Barood - 2 in Gujarati Detective stories by Kanu Bhagdev books and stories PDF | બારૂદ - 2

Featured Books
  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

  • કુંભ મેળો

    કુંભ પર્વ હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ પર્વ છે, જેમાં કરોડો શ...

Categories
Share

બારૂદ - 2

૨.  ધંધાદારી ખૂનીઓ.... !

સાંજે સાત ને પાંચ મિનિટે દિલીપ ગ્રાહમ રોડના ટેક્સીન્ડ પાસે પહોંચ્યો.

બાબુભાઈ દૂરથી જ એની નજરે ચડી ગયો. તે લાકડાના એક ટેબલ પાછળ ખુરશી પર બેઠો હતો.

એની આજુબાજુમાં કેટલાય ડ્રાઇવરો ઊભા હતા, બધા રશિયન જ હતા. અત્યારે બાબુભાઈ વીસેક વર્ષના એક યુવાન પર રોષ ઠાલવતો હતો. કદાચ એ પોતાની ટેક્સીનું ક્યાંક એક્સિડેન્ટ કરી આવ્યો હતો.

પરંતુ પછી દિલીપ પર નજર પડતાં જ બાબુભાઈ જાણે કે બધું જ ભૂલી ગયો.

‘મિસ્ટર દિલીપ, તમે... ?’ એ ઊછળીને ખુરશી પરથી ઊભો થઈ ગયો.

‘ઓહ ગોડ... !’ એ તરત જ બોલી ઊઠ્યો, ‘હું સપનામાં તો નથી ને?'

‘ના, બિલકુલ નહીં... !' દિલીપે સ્મિત ફરકાવતાં કહ્યું, ‘હું દિલીપ જ છું.'

બાબુભાઈ તરત જ ગજવામાંથી રૂમાલ કાઢીને સ્ફૂર્તિથી ખુરશી સાફ કરવા લાગ્યો.

'બેસો... અહીં ખુરશી પર બેસો બિરાદર... !' ‘ના, હું આમ જ બરાબર છું.'

‘અરે, તમે બેસો તો ખરા બિરાદર... !'

એણે પરાણે દિલીપનો હાથ પકડીને ખુરશી પર બેસાડી દીધો અને પછી પીઠ ફેરવીને ત્યાં મોજૂદ ડ્રાઇવરો સામે જોતાં બોલ્યો, ‘તમે બધા જાઓ... હિસાબ કાલે કરીશું.'

બધા ત્યાંથી ચાલ્યા ગયા. ખાસ કરીને બાબુભાઈ જે યુવાનને ઠપકો આપતો હતો એને માટે તો દિલીપનું આગમન જાણે કે વરદાનરૂપ બની ગયું હતું. મનોમન દિલીપને આશીર્વાદ આપતો એ પણ ત્યાંથી ગચ્છત્તિ કરી ગયો.

'સાવ બોગસ ધંધો છે... !' બાબુભાઈ દિલીપ તરફ ફરીને પોતાની ભોંઠપ છુપાવતાં બોલ્યો, ‘આ ડ્રાઇવરોના નટ-બોલ્ટ હંમેશાં ટાઇટ રાખવા પડે છે. જો એમ ન કરું તો આ લોકો એક જ દિવસમાં મારા બિઝનેસની પથારી ફેરવી નાખે તેમ છે.

દિલીપે ગજવામાંથી સિગારેટનું પેકેટ કાઢીને એક સિગારેટ પેટાવી. ‘આમ તો મજામાં છો ને ?’ એણે સિગારેટનો કસ ખેંચતાં પૂછ્યું.

‘એકદમ ફર્સ્ટ ક્લાસ... ! ખૂબ મોજમાં છું... !' બાબુભાઈ પ્રસન્ન અવાજે બોલ્યો, ‘એકદમ લીલાલહેર છે, પરંતુ તમે આમ અચાનક અહીં... ? અને મારું અહીંનું સરનામું તમને કેવી રીતે મળ્યું ?' દિલીપે તેને સરનામું કેવી રીતે મળ્યું એ બાબતમાં જણાવી દીધું.

‘ઓહ, સૉરી.... !' બાબુભાઈના ચહેરા પર દિલગીરીના હાવભાવ ઊપસી આવ્યા, ‘વેરી સૉરી... ! ખરેખર મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મારે હેડક્વાર્ટરમાં મારું નવું સરનામું પહોંચાડી દેવું જોઈતું હતું.'

‘વાંધો નહીં.... !' દિલીપ બોલ્યો, ‘આમેય તમને શોધવામાં મારે બહુ મહેનત નથી કરવી પડી... ! આ શહે૨માં તમારું નામ ખૂબ જ જાણીતું છે.'

‘છતાંય મારાથી જે ભૂલ થઈ છે એ તો મારે કબૂલવી જ પડે તેમ છે.’

‘હવે એ વાતને પડતી મૂકો... !'

ત્યાર બાદ બાબુભાઈ દિલીપને પોતાની મોરીસ માઇનરમાં બેસાડીને પોતાને ઘેર લઈ ગયો.

એનું નવું રહેઠાણ મેક્સલ ટૉકીઝની બાજુમાં મીનારા રોડ પર હતું. તે એક બેઠા ઘાટનો નાનકડો પણ સુંદર અને રળિયામણો બંગલો હતો. બાબુભાઈએ વગાડેલી ડોરબેલના જવાબમાં એની પત્ની નેન્સીએ જ દરવાજો ઉઘાડ્યો.

નેન્સી આશરે પાંત્રીસેક વર્ષની અત્યંત સ્વરૂપવાન સ્ત્રી હતી, પરંતુ પોતાની ખૂબસૂરતીને કારણે તે વાસ્તવિક ઉંમર કરતાં પાંચ- સાત વર્ષની નાની લાગતી હતી.

‘બિરાદર.... !' બાબુભાઈ બોલ્યો, ‘આ મારી પત્ની નેન્સી છે... !'

