Barood - 4 in Gujarati Detective stories by Kanu Bhagdev books and stories PDF | બારૂદ - 4

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

બારૂદ - 4

૪    દિલીપની યુક્તિ

આગામી બે દિવસ સુધી સી.આઈ.ડી.ના એજન્ટોએ ડેનિયલ જોસેફ પર ચાંપતી નજર રાખી.

એની પ્રત્યેક હિલચાલની નોંધ લીધી. પરંતુ પરિણામ શૂન્યમાં આવ્યું.

અબ્દુલ વહીદ કુરેશી ડેનિયલ જોસેફની નજીક પણ ન ફરક્યો. તેમ ડેનિયલે પણ કુરેશીને મળવાનો કોઈ પ્રયાસ કર્યો કે ન તો એ બીજા કોઈ પાકિસ્તાનીને મળ્યો... ! મામલો એકદમ ગૂંચવાઈ ગયો હતો. દિલીપની વ્યાકુળતા હવે વધી ગઈ.

– અને તેની વ્યાકુળતા વધે એ સ્વાભાવિક જ હતું. વડાપ્રધાનના મોસ્કો આવવામાં હવે માત્ર નવ દિવસ જ બાકી રહ્યા હતા.

હજુ સુધી અબ્દુલ વહીદ કુરેશીની કોઈ હિલચાલનો કંઈ પત્તો નહોતો. તે મોસ્કોમાં ક્યાં ઊતર્યો છે એની પણ હજુ સુધી કંઈ ખબર નહોતી પડી.

‘સંજોગો મને સારા નથી દેખાતા મિસ્ટર દિલીપ !' બાબુભાઈ વ્યાકુળ અવાજે બોલ્યો. દિલીપ પોતે પણ ચિંતામાં પડી ગયો હતો.

તે અત્યંત બેચેનીથી સિગારેટ પર સિગારેટ ફૂંકતો હતો. એન્ને સિગારેટની રાખ બૅશટ્રેમાં ખંખેરી. ‘એક વાત મને ખૂબ જ અકળાવે છે મિસ્ટર દિલીપ... !' એને ચૂપ જોઈને બાબુભાઈ ફરીથી બોલ્યો. દિલીપે ચૂપચાપ પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું.

જો કુરેશી અને ડેનિયલ વચ્ચે વડાપ્રધાનના ખૂનનો સોદો થયો હોય તો પછી હજુ સુધી તેમની બીજી મુલાકાત શા માટે નથી થઈ?' બાબુભાઈએ પૂછ્યું.

‘તેમની બીજી મુલાકાત ન થવા પાછળ બે જ કારણો હોઈ શકે છે……… !' દિલીપ સિગારેટનો કશ ખેંચીને વિચારવશ અવાજે બોલ્યો,

‘શું ?'

‘કાં તો એ બંનેનો સંપર્ક થોડા સમય પૂરતો જ મર્યાદિત હતો, કુરેશીને ડેનિયલ પાસેથી જે કામ કરાવવું હતું એ એણે કરાવી લીધું છે અને હવે એ બંનેની મુલાકાત ક્યારેય નહીં થાય... !'

‘અને બીજું કારણ કર્યું છે... ?' ‘બીજું કારણ થોડું ભયંકર છે !'

શું ?'

‘પોતાના પર નજર રાખવામાં આવે છે એની ડેનિયલને ગંધ આવી ગઈ હોય અને આ સમાચાર એણે કુરેશીને પણ આપી દીધા હોય એ બનવાજોગ છે !'

‘આવું...આવું...બંને ખરું ?'

‘શા માટે ન બને... ? જો ડેનિયલને પોતાના પર નજર રખાતી હોવાની ગંધ આવી ગઈ હોય તો જરૂર આવું બની શકે છે.' ‘છતાંય ક્યારેક તો કુરેશી અને ડેનિયલ એકબીજાને મળશે જ... !' બાબુભાઈ બોલ્યો, ‘યોજના પાર પાડવા માટે ક્યારેક તો એ બંનેની મુલાકાત થશે જ ને ?'

‘જરૂર થશે... !' દિલીપે સિગારેટનો કસ ખેંચતાં કહ્યું, ‘પરંતુ એક વાત તમે ભૂલી જાઓ છો બાબુભાઈ... !'

‘કઈ વાત... ?’

આપણી પાસે હવે બહુ સમય નથી રહ્યો. ફક્ત નવ દિવસ બાકી છે. માત્ર ડેનિયલ પર નજર રાખવાથી કશુંય નહીં વળે એવું મને લાગે છે, જો આપણે કુરેશી સુધી પહોંચીને તેની યોજના નિષ્ફળ

બનાવવી હોય તો તાબડતોબ કોઈક પગલું ભરવું પડશે... !' ‘પરંતુ આપણે બીજું કરી પણ શું શકીએ તેમ છીએ...?,

‘આપણે હવે ડેનિયલને જ પકડવો પડશે... !' ‘ડેનિયલને પકડવાથી શું વળશે... ?'

‘કુરેશી સાથે તેનો સંપર્ક કેવી રીતે થયો અને એ અત્યારે ક્યાં છે, તે આપણે બળજબરી વાપરીને ડેનિયલ પાસેથી જાણવું પડશે... ! ડેનિયલને પકડવાથી કંઈ લાભ નહીં થાય બિરાદર.... !'

‘કેમ..?'

