Barood - 5 in Gujarati Detective stories by Kanu Bhagdev books and stories PDF | બારૂદ - 5

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

બારૂદ - 5

૫   આશ્ચર્યજતક ટેસ્ટ... !

ત્યાર બાદ ટેસ્ટની પ્રક્રિયા શરૂ થઈ.

જાસૂસીની દુનિયામાં આ અત્યાર સુધીનો એક અનોખો જ કહી શકાય એવો ટેસ્ટ હતો. આવો આશ્ચર્યજનક ટેસ્ટ આજ સુધીમાં કદાચ કોઈ જાસૂસે નહોતો લીધો.

ખુદ નાગપાલ જેવો નાગપાલ પણ સાનંદાશ્ચર્ય અનુભવતો હતો. પોતાના અનુગામી તરીકે દિલીપની પસંદગીથી તેની છાતી ગજગજ ફૂલતી હતી.

છેલ્લા થોડા કેસો દરમિયાન દિલીપે પોતાની અસીમ બુદ્ધિમત્તાનો પરિચય આપ્યો હતો.

આવા સહકારીને મેળવીને કોણ ગર્વ ન અનુભવે ? માત્ર નાગપાલ જ નહીં, બલ્કે આજે આખો દેશ દિલીપ પર ગર્વ અનુભવતો હતો.

અને આનું મોટામાં મોટું કારણ એક જ હતું.

છેલ્લા થોડા સમયથી દિલીપ બળથી ઓછું ને કળથી વધુ કામ લેતો હતો.

એની બુદ્ધિમત્તા પૂનમના ચંદ્રમાની માફક સોળેય કળાએ ખીલી હતી.

અલબત્ત, જરૂર પડ્યે બળનો ઉપયોગ કરતાં પણ તે બિલકુલ નહોતો અચકાતો. યોગ્ય સમયનો યોગ્ય નિર્ણય – એ જ તેની સફળતાનો મોટો આધાર હતો.

જેવો સવાલ તેવો જવાબ... !

જેવો શિકાર તેવું નિશાન…… !

આ બંને વાતો એની સફળતાની ગુરુચાવી હતી.

ડેનિયલને હવે એક આરામખુરશી પર અડધો સૂતેલી ને અડધો બેઠેલી હાલતમાં સુવડાવી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ ઇલેક્ટ્રો- કાર્ડિયોગ્રાફ મશીનના અમુક તાર એના હાથ-પગ સાથે જોડી દેવાયા. એટલું જ નહીં, ડૉક્ટર બીલીમોરિયાની સૂચનાથી કેનિયલે પોતાનો શર્ટ તથા ગંજી પણ કાઢી નાખ્યાં. પછી રબ્બરના બે મુલાયમ પ્લગ એના હૃદય પાસે ચોંટાડી દેવામાં આવ્યા.

‘મિસ્ટર ડેનિયલ... !' ડૉક્ટર બીલીમોરિયા ગંભીર અવાજે બોલ્યો, ‘આ ટેસ્ટ આપતાં પહેલાં તમે એક વાત બરાબર સમજી લેજો... !'

‘શું?’

ટેસ્ટની પ્રક્રિયા દરમિયાન તમે જરા પણ ઉત્તેજિત થશો નહીં. તમારા દિલ કે દિમાગમાં સ્હેજ પણ ટેન્શન હશે તો આખો ટેસ્ટ નિષ્ફળ જશે. માટે સૌથી પહેલાં તો તમે તમારા સમગ્ર દેહને તાણરહિત બનાવી દો ! જ્યારે તમને લાગે કે તમે બિલ્કુલ સ્વસ્થ છો, ત્યારે મને જણાવી દેજો... !'

‘હું અત્યારે પણ બિલકુલ સ્વસ્થ જ છું... !' ડેનિયલ બોલ્યો.

‘તમે સાચું કહો છો... ?’

‘ખોટું બોલવાથી મને શું લાભ...?’

‘વેરી ગુડ... !' ડૉક્ટર બીલીમોરિયા હવે નાનાં પૈડાંવાળા ઇલેક્ટ્રો-કાર્ડિયોગ્રાફ મશીન સામે બેસી ગયો.

દિલીપ પણ એની બરાબર બાજુમાં બેઠો. જ્યારે નાગપાલ તથા રશિયન અધિકારી મશીન પાસે પડેલી ખુરશીઓ પર ગોઠવાઈ ગયા.

ઇલેક્ટ્રો-કાર્ડિયોગ્રાફ મશીનનું મોનિટર હવે એ ચારેયની સામે હતું.