પરંતુ દિલીપ તો એને જોતાં જ સમજી ગયો હતો કે તે નેન્સી છે. ‘અને નેન્સી, આ બિરાદર કૅપ્ટન દિલીપ છે... !'

દિલીપનું નામ સાંભળીને નેન્સી ચમકી ગઈ. પછી વળતી જ પળે એના અેરા પર આદરસૂચક હાવભાવ ઊપસી આવ્યા. ચોક્કસ બાબુભાઈ તેને અગાઉથી જ દિલીપ વિશે ઘણું બધું જણાવી ચૂક્યો હતો.

‘જયહિંદ, કૅપ્ટન સાહેબ... !' નેન્સીએ બંને હાથ જોડીને તેનું અભિવાદન કર્યું.

એક એંગ્લો ઇન્ડિયન યુવતીના મોંએથી ‘જયહિંદ’ શબ્દ સાંભળીને દિલીપના આશ્ચર્યનો પાર ન રહ્યો.

‘તમે ભારતીય ભાષા પણ જાણો છો... ?' દિલીપે બાબુભાઈ સાથે અંદર પ્રવેશતાં પૂછ્યું.

‘આમ તો હું રશિયામાં જ ઊછરીને મોટી થઈ છું, પરંતુ આમની પાસેથી જ હું આ ભાષા શીખી છું.' ‘વેરી ગુડ...તો તો આપણે ભારતીય ભાષામાં જ વાતો કરીશું !'

દિલીપ હસીને બોલ્યો.

નેન્સીના હોઠ પર હળવું સ્મિત ફરકી ગયું. ‘ચોક્કસ... ! આ ભાષામાં વાતો કરવાનું મને ખૂબ જ ગમે છે... !'

'બાબુભાઈ... !' દિલીપે બાબુભાઈનો ખભો થપથપાવતાં કહ્યું, ‘ખરેખર તમે જીવનસાથી તરીકે એક ખૂબ જ ઉમદા અને સમજદાર યુવતીની પસંદગી કરી છે.. !' તમારા બંનેની દરિયાદિલી અને નિખાલસતા સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે.. ! મેં ભાગ્યે જ પ્રેમલગ્ન કરેલાં પતિ-પત્નીમાં આવો મનમેળ જોયો છે.’

‘થેંક યૂ બિરાદર... !’ બાબુભાઈ હસીને બોલ્યો. ત્રણેય આગળ વધીને ડ્રૉઇંગરૂમમાં પહોંચ્યાં. બંગલાની એક એક વસ્તુમાં સાદગી હોવાની સાથે સાથે સુંદરતા પણ હતી. ‘બિરાદર.... !' બાબુભાઈ બોલ્યો, ‘આજે મારી પાસે જે કંઈ છે એને હું નેન્સીનું જ નસીબ માનું છું. બાકી તો મારી જિંદગી જાનવર જેવી હતી. નહીં ખાવા-પીવાનાં ઠેકાણાં કે નહીં સૂવાનાં કોઈ ઠેકાણાં.... ! નેન્સીએ જ મને જાનવરમાંથી માણસ બનાવ્યો છે ને માણસની જેમ જીવતાં શિખવાડ્યું છે. ક્યારેક ક્યારેક તો મને એવું લાગે છે કે જો નેન્સી મારી જિંદગીમાં ન આવી હોત તો હું આજે પણ જાનવર જેવી જ જિંદગી જીવતો હોત... !' કહેતાં કહેતાં ભાવાવેશથી એનો અવાજ ગળગળો થઈ ગયો. ‘આ બધા નસીબના ખેલ છે બાબુભાઈ... !'

‘તમે સાચું કહો છો... !' ડ્રૉઇંગરૂમમાં પહોંચીને બંને સામસામે બેસી ગયા. નેન્સી કૉફી બનાવવા માટે કિચનમાં ચાલી ગઈ. દિલીપે સિગારેટનો અંતિમ કસ ખેંચીને તેનું ઠૂંઠું સેન્ટરટેબલ પર પડેલી ઍશટ્રેમાં પધરાવ્યું.

‘હા...હવે કહો... !’ બાબુભાઈ બોલ્યો, ‘આ વખતે મોસ્કોમાં શા માટે તમારી પધરામણી થઈ છે... ? અને આ અદનો માણસ શા માટે યાદ આવ્યો છે ?'

'સૌથી પહેલાં તો તમારી જાણ માટે સાંભળી લો કે અંકલ પણ અહીં જ છે.. !'

‘નાગપાલ સાહેબ પણ અહીં જ છે... ?' બાબુભાઈએ ચમકીને પૂછ્યું.

‘ક્યાં છે તેઓ... ?’ ‘તેઓ ભારતીય દૂતાવાસમાં ઊતર્યા છે અને સૌથી પહેલાં તમને શોધી કાઢવાનો આદેશ પણ તેમણે જ મને આપ્યો છે.’ કોઈક મોટો બખેડો હોય એવું લાગે છે... !'

‘મોટો બખેડો છે એમ જ માની લો બાબુભાઈ... ! તમે રજિસ્ટરમાં જરૂર પડ્યે દેશ ખાતર કોઈ પણ સેવા આપવાની હાર્દિક લાગણી દર્શાવી હતી, તે પૂરી કરવાનો સમય આવી ગયો છે.’

'એ તો હું આજે પણ કહું છું. ભારત ખાતર કંઈ પણ કરી છૂટતાં મને આનંદ જ થશે. બોલો, શું મામલો છે... ?' દિલીપે તેને ટૂંકમાં મામલાની વિગતો જણાવી દીધી. દિલીપની વાત સાંભળીને બાબુભાઈ એકદમ ચમક્યો.

'વડાપ્રધાનનું ખૂન... ? મોસ્કોની ધરતી પર આટલું ખોફનાક ષમંત્ર રચાતું હતું... ?

