No Girls Allowed - 11 in Gujarati Love Stories by Nilesh Rajput books and stories PDF | નો ગર્લ્સ અલાઉડ - ભાગ 11

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 11



સવારના અલાર્મ વાગતાની સાથે જ અનન્યા આળસ મરડતી ઊભી થઈ. એક બે બગાસું ખાતા અનન્યાને ખ્યાલ આવ્યો કે એ બુક વાંચતા વાંચતા જ સૂઈ ગઈ હતી. તેણે બાજુમાં ખુલ્લી પડેલી બુકને ફરી હાથમાં લીધી. વાંચવાનું ફરી શરૂઆત કરવા જતી જ હતી કે કડવી બેન સાદ આપતા બોલ્યા. " અનુ ઊભી થઈ ગઈ હોય તો ચાલ નાસ્તો કરવા!"

" હા મમ્મી હમણાં આવી.." અનન્યા એ જવાબ આપતા કહ્યું. ' આદિત્ય તને અને તારી બુકને તો હું પછી જોવ છું બાય...' એટલું કહીને અનન્યા બાથરૂમમાં ફ્રેશ થવા નીકળી ગઈ.

રમણીકભાઈ પેપર વાંચતા વાંચતા ચાની ચૂસકી લઈ રહ્યા હતા. એમની ચૂસકીના અવાજથી પરેશાન કડવી બેન મોઢું બગાડતા ઘરના કામો કરી રહ્યા હતા.

" ચા પીવે છે કે પછી સાઇકલના પૈડાંમાં હવા પૂરે છે એ જ ખબર નથી પડતી, કોઈ ચા પીતા આવી રીતે અવાજ કરતું હશે!" કડવી બેન રસોડામાં બબડતા હતા. બહારથી રમણીક ભાઈ સાંભળી જતા બોલ્યા. " ઓ..કડવી તે આજ ચા બોવ મીઠી બનાવી છે હો! માનવું પડે.." તારીફના પુલ સાંભળી કડવી બેન બોલ્યા. " હા લગ્નના આટલા વર્ષો પછી તમને આજે મારી ચા મીઠી લાગી આ પહેલા તો હું કડવી જ ચા બનાવતી હતી ને!"

રમણીક ભાઈ કંઇક ને કઈક વાત નિકાળીને કડવી બેન સાથે મીઠો જઘડો કરી જ લેતા. જ્યાં સુધી એ સવારમાં કડવી બેન સાથે લડી ન લેય ત્યાં સુધી એમને ચેન પડતો નહિ.

બંનેના વાતચીતમાં કૂદતી અનન્યા આવી પહોંચી. કપમાં ચા લેતી અનન્યા બોલી. " શું થયું મમ્મી? આ સવાર સવારમાં શેની રામાયણ શરૂ કરી છે તમે?"

કિચન સાફ કરતા કડવી બેન ઊંચે અવાજે બોલ્યા. " આ તારા પૂજ્ય પિતા જી ને પૂછ..ખૂબ મોટા મહાજ્ઞાની છે ને એમને ખબર હશે આ રામાયણ વિશે..."

અનન્યા રમણીકભાઈના મજાકને સમજી ગઈ. રમણીકભાઈ એ ઈશારામાં કહેવાની ના પાડી પરંતુ અનન્યા એમના મમ્મીને વધુ પરેશાન થતાં ન જોઈ શકી. " અરે મારી ભોળી મમ્મી, પપ્પા મઝાક કરે છે તારી સાથે, તું આટલા વર્ષો એમની સાથે રહી તો પણ તું એમને ઓળખી ન શકી?" બિસ્કીટને ચા માં ડૂબાડતા અનન્યા બોલી.

" આજ કલ પુરુષ પણ સ્ત્રી જેવા થઈ ગયા છે! એમને ઓળખવામાં તો એક જિંદગી પણ ઓછી પડે એમ છે.." કડવી બેને આખા પુરુષ જાત વિશે પોતાના વિચાર જણાવી દીધા.

" ઓહો ઓહો વાત તો હવે પુરુષ જાત ઉપર આવી પહોંચી છે..લાગે છે મારે મારા વિચાર રજૂ કરવા જ પડશે.." ખુરશી પરથી ઉભા થઈને રમણીકભાઈ અનન્યાની બાજુના ટેબલ પર બેસી ગયા અને બોલ્યા. " વાત એકદમ સાચી કહી તે કડવી, આજના પુરુષ કોઈ પુરુષ કહેવાય! નથી માતા પિતાનો કોઈ ડર, નથી બહેનના લગ્નની કોઈ ચિંતા! કરિયરની તો જાણે ચર્ચા જ નથી થતી! હવે આવા પુરુષને ઓળખવો કઇ રીતે?" રમણીકભાઈ એ અનન્યા સામે સવાલ મૂક્યો.

અનન્યા મનોમન વિચાર કરતી રહી. એમના મનના પુરુષના નામે આદિત્યનો જ ચહેરો જ ફરી રહ્યો હતો. અનન્યાને વિચારશીલ થતાં જોઈને રમણીક ભાઈ મનોમન હસ્યા અને બોલ્યા. " જો અનુ દીકરા તારી મા એ તો મારી સાથે જિંદગી જેમ તેમ કરીને કાઢી નાખી છે પણ તારે જિંદગી પસાર નથી કરવાની પરંતુ જીવવાની છે, એક એક શ્રણને માણવાની છે! લાગવું જોઈએ લોકોને કે જિંદગી જીવવી હોય તો અનુ જેવી જીવવી નહિતર માયકાંગલાની જેમ તો ન જ જીવવી..."