‘કારણ કે ડેનિયલ એક ખતરનાક ગુનેગાર છે એ તો હું તમને પહેલાં પણ જણાવી ચૂક્યો છું. ચહેરા પરથી તે જેટલો સૌમ્ય અને શાંત દેખાય છે, એટલો જ અંદરખાનેથી ક્રૂર અને ઘાતકી છે. તમે બળજબરી વાપરીને એની પાસેથી કશુંય જાણી શકશો એવું મને તો નથી લાગતું.'

‘વાતો જાણવા માટેના બીજા પણ અમુક એવા ઉપાયો છે કે જેની હજુ તમને ખબર નથી.’

‘કેવા ઉપાયો... ?’

દિલીપે તેને એક ઉપાય જણાવ્યો.

આ ઉપાય જાણીને બાબુભાઈ નર્યા અચરજથી એની સામે તાકી રહ્યો.

ત્યાર બાદ એક નવી તૈયારી શરૂ થઈ.

ભારતીય દૂતાવાસમાં ડૉક્ટર જમશેદ બીલીમોરિયાને બોલાવવામાં આવ્યો.

આ વખતે ખાસ દિલીપના કહેવાથી જ એને ત્યાં બોલાવવામાં આવ્યો હતો.

‘ડૉક્ટર સાહેબ... !' દિલીપ ડૉક્ટર બીલીમોરિયાને ઉદેશીને બોલ્યો, ‘બે દિવસ પહેલાં જોગાનુજોગ જ દૂતાવાસના આ ખંડમાં આપણી જે મુલાકાત થઈ હતી, આ મિશનમાં કોઈક અગત્યનો ભાગ ભજવવાની હોય એવું મને લાગે છે... !'

‘આટલા અગત્યના મિશનમાં જો હું કંઈ યોગદાન આપી શકીશ તો એ મારું સદ્ભાગ્ય ગણાશે મિસ્ટર દિલીપ... !' ડૉક્ટર બીલીમોરિયાએ પ્રસન્ન અવાજે કહ્યું, ‘મારે લાયક જે કંઈ કામકાજ હોય તે જરા પણ સંકોચ રાખ્યા વગર જણાવી દો... !' નાગપાલ ચૂપ હતો.

અત્યારે દિલીપના મગજમાં શું છે એની તેને પણ ખબર નહોતી. દિલીપે તેને માત્ર એટલું જ જણાવ્યું હતું કે પોતે ડેનિયલ પાસે કુરેશી વિશે માહિતી કઢાવવા માગે છે અને આ બાબતમાં પોતાને ડૉક્ટર બીલીમોરિયાની મદદની જરૂર છે.

નાગપાલને કશુંય નહોતું સમજાયું. પરંતુ તેમ છતાંય એણે ડૉક્ટર બીલીમોરિયાને ત્યાં બોલાવી લીધો હતો.

‘ડૉક્ટર સાહેબ... !' દિલીપ બોલ્યો, ‘તમે હાર્ટ સ્પેશિયાલિસ્ટ છો એટલે તમારી પાસે ઇલેક્ટ્રો-કાર્ડિયોગ્રાફનું મશીન તો હશે જ... ?'

‘હા, છે... !’ ડૉક્ટર બીલીમોરિયાએ હકારમાં માથું હલાવતાં કહ્યું, ‘મારા ક્લિનિકમાં જ છે.’

‘ચાલો...તો તો કામ વધુ સરળ બની જશે... !' ‘પણ વાત શું છે મિસ્ટર દિલીપ... ?’ વાતાવરણમાં રહસ્યમય સન્નાટો છવાઈ ગયો હતો.

‘હું હમણાં જ તમને એક સવાલ પૂછવાનો છું. આ સવાલનો તમારે બરાબર સમજી-વિચારીને એકદમ સાચો જ જવાબ આપવાનો છે.. !' દિલીપ એક એક શબ્દ પર ભાર મૂકતાં ગંભીર અવાજે બોલ્યો, ‘કારણ કે તમારા આ એક જવાબ પર જ મારી આખી યોજનાની સફળતાનો આધાર છે.'

‘પૂછો...’ બીલીમોરિયાએ કહ્યું.

નાગપાલ પણ હવે ઉત્સુક નજરે દિલીપ સામે જોતો હતો.

‘મેં માનસશાસ્ત્ર સંબંધિત કોઈક પુસ્તકમાં વાંચ્યું હતું કે માણસ પોતાના મનના ભાવ ચહેરા પર ઉજાગર થતા તો અટકાવી શકે છે પરંતુ આ કારણસર તેના બ્લડપ્રેશર પર, નાડીઓ પર, હૃદયના ધબકારા પર જે અસર થાય છે, એને તે ઇચ્છા હોવા છતાં પણ નથી અટકાવી શકતો. અલબત્ત, અંદર થયેલી આ પ્રતિક્રિયાને કોઈ પોતાની આંખો વડે નથી જોઈ શકતું, પરંતુ તેમ છતાંય આ બધી વાતો જાણવા માટેનો એક સચોટ ઉપાય છે.'

‘શું ઉપાય છે ?’

‘માણસના મનોભાવને હૃદયના ધબકારા માપનારા ઇલેક્ટ્રો- કાર્ડિયોગ્રાફ મશીન પર નોંધી શકાય છે.' દિલીપની વાત સાંભળીને ડૉક્ટર બીલીમોરિયા ચમક્યો,

નાગપાલના અચરજનો પણ પાર નહોતો રહ્યો. ‘હું સમજ્યો નહીં મિસ્ટર દિલીપ... !' બીલીમોરિયાના અવાજમાં મૂંઝવણનો સૂર હતો.