બાબુભાઈ જેવા વતનપ્રેમી માણસ માટે આ વાત આશ્ચર્યસભર હોવાની સાથે સાથે આઘાતજનક પણ હતી.

એ ક્યાંય સુધી જડવત્ હાલતમાં બેસી રહ્યો. આ દરમિયાન દિલીપે દૂતાવાસ ફોનથી નાગપાલનો સંપર્ક સાધીને તેને બાબુભાઈને ત્યાં આવવાનું જણાવી દીધું હતું. થોડી વારમાં જ નાગપાલ પણ ત્યાં આવી પહોંચ્યો.

અત્યારે રાતના દસ વાગ્યા હતા.

ત્રણેય ડ્રૉઇંગરૂમમાં કૉફીના ઘૂંટડા વચ્ચે વાતો કરતા બેઠા હતા. નાગપાલે બાબુભાઈને સંપૂર્ણ હકીકતથી વાકેફ કરી દીધો હતો. ‘એક વાત મને નથી સમજાતી બિરાદર.... !' બાબુભાઈ નાગપાલને ઉદ્દેશીને બોલ્યો.

‘આપના કહેવા મુજબ કે.જી.બી.તથા રશિયાનાં અન્ય સલામતી દળોએ ભેગાં થઈને વડાપ્રધાનના રક્ષણ માટેની જડબેસલાક વ્યવસ્થા ગોઠવી છે, ખરું ને...?'

‘હા...માત્ર કહું છું એટલું જ નહીં, કોઈ પણ વડાપ્રધાનના રક્ષણ માટે આવી સજ્જડ વ્યવસ્થા અગાઉ ક્યારેય નથી થઈ, એ પણ હું કબૂલ કરું છું.'

‘બિરાદર.... !' બાબુભાઈ બોલ્યો, ‘આપને આ બધી વાતોની ખબર છે તો પછી આપ આ સજ્જડ બંદોબસ્તમાં શું વધારો કરી શકો તેમ છો... ? બધી વ્યવસ્થા પરફેક્ટ છે અને તેમાં સોયની અણી જેટલું પણ કશુંય કરવા જેવું નથી રહ્યું એવું મને તો લાગે છે. ‘આ માન્યતા ખોટી છે બાબુભાઈ... !'

'કેમ....?'

કારણ કે બધા માર્ગો ક્યારેય બંધ નથી હોતા... !' નાગપાલ ગંભીર અવાજે બોલ્યો, ‘જે દિશામાં આગળ જવા માટેનો માર્ગ આપણને બંધ દેખાતો હોય છે, વાસ્તવમાં ત્યાંથી જ અનેક માર્ગ ઊઘડતા હોય છે. હવે મારા એક સવાલનો જવાબ આપો !'

‘પૂછો...’

‘પાકિસ્તાનની સરકારે વડાપ્રધાનના ખૂનનું કામ જે શખ્સને સોંપ્યું હશે, એ શખ્સ કોણ હશે... ?’

જવાબમાં બાબુભાઈના વ્હેરા પર મૂંઝવણમિશ્રિત ખમચાટના હાવભાવ ઊપસી આવ્યા.

આ શખ્સ કોઈ રશિયન નહીં હોય એ તો સ્પષ્ટ જ છે... !'

‘ના, તેના રશિયન હોવાનો કોઈ સવાલ જ ઊભો નથી થતો... !' બાબુભાઈએ કહ્યું ‘કોઈ રશિયન આવું નીચ કામ કરે જ નહીં... !'

‘તો પછી આ કામ કોણ કરી શકે તેમ છે... ?’

‘હું માનું છું ત્યાં સુધી એ શખ્સ કોઈક પાકિસ્તાની જ હોવો જોઈએ... ! પાકિસ્તાનનો જ કોઈક ખૂની દિલોજાનથી આ કામ પાર પાડી શકે તેમ છે... !'

‘રાઇટ.... !’નાગપાલ ઉત્સાહભેર બોલ્યો, ‘હવે આ જ વાતના બીજા પાસા પ્રત્યે ધ્યાન આપ ! ‘શું?’

પાકિસ્તાનનો જ કોઈક નાગરિક આ કામ પાર પાડી શકે તેમ છે, એ વાત તપાસ દરમિયાન રશિયન જાસૂસી સંસ્થાના ધ્યાનમાં પણ આવી હશે.

'હા...એમાં તો કોઈ બેમત નથી. આ વાત તો સાવ સાધારણ છે.’

‘પરંતુ આખા મામલાના મૂળમાં આ સાધારણ વાત જ છે

'બાબુભાઈ... !'

‘કેવી રીતે....?’

‘આ વાત રશિયન જાસૂસી સંસ્થા જાણે છે એટલે તેમણે મોસ્કોમાં વસતા પાકિસ્તાની નાગરિકોની, ખાસ કરીને પાકિસ્તાની મુસ્લિમો પર નજર રાખવાની જડબેસલાક વ્યવસ્થા કરી હશે. એટલું જ નહીં, ૨૫મી તારીખ પહેલાં આવા તમામ પાકિસ્તાની મુસ્લિમોને પકડી લેવાય, નજરકેદ કરાય અથવા તો તેમને મોસ્કોમાંથી બહાર ધકેલી દેવાય, એવું પણ બની શકે છે. રશિયન જાસૂસી સંસ્થાનો કોપ તેમના પર વરસશે એ તો સ્પષ્ટ જ છે. સૌથી પહેલાં તેમને જ નિશાન બનાવાશે. હવે આવી પરિસ્થિતિમાં, આ સમગ્ર બખેડા પાછળ કોઈ પાકિસ્તાનીનો હાથ હશે તો ઇચ્છા હોવા છતાંય તે કશું જ નહીં કરી શકે.

કારણ કે કે.જી.બી.એ પહેલેથી જ તેમને લાચાર બનાવી દીધ હશે. આ સંજોગોમાં પછી પાકિસ્તાનની સરકાર શું કરશે... ? તે કેવી રીતે ભારતના વડાપ્રધાન પર હુમલો કરાવશે ?'