નાગપાલ હજુ પણ આશ્ચર્યચકિત નજરે આ બધું જોતો હતો. દિલીપની બુદ્ધિમત્તા પર અત્યારે મનોમન એ ખૂબ જ ગર્વ અનુભવતો હતો.

‘મિસ્ટર ડેનિયલ... !’ દિલીપ બોલ્યો, ‘હવે હું તમને સવાલો પૂછવાનું શરૂ કરું છું.

‘પૂછો...’

‘તમે સવાલોના જવાબ આપવા માટે તૈયાર છો ને...?'

‘એકમદ તૈયાર છુ... !'

‘આ ટેસ્ટ આપવામાં તમે કોઈ અગવડતા તો નથી અનુભવતા ને… ?’ દિલીપે પૂછ્યું, ‘તમને શારીરિક કે માનસિક રીતે કોઈ તકલીફ તો નથી પડતી ને ?’

“ના, મને કોઈ અગવડતા કે તકલીફ નથી.' `

‘તમારા શરીર કે દિમાગમાં ક્યાંય કોઈ જાતની ઉત્તેજના કે ઉશ્કેરાટ છે ?’

‘ના, બિલકુલ નહીં...'

‘તમે દિલથી કબૂલ કરો છો કે આ ટેસ્ટ તમારી મરજીથી આપો છો...? કોઈ બળજબરી કે દબાણને વશ થઈને નથી આપતા ?’ આ દરમિયાન દિલીપના સંકેતથી ડૉક્ટર બીલીમોરિયાએ ક્યારનુંય મશીન ચાલુ કરી દીધું હતું.

મશીનના મોનિટર પર આડીઅવળી રેખાઓના રૂપમાં થતો ગ્રાફ નજરે ચડતો હતો.

‘હું દિલથી જ આ વાત કબૂલ કરું છું... !' ડેનિયલના અવાજમાં

સ્ટેજ ધૂંધવાટ હતો. ‘તમારું નામ ડેનિયલ જોસેફ છે....?’

‘હા, મારું નામ ડેનિયલ જોસેફ જ છે... !'

‘તમે પુષ્ઠિનામાં રહો છો... ?'

‘જી, હા....હું પુશ્કિનાના એક ફ્લૅટમાં રહું છું.'

‘સામ્યવાદના પિતામહ ગણાતા ટૈનિન પણ એક જમાનામાં એ જ વિસ્તારમાં રહેતા હતા, ખરું ને?’

'હા.'

‘તમે લેનિન સાહેબને ઓળખો છો...?’

‘ના, માત્ર તેમનું નામ જ સાંભળ્યું છે અથવા તો તેમના વિશે અખબારો ને પુસ્તકોમાં વાંચ્યું છે. ‘તમે અબ્દુલ વહીદ કુરેશીને ઓળખો છો...?

‘જી, ના...’

દિલીપે આ સવાલ અણધાર્યો ને ઓચિંતો જ પૂછ્યો હતો. એ જ વખતે ડૉક્ટર બીલીમોરિયાએ ધીમેથી દિલીપને કરી મારી. જેના પરથી સ્પષ્ટ થતું હતું કે ઇલેક્ટ્રો-કાર્ડિયોગ્રાફ મશીન પર બનતા ગ્રાફમાં કંઈક ફર્ક પડ્યો હતો.

દિલીપે પૂછેલા આ અણધાર્યા સવાલની અસર સીધી ડેનિયલના દિલો-દિમાગ પર થઈ હતી. એનું પ્રેશર વધી ગયું હતું જેને કારણે તે સહજ ભાવે જવાબ નહોતો આપી શક્યો. એના હૃદયના ધબકારામાં પણ થોડો ફર્ક પડી ગયો હતો.

આ ટેસ્ટનો મુખ્ય હેતુ જ એ હતો કે પહેલાં સીધાસાદા સવાલો પૂછીને ડેનિયલનું મગજ એકદમ હળવુંફૂલ બનાવી દેવું અને પછી અચાનક જ તે ખોટો જવાબ આપે એવો સવાલ પૂછવો.

આ રીતે અચાનક સવાલ પૂછવાથી ડેનિયલ સ્ટેજ દેતાય એ સ્વાભાવિક જ હતું. આ હેબત ભલે એના એરા પર ન દેખાય. પરંતુ ઇલેક્ટ્રો-કાર્ડિયોગ્રાફ મશીનના મોનિટર પર તો એ સ્પષ્ટ રીતે ઉજીગર થઈ જવાની હતી.

- અને મોનિટર પર આ હેબત ઉર્જાગર થઈ પણ ખરો...! - - ડેનિયલની આ હેબત બાહ્ય નહીં પણ આંતરિક હતી, એનો એરો તો ભાવહીન જ હતો.