‘બહુ સાધારણ વાત છે... !' દિલીપ ગંભીર અવાજે બોલ્યો, ‘ઇલેક્ટ્રો-કાર્ડિયોગ્રાફ મશીન કાગળ પર હૃદયના ધબકારાનો ગ્રાફ બનાવવાનું કામ કરે છે. જોકે કોઈ માણસ એકદમ તંદુરસ્ત અને સ્વસ્થ હશે તો એના હૃદયના ધબકારાનો કંઈક જુદી રીતે ગ્રાફ બનશે. આ ગ્રાફને કોઈક ડૉક્ટર જ વધુ સારી રીતે સમજી શકે છે, પરંતુ જો એ જ માણસના ધબકારામાં એકાએક કોઈ પરિવર્તન આવશે.... ધબકારની ગતિ ઓછી કે વધુ થશે તો તરત જ તેના આ મનોભવ એ ગ્રાફ પર અંકિત થઈ જશે. મારી વાત ખોટી તો નથી ને ડૉક્ટર સાહેબ... ?' આટલું કહીને દિલીપે અભિપ્રાય માગતી નજરે ડૉક્ટર બીલીમોરિયા સામે જોયું.

‘ના...’ ડૉક્ટર બીલીમોરિયાએ કહ્યું, ‘તમારી વાત બિલકુલ સાચી છે મિસ્ટર દિલીપ... ! ઇલેક્ટ્રો-કાર્ડિયોગ્રાફનું મશીન આ જ રીતે કામ કરે છે.’

હવે તમે એક કલ્પના કરો...’

‘શું ?’

'ઘડીભર માટે માની લો કે...' દિલીપ ડૉક્ટર બીલીમોરિયાને બારીકાઈથી એક એક વાત સમજાવતાં બોલ્યો, ‘હું ઇલેક્ટ્રો-કાર્ડિયોગ્રાફ મશીન પર તમારા હૃદયના ધબકારાનો એક ગ્રાફ તૈયાર કરું છું અને જે વખતે ગ્રાફ તૈયાર થતો હશે, એ દરમિયાન હું તમને એક સવાલ પૂછું છું કે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ઈંદિરા ગાંધી પર તમે ગોળી છોડી હતી...તમે જ તેમના ખૂની છો... !' પળભર અટકીને દિલીપે આગળ કહ્યું,

‘પરંતુ ઇંદિરા ગાંધી પર તમે ગોળી નથી છોડી...તમે ખૂની નથી એટલે મારા સવાલથી તમારા પર કંઈ અસર નહીં થાય... તમારા હૃદયના ધબકારામાં કોઈ ફર્ક નહીં પડે...તમારા બ્લડપ્રેશરમાં પણ કોઈ ક્રાંતિકારી પરિવર્તન નહીં આવે... ! આ સંજોગોમાં મશીન પર તમારા હૃદયના ધબકારાનો ગ્રાફ પણ નોર્મલ જ બનશે. હવે જરા વિચારો... જો ખરેખર જ ઇંદિરા ગાંધીના ખૂની તમે હશો તો આવી પરિસ્થિતિમાં આ સવાલ પૂછતાંની સાથે જ તમારા ધબકારા એકદમ તીવ્ર બની જશે... તમારું બ્લડપ્રેશર પણ એકદમ વધી જશે અને તમારી અંદર થયેલા આ ફેરફારોનાં ચિહ્નો તાબડતોબ ગ્રાફમાં અંકિત થઈ જશે. અલબત્ત, તમારા મોંએથી તો તમે ક્યારેય કબૂલ નહીં જ કરો કે ઇંદિરા ગાંધીનું ખૂન તમે કર્યું છે, પરંતુ તમારા મનની વાત ઇલેક્ટ્રો-કાર્ડિયોગ્રાફના મશીનથી છૂપી નહીં રહે... ! એ તરત જ ગ્રાફમાં પરિવર્તન લાવીને સાચી વાતની ચાડી ફૂંકી નાખશે. તમે મોંએથી કબૂલ નહીં કરો તોપણ ગ્રાફમાં થયેલા પરિવર્તનથી હું તરત જ સમજી જઈશ કે ઇંદિરા ગાંધીના ખૂનમાં તમારો જ હાથ છે... !’

‘તારી વાત ખૂબ જ વિચિત્ર છે દિલીપ... !' નાગપાલ બોલ્યો, ‘આવું કેવી રીતે બને ?'

‘આવું બની શકે છે નાગપાલ સાહેબ... !' ડૉક્ટર બીલીમોરિયાએ કહ્યું

તે હવે પ્રશંસાભરી નજરે દિલીપ સામે તાકી રહ્યો હતો,

‘મિસ્ટર દિલીપ, મેં તમારી બુદ્ધિમત્તા વિશે જે કંઈ સાંભળ્યું હતું તે સાચું જ પડ્યું છે, પરંતુ આ યોજના પાર પાડવા માટે એક વાત ખૂબ જ જરૂરી છે અને આ વાતની તો કદાચ તમે કલ્પના પણ નહીં કરી હોય..!'

‘કઈ વાત ?'

‘આ ટેસ્ટ માટે ડેનિયલ પોતાની મરજીથી તૈયાર થવો જોઈએ... ! જે એ પોતાની મરજીથી ટેસ્ટ આપવા માટે તૈયાર નહીં થાય તો પછી આ ટેસ્ટના સફળ થવાની શક્યતા બહુ ઓછી છે. ડેનિયલ સાથે કમ સે કમ આ ટેસ્ટ માટે તો કોઈ જાતની બળજબરી વાપરી શકાય તેમ નથી.'