બાબુભાઈ ચૂપ થઈ ગયો. નાગપાલના સવાલનો અત્યારે કોઈ જવાબ તેને નહોતો સૂઝતો. ‘પાકિસ્તાનની સરકાર કોઈક ઉપાય તો વિચારશે જ ને ?'

‘હા....’ બાબુભાઈએ સહમતિસૂચક ઢબે માથું હલાવતાં કહ્યું,

‘કોઈક ઉપાય તો જરૂર વિચારશે. આવી નજીવી વાતને કારણે તેઓ કંઈ પોતાની યોજના પડતી નહીં મૂકી દે એ તો સ્પષ્ટ જ છે.’

‘તમારી માન્યતા પ્રમાણે એ ઉપાય કયો હશે.... ?’ નાગપાલે પૂછ્યું.

‘આ સંજોગોમાં પાકિસ્તાનની સરકાર બહારના કોઈક માણસની મદદ લઈને તેને વડાપ્રધાનના ખૂનનું કામ સોંપશે એવું મને લાગે છે.' બાબુભાઈ બોલ્યો.

‘રાઇટ... !’ નાગપાલે કૉફીનો કપ ખાલી કરીને ટેબલ પર મૂકતાં કહ્યું, ‘હું પણ એમ જ કહેવા માગું છું. આપણે આ બહારના ખૂનીને જ શોધવાનો છે. પાકિસ્તાનની સરકારે અત્યાર સુધીમાં તેને કામ સોંપી પણ દીધું હશે એમ હું માનું છું. આપણે આ રૂમમાં બેસીને જે વાતનો વિચાર કરીએ છીએ, તે પાકિસ્તાનની સરકાર ન વિચારી ચૂકી હોય અથવા તો તેના ઉચ્ચાધિકારીઓનાં મગજમાં આ વાત ન આવી હોય એવું તો બને જ નહીં.... ! બલ્કે હું તો એક બીજી વાત પણ કહેવા માગું છું.'

'શું?'

'પાકિસ્તાનની સરકારે હવે જે ખૂનીને આ કામ સોંપ્યું હશે તે કોઈક રશિયન હોવો જોઈએ... !'

‘રશિયન... ?’ બાબુભાઈએ ચમકીને પૂછ્યું.

‘હા...' નાગપાલ મક્કમ અવાજે બોલ્યો.

‘આ વાત આપ આટલી ખાતરીથી કેવી રીતે કહો છો બિરાદર.... ?'

બાબુભાઈના અવાજમાં મૂંઝવણમિશ્રિત આશ્ચર્યનો સૂર હતો.

‘એટલા માટે કે કોઈક રશિયન પ્રત્યે જ કે.જી.બી.નું ધ્યાન સૌથી ઓછું જશે.

કોઈક રશિયન જ સલામતી દળોની આંખોમાંધૂળ નાખીને પાકિસ્તાનની યોજના સફળતાપૂર્વક પાર પાડી શકે તેમ છે.'

નાગપાલે એક એક શબ્દ પર ભાર મૂકતાં કહ્યું. બાબુભાઈ નાગપાલની વાતથી ખૂબ જ પ્રભાવિત દેખાતો હતો.

દિલીપ ચૂપચાપ કૉફી પીધા પછી સિગારેટ ફૂંકતો હતો. ‘બિરાદર.... !’ બાબુભાઈ બોલ્યો, ‘અહીં ફરીથી મારો પહેલો સવાલ આવીને ઊભો રહી જાય છે.'

‘ક્યો સવાલ.... ?’

‘એ જ કે કોઈ રશિયન આવું નીચ કામ શા માટે કરે... ?’

'કેમ, શા માટે ન કરે... ? ગુનેગારનો કોઈ ધર્મ નથી હોતો...કોઈ ઈમાન નથી હોતું… ! ગુનેગાર ફક્ત ગુનેગાર જ હોય છે... ! નોટોનાં બંડલો આપીને તેમની પાસે કોઈ પણ કામ કરાવી શકાય છે. તેઓ માણસને નહીં, પણ કામના વળતર રૂપે મળનારાં ચલણી નોટોનાં બંડલને જ ઓળખે છે. આવા પૈસાના પૂજારી, ક્રૂર ખૂનીને શોધવાનું કામ પાકિસ્તાનની સરકાર માટે કંઈ મુશ્કેલ નહીં જ હોય એમ હું માનું છું.'

‘અહીં એક વાત આપ ભૂલી જતા લાગો છો બિરાદર... !'

‘કઈ વાત...?’

‘આપના કહેવા મુજબ કે.જી.બી. આ જાતના તમામ ગુનેગારોની યાદી બનાવે છે અને ૨૫મી તારીખ સુધીમાં આ બધા ગુનેગારોને તેઓ ગિરફતાર કરી લેશે અથવા તો નજરકેદ રાખવામાં આવશે.’

‘બરાબર છે... પરંતુ કે.જી.બી.ની યાદીમાં માત્ર સજા પામેલા અથવા તો પોલીસના ચોપડે નોંધાયેલા ગુનેગારોનાં જ નામ હશે,

પરંતુ જેમનો પોલીસમાં ક્યાંય કોઈ રેકોર્ડ નથી અને જેઓ સજા પામેલા ગુનેગારો કરતાં પણ વધુ ખતરનાક છે, એવા શખ્સોનું કે.જી.બી.શું કરશે ?'

‘આપનો આ સવાલ ખરેખર વિચાર માગી લે તેવો છે... ! બાબુભાઈએ સહમતિસૂચક ઢબે માથું હલાવતાં કહ્યું.

‘પોતાની યોજના પાર પાડવા માટે પાકિસ્તાનની સરકારે આવા જ કોઈક શખ્સની મદદ લીધી હોવાની શક્યતા વધુ છે. અને આના અનુસંધાનમાં જ મને તમારી મદદની જરૂર છે.'