‘મિસ્ટર ડેનિયલ... !’ દિલીપ આગળ બોલ્યો, “શું એ સારું

નથી કે પ્રત્યક્ષ રીતે તો આ ટેસ્ટમાં તમે અમને સહકાર આપો છો, પરંતુ અંદરખાનેથી તમે અમારાથી નારાજ છો.... ? બલ્કે તમે તમારી જાત પર જ ધૂંધવાઓ છો કે — હું વળી ક્યાં આ લપમાં પડ્યો....? શા માટે આ ટેસ્ટ આપવા તૈયાર થયો... ?'

‘એવી કોઈ વાત નથી.’

ડૉક્ટર બીલીમોરિયાએ ફરીથી દિલીપને કોણી મારી, ડેનિયલ ફરીથી ખોટું બોલ્યો હતો એ સ્પષ્ટ થઈ જતું હતું. ગ્રાફમાં ફરીથી કંઈક ફેરફાર થયો હતો.

‘મિસ્ટર ડેનિયલ, હું તમને ફરીથી પૂછું છું... !' દિલીપે એક એક શબ્દ પર ભાર મૂકતાં પૂછ્યું, ‘આ ટેસ્ટ આપવામાં તમે કોઈ તકલીફ કે મૂંઝવણ તો નથી અનુભવતા ને... ?'

'ના...'

‘તમે અબ્દુલ વહીદ કુરેશીને ઓળખો છો... ?

‘ના....

ડેનિયલ આ સવાલનો જવાબ આપવા માટે અગાઉથી જ તૈયાર હતો એટલે આ વખતે ગ્રાફમાં કોઈ પરિવર્તન ન આવ્યું. ડૉક્ટર બીલીમોરિયાએ પણ દિલીપને કોણી મારીને કોઈ સંકેત ન કર્યો.

‘શું ઇંદિરા ગાંધીનું ખૂન તમે કર્યું હતું... ?'

‘ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તમે જ ગોળી મારી હતી...?’

'ના, મેં કોઈનેય ગોળી નથી મારી.’

‘લેનિનના મોતમાં તમારો કોઈ હાથ છે.... ?'

‘ના, તેમના મોતમાં પણ મારો કોઈ હાથ નથી... !'

‘તમે હોલિવૂડની પ્રખ્યાત ફિલ્મ ‘ટાઈટેનિક’ જોઈ છે...?'

‘હા, જોઈ છે... !’

'એ ફિલ્મ તમને કેવી લાગી....?'

‘બહુ સારી... !'

‘એ ફિલ્મનું સૌથી વધુ ખળભળાવી મૂકનારું દશ્ય કર્યું હતું ?' ‘જહાજમાં સડસડાટ સમુદ્રનું પાણી ઘૂસી જાય છે એ દશ્ય...' દિલીપ હવે સ્હેજ પણ ગેપ રાખ્યા વગર ઝપાટાબંધ એક પછી એક સવાલ પૂછતો જતો હતો.

‘તમે ચા પીઓ છો કે કોફી... ?'

‘કૉફી !’

‘તમે શરાબ પીઓ છો કે નહીં... ?

'ક્યારેક ક્યારેક પી લઉં છું...!'

‘અર્થાત્ શરાબ પ્રત્યે તમને એલર્જી નથી, ખરું ને ?'

‘હા....’

‘શું અબ્દુલ વહીદ કુરેશીએ ભારતના વડાપ્રધાનના ખૂનનું પર્યંત્ર રચ્યું છે.. ?’

‘ના... ! હું એમ કહેવા માગું છું કે...’ આ વખતે ડેનિયલ એકદમ હેબતાયો, ‘તેણે ષયંત્ર રચ્યું છે કે નહીં એની મને ખબર નથી. હું અબ્દુલ વહીદ કુરેશીને જ નથી ઓળખતો.. !'

ડૉક્ટર બીલીમોરિયાએ ફરીથી દિલીપને કોણી મારી.

આ વખતે સવાલોની જાળમાં લપેટીને દિલીપે એટલી અણધારી રીતે ઉપરોક્ત સવાલ પૂછ્યો હતો કે ડેનિયલ હેબતાયા વગર નહોતો રહી શક્યો.

એના મોંમાંથી સાચી વાત નીકળતાં નીકળતાં રહી ગઈ હતી.

‘શું અબ્દુલ વહીદ કુરેશી અત્યારે મોસ્કોમાં છે... ?’ એની હેબતનો પૂરેપૂરો લાભ ઉઠાવવાના હેતુથી દિલીપે પૂછ્યું.

