Hitopradeshni Vartao - 6 in Gujarati Children Stories by SUNIL ANJARIA books and stories PDF | હિતોપદેશની વાર્તાઓ - 6

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

હિતોપદેશની વાર્તાઓ - 6

6.

તો કાગડાએ આ પ્રમાણે વાત શરૂ કરી.

હરણ અને શિયાળની વાત તેણે શરૂ કરી.

એક જંગલની અંદર એક હરણ હતું. એ ખૂબ રૂપાળું અને ચપળ હતું. જોતજોતામાં છલાંગ મારી દૂર જતું રહેતું. એક શિયાળે એ હરણ જોયું. એને થયું કે આ હરણને મારો શિકાર બનાવું. આવું ઋષ્ટપુસ્ટ અને રૂપાળું હરણ છે તો તેનું માંસ કેવું મીઠું હશે?

શિયાળે તો હરણની પાસે જઈ કહયું કે હરણ ભાઈ, તમે મારા મિત્ર થશો? હરણ કહે "હું તમને ઓળખતો નથી. તમને ક્યારેય મારા આ વિસ્તારમાં ફરતા જોયા નથી."

શિયાળ કહે "હું તો અંદરના જંગલમાં બહુ દૂર રહું છું. એકલો પડી જાઉં છું અને મારે સારા મિત્રોની જરૂર છે. તમને ફરતા જોયા, ચપળતાથી ઘાસ ખાતા જોયા, છલાંગ લગાવતા જોયા. હું તો નીચે વેલા ઉપરથી દ્રાક્ષ પણ ખાઈ શકું એટલો કૂદી શકતો નથી. તમે મને કામ આવશો.

તમને હું જંગલની સારી સારી જગ્યાઓ બતાવીશ. આપણે સાથે ફરશું અને મજા કરશું. તમને હું ઉપયોગી થાય તેવા નવા નવા મિત્રો પણ કરાવીશ. "

હરણ કહે "આમ તો મારે ઘણા મિત્રો છે. પણ લાવો, થોડા વધારે મિત્રો કરું. દરેકની ખાસિયત અલગ અલગ હોય, દરેક માણસમાંથી કાઈંને કંઈ નવું જાણવા મળે તેમ દરેક પ્રાણીમાંથી પણ કાઈંને કંઈ શીખવા નહીં તો જોવા તો મળે જ. ચાલો, તો આપણે મિત્રો."

હરણ તો બહુ ભોળું હતું શિયાળની વાતમાં સહેજમાં આવી ગયું શિયાળ તો બહારથી સીધું દેખાતું હતું પણ અંદરથી લુચ્ચું હતું. તેને સ્વાર્થ હતો કે પોતે આ હરણને મારી ખાવું હોય તો તેનું વજન કે તેની ચપળતા સામે પોતે ક્યાંય આવી શકે નહીં. એકલા આ હરણને મારવા જાય તો હરણ તેના પંજાથી શિયાળને ચત્તું પાટ પાડી દે અને પોતે પાછળ દોડે તો હરણ તો ક્યાંય ઝડપે છલાંગ લગાવી દોડી જાય. તેની સાથે બળથી નહીં પણ કળથી કામ કરવું પડશે. આવું સરસ હરણ અને આવું મીઠું માસ ખાવું હોય તો થોડી તો મહેનત કરવી પડે.

બન્ને મિત્રો, હરણ અને શિયાળ, શિયાળના વિસ્તારમાં ફરવા લાગ્યા. હરણ પોતાનો વિસ્તાર મૂકી દૂર સુધી જવા લાગ્યું. તેઓ નવા નવા મેદાનો ગોતતા, નવા ઝાડ ગોતતા, સસલા નોળીયા જેવા પ્રાણીઓની મૈત્રી કરતા.

એક વાર બંને એક ઝાડ નજીકથી પસાર થતા હતા ત્યારે ઝાડ પર બેઠેલા એ હરણના મિત્ર કાગડાએ તેમને જોયા. કાગડો તો હરણનો મિત્ર હતો. તેના મગજમાં ખતરાની ઘંટી વાગી. તેને થયું આ ભોળા હરણને લુચ્ચા શિયાળે ફસાવ્યું છે. અજાણ્યાની સાથે તરત બહુ ગાઢ મૈત્રી જલ્દીથી ન કરી લેવાય. તેનો શું સ્વાર્થ હશે, તે કેવો હશે તે કેમ ખબર પડે? હવે આ ભોળું હરણ ફસાઈ તો ગયું છે. મારે તેને છોડાવવું પડશે. કાગડાએ તરત હરણને પૂછું "અરે હરણભાઈ, આજે તો આટલું બધું મોડું? મને તમારી ચિંતા થતી હતી. આ તમારી સાથે કોણ છે?"

હરણ કહે "આ મારો નવો મિત્ર શિયાળ છે. મને નવા મિત્રો બનાવવાનો શોખ છે. એ બહુ હોશિયાર છે. ઘણી સુંદર સુંદર વાતો કરે છે. આજે હું એને આપણા જંગલમાં ફરવા લઈ ગયો હતો એટલે જરા મોડું થયું." "હરણભાઈ, દોસ્તી કરવી સારી વાત છે પણ અજાણ્યા સાથે એકદમ ગાઢ દોસ્તી કરવી યોગ્ય નથી. તમે એના વિશે કાંઈ જાણતા નથી. એકદમ એની વાત માની એને દોસ્ત બનાવી ઘેર રહેવા લઈ આવ્યા એ યોગ્ય લાગતું નથી. આવી જ ભૂલ એક ઘરડા ગીધે કરી હતી. એની ખરાબ હાલત થઈ હતી. એ ખબર છે ?" કાગડાએ કહ્યું.

"શું હાલત થઈ હતી?" હરણે પૂછ્યું.

કાગડાએ ઘરડા ગીધની વાત શરૂ કરી.