‘કેવી મદદ... ?’

‘તમે લગભગ વીસેક વર્ષથી આ શહેરમાં રહો છો એટલે અહીંની ગુનાહિત પ્રવૃત્તિઓની અમારા કરતાં તમને વધુ સારી રીતે ખબર હશે.’

‘હા, એમાં તો શંકાને કોઈ સ્થાન નથી.’ ‘બસ.....તો પોલીસના ચોપડે આજ સુધી નોંધાયેલા ન હોય એવા ખતરનાક ગુનેગારોને શોધવામાં તમે અમને મદદ કરો. આ શહેરમાં તમારી મોટી મોટી ઓળખાણો છો. એ ઓળખાણો આપણને આ કામમાં વધુ ઉપયોગી નીવડી શકશે એમ હું માનું છું.'

‘પણ બિરાદર... !’ બાબુભાઈ વિચારવશ અવાજે બોલ્યો, ‘પાકિસ્તાનની સ૨કારે વડાપ્રધાનના ખૂન માટે આવા કોઈક શખ્સને રોક્યો હશે, એ વાત નક્કર નહીં પણ માત્ર અનુમાન જ છે.'

‘હા, અનુમાન જ છે. આ ખોટું પણ હોઈ શકે છે. આપણે માત્ર અંધારામાં જ તીર છોડવાનું છે. કદાચ આપણું તીર નિશાન પર ચોંટી પણ જાય... ! બાકી એમ ને એમ પગ પર પગ ચડાવીને બેસી રહેવાથી તો કશુંય નહીં વળી... ! કંઈ ન કરવા કરતાં કંઈક કરવું વધુ વ્યાજબી છે.'

‘બાબુભાઈ.... !’ અત્યાર સુધી ચૂપ બેઠેલો દિલીપ અચાનક બોલી ઊઠ્યો, ‘અમે આ બાબતમાં ઘણી ચર્ચા-વિચારણા કરી ચૂક્યા છીએ.

મોસ્કોમાં આ જાતના ગુનેગારોને શોધવા એવો નિર્ણય અમે કર્યો છે.'

‘ભલે બિરાદર... !' બાબુભાઈએ કહ્યું,

‘તમે લોકોએ નિર્ણય કર્યો છે તો આવા ગુનેગારોને શોધવામાં હું મારાથી બનતી બધી મદદ કરવા માટે તૈયાર જ છું, પરંતુ એ પહેલાં એક વાતની ચોખવટ મને જરૂરી લાગે છે.'

‘શું ?'

‘મોસ્કો ખૂબ જ મોટું છે. આવડા મોટા શહેરમાંથી આ જાતના ગુનેગારોને શોધવામાં થોડો સમય તો જરૂર લાગશે !'

‘થોડો એટલે કેટલો?'

‘ત્રણ-ચાર દિવસ... !

‘વાંધો નહીં... ! આપણી પાસે પૂરતો સમય છે. વડાપ્રધાનને મોસ્કો આવવામાં હજુ પંદર દિવસની વાર છે.' નાગપાલ બોલ્યો, ‘તો તો પછી ચોક્કસ જ કામ થઈ જશે.'

ત્યાર બાદ નાગપાલ તરત જ દૂતાવાસ પાછો જવા માટે રવાના થઈ ગયો જયારે બાબુભાઈ તથા નેન્સીના અનહદ આગ્રહથી દિલીપને ત્યાં જ રોકાઈ જવું પડ્યું.

બાબુભાઈ જેવા લાગણીશીલ માણસનો આગ્રહ એ ન ટાળી શક્યો.

પછી બાબુભાઈ પોતાના કામે વળગી ગયો. એ સવારે પોતાની મોરીસ માઇનર લઈને નીકળી જતો અને છેક રાત્રે ઘેર પાછો ફરતો.  ત્રણ દિવસ પછી એના કહેવાથી દિલીપે નાગપાલને બાબુભાઈને ત્યાં બોલાવ્યો. ત્રણેય ફરીથી એક વાર ગંભીર અેરે ડ્રૉઇંગરૂમમાં બેઠા હતા.

‘કંઈ કામ પત્યું છે... ?’ નાગપાલે ઉત્સુક નજરે બાબુભાઈ સામે જોતાં પૂછ્યું.

‘હા, પત્યું છે એટલા માટે જ તો આપને બોલાવ્યા છે બિરાદર... ! બાબુભાઈએ પોતાની બ્રીફકેસ જમીન પરથી ઊંચકીને સેન્ટરટેબલ પર મૂકી.

ત્યાર બાદ એણે બ્રીફકેસ ઉઘાડીને તેમાંથી થોડા કાગળ-પત્રો બહાર કાઢ્યા.

‘બિરાદર.... !' છેવટે એ બોલ્યો, ‘પુષ્કળ દોડાદોડી પછી પોલીસના ચોપડે ન નોંધાયા હોય એવા ત્રણ અત્યંત ખતરનાક ગુનેગારો વિશે મને માહિતી મળી છે. આ ગુનેગારોનાં નામ કે.જી.બી.ની યાદીમાં હોવાની પણ કોઈ શક્યતા નથી અને સૌથી મોટી વાત તો એ છે કે વડાપ્રધાન જેવા દરજ્જાના માણસનું ખૂન કરવા જેવું કલેજું પણ આ ત્રણેય જણ ધરાવે છે.

‘વેરી ગુડ... ! તમને તમારા મકસદમાં ઘણી સફળતા મળી છે, ખરું ને... ?’

‘હા...જોકે આ ગુનેગારો વિશે માહિતી મેળવવા માટે મારે ઘણી જગ્યાએ ભટકવું પડ્યું છે. ન જવા જેવી જગ્યાએ પણ જવું પડ્યું છે, પરંતુ હવે એક વાત તો હું પૂરી ખાતરીથી કહી શકું તેમ છું.

‘કઈ વાત... ?’

