નખરા એકદમ તીખા મમરા જેવા છે..અને તને ખબર જ છે મને તીખા સેવ મમરા કેટલા પસંદ છે..."

રાહુલની પ્રોપોઝ કરવાની સ્ટાઇલ જોઈને અનન્યા ખૂબ હસી પણ આ જ સ્વભાવ પર તો અનન્યા એના પર ફિદા થઈ. રાહુલના પ્રપોઝને સ્વીકાર કરીને અનન્યા એ પણ સામે પ્રેમનો એકરાર કરી દિધો.

વર્તમાનમાં પાછી ફરેલી અનન્યા એ ખુદને અરીસામાં જોયું તો એના આંખોમાં આંસુ સિવાય બીજું કંઈ ન બચ્યું. રાહુલ જે એમની આંખોમાં વસતો હતો એમને અનન્યા એ ઢીંગલીને તોડ્યું અને દિલમાંથી પણ હંમેશા માટે નીકાળી દેવાની તૈયારી બતાવી.

ક્રમશઃ