Hitopradeshni Vartao - 3 in Gujarati Children Stories by SUNIL ANJARIA books and stories PDF | હિતોપદેશની વાર્તાઓ - 3

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

હિતોપદેશની વાર્તાઓ - 3

3.

તો કબૂતરનો રાજા દુઃખી મુસાફર ની વાત આગળ ચલાવતાં કહે છે કે પોતે એક દિવસ ઉડતો ઉડતો જતો હતો એમાં એક જંગલમાં જઈ ચડ્યો. તેની નજર એક તળાવ ઉપર પડી. તે ત્યાં પાણી પીવા ઉતર્યો. થોડું પાણી પીધું ત્યાં તેની નજર એક સિંહ પર પડી. તે ઘરડો હતો અને શિકાર શોધી રહ્યો હતો. કબૂતરો નો રાજા ઝડપ થી ઉડી બાજુના ઝાડ પર બેસી ગયો. થોડી વારમાં દુરથી માણસોનો અવાજ આવ્યો. સિંહ સામે કાંઠે જઈ બેસી ગયો. સિંહ પાસે સોના જેવું કંઈ ચમકતું હતું. કબૂતરના રાજાએ નજીક જઈ જોયું તો તે કુશ એટલે કે એક પ્રકારના ઘાસ જેવું હતું અને તેને ગોળ ટુકડો હતો જે પ્રકાશમાં સોના જેવો પીળો ચમકતો હતો. એ ચમકતો ટુકડો મોં માં લઈને સિંહ કિનારે બેસી ગયો. અને માણસોને આવવાની રાહ જોવા લાગ્યો. હકીકતમાં સિંહ ઘરડો થઈ ગયો હતો તેનામાં શિકારની શક્તિ નહોતી પણ એના હાવભાવ પરથી એ ખૂબ ચાલક લાગ્યો. જેવા યાત્રાળુ દેખાયા કે તેણે બૂમ મારી "અરે ભાઈ, આ તમારું સોનાનું કંગન લેતા જાઓ."

બીજા બધા તો આગળ નીકળી ગયા પણ પહેલા યાત્રીથી રહેવાયું નહીં એટલે તે સિંહની નજીક ગયો.

"અરે, આ ઘરડો સિંહ બિચારો ભૂખ્યો બેઠો છે. કેવો પ્રમાણિક છે? એના હાથમાં સોનાનું કંગન છે પણ બીજાને આપી દેવા માગે છે! સોનાનું કંગન લેવા એ પણ સિંહ પાસે આવ્યો. કંગન સિંહ પાસે ક્યાંથી આવ્યું એ વિશે તેને કંઈ શંકા થઇ નહીં. શરૂઆતમાં સમજાવું જોઈતું હતું કે લુચ્ચા પ્રાણીઓ પાસેથી ગમે તેટલો લાભ મળતો હોય પણ તેની પાછળ કોઈને કોઈ ખતરો છુપાયેલો હોય છે. લોભમાં યાત્રી આ સમજતો નહોતો. તેણે વિચાર્યું કે ધન કમાવા માટે જોખમ તો ઉઠાવવું જ પડે. ચાલો આજે આપણે લાભ લૂંટીએ. તેણે સિંહ પાસે જઈ પૂછયું," તો જંગલના રાજા, એ બતાવો કે તારી પાસે આ સોનાનું કંગન આવ્યું કઈ રીતે?"

સિંહ ઘરડો હતો પણ એમ તો ચતુર હતો. એણે પહેલેથી તૈયાર કરેલો જવાબ કહ્યો.

" શું કહું ભાઈ, મારો સ્વભાવ જ હિંસક. મથરાવટી મેલી. ઉંમર તો એમ જ શિકાર કરવામાં વહી ગઈ. આખી જિંદગી બીજાને મારીને જ મારું પેટ ભર્યું. ભગવાને મારા નસીબમાં આવું જ લખ્યું છે. પણ આજે ઘડપણના દિવસો આવ્યા. હું શિકાર શોધવા જતો હતો કોઈ બાઈ મરેલી મળેલી. મને તેનું કંગન મળ્યું. હું તો લઈ આવ્યો. તમારે જોઈએ તો તમે લઈ જાઓ. મારે શું કામ હોય? હું ઘરડો છું. મારી પાસે જીવવાના પણ ઓછા દા'ડા છે. મારે તો બસ, કોઈ શિકાર ખાવામાં મળે એટલે પૂરું. સુવર્ણ કંગનને હું શું કરું? આ જુઓ, હું તો પૂજાપાઠ પણ કરું છું. હવે દાન પણ કરું છું.