‘મિસ્ટર દિલીપ... ! હું કોઈ કુરેશી-બુરેશીને ઓળખતો જ નથી તો પછી એ મોસ્કોમાં છે કે પછી ઇસ્લામાબાદમાં છે એની મને ક્યાંથી ખબર હોય...? તમે વારંવાર આવા અર્થ વગરના સવાલો શા માટે પૂછો છો, એ જ મને તો કંઈ સમજાતું નથી... !' ડૉક્ટર બીલીમોરિયાએ ફરીથી એક વાર દિલીપને કોણી મારી.

‘તમે નારાજ ન થાઓ મિસ્ટર ડેનિયલ... !' દિલીપ સ્મિત ફરકાવતાં શાંત અવાજે બોલ્યો, ‘જો તમે આ રીતે ઉશ્કેરાશો તો અમારા ટેસ્ટમાં અડચણ ઊભી થશે અને પછી કોઈ ચોક્કસ પરિણામ નહીં તારવી શકાય.. ! તમે જાણો છો તેમ આ દેશની પ્રતિષ્ઠા અને આબરૂનો સવાલ છે... !’

ડેનિયલ ચૂપ રહ્યો.

એ માત્ર ટગર ટગર દિલીપ સામે તાકી રહ્યો.

પોતાને અત્યારે કેવો ધુરંધર જાસૂસ સવાલો પૂછે છે એ હકીકતથી તે પૂરેપૂરો વાકેફ હતો. દિલીપની સામે પોતાની જાતને સ્વસ્થ રાખવામાં એને ખૂબ જ તકલીફ પડતી હતી. ‘તમે શાંત છો... ?’ એને ચૂપ જોઈને દિલીપે ફરીથી પૂછ્યું.

‘એકદમ સ્વસ્થતા અનુભવો છો... ?’

ત્યાર બાદ દિલીપે એક બીજો દાવ ફેંક્યો.

એક એવો દાવ કે જેણે ડેનિયલની રહીસહી સમજશક્તિને પણ કુંઠિત  કરી નાખી.

એણે મોસ્કો શહેરનો એક મોટો નકશો ખોલીને ડેનિયલ સામે મૂક્યો.

‘આ...આ શું છે... ?’ ડેનિયલે ચમકીને પૂછ્યું. ‘આ મોસ્કો શહેરનો નકશો છે... !' દિલીપ પૂર્વવત્ રીતે શાંત અવાજે બોલ્યો, ‘આ નકશા વિશે હું તમને અમુક સવાલો પૂછીશ અને મજાની વાત તો એ છે કે તમે આ સવાલોના જવાબ નહીં આપો તોપણ ચાલશે !'

‘કમાલ કહેવાય... !'

આમાં કમાલ જેવું કશુંય નથી.. !'

‘હું જવાબ ન આપું તોપણ ચાલે તેમ હોય તો પછી તમે મને સવાલ પૂછો છો જ શા માટે... ?'

‘એ હાલતુરંત તમને નહીં સમજાય.... ! તમારું કામ માત્ર મારા સવાલ સાંભળવાનું જ છે. ઓ.કે...?'

‘ઓ.કે....’ડેનિયલે હકારમાં માથું હલાવ્યું.

પરંતુ હવે તે સ્પષ્ટ રીતે ટેન્શનમાં દેખાતો હતો. • શું થવાનું છે એ તેને કંઈ નહોતું સમજાતું. - ખાસ કરીને દિલીપની છેલ્લી વાતે એને ખૂબ જ મૂંઝવણમાં મૂકી દીધો હતો. ‘આ નકશા વિશે તમે અમુક ખાસ વાતો જાણી લો મિસ્ટર ડેનિયલ.... !' દિલીપ બોલ્યો.

‘શું ?’

અત્યારે આપણે મોસ્કો શહેરના નકશા મુજબ આ સ્થળે છીએ... !’ દિલીપે નકશા પર એક જગ્યાએ પેન્સિલની અણી મૂકતાં કહ્યું, ‘આ લેનિન વિસ્તાર છે, ખરું ને... ?'

‘હા....’ ડેનિયલે હકારમાં માથું હલાવ્યું.

‘અને આ તમે રહો છો તે પુશ્કિના વિસ્તાર છે... !' દિલીપે એક અન્ય સ્થળે પેન્સિલની અણી ગોઠવી, આ બ્રોડવેનો વિસ્તાર છે...આઆર.એન.એ. સક્ક્સ છે....આ ચિચેરીના છે...આ પાવલોવા છે...આ જામા મસ્જિદની આજુબાજુનો વિસ્તાર છે... !’ દિલીપ એક પછી એક સ્થળે પેન્સિલની અણી મૂકીને બોલતો જતો હતો, ‘આ પ્રેસિડેન્ટ હાઉસ છે...આ મોસ્કો ફોર્ટ છે...આ કર્ઝન રોડ છે...આ હાઈકોર્ટછે...આ ગવર્મેન્ટ હાઉસ છે...આ સેન્ટ્રલ સેક્રેટરિયેટ છે...આ યુનિવર્સિટી છે...આ એરપોર્ટ છે……મિસ્ટર ડેનિયલ, મારી વાત બરાબર સાંભળો છો ને તમે.... ?'

