Hitopradeshni Vartao - 18 in Gujarati Children Stories by SUNIL ANJARIA books and stories PDF | હિતોપદેશની વાર્તાઓ - 18

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

હિતોપદેશની વાર્તાઓ - 18

18.

વિષ્ણુ પંડિત રોજ રાજકુમારોને જ્ઞાન સાથે ગમ્મત આપતી વાર્તાઓ કહે છે. રાજકુમારો રમતિયાળ સ્વભાવના હોવા છતાં વાર્તાઓમાં રસ પડતો હોવાથી ધ્યાનથી વિષ્ણુ પંડીત ને સાંભળે છે. વાર્તાઓ સમજે છે અને તેમાંનો બોધ ગ્રહણ કરે છે. પંડિતજીએ ચતુર સસલાની વાર્તા કહી.

એક જંગલમાં ભાસુરક નામનો સિંહ રહેતો હતો. એ જંગલનો રાજા હતો એટલે ખૂબ જ અભિમાની પણ મૂર્ખ હતો. પ્રજાનું રક્ષણ કરવાની બદલે એ પોતાના ખોરાક માટે મન ફાવે એ પ્રાણીને મારી નાખતો. એની નજર ચડે એને મારી નાખે. પછી ભલેને પેટ ભરેલું હોય! આથી પ્રાણીઓ ત્રાસી ગયાં હતાં. તેનો સામનો કોણ કરે? સહુ ચૂપચાપ એનો ત્રાસ સહી લેતાં. સિંહ તો દિવસે દિવસે વધારે જુલમી બનતો ગયો. હવે એનો ત્રાસ એટલો વધી ગયો કે એક દિવસ જંગલના બધા પ્રાણીઓની સભા મળી