'કેમ..? શા માટે બળજબરી વાપરી શકાય તેમ નથી...?’

' એટલા માટે કે ટેસ્ટ દરમિયાન જ આપણે ડેનિયલ સાથે બળજબરી વાપરીશું તો ગ્રાફમાં આવતા પરિવર્તનમાં ફેરફાર જરૂર થશે, પરંતુ આ ફેરફાર આપણી બળજબરીને કારણે તેના મનમાં ઉત્પન્ન થયેલા ગભરાટને કારણે થયો છે કે ખરેખર જ તેના મનમાં કોઈ ચોર છૂપાયો હોવાને કારણે થયો છે, તે આપણે નક્કી નહીં ફરી છીએ..

ડૉક્ટર બીલીમોરિયાની વાત એકદમ સાચી હતી. દિલીપને પણ એની વાતમાં વજૂદ લાગ્યું.

‘ઠીક છે... !’ છેવટે કશુંક વિચારીને એ બોલ્યો, ‘હું ડેનિયલને તેની મરજીથી ટેસ્ટ આપવા માટે તૈયાર કરી લઈશ !’ એનું કથન સાંભળીને નાગપાલ ચમક્યો. હું એને કેવી રીતે તૈયાર કરીશ...? ડેનિયલ કેટલો ચાલાક

છે એની તને કબર નથી લાગતી. ‘હું એને વિશે બધું જ જાણું છું અંકલ... !' દિલીપ આરામથી બોલ્યો, અને હું જીરૂં છું એટલે જ તો કહું છું કે હું તેને તૈયાર કરી લઈશ !’

ડૉક્ટર બીલીમોરિયા મૂંઝવણમાં પડી ગયો હતો. એને કશુંય સમજાતું નહોતું.

‘છતાંય ખબર તો પડે કે તું ડેનિયલને તેની મરજીથી કેવી રીતે ટેસ્ટ આપવા માટે તૈયાર કરીશ?'

‘મારા મગજમાં એક યુક્તિ છે...'

ત્યાર બાદ દિલીપ ધીમે ધીમે તેમને પોતાની યુક્તિ વિશે જણાવવા લાગ્યો.

બંને ખૂબ જ ધ્યાનથી દિલીપની વાતનો એક એક શબ્દ સાંભળતા હતા.

*

રશિયન રક્ષા મંત્રાલયના એક વિશાળ ખંડમાં આજે ઘણી તૈયારીઓ કરવામાં આવી હતી.

ખંડમાં એક તરફ ઇલેક્ટ્રો-કાર્ડિયોગ્રાફનું મશીન પડ્યું હતું. મશીનની બાજુમાં જ એક લાંબું-પહોળું ટેબલ તથા આઠ-દસ ખુરશીઓ પડી હતી.

આ ખુરશીઓ પર કૅપ્ટન દિલીપ, નાગપાલ અને ડૉક્ટર બીલીમોરિયા બેઠા હતા. તેમની બાજુમાં જ રક્ષા મંત્રાલયનો એક ઉચ્ચાધિકારી પણ બેઠો હતો. એ અધિકારીએ જ આ બધી વ્યવસ્થા કરી હતી.

પરંતુ અત્યારે સૌ કોઈને ચમકાવી મૂકે એવી હાજરી જે માણસની હતી, એ માણસ બીજો કોઈ નહીં પણ ડેનિયલ જોસેફ જ હતો... ! ડેનિયલ આ બધા મહાનુભાવોની સામે નીડરતાથી એક ખુરશી પર બેઠો હતો.

અત્યારે એના એરા પર લેશમાત્ર ભય કે ગભરાટ નહોતો. આ મિનિટે પણ એ પહેલાંના જેટલો જ મોહક અને આકર્ષક લાગતો હતો.

રશિયન અધિકારીના આદેશથી થોડી વાર પહેલાં જ પોલીસ તેને ત્યાં પકડી લાવી હતી.

‘મારો શું વાંક-ગુનો છે... !' ડેનિયલનો રોષથી તમતમતો અવાજ ખંડમાં ગુંજતો હતો, મને ગુંડા-બદમાશની જેમ શા માટે પકડીને અહીં લાવવામાં આવ્યો છે.... ?

‘તમે શાંત થાઓ મિસ્ટર ડેનિયલ...' રશિયન અધિકારીએ કહ્યું, ‘તમારો કંઈ વાંક નથી.’

‘મારો કંઈ વાંક નથી તો પછી આ બખેડાનો શું અર્થ છે... ?’

ડેનિયલ જોરથી તાડૂક્યો. ‘જુઓ મિસ્ટર ડેનિયલ... !' રશિયન અધિકારી શાંત અવાજે બોલ્યો, ‘તમે રશિયાના એક અગ્રગણ્ય નાગરિક છો... ! પ્રતિષ્ઠિત સગૃહસ્થ છો... ! આપણા દેશની અસ્મિતાને કમ સે કમ તમારા કારણે કોઈ જાતનું નુકસાન પહોંચે એવું તમે નહીં જ ઇચ્છતા હો એની મને પૂરી ખાતરી છે.’

‘કોઈ સવાલ જ ઊભો નથી થતો... !' ડેનિયલે મક્કમ અવાજે કહ્યું, ‘મારા દેશને કોઈ જાતનું નુકસાન પહોંચે એવું હું શા માટે ઇચ્છું.... ?'

પરંતુ એક વાતથી ડેનિયલ બિલકુલ અજાણ હતો. રશિયન અધિકા૨ી દિલીપની યોજના મુજબ જ એક એક શબ્દ બોલતો હતો.