જો કોઈ ધંધાદારી ખૂની વડાપ્રધાનના ખૂનનો પ્રયાસ કરશે । ચોક્કસ તે આ ત્રણમાંથી જ કોઈક એક જણ હશે... !' બાબુભાઈ મક્કમ અવાજે બોલ્યો.

‘હવે એ ત્રણેય વિશે પણ જણાવી દો... !' નાગપાલે કહ્યું, ‘એ નમૂનાઓનો પરિચય જાણવા માટે હું ખૂબ જ આતુર છું.'

‘ચોક્કસ...’

બાબુભાઈએ બ્રીફકેસમાંથી પોસ્ટકાર્ડ સાઇઝનો એક રંગીન ફોટો કાઢીને દિલીપ તથા નાગપાલની સામે ટેબલ પર મૂક્યો.

બંનેએ જોયું તો તે એક પહેલવાન જેવા માણસનો ફોટો હતો. એનો અેરો લંબોતરો અને આંખો લાલઘૂમ હતી. અેરા પરથી જ તે ઘાતકી લાગતો હતો.

તે એક ભીડભરી સડક પર ચાલ્યો જતો હતો ત્યારે ચોરીછૂપીથી આ ફોટો પાડવામાં આવ્યો હતો.

‘આ માણસનું નામ બુલડોગ છે... !' બાબુભાઈ ફોટા સામે આંગળી ચીંધતાં બોલ્યો, ‘એની મા જર્મન અને બાપ રશિયન છે……… ! દુનિયાના અલગ અલગ દેશોમાં જઈને આજ સુધીમાં તે કેટલાંય ખૂન કરી ચૂક્યો છે. એની ખૂન કરવાની પદ્ધતિ પણ વિશિષ્ટ છે. એ હંમેશાં એક લાંબો, તીક્ષ્ણ અણીવાળો સૂયો પોતાની પાસે રાખે છે અને તક મળતાં જ વીજળીવેગે સીધો જ પોતાના શિકારના હૃદયમાં સૂયો ખૂંચાડી દે છે. સૂયો ખૂંચતાં જ પંદર સેકંડમાં જ એનો શિકાર મૃત્યુ પામે છે. શરૂઆતમાં બુલડોગે પૈસા લઈને અનેક સ્ત્રીઓનાં ખૂન કર્યાં હતાં અને થોડા દિવસો પહેલાં તે જર્મની જઈને ત્યાંના એક નેતાને પણ મોતને ઘાટ ઉતારી આવ્યો છે.’

‘બુલડોગ ક્યારેય પકડાયો નથી... ?' દિલીપે પૂછ્યું. ‘ના, બિરાદર.... !’ બાબુભાઈ શાંત અવાજે બોલ્યો, ‘આ જ તો બુલડોગની મોટામાં મોટી ખાસિયત છે. પકડાવાની વાત તો એક તરફ રહી, આજ સુધી કોઈને એના પર શંકા પણ નથી ઊપજી. કોઈ પણને આશ્ચર્યમાં ગરકાવ બનાવી દે, એટલી બધી ખૂબીથી એ પોતાનું કામ પાર પાડે છે. ‘આનો અર્થ એ થયો કે બુલડોગને મોટી રકમ આપવામાં આવે તો તે વડાપ્રધાનનું ખૂન કરવા માટે તૈયાર થઈ જાય તેમ છે, ખરું ને… ?' નાગપાલે પૂછ્યું.

‘હા, એમાં તો કોઈ બેમત નથી.’

‘ઠીક છે...’ નાગપાલે બુલડોગનો ફોટો ઊંચકીને એક તરફ મૂક્યો, પછી પૂછ્યું, ‘બીજો શખ્સ કોણ છે?’ બાબુભાઈએ બ્રીફકેસમાંથી એક વધુ ફોટો કાઢીને ટેબલ ૫૨ મૂક્યો.

તે એક દૂબળા-પાતળા માણસનો ફોટો હતો. તે જેટલો દૂબળો હતો એટલો જ લાંબો હતો. બુલડોગ ચહેરા ૫૨થી જ ખૂની લાગતો હતો, જ્યારે આ માણસના ચહેરા પર એવું કશુંય નહોતું. બુલડોગથી વિપરીત આ શખ્સનો ચહેરો એકદમ સૌમ્ય અને શાંત હતો. ચહેરા પરથી આ માણસ ખૂની હશે એવી તો કોઈ કલ્પના પણ કરી શકે તેમ નહોતું.

અલબત્ત, બંને ફોટામાં એક વાત જરૂર સરખી હતી. બંને ફોટા ચોરીછૂપીથી પાડવામાં આવ્યા હતા. આ ફોટો એક બુકસ્ટૉલનો હતો.

સુકલકડી બુકસ્ટૉલ પરથી એક મેગેઝિન ખરીદતો હતો.

‘આ કોણ છે... ?' દિલીપે પૂછ્યું.

‘આનું નામ હીચકોક છે... !'

‘હીચકોક...?’

‘હા...' બાબુભાઈ પોતાના હાથમાં જકડાયેલા કાગળ પર નજર દોડાવતાં બોલ્યો, ‘હીચકોકની પણ એક વિશેષ ખાસિયત છે.'

‘શું ?’

એ ક્યારેય ધીરજ નથી ગુમાવતો અને પોતાનું બધું કામ યોજનાબદ્ધ રીતે પાર પાડે છે.'

‘આ હીચકોકે કેટલાં ખૂન કર્યાં છે.... ?'

‘બહુ વધુ ખૂન નથી કર્યાં... ! ફક્ત ચાર જ ખૂન કર્યાં છે, પરંતુ ચારેય ખૂન આશ્ચર્યજનક હતાં. પોલીસ હીચકોકે કરેલા કોઈ ખૂનને ખૂન પુરવાર નહોતી કરી શકી. પહેલાં બે ખૂનોને અકસ્માત માનવામાં આવ્યાં જ્યારે બાકીનાં બંને ખૂનોને આપઘાતના કેસ જાહેર કરવામાં આવ્યાં હતાં.’