‘હા, સાંભળું છું... ! ડેનિયલ બોલ્યો.

‘તમે મોસ્કો શહેરનાં આ બધાં સ્થળોથી તો વાકેફ હશો જ....?'

‘હા, આ બધા સ્થળો મારાં જોયેલાં છે.'

‘વેરી ગુડ... ! આ નકશામાં તમને એક બીજી પણ ખાસ વાત દેખાતી હશે... !'

‘શું ?'

‘મોસ્કો શહેરના આ નકશાનું લાલ લીટી વડે ચાર ભાગમાં વિભાજન કરવામાં આવ્યું છે. દરેક ભાગના એક ચતુર્થાંશ હિસ્સાને લીલી લીટીથી અલગ અલગ કરી નાખવામાં આવ્યા છે એટલું જ નહીં, લીલી લીટીથી અલગ પાડેલા દરેક ભાગમાં ખૂબ જ નાના નાના કાળા કલરના અન્ય વિભાગો છે અને આ બધા વિભાગોને ક્રમાનુસાર એક, બે, ત્રણ, ચાર એ રીતે નંબર લખીને અલગ પાડવામાં આવ્યા છે.’

'હા....નંબર લખેલા તો હું જોઈ શકું છું.' ડેનિયલ વ્યાકુળ અવાજે બોલ્યો, ‘પરંતુ આ નકશા દ્વારા તમે શું પુરવાર કરવા માગો છો, એ મને કંઈ નથી સમજાતું.'

‘હમણાં જ તમને બધું સમજાઈ જશે. તમે બસ ધ્યાનથી મારી વાત સાંભળતા રહો... !'

"એ તો હું સાંભળું જ છું.'

‘દાખલા તરીકે તમે લેનિન વિસ્તારના આ બીજા ભાગના લીલા વર્તુળમાં છો. આ વર્તુળના કેટલાય નાના નાના ભાગમાંથી ચોવીસ નંબરના ભાગમાં તમે રહો છો, એ પુશ્કિનાનો વિસ્તાર છે. મારી વાત સમજ્યા... ?'

‘હા, સમજી ગયો…… !'

‘મિસ્ટર ડેનિયલ, હવે તમે ખૂબ જ ધ્યાનથી નકશાનું નિરીક્ષણ કરો... તમારી બુદ્ધિના ઘોડાને પૂરી તાકાતથી દોડાવો અને પછી મારા એક સવાલનો જવાબ આપો... !'

‘કયો સવાલ... ?’

‘તમે માત્ર એટલું જ જણાવો કે આ નકશા મુજબ અબ્દુલ વહીદ કુરેશી ક્યાં છુપાયો હશે... ?'

'શું ગધેડાને તાવ આવે એવી વાત કરો છો...?’ડેનિયલ ભડકીને બોલ્યો, ‘અબ્દુલ વહીદ કુરેશી ક્યાં છુપાયો હશે એની મને શું ખબર પડે...? જે માણસ સાથે મારે કંઈ નિસ્બત જ નથી તે ક્યાં છુપાયેલો હશે, એ વિશે હું શું અભિપ્રાય આપી શકું તેમ છું?'

‘કોઈ ફર્ક નથી પડતો...પરંતુ તેમ છતાંય તમે અભિપ્રાય તો આપો જ... !'

‘પણ હું કેવી રીતે અભિપ્રાય આપું મિસ્ટર દિલીપ... ? અભિપ્રાય આપવા માટે માણસ પાસે કોઈક આધાર તો હોવો જોઈએ ને... ?મારી પાસે તો એ માણસ વિશે જણાવવા માટે કોઈ આધાર જ નથી.’

‘છતાંય તમે તમારો અભિપ્રાય આપો... !' દિલીપ ભારપૂર્વક બોલ્યો, ‘એક બેવકૂફ માણસ તમને નર્યો બેવકૂફીભર્યો સવાલ પૂછે છે એમ માનીને અભિપ્રાય આપો.. ! તમે કદાચ ચૂપ રહેશો તો પણ ચાલશે. પરંતુ તમે કમ સે કમ મારા સવાલો તો ધ્યાનથી સાંભળતા જ રહો... ! સાંભળો તો છો ને તમે.... ?'