અનન્યાને જાણે એક અલગ જ શક્તિનો અનુભવ થયો. પિતા તરફથી જો આવું મોટીવેશન મળી રહે તો આજના યુવાનોને કોઈ અન્ય લોકો પાસેથી મોટીવેશન લેવાની શું જરૂર પડે? અનન્યા એ નાસ્તો હજી પૂર્ણ જ કર્યો હતો કે કિંજલનો કોલ આવ્યો.

" બોલ કિંજલ, આટલી સવાર સવારમાં મને યાદ કરી?"

" અરે વાત જ એવી છે!.."

" કેમ શું થયું?"

" એમ ફોન પર નહિ મજા આવે તું મારા ઘર પાસે આવ હું તને ત્યાં જ બઘું જણાવું છું.."

" પણ કિંજલ...મારી વાત તો સાંભળ.." કિંજલે ફોન કટ કરી નાખ્યો. ' કોને ખબર આ આખી વાત કહેવાનું ક્યારે સિખશે?' બબડતી બબડતી અનન્યા ગેટ પાસે આવી પહોંચી.

" મમ્મી પપ્પા હું જાવ છું...." સેન્ડલ પહેરતી અનન્યા બોલી.

" હા પણ ધ્યાન રાખજે હો દીકરી..." કડવી બેને પોતાની ચિંતા વ્યક્ત કરી. અનન્યાના જતા જ રમણીક ભાઈ બોલ્યા.
" કેવો લાગ્યો મારો પ્લાન?"

" ઠીક હતો પણ તમને શું લાગે તમારી વાત અનુ સમજી ગઈ હશે?"

" આપણી અનુ સમજદાર છે, તે જોયું નહિ મારી વાત કેવી ધ્યાનથી સાંભળતી હતી..હવે મને એમનું ટેન્શન નથી.. એ જે નિર્ણય લેશે યોગ્ય જ લેશે.." રમણીક ભાઈ ફરી આરામ ખુરશી એ બેસી ગયા.

રમણીકભાઈ અને કડવી બેન આમ જ નાટક દ્વારા અનન્યાને જીવનના પાઠ શીખવાડી દેતા. ભૂતકાળમાં આવા ઘણા નાટકો સફળ પણ થયા હતા. પણ શું રમણીકભાઈનું આ નાટક સફળ થશે ? એ તો હવે આગળનો સમય જ બતાવશે.

અનન્યા દોડતી દોડતી કિંજલના ઘર નીચે ઊભી.

" ક્યાં મરી ગઈ આ! મને વહેલા બોલાવીને પોતે જ ગાયબ છે! આવવા દે હમણાં એમની ખબર લવ છું.." નાક ચઢાવતી અનન્યા ક્રોધે ભરાઈ. ત્યાં જ પાછળથી કોઈએ અજાણ્યો હાથ અનન્યાના આંખો પર રાખી દીધો.

" કોણ છે આ? કિંજલ તું છે?" બંધ આંખો એ હાથના માત્ર સ્પર્શ દ્વારા અનન્યા ઓળખવાની કોશિશ કરવા લાગી.

" નહિ ઓળખી શકી! હે ભગવાન શું થશે તારું?" કિંજલ અનન્યાની આગળ આવીને બોલી.

" કિંજલ તું મારી આગળ છે તો મારી પાછળ કોણ છે?"

" આંખ પરથી હાથ હટાવી દે, આ અનુ તને નહિ જ ઓળખી શકે!"

આંખ પરથી હાથ હટતા જ અનન્યા પાછળ ફરી.

" આકાશ તું!!" અનન્યા ખુશીના મારે સીધી આકાશને ગળે મળી ગઈ.

" તું ક્યારે આવ્યો?"

" બસ હજુ કાલે જ પહોંચ્યો.

" હમમ તો કિંજલ તું આ સરપ્રાઇઝની વાત કરતી હતી ફોન ઉપર.." અદપ પાડીને અનન્યા બોલી.

" અરે ના અનુ, આ સરપ્રાઇઝ નથી!.."

" તો સરપ્રાઇઝ શું છે?"

" ધીરજ રાખ હમણાં ખબર પડી જશે..."

" જોયું આકાશ સવારની મારી સાથે સરપ્રાઈઝ સરપ્રાઈઝ કરીને પરેશાન કરે છે...હવે તું જ આને કંઈક સમજાવ..."

" એને શું ફરિયાદ કરે છે? એમને તો સરપ્રાઈઝની ખબર છે...અરે સરપ્રાઈઝ જ આમનું છે! હું તો બસ એક નિમિત્ત માત્ર છું..."

" આકાશ તું પણ! કેવો લૂચ્ચો છે! પાસે ઊભો છે પણ કહેતો નથી કે હું જ સરપ્રાઈઝ આપું છું..."

" તારે જાણવું છે ને સરપ્રાઈઝ શું છે? તો આ જો કાર પણ આવી ગઈ, ચાલ હવે હું તને સરપ્રાઈઝ વિશે કહીશ નહિ પરંતુ સીધી સરપ્રાઈઝ તને દેખાડી જ દઈશ.."

" આ બંને જરૂર મને કિડનાપ કરીને જ ક્યાંક લઈ જાય છે.." કારમાં બેસતી અનન્યા નાટકીય ઢબે બોલી.

" નાટક બંધ કર અને ચૂપચાપ બેસ, નહિતર સાચે જ તને કિડનાપ કરીને જ લઈ જવી પડશે" કિંજલ પણ એમની બાજુની સીટ પર બેસી ગઈ.

અનન્યાને જાણવાની તાલાવેલી વધવા લાગી. કિંજલ, આકાશ અને અનન્યા કારમાં બેસીને સરપ્રાઈઝ જોવા નીકળી ગયા.

ક્રમશઃ