Hitopradeshni Vartao - 42 in Gujarati Children Stories by SUNIL ANJARIA books and stories PDF | હિતોપદેશની વાર્તાઓ - 42

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

હિતોપદેશની વાર્તાઓ - 42

42.

એક તળાવને કિનારે મોટું વડનું ઝાડ હતું. તેની પર ઘણા બગલાઓ રહેતા હતા. તળાવમાંથી એમનો ખોરાક માછલીઓ ભરપૂર પ્રમાણમાં મળી રહેતી. આથી બગલાઓ મોજમાં રહેતા પણ અચાનક એક દિવસ એક આફત આવી પડી. કોણ જાણે ક્યાંથી, એક મોટો સાપ ત્યાં વડના ઝાડ નીચે દરમાં રહેવા આવ્યો. આ સાપ ઝાડ પર બગલાઓના ઈંડા અને નાના બચ્ચાં ખાઈ જતો. રોજ કોઈ બગલાનાં બચ્ચાં ગુમ થતાં આથી બગલાઓએ આ ઝાડ છોડી બીજે રહેવાનું વિચાર્યું પણ એક બગલો કહે "આપણે આટલું સરસ સ્થળ છોડી બીજે રહેવા જોઈએ એના કરતાં સાપને મારી નાખીએ તો?"

" પણ એને કેવી રીતે મારી શકાય ? એ તો મોટો અને ઝેરી છે. આપણે કોઈ યુક્તિ શોધીએ તો જ આ થાય." બીજા બગલાઓએ કહ્યું. એક બગલાએ કહ્યું " તું જ શોધી કાઢ કોઈ યોગ્ય યુક્તિ."

બગલાએ કહ્યું "જો સાંભળો. આપણે સાપને મારી શકે એવા પ્રાણીને અહીં બોલાવીએ. "

"એવું કયું પ્રાણી હોય જે આપણા બોલાવવાથી અહીં આવે અને સાપને મારે ?"

" હું એ પ્રાણી લાવીશ. સામે પીપળાના ઝાડ નીચે એક નોળિયો છે. મેં એને ઘણીવાર અહીંથી પસાર થતો જોયો છે. એ નોળિયો આ સાપને મારી શકશે."

તે આવડા મોટા સાપને મારી શકશે?"

" કેમ નહીં? નોળિયો જ સાપનો દુશ્મન છે."

" પણ એને અહીં લાવવો કેવી રીતે ? એને જોઈને તો સાપ દરમાં ભરાઈ જશે. એ કંઈ થોડો તારો મિત્ર છે કે તારા કહેવાથી અહીં આવે?"

" એ મારો મિત્ર નથી પણ તમે કહો તો હું એને અહીં ખેંચી લાવું. મારી પાસે યુક્તિ છે. તો સાંભળો. આપણે બધા ઘણી બધી માછલીઓ પકડીએ છીએ. નોળીયા ના દરથી સાપના દર સુધી હારબંધ મરેલી માછલીઓ ગોઠવી દઈએ. એ માછલીઓ ખાતો ખાતો સાપના દર સુધી આવી પહોંચશે અને સાપ પણ માછલી ખાવા આવશે. બંને વચ્ચે લડાઈ થશે અને નોળિયો સાપને મારી નાખશે."

" વાહ, સારી યુક્તિ છે. આપણે ઝટ ઝટ જઈને માછલીઓ પકડી લાવીએ. આજે જ સાપને ઉપર પહોંચાડવાનું કરીએ." એમ સહુએ કહ્યું. પછી તે બધા બગલા ઉપડ્યા અને ઘણી બધી માછલીઓ પકડી લાવ્યા. પછી નોળિયા અને સાપના દર વચ્ચે હાર બંધ માછલીઓ ગોઠવી દીધી. સમય થયો એટલે સાપ પોતાના દરમાંથી નીકળ્યો અને નોળીયો પોતાના દરમાંથી નિકળ્યો. નોળિયો માછલી જઈ ખુશ થઈ ગયો એક પછી એક ખાવા માંડ્યો. સંજોગવશાત સાપ કરતાં નોળિયો પોતાના દરમાંથી વહેલો નીકળેલો એટલે માછલીઓ ખાતો સાપના દર સુધી આવી પહોંચ્યો. સાપ હજી પહેલી માછલી ખાતો હતો. સાપ પર નજર પડતાં જ નોળીયાએ પૂંછડી ઉંચી કરી. સાપે પણ એની સામે જોઈ ફુંફાડો માર્યો. પછી બંને વચ્ચે લડાઈ જામી. ઘડીમાં સાપ જોર કરે તો ઘડીકમાં નોળિયો. અંતે નોળિયાની જીત થઈ. સાપને નોળીયાએ મારી નાખ્યો. એ થાકી ગયો હતો એટલે થોડીવાર સુધી ત્યાં પડી રહ્યો. ત્યાં બગલાઓનો અવાજ આવ્યો. એણે જેમ તેમ નજર કરી ઊંચું જોયું તો ઘણા બધા બગલાઓ હતા. બગલાઓ સાપ મરી ગયો એટલે ખુશીના માર્યા કિલકિલાટ કરતા હતા. એમને નિરાંત થઈ કે દુશ્મન મર્યો પણ એ લોકોને ભાન નહોતું કે આ કલબલાટ કરીને એ લોકોએ નોળિયાને આકર્ષ્યો છે. નોળિયો એકીટશે ઝાડ પર બેઠેલા બગલાઓને જોતો હતો. એને સમજતાં વાર ન લાગી કે ઘણા બધા બગલાઓ વડના થડ પર માળો બાંધીને રહે છે. આટલા બધા માળાઓ છે એટલે તેનાં નાનાં બચ્ચાં કે ઈંડાં તો હોવાનાં જ. ચાલો થોડા દિવસ નિરાંત. મોજથી રોજ આવશું અને પેટ ભરી બગલાના બચ્ચાંઓની જ્યાફત ઉડાવશું.

બિચારા બગલાઓ. એમની સાપને મારવાની યુક્તિ સફળ થઈ પણ એ વિચાર્યું નહીં કે નોળિયો પણ શિકારી છે. એનું ધ્યાન જાય તે કોઈ બચ્ચાંને છોડે નહીં. બે ચાર દિવસમાં તો નોળિયો જેટલાં બચ્ચાં કે ઈંડાં હતાં એ ખાઈ ગયો અને છેવટે બગલાઓએ વડનું ઝાડ છોડવું પડ્યું.