‘હા, સાંભળું છું..’

‘તમારા અનુમાન પ્રમાણે અબ્દુલ વહીદ કુરેશી મોસ્કોમાં ક્યાં છુપાયો હશે... ? લાલ રંગની બોર્ડર દોરેલા આ ભાગમાં... ? આ ભાગમાં... ? આ ભાગમાં... ? કે પછી આ ભાગમાં... ?' દિલીપે વારાફરતી નકશાના ચારેય ભાગ પર પેન્સિલની અણી મૂકી.

ડેનિયલ ચૂપ રહ્યો. એ કશુંય ન બોલ્યો.

એણે જાણે કે હવે કશુંય ન બોલવાના સોગંદ ખાઈ લીધા હતા. પરંતુ દિલીપે ચોથા ભાગ પર પેન્સિલની અણી ગોઠવી કે તરતજ ડોક્ટર બીલીમોરિયાએ ફરીથી તેને કોણી મારીને સંકેત કર્યો. પેન્સિલની અણી ચોથા ભાગને સ્પર્શી કે તરત જ ડેનિયલના હૃદયના ધબકારાનો ગ્રાફ ઊંચો નીચો થયો હતો.

જરૂર ત્યાં કંઈક ગરબડ હતી.

હવે તમે જરા આ ચોથા ભાગ તરફ ધ્યાન આપો મિસ્ટર ડેનિયલ .. !' દિલીપ ધ્યાનથી ડેનિયલના હેરા સામે તાકી રહેતાં બોલ્યો, 'આ ચોથા ભાગમાં કેટલાય નાના નાના લીલા વિભાગો છે.

અબ્દુલ વહીદ કુરેશી આમાંથી જ કોઈક લીલા વિભાગમાં હોવો ોઈએ એમ હું માનું છું.

હવે ધ્યાનથી તમે આ લીલા વિભાગોનું નિરીક્ષણ કરો... !'

ડેનિયલની નજર લીલા રંગના વિભાગો પર સ્થિર થઈ ગઈ. ‘શું અબ્દુલ વહીદ કુરેશી આ વિભાગમાં છે… ?' દિલીપ એક પછી એક વિભાગ પર ધીમે ધીમે પેન્સિલની અણી મૂકતો જતાં બોલ્યો,

'આ વિભાગમાં છે….. ? આમાં છે... ? કે પછી આમાં છે... ?'

દિલીપ વિભાગો પર પેન્સિલની અણી જરૂર ગોઠવતો હતો, પરંતુ એની વેધક આંખો ડેનિયલના એરા સામે જ મંડાયેલી હતી.

પ્રત્યેક વિભાગને સ્પર્શથી વખતે ડેનિયલના એરા પર જે હાવભાવ ઊપસતા હતા, એ હાવભાવને તે બારીકાઈથી નીરખતો હતો.

બારમા વિભાગ પર પેન્સિલની અણીનો સ્પર્શ થતાં જ ડોક્ટર બીલીમોરિયાએ ફરીથી દિલીપને કોણી મારી.

ગ્રાફ ઉપર-નીચે થયો હતો.

બારમો વિભાગ !

અબ્દુલ વહીદ કુરેશી આ બારમા વિભાગમાં જ ક્યાંક હતો. દિલીપ ખૂબ જ ધીરજથી આ ટેસ્ટ લેતો હતો. આ ટેસ્ટ પર જ મિશનની સફળતા કે નિષ્ફળતાનો બધો આધાર છે એ વાત તે બરાબર જાણતો ને સમજતો હતો.

‘મિસ્ટર ડેનિયલ... !' એ ખુરશી પર પાસ બદલતાં બોલ્યો,

‘હવે બસ, હું તમારી થોડી મિનિટો જ લઈશ. હું આડાઅવળાં સવાલો પૂછીને તમને ખૂબ જ તકલીફ આપું છું, પરંતુ હવે વધુ તકલીફ નહીં ભોગવવી પડે ! હવે તમે તમારું સમગ્ર ધ્યાન આ એક વિભાગ પર જ કેન્દ્રિત કરો... !'

એણે બારમા વિભાગ પર પેન્સિલની અણી ગોઠવી. ડેનિયલ હવે ધ્યાનથી બાર નંબરના વિભાગ સામે જોવા લાગ્યો. પરંતુ એની વધતી જતી વ્યાકુળતા સ્પષ્ટ રીતે દેખાઈ આવતી હતી.

‘આ વિભાગમાં તમને નાના નાના કેટલાય પેટાવિભાગો દેખાતા હશે. દેખાય છે ને... ?' દિલીપે પૂછ્યું.