આ દિલીપની જ યોજનાનો ભાગ હતો. ડેનિયલને કેવી રીતે વાપટુતાથી જાળમાં ફસાવવો તે દિલીપે અગાઉથી જ તેને સમજાવી દીધું હતું.

‘પણ મહાશય... !’ ડેનિયલ પૂર્વવત્ અવાજે બોલ્યો, ‘મને શા માટે ગિરફતાર કરીને અહીં લાવવામાં આવ્યો છે એની તો મને ખબર પડવી જોઈએ ને...?'

‘એ પણ સમજાવું છું. તમે બસ થોડી ધીરજ રાખો... ! સૌથી પહેલાં તો હું આમની સાથે તમારો પરિચય કરાવું છું.' રશિયન અધિકારીએ દિલીપ તરફ સંકેત કર્યો, ‘આ સજ્જનનું નામ કૅપ્ટન દિલીપ છે અને તેઓ ભારતના સી.આઈ.ડી. સાથે સંકળાયેલા છે.

ડેનિયલના  ચહેરા પર તરત જ દિલીપથી પરિચિત હોવાનાં ચિહ્નો છવાયાં. પરંતુ દિલીપનો પરિચય જાણીને એ ન તો ગભરાયો કે ન તો ડર્યો.

એનો એરો નિર્વિકાર જ રહ્યો.

ત્યાર બાદ રશિયન અધિકારીએ ડેનિયલને નાગપાલ તથા ડૉક્ટર બીલીમોરિયાનો પરિચય પણ આપ્યો અને પછી ઉમેર્યું, “મિસ્ટર ડેનિયલ, હવે હું તમને એક સનસનાટીભરી વાત જણાવું છું. મારી વાત તમે ધ્યાનથી સાંભળજો... !'

ડેનિયલનો દેહ ખુરશી પર ટટ્ટાર થયો. એના એરા પર સાવચેતીના હાવભાવ ઊપસી આવ્યા હતા.

‘બોલો...’ કહીને એ પ્રશ્નાર્થ દૃષ્ટિએ રશિયન અધિકારી સામે તાકી રહ્યો.

જો તમે અખબારો વાંચતા હો તો આગામી ૨૫મી તારીખે ભારતના વડાપ્રધાન મોસ્કો આવવાના છે એની તમને ખબર જ હશે... ?'

'હા...ખબર છે... !’ ડેનિયલ બોલ્યો, ‘વડાપ્રધાનના સ્વાગત માટે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. આ વાત તો મોસ્કોમાં રહેનારું નાનું બાળક પણ જાણતું હશે.'

‘બસ, બધો બખેડો ભારતના વડાપ્રધાનની યાત્રાને કારણે જ ઊભો થયો છે.'

‘કેમ...?’

‘પાકિસ્તાનની સરકાર વર્ષોથી ચાલ્યા આવતા રશિયા તથા ભારતના મધુર સંબંધોને નુકસાન પહોંચાડવાના ઇરાદાથી ભારતીય વડાપ્રધાનને મોસ્કોની યાત્રા દરમિયાન મોતને ઘાટ ઉતારી દેવાની યોજના બનાવે છે એવું આપણી સરકારને જાણવા મળ્યું છે,' રશિયન અધિકારી એક એક શબ્દ પર ભાર મુકતાં ગંભીર અવાજે બોલ્યો, ‘મિસ્ટર ડેનિયલ, આપણા માનનીય મહેમાનના રક્ષણની કેટલી મોટી જવાબદારી આપણી ઉપર આવી પડી છે, એનું અનુમાન તમે પોતે જ કરી શકો છો. ભગવાન ન કરે ને જો મોસ્કોની યાત્રા દરમિયાન ભારતના વડાપ્રધાનનું ખૂન થાય તો આખી દુનિયામાં આપણું મોં કાળું પડી જશે. આપણી સરકાર પર કલંક લાગી જશે. દરેક દેશમાં આપણી આકરી ટીકા થશે. સૌ કોઈ આ ખૂન માટે આપણને જ જવાબદાર માનીને આપણી સામે આંગળી ચીંધશે. ખેર, અત્યારે તો ભારતની સી.આઈ.ડી. પણ રક્ષણના આ કામમાં આપણને મદદ કરે છે.'

ડેનિયલ હવે સ્હેજ વ્યાકુળ દેખાવા લાગ્યો. એણે વારાફરતી સૌની સામે નજર કરી.

‘એક વાત મને નથી સમજાતી... !' છેવટે એ બોલ્યો,

‘શું ?’

‘આ બધી વાતો તમે મને શા માટે જણાવો છો?'

‘કારણ કે જે લોકો વડાપ્રધાનના ખૂનનો ઘાટ ઘડીને બેઠા છે, તેમને પહોંચી વળવામાં તમે અમને મદદ કરી શકો તેમ છો... !'

દિલીપે પહેલી જ વાર ડેનિયલને સંબોધતાં કહ્યું.

‘હું... ?’ ડેનિયલે ચમકીને પૂછ્યું,

‘હું વળી શું મદદ કરી શકું તેમ છું... ?'