‘અર્થાત્ હીચકોક ક્યારેય કોઈ ખૂનકેસમાં ફસાયો નથી, ખરું ને?'

‘ના, બિલકુલ નહીં... ! એના ફસાવાનો કોઈ સવાલ ઊભો નથી થતો. પોલીસ ચારેય કેસને ખૂનના કેસ તરીકે જ પુરવાર નથી કરી શકી તો ખૂનના આરોપસર પકડે પણ કોને ?'

‘હીચકોકની બીજી કોઈ ખાસિયત.... !'

‘હા, એક બીજી ખાસિયત પણ છે.’

'શું ?'

‘હીચકોક ખૂનનો સોદો કરતી વખતે ક્યારેય રોકડા રૂપિયા નથી માગતો... !'

‘તો શું સોનું માગે છે... ?’

‘હીરા કે અન્ય ઝવેરાત... ?’

‘ના, એ પણ નહીં.... .

‘તો પછી શું માગે છે...

‘મિલક્ત... !'

‘મિલક્ત.... ?’

‘હા...એ હંમેશાં કોઈક કીમતી જમીન, બંગલો કે ફ્લૅટની માગણી જ કરે છે. આ કારણસર આજે તે અનેક અસ્ક્યામતોની માલિકી ધરાવે છે. મોસ્કોથી માત્ર પંદર કિલોમીટર દૂર એનું પાંચ એકર જમીન ધરાવતું વિશાળ ફાર્મહાઉસ છે. ચિચેરીના વિસ્તારમાં બે આલીશાન બંગલા છે અને ચિકાલોવામાં એક આધુનિક ફ્લેટ છે !' ‘અર્થાત્ હીંચકોક ખૂન કરી કરીને જ આટલો સાધન-સંપન્ન બન્યો છે, ખરું ને... ?'

‘હા... !’ બાબુભાઈએ હકારમાં માથું હલાવતાં કહ્યું, ‘અને સૌથી

મોટી વાત તો એ કે પોલીસને એનાં કરતૂતોની કંઈ જ ખબર નથી. પોલીસની નજરે આજે પણ હીચકોક શહેરનો એક સજ્જન અને પ્રતિષ્ઠિત નાગરિક છે…… !'

‘હું...’ દિલીપના ગળામાંથી હુંકાર નીકળ્યો.

ત્યાર બાદ તે ધ્યાનથી હીચકોકના ફોટાનું નિરીક્ષણ કરવા લાગ્યો. ચહેરા પરથી માખી મારવાની તાકાત પણ ન ધરાવતો માણસ ટાઢા કલેજાનો ખૂની હતો... !

જલ્દી કોઈના પણ ગળે ન ઊતરે એવી આ વાત હતી. ‘તમે સાચું કહો છો બાબુભાઈ… !' છેવટે દિલીપ ધીમેથી માથું હલાવતાં બોલ્યો, ‘આ હીચકોક પણ વડાપ્રધાનના ખૂન જેવું ભયંકર કામ કરી શકે તેમ છે.... !'

'અને ત્રીજો માણસ કોણ છે... ?' નાગપાલે પૂછ્યું.

‘એનાં દર્શન પણ કરાવું છું બિરાદર... !' બાબુભાઈએ પોતાની બ્રીફકેસમાંથી ત્રીજો ફોટો કાઢીને ટેબલ પર મૂક્યો.

તે એક અત્યંત ખૂબસૂરત યુવાનનો ફોટો હતો. એની ઉંમર માંડ ત્રીસેક વર્ષની હતી. એનો ચહેરો હોલિવૂડના કોઈક અભિનેતા જેવો ગોરો-ચિટ્ટો હતો.

આ ફોટો પણ ચોરીછૂપીથી પાડવામાં આવ્યો હતો. ફોટામાં તે એક સુંદર યુવતી સાથે કોઈક ક્લબના ડાન્સ ફ્લોર પર ડાન્સ કરતો દેખાતો હતો. એની સાથેની યુવતી પચીસેક વર્ષની અને અત્યંત સ્વરૂપવાન હતી.

‘શું આ પણ ખૂની છે... ?' નાગપાલે ફોટાનું નિરીક્ષણ કર્યા બાદ ચમકીને પૂછ્યું.

‘હા, બિરાદર... ! આ માત્ર ખૂની જ નથી... !' બાબુભાઈએ જવાબ આપ્યો, ‘ખૂન કરવાના મામલામાં બુલડોગ અને હીચકોકનો પણ બાપ છે... ! એ બંનેને પણ આ નમૂના પાસેથી બે પાઠ શીખવા મળે તેમ છે. આ નંગના હૃદયમાં દયા કે લાગણી નામની કોઈ ચીજ નથી.... ! એની ડિક્ષનરીમાં રહેમ નામનો કોઈ શબ્દ જ નથી...! મચ્છર મારવો કે માણસને મારવો, એ બંને તેને માટે સરખું જ છે.’

‘આનું નામ શું છે... ? ડેનિયલ જોસેફ... !'

‘આની કોઈ વિશેષતા ?' ‘વિશેષતા તો ઘણી બધી છે... !'

‘કઈ કઈ...?’

‘સૌથી મોટી વિશેષતા તો એનો દેખાવ જ છે.... !' બાબુભાઈ બોલ્યો, ‘એનો માસૂમ દેખાવ જોઈને જ સૌ કોઈ થાપ ખાઈ જાય છે. એરા પરથી આ હોલિવૂડના ખ્યાતનામ અભિનેતા રોજર મુરૈ કે સીન કોનેરી જેવો દેખાય છે... ! એનું વ્યક્તિત્વ ખૂબ જ આંજી નાખે એવું છે. કોઈ પણ રૂપસુંદરી એને જોતાંની સાથે જ તેના પર મોહી પડે છે. પરંતુ જ્યારે કોઈનું ખૂન કરવાનું હોય ત્યારે, જાણે માખણની ગોટીમાં છૂરી ફેરવતો હોય એટલી સહજતાથી તે ખૂન કરી નાખે છે. એના કપાળ પર એક પણ કરચલી નથી પડતી... !