‘હા, દેખાય છે... !’ ઘણા સમય પછી ડેનિયલ નંખાઈ ગયેલા અવાજે બોલ્યો.

‘હું પહેલાંની જેમ જ આ ભાગના પ્રત્યેક વિભાગ પર પેન્સિલની અણી ગોઠવતો જઉં છું. પેન્સિલની અણી જે વિભાગને સ્પર્શે, એના પર જ તમારી નજર સ્થિર થવી જોઈએ. મારો સવાલ એ જ હશે— અબ્દુલ વહીદ કુરેશી ક્યાં છે... ? આ વિભાગમાં... ? આ વિભાગમાં....? આમાં....'

દિલીપે પહેલાંની માફક જ ધીમે ધીમે એક પછી એક પેટાવિભાગ પર પેન્સિલની અણી મૂકવાનું શરૂ કર્યું.

એની નજર ડેનિયલના એરા સામે જ સ્થિર થયેલી હતી. પેન્સિલની અણી બારમા વિભાગના વીસમા પેટાવિભાગ પર પહોંચી કે તરત જ ડૉક્ટર બીલીમોરિયાએ ધીમેથી કોણી મારીને દિલીપને સંકેત કર્યો.

સંકેત પારખતાં જ દિલીપના ચહેરા પર સંતોષની રેખાઓ ફરી વળી.

'થેંક યૂ... ! થેંક યૂ વેરી મચ મિસ્ટર ડેનિયલ.... !' એણે વળી. ડેનિયલનો ખભો થપથપાવ્યો, ‘રિયલી યુ આર એ વેરી નાઇસ પર્સન... !

'યુ આર વેરી કો-ઑપરેટિવ મૅન... !'

‘ટેસ્ટ પૂરો થઈ ગયો... ?’ ડેનિયલે પૂછ્યું.

'લો... !’

‘હા, ટેસ્ટ પૂરો થઈ ગયો છે…… ! હવે તમે તમારો શર્ટ પહેરી

જાણે કોઈક મોટી આફતમાંથી છુટકારો મળ્યો હોય એમ ડેનિયલે પણ ઊંડો શ્વાસ ખેંચ્યો.

જ્યારે રશિયન અધિકારી હવે ખૂબ જ ઝીણી નજરે બારમા વિભાગ સામે તાકી રહ્યો હતો.

ત્યાર બાદ એણે ઝપાટાબંધ એક કાગળ પર કશુંક લખીને એ કાગળ દિલીપના હાથમાં મૂકી દીધો.

દિલીપે જોયું તો એ કાગળ પર એક સરનામું લખેલું હતું. – ૧૦, હેંગિંગ એપાર્ટમેન્ટ, યુનિવર્સિટી રોડ... !

- નકશાનો ચોથો ભાગ, બારમો વિભાગ અને વીસમા પેટાવિભાગ મુજબ આ જ સરનામું બનતું હતું.

દિલીપના હોઠ પર વિજયસૂચક સ્મિત ફરકી ગયું.

એણે નકશાની ગડી કરીને એક તરફ મૂક્યો અને પછી ઊભો આ દરમિયાન ડૉક્ટર બીલીમોરિયાએ વાયરો તથા પ્લગ કાઢી થયો. નાખ્યાં પછી ડેનિયલ પણ શર્ટ પહેરી ચૂક્યો હતો.

‘મિસ્ટર ડેનિયલ.... !’ દિલીપ બોલ્યો, ‘તમારે માટે એક આનંદના સમાચાર છે... ! અબ્દુલ વહીદ કુરેશી અત્યારે આ શહેરમાં ક્યાં છુપાયો છે એની અમને ખબર પડી ગઈ છે.

‘ક્યાં છુપાયો છે?’

‘અત્યારે તે યુનિવર્સિટી રોડ પર આવેલ હેંગિંગ એપાર્ટમેન્ટના ૧૦ નંબરના ફ્લૅટમાં છુપાયો છે !'

દિલીપની વાત સાંભળીને જાણે અચાનક ખુરશીમાં ઇલેક્ટ્રિક કરંટ વહેવો શરૂ થઈ ગયો હોય એટલા ઝેરથી ડેનિયલ ઊછળી પડયો.

પરંતુ તે જેટલા જાણી ગયો હતો એટલી જ ઝડપથી એણે પોતાની જાત પર કાબૂ પણ મેળવી લીધી.

એનો ચહેરો પુનઃ નિર્વિકાર બની ગયો.

‘મિસ્ટર દિલીપ... !’ તે આશ્ચર્યસંહ બોલ્યો, ‘આ તમે શું કહો છો એ જ મને તો કંઈ નથી સમજાતું

‘આમાં ન સમજાય એવું શું છે?