વાત એમ છે મિસ્ટર ડેનિયલ કે,' દિલીપ ગંભીર અવાજે બોલ્યો,

‘થોડા દિવસ પહેલાં તમારા સંપર્કમાં એક એવા પાકિસ્તાની માણસને જોવામાં આવ્યો છે કે જે અમારા વડાપ્રધાનની જિંદગી માટે અત્યંત જોખમરૂપ બની શકે તેમ છે. બલ્કે એ જ માણસ મોસ્કો આવીને આખું કાવતરું પાર પાડવાનો પ્રયાસ કરે છે,

એવો અમારો દાવો છે. એ માણસ ખૂબ જ ખતરનાક છે, પરંતુ ઘણા પ્રયાસો પછી પણ આ માણસ મોસ્કોમાં કઈ જગ્યાએ ઊતર્યો છે એ અમે નથી જાણી શક્યા. એને પકડાવવામાં તમે મદદરૂપ થશો એવી અમને આશા છે... !'

‘આ....આ તમે શું કહો છો... ?'

ડેનિયલે ચમકીને પૂછ્યું, ‘કોઈ આટલો ખતરનાક માણસ મારો પરિચિત છે, એમ...?'

‘એ માણસ તમારો પરિચિત છે કે નહીં એની તો તમને જ વધુ ખબર હશે. અમે તો માત્ર એટલું જ જાણીએ છીએ કે તે થોડા દિવસ પહેલાં તમારી સાથે દેખાયો હતો.

‘કઈ જગ્યાએ દેખાયો હતો... ?'

'પાવલોવાના એલ્ફીન્સ્ટન રેસ્ટોરન્ટમાં... !'

દિલીપનો જવાબ સાંભળીને ડેનિયલના વ્હેરા પર કોઈ પરિવર્તન ન આવ્યું.

'તે કેટલો ચાલાક છે એ તેના શાંત અને ભાવહીન એરા પરથી સ્પષ્ટ રીતે દેખાઈ આવતું હતું.

‘અને એ ખતરનાક માણસનું નામ શું છે... ?' એણે પૂછ્યું

. ‘એનું નામ અબ્દુલ વહીદ કુરૈશી છે.... !'

દિલીપ એક એક શબ્દ પર ભાર મૂકતાં બોલ્યો, ‘અને તમારી જાણ માટે સાંભળી લો કે તે પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી સંસ્થા આઈ.એસ.આઈ.નો ચીફ છે... !'

‘આઈ. એસ.આઈ.નો ચીફ... ?’ ડેનિયલે ચમકીને પૂછ્યું.

‘હા..’

‘સવાલ જ ઊભો નથી થતો… !' ડેનિયલ મક્કમ અવાજે બોલ્યો,

‘હું આ નામના કોઈ માણસને નથી ઓળખતો. તેમ પાવલોવાના એલ્ફીન્સ્ટન રેસ્ટોરન્ટમાં આવા કોઈ માણસ સાથે મારી મુલાકાત પણ નથી થઈ.’

‘આવું તમે બરાબર સમજી-વિચારીને કહો છો ને મિસ્ટર ડેનિયલ...?' દિલીપે ભારપૂર્વક પૂછ્યું.

‘બરાબર સમજી-વિચારીને જ કહું છું મિસ્ટર દિલીપ... !'

ડેનિયલે પૂર્વવત્ અવાજે જવાબ આપ્યો, ‘તમે કહેતા હો તો આ વાત હું સ્ટેમ્પપેપર પર પણ લખીને આપવા માટે તૈયાર છું.'

‘તમને તમારી જાત પર બહુ ભરોસો લાગે છે.’

‘હું સાચો છું એટલા માટે જ મને મારી જાત પર આટલો બધો ભરોસો છે.'

‘પરંતુ હવે જો હું પણ દાવા સાથે કહું કે એલ્ફીન્સ્ટન રેસ્ટોરન્ટમાં અબ્દુલ વહીદ કુરેશી સાથે તમારી મુલાકાત થઈ હતી તો તમે શું કહેશો... ?’

‘તો હું એમ જ કહીશ કે તમે આ વાત પુરપાર કરી બતાવો... !'

'ઠીક છે...તો હવે સૌથી પહેલાં હું મારી વાત જ પુરવાર કરી બતાવું છું.’

દિલીપે સી.આઈ.ડી.ના એજન્ટ પાસેથી મળેલો ફોટો ગજવામાંથી કાઢ્યો.

આ એ જ ફોટો હતો કે જેમાં ડેનિયલને તથા અબ્દુલ વહીદ કુરેશી રેસ્ટોરન્ટમાં સાથે બેઠેલા સ્પષ્ટ રીતે નજરે ચડતા હતા. એણે કશું ય બોલ્યા વગર ચૂપચાપ એ ફોટો ડેનિયલની સામે મૂકી દીધો.

ફોટા પર નજર પડતાં જ, લાલ કપડું જોઈને બળદ ભડકે એ રીતે ડેનિયલ ભડક્યો.

‘મારો આ ફોટો કોણે પાડ્યો... ?’ એણે કર્કશ અવાજે પૂછ્યું, કોઈનેય ચોરીછૂપીથી આ રીતે મારા ફોટા પાડવાનો શું અધિકાર ....?'

‘રિલેક્સ મિસ્ટર ડેનિયલ....રિલેક્સ.... !' રશિયન અધિકારી બોલ્યો, ‘ઉશ્કેરાવાની જરૂર નથી. આપણો દેશ અત્યારે બહુ મોટી અગ્નિપરીક્ષામાંથી પસાર થઈ રહ્યો છે. તમારા જેવો પ્રતિક્તિ અને અગ્રગણ્ય માણસ આ રીતે નાની નાની વાતોમાં ઉશ્કેરાઈને મગજ પરથી કાબૂ ગુમાવી બેસે, એ સારું નથી લાગતું. ‘આ કોઈ નાનીસૂની વાત નથી ઓફિસર !'