ખૂન કરતી વખતે એનું રૂંવાડું સુધ્ધાં નથી ફરકતું... !'

‘ડેનિયલનું પ્રિય હથિયાર કયું છે ?' દિલીપે એક સિગારેટ પેટાવતાં પૂછ્યું.

‘હથિયાર...?’

‘આમ તો સાધારણ રીતે ડેનિયલનું પ્રિય હથિયાર રિવૉલ્વર જ છે... !' બાબુભાઈ એક ઊંડો શ્વાસ લેતાં બોલ્યો, ‘તે અચૂક નિશાનબાજ છે... ! ક્યારેય નિશાન નથી ચૂકતો. એની કામ કરવાની પદ્ધતિ મોટા મોટા માફિયાઓ જેવી છે. તે દરેક ખૂન યોજના બનાવીને, બરાબર સમજી-વિચારીને કરે છે. રિવૉલ્વર ઉપરાંત એ ક્યારેક ક્યારેક હથિયાર તરીકે મિનિયેચર બોંબનો ઉપયોગ પણ કરે છે. બોંબના ઉપયોગમાં પણ એની એક ખાસિયત છે.'

‘શું?’

‘તે નાની નાની ચીજવસ્તુઓમાં પણ બોંબ ફીટ કરી શકે છે.

તરત એક વાર એણે એક બૉલપેનમાં જ મીનીયેચર બોંબ ફીટ કરી નાખ્યો હતો. એના શિકારે બિઝનેસ મિટિંગ દરમિયાન પેન ઉઘાડી કે જ પેનમાં ફીટ કરેલા બૉંબના વિસ્ફોટથી એના ફૂરચા ઊડી ગયા..... ઓહ...તો આ ડેનિયલ પણ ઊંચી હસ્તી છે, એમ ને?'

'હા...પોતાની ઉંમર કરતા પણ ઊંચી હસ્તી.... !’ ડ્રૉઇંગરૂમમાં થોડી પળો માટે સન્નાટો છવાઈ ગયો. નાગપાલ પોતાની પાઇપ પેટાવીને ધીમે ધીમે તેના કસ ખેંચતો હતો.

આ દરમિયાન નેન્સી પણ રસોડામાં પોતાનું કામ પતાવી, ત્યાં આવીને બેસી ગઈ હતી.

‘બિરાદર.... !’ છેવટે બાબુભાઈએ જ ચુપકીદીનો ભંગ કરતા કહ્યું, ‘એક વાત આપ બરાબર સમજી લો... !'

‘કઈ વાત... ?’

જો પાકિસ્તાનની સરકારે આપણા વડાપ્રધાનના ખૂન માટે બહારના કોઈ શખ્સને રોક્યો હશે તો ચોક્કસ એ શખ્સ આ ત્રણમાંથી જ કોઈક એક હોવો જોઈએ... ! આ વાતમાં તો શંકાને કોઈ સ્થાન જ નથી.'

'બરાબર છે, પરંતુ આ ત્રણમાંથી એ એક શખ્સનો પત્તો -લગાવવાનું પણ કંઈ સહેલું નથી 'બાબુભાઈ... !' નાગપાલ વિચારવશ અવાજે બોલ્યો.

‘હા, એ તો છે.... !’ બાબુભાઈએ ગંભીરતાથી માથું હલાવ્યું. ‘આ મુશ્કેલીનો એક ઉપાય મને સૂઝે છે !' અચાનક દિલીપ બોલ્યો.

‘શું?'

આપણે ચોવીસેય કલાક આ ત્રણેય પર નજર રખાવીએ. જો આમાંથી કોઈની પણ પાકિસ્તાન સરકાર સાથે સાંઠગાંઠ હશે તો તેમની હિલચાલ પરથી આપણને ખબર પડી જશે. ત્રણમાંથી જે કોઈને પાકિસ્તાન સરકારે પોતાનું કામ સોંપ્યું હશે, તે કોઈક ને કોઈક હિલચાલ તો જરૂર કરશે જ... !'

દિલીપની વાત સાંભળીને નાગપાલ તથા બાબુભાઈની આંખોમાં ચમક પથરાઈ ગઈ.

દિલીપે સૂચવેલો ઉપાય ઉત્તમ હતો.

‘બિરાદર... !' સહસા બાબુભાઈ બોલ્યો, ‘આ ત્રણેય જણ ખૂબ જ ચાલાક છે. તેમના પર નજર રાખવાનું કામ સહેલું નથી. પોતાના પર નજર રાખવામાં આવે છે એવી રજમાત્ર પણ શંકા જો તેમને ઊપજશે તો એ જ પળે આખી બાજી ઊંધી વળી જશે.'

‘આ હાલતમાં તમે બિલકુલ બેફિકર રહો બાબુભાઈ !' નાગપાલે કહ્યું, ‘મારી સાથે સી.આઈ.ડી.ની આખી ટુકડી આવી છે. આ બધા એજન્ટો આવા કામમાં નિષ્ણાત છે. આ ત્રણેયને પોતાના પર નજર રાખવામાં આવે છે એની ગંધ સુધ્ધાં તેઓ નહીં આવવા ...!'

‘સરસ.... !' બાબુભાઈ પ્રસન્ન અવાજે બોલ્યો.

‘હું આજે જ આ ત્રણેય પર નજર રખાવવાની વ્યવસ્થા કરું .' નાગપાલે કહ્યું, ‘આ મામલામાં હવે જરા પણ ઢીલ પોસાય તેમ નથી.'

દિલીપ અને બાબુભાઈએ હ'કારમાં માથાં હલાવ્યાં.

એ લોકોની મિટિંગ અહીં જ પૂરી થઈ ગઈ.

******