યાત્રી કહે " હું કઈ રીતે માનું કે તું દાન કરે છે? આની પાછળ તારી કોઈ ચાલ તો નથી ને?"

સિંહ કહે " શું કહું, હું તમને સિંહ એટલે ભયંકર હોઈશ એમ લાગું છું. એટલે કોણ મારી પર વિશ્વાસ કરે ? બધા એમ જ સમજે કે હું પ્રાણી ખાઈને જીવું છું એટલે હું લોભી પણ હોઈશ. પણ એવું નથી. આ સોનાનું કંગન હું દાન આપવા ઈચ્છું છું. તું મારી નજીક આવ્યો તો એ હવે તારું. લઈ જા. હું મારો શિકાર શોધી મારું પેટ ભરી લઈશ. "

યાત્રીએ તો એ કંગન લેવા સિંહની નજીક આવવાનું વિચાર્યું. થોડું વિચાર કરતાં તેને લાગ્યું કે 'આમાં કાંઈ જોખમ જેવું નથી. ચાલો લઈએ સુવર્ણ. સુવર્ણ કંગન હશે તો મારાં કેટલાં બધાં કામ થઈ જશે! '

એમ વિચારી યાત્રી નજીક જવા લાગ્યો તેને થયું આ ઘરડા સિંહ થી કોઈ રીતે બીવા જેવું નથી.

સિંહે કહ્યું "કંગન પર કદાચ પેલી સ્ત્રીના લોહીના ડાઘ છે. કંગનને હું ધોઈ અને તમને આપું. તે તળાવમાં કંગન મોમાં લઈ ઉતર્યો.

યાત્રીએ તેની પાછળ પોતાના કપડાં કાઢી તળાવમાં છલાંગ લગાવી. તે જેવી છલાંગ લગાવે તેવા તેના પગ એ તળાવના કાદવમાં ફસાઈ ગયા. પહેલાં તો એને થયું કે હું જોર કરી બહાર નીકળી જઈશ. એ જેમ જેમ જોર કરતો ગયો તેમ તેમ વધારે ઊંડો ખૂંચતો ગયો. તેણે "બચાવો, બચાવો" બૂમ પાડી પણ તેના સાથીઓ તો આગળ નીકળી ગયેલા.

સિંહે કહ્યું "હા..હા..હા... તું તો ફસાઈ ગયો છે. હવે તો તું મહેરબાની કરીને મારી નજીક આવ."

"અરે ભાઈ, મને બહાર કાઢો ને ?" યાત્રીએ કહ્યું. સિંહે યાત્રી તરફ ઝાપટ મારી.

"અરે અરે, તું મને ખાઈ જશે? તું તો ભક્ત છે. તારું દાન કોણ સ્વીકારશે? આ નવું પાપ કરીશ? તું તો સારો ભક્ત છે તે તેં જ કહ્યું. "

યાત્રી આજીજી ભર્યા સ્વરમાં તેને વિનવવા લાગ્યો.

" હા. હું ભક્ત છું પણ પહેલાં હું સિંહ છું. ભૂખ્યો છું. હું તો કાલનો ભૂખ્યો છું. ઘરડો છું. કોઈને ફસાવું નહીં તો શિકાર કેવી રીતે કરું? ચાલ , તું મારો શિકાર છો. કાદવમાંથી તું નીકળી શકીશ નહીં."

એમ કહી સિંહે તરાપ મારી યાત્રીને મારી નાખ્યો.

હવે ગુરુજીએ કહ્યું "કુમારો, જેવી રીતે ગાયના દૂધમાં મીઠાશ હોય છે તેવી રીતે હિંસક પાણીના લોહીમાં હિંસા છુપાયેલી હોય જ છે. તેની પર ક્યારેય વિશ્વાસ મૂકી શકાય નહીં.

સમજદાર માણસે ખોટી લાલચમાં ફસાવા પહેલા બુદ્ધિથી વિચારવું જોઈએ.

એને યોગ્ય લાગે તો પણ લાલચથી દૂર રહેવું જોઈએ. બિનજરૂરી લાભ મેળવવા જતાં આ લાભ કેવી રીતે મળ્યો તે શાંતિથી વિચારી પછી જ આગળ વધવું જોઈએ.