‘મિસ્ટર ડેનિયલ.... !' અધિકારી શાંત અવાજે બોલ્યો, ‘જો તમે પરિસ્થિતિની ગંભીરતા સમજશો તો આ વાત તમને સાવ નાની જ લાગશે. હવે એક બીજો ખુલાસો પણ સાંભળી લો...'

‘શું?'

‘આ ફોટો તમારા કારણે નહીં, પરંતુ એલ્ફીન્સ્ટન રેસ્ટોરન્ટમાં તમારી બાજુમાં બેઠેલા આ માણસને કારણે પાડવામાં આવ્યો છે !'

અધિકારીએ શબ્દોની જાળ ગૂંથતાં કહ્યું, ‘તમે તો અમસ્તા જ આ ફોટામાં આવી ગયા છો... !'

‘પણ આ માણસ છે કોણ?'

‘આ જ અબ્દુલ વહીદ કુરેશી છે... !' દિલીપ ફરીથી વાતનો દોર પોતાના હાથમાં લેતાં બોલ્યો, ‘આ માણસ જ પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી સંસ્થા આઈ.એસ.આઈ.નો ચીફ છે.... !'

‘ઓહ...’ ડેનિયલનો એરો ઝંખવાણો પડી ગયો.

પરંતુ મજાની વાત તો એ હતી કે તે હજુ પણ અકળાયેલો નહોતો લાગતો.

એ ફોટો ઊંચકીને જાણે અબ્દુલ વહીદ કુરેશીને ઓળખવાનો પ્રયાસ કરતો હોય એવી રીતે ફોટામાં દેખાતા તેના એરા સામે ધ્યાનથી જોવા લાગ્યો.

જો તે અભિનય કરતો હતો તો ખરેખર એનો અભિનય કાબિલે તારીફ હતો.

‘ના...’ એણે ઉપેક્ષાથી ફોટો ટેબલ પર પાછો મૂકતાં કહ્યું,

‘હું આ માણસને નથી ઓળખતો.... !'

એનું કથન સાંભળીને સૌ એકદમ ચમક્યા. ફોટામાં કુરેશી એની સાથે હતો છતાંય તે એને ઓળખતો હોવાનો નનૈયો ભણતો હતો.

‘તમને કદાચ મશ્કરી કરવાની ટેવ લાગે છે મિસ્ટર ડેનિયલ... !' દિલીપ સ્મિત ફરકાવતાં બોલ્યો.

‘ના....મને મશ્કરી કરવાની ટેવ નથી.. ! હું ક્યારેય મશ્કરી નથી કરતો... !' ડેનિયલે કહ્યું.

‘પરંતુ એક માણસ રેસ્ટોરન્ટમાં તમારી સાથે બેઠો હોય અને તેમ છતાંય તમે તેને ન ઓળખતા હો એવું કેવી રીતે બને... ?’

‘કેમ...? શા માટે ન બને... ? રેસ્ટોરન્ટ એક જાહેર સ્થળ છે મિસ્ટર દિલીપ... ! ત્યાં જાતજાતના માણસોની અવરજવર ચાલુ જ હોય છે. હવે દરેક માણસ એકબીજાને ઓળખતો હોય એવું તો બને જ નહીં... ! ભીડને કારણે કોઈ પણ ગ્રાહક ગમે તેની પાસે બેસી જાય છે... !' ‘ઓહ...તો આ માણસ ભીડને કારણે તમારી પાસે આવીને બેઠો હતો, એમ ને... ?’

‘જરૂર એટલા માટે જ બેઠો હશે. એ સિવાય બીજી કયું કારણ હોઈ શકે... ? આમેય મને તો હજુ પણ આ માણસ વિશે કંઈ યાદ નથી આવતું. એનો એરો પણ મને યાદ નથી. જો તમારી પાસે આ ફોટો ન હોત તો અત્યારે પણ એમ જ કહેત કે મારી સાથે કોઈ નહોતું.’

ડેનિયલ જરૂર કરતાં વધુ ચાલાકી બતાવતો હતો.

‘પરંતુ ફોટા પરથી તો તમારા બંનેની વચ્ચે સારો એવો પરિચય હોય...તમે રેસ્ટોરન્ટમાં સાથે બેસીને લંચ કરતા હો એવું લાગે છે.' દિલીપ બોલ્યો.

‘મને તો એવું કશુંય નથી લાગતું.' ડેનિયલે ફરીથી એક વાર ફોટા સામે નજર કરી, ‘જો તમને એવું લાગતું હોય તો હું એમ જ કહીશ કે આ તમારો ભ્રમ છે.'

ડેનિયલ ક્યાંય આંગળી મૂકવાની જગ્યા નહોતો આપતો.

દિલીપે ડાબી-જમણી બાજુ બેઠેલા નાગપાલ વિગેરે સામે જોયું. એ બધા મૂક દર્શકની જેમ બેઠા હતા.

‘ઓ.કે... ’ છેવટે દિલીપ બોલ્યો, ‘મિસ્ટર ડેનિયલ તમે આ શહેરના એક પ્રતિષ્ઠિત નાગરિક છો. તમારી વાત પર અવિશ્વાસ કરવાનું કોઈ કારણ મને નથી દેખાતું.

‘થેંક યૂ.’

'પરંતુ તેમ છતાંય મારે તમને એક વાત કહેવી છે.'

‘શું ?’

ડેનિયલે પ્રશ્નાર્થ નજરે એની સામે જોયું.