'મેં અગાઉ પણ તમને કેટલીયે વાર કહ્યું છે કે હું અબ્દુલ વહીદ કુરેશીને નથી ઓળખતો... ! એનું નામ પણ મેં આજે પહેલી જ વાર તમારા મોંએથી સાંભળ્યું છે... !'

‘એમ...?'

'હા.. .'

‘અમને તમારી વાત પર પૂરેપૂરો ભરોસો છે મિસ્ટર ડેનિયલ... !' દિલીપ ભોળાભટાક અવાજે સ્મિતરહ બોલ્યો, ‘તમે ખરેખર જ આજે પહેલી જ વાર અબ્દુલ વહીદ કુરૈશીનું નામ સાંભળ્યું છે. તમે તેને બિલકુલ નથી ઓળખતા. અમારા ટેસ્ટથી પણ એવું જ પુરવાર થયું છે. આ ટેસ્ટ માટે તમે જે સહકાર આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર... !'

ડેનિયલ ખુરશી પરથી ઊભો થઈ ગયો.

‘હવે હું અહીંથી જઈ શકું છું... ?' એણે પૂછ્યું.

‘ચોક્કસ...તમે ખુશીથી જઈ શકો છો... !' દિલીપના હોઠ પર પૂર્વવત્ રીતે રમતિયાળ સ્મિત ફરકતું હતું, ‘થેંક યૂ ઑલ ઓવર અગેઇન... !'

‘આમાં આભાર માનવાની કંઈ જરૂર નથી મિસ્ટર દિલીપ ! આ તો મારી ફરજ હતી, પરંતુ એક વાતનો મને ખૂબ જ અફસોસ છે.'

‘કઈ વાતનો... ?’

‘એ જ કે મારો સહકાર તમને કંઈ ઉપયોગી ન નીવડી શક્યો... !'

પરંતુ તે જેટલા જોરથી ચમક્યો હતો એટલી જ ઝડપથી એણે પોતાની જાત પર કાબૂ પણ મેળવી લીધો,

એનો હેરી પુનઃ નિર્વિકાર બની ગયો

‘મિસ્ટર દિલીપ... !' તે આશ્ચર્યસહ બોલ્યો, ‘આ તમે શું કહો છો એ જ મને તો કંઈ નથી સમજાતું.'

‘આમાં ન સમજાય એવું શું છે?'

મેં અગાઉ પણ તમને કેટલીયે વાર કહ્યું છે કે 'હું અબ્દુલ વહીદ કુરેશીને નથી ઓળખતો... ! એનું નામ પણ મેં આજે પહેલી જ વાર તમારા મોંએથી સાંભળ્યું છે... !'

‘એમ...?’

‘અમને તમારી વાત પર પૂરેપૂરો ભરોસો છે મિસ્ટર ડેનિયલ !' દિલીપ ભોળાભટાક અવાજે સ્મિતસહ બોલ્યો, ‘તમે ખરેખર જ આજે પહેલી જ વાર અબ્દુલ વહીદ કુરેશીનું નામ સાંભળ્યું છે. તમે તેને બિલકુલ નથી ઓળખતા. અમારા ટેસ્ટથી પણ એવું જ પુરવાર થયું છે. આ ટેસ્ટ માટે તમે જે સહકાર આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર... !'

ડેનિયલ ખુરશી પરથી ઊભો થઈ ગયો.

'હવે હું અહીંથી જઈ શકું છું... ?' એણે પૂછ્યું.

‘ચોક્કસ...તમે ખુશીથી જઈ શકો છો... !' દિલીપના હોઠ પર પૂર્વવત્ રીતે રમતિયાળ સ્મિત ફરકતું હતું, ‘થેંક યૂ ઑલ ઓવર અગેઇન... !''

‘આમાં આભાર માનવાની કંઈ જરૂર નથી મિસ્ટર દિલીપ... ! આ તો મારી ફરજ હતી, પરંતુ એક વાતનો મને ખૂબ જ અફસોસ છે.'

‘કઈ વાતનો… ?’

‘એ જ કે મારો સહકાર તમને કંઈ ઉપયોગી ન નીવડી શક્યો... !'

‘વાંધો નહીં...ઈશ્વરને કદાચ આ જ મંજૂર હતું.. !' ‘તો હવે મને રજા આપો... !' ‘ઓ.કે.’

‘જરૂર પડે તો ચોક્કસ મને યાદ કરજો... !' ‘ચોક્કસ... !’ દિલીપે હકારમાં માથું હલાવ્યું.

ડેનિયલ ત્યાંથી વિદાય થઈ ગયો.

******