‘તમે ખરેખર જ અબ્દુલ વહીદ કુરેશીને નથી ઓળખતા, એવું ડંકાની ચોટ પર પુરવાર થઈ જાય એટલા માટે તમારો એક ટેસ્ટ લેવાની મંજૂરી અમને આપશો... ?'

‘એટલે... ? હું કંઈ સમજ્યો નહીં... !' ડેનિયલે આશ્ચર્યમિશ્રિત મૂંઝવણભર્યા અવાજે પૂછ્યું.

‘અમારી પાસે એક એવું મશીન છે કે જેનાથી અબ્દુલ વહીદ કુરેશી વિશે તમે જે કંઈ કહ્યું છે તે સાચું છે કે નહીં, એની અમને ખબર પડી જશે. પરંતુ આનો અર્થ એવો બિલકુલ ઘટાવશો નહીં કે અમને તમારી વાત પર ભરોસો નથી. અમને તમારી વાત પર પૂરેપૂરો ભરોસો છે, પરંતુ આ મામલો એટલો અગત્યનો છે કે અમે કોઈ જાતનું જોખમ લેવા નથી માગતા. તમારાથી અજાણતાં જ કોઈ ભૂલ થઈ હોય... અમને ઉપયોગી નીવડે એવી કોઈક વાત કહેવાનું તમારાથી ભૂલી જવાયું હોય એ બનવાજોગ છે. મશીનથી ટેસ્ટ લીધા પછી અમને પૂરેપૂરો સંતોષ થઈ જશે. તમને પણ આવો કોઈ ટેસ્ટ આપવામાં વાંધો નહીં જ હોય એમ હું માનું છું. ગમે તેમ તોય આ વડાપ્રધાનની જિંદગી અને મોતનો પ્રશ્ન છે.'

‘ઓહ...તો તમારી પાસે કોઈક એવું મશીન છે જે મારા પર ફીટ કરવામાં આવશે અને ફીટ કરતાંની સાથે જ હું સાચું બોલવા લાગીશ એમ તમે કહેવા માગો છો...?'

‘ના...એવા કોઈ મશીનની હું વાત નથી કરતો... !' દિલીપે નકારમાં માથું હલાવ્યું, ‘એવું કોઈ મશીન આજ સુધી દુનિયામાં નથી બન્યું. અમારી પાસે એક મશીન છે કે જેનો સંપર્ક તમારા શરીર સાથે જોડીને અમે તમને થોડા સવાલો પૂછીશું. આ પ્રશ્નોના તમે જે કંઈ જવાબો આપશો, એ જવાબોની પ્રતિક્રિયા મશીનના મોનિટર પર જ જોવાનો અમારો મુખ્ય હેતુ છે.’

'ઘડીભર માટે માની લો કે તમારા સવાલોના જવાબ ખોટા આપું અગર તો કોઈક સંદર્ભમાં હું ખોટું બોલું, તો શું થશે...? ડેનિયલે પૂછ્યું.

‘કશું જ નહીં થાય. . !’ દિલીપ બોલ્યો, ‘એક વાત તમે બરાબર સમજી લો મિસ્ટર ડેનિયલ... ! તમને કોઈ પણ જવાબ આપવાની પૂરેપૂરી છૂટ છે, પરંતુ તમે ખોટું નહીં જ બોલો એવી અપેક્ષા રાખીને જ અમે આ ટેસ્ટ લેવા માગીએ છીએ... !'

ડેનિયલના ચહેરા પર ખમચાટના હાવભાવ ઊપસી આવ્યા. સંજોગો તેને સારા નહોતા લાગતા.

‘એક બીજી વાતની ચોખવટ પણ કરી લઉં.. !' દિલીપે હુકમનો એક્કો ફેંકતાં કહ્યું, ‘તમારી ઇચ્છા હોય તો તમે આ ટેસ્ટ આપવા માટે ના પણ પાડી શકો છો. ટેસ્ટ આપવા માટે અમારું કોઈ દબાણ નથી, પરંતુ જો તમે ના પાડશો તો નાહક જ અમારા મનમાં એક શંકા ઉત્પન્ન થશે... !'

‘કેવી શંકા... ?’

‘એ સંજોગોમાં અમે એમ માનીશું કે તમે ખરેખર દેશના દુશ્મનો સાથે ભળેલા છો. તમે વડાપ્રધાનના ખૂનના આ ષયંત્રમાં સક્રિય રીતે સામેલ છો... !'

‘એવી કોઈ વાત નથી…… !'

'એવી કોઈ વાત છે કે નહીં એ તો તમારો જવાબ હકારાત્મક છે કે નકારાત્મક, એના પરથી જ પુરવાર થશે.' દિલીપે ડેનિયલને દિલીપે ડેનિયલને બરાબર સાણસાવ્યૂહમાં જકડતાં કહ્યું, ‘મને ટેસ્ટ આપવામાં કંઈ વાંધો નથી.’

‘થેંકયૂ...વેરી મચ... !' દિલીપ ઉત્સાહભેર બોલ્યો,

‘મેં તમારી પાસેથી આવા જ જવાબની આશા રાખી હતી. ચાલો... હવે ટેસ્ટની પ્રક્રિયા શરૂ કરીએ.’

ત્યાર બાદ દિલીપ તથા ડૉક્ટર બીલીમોરિયા કાર્ડિયોગ્રાફ મશીન તરફ આગળ વધી ગયા.

દિલીપના હોઠ પર અત્યારે વિજયસૂચક સ્મિત ફરકતું હતું.

નાગપાલ મનોમન દિલીપની બુદ્ધિમત્તાને દાદ આપતો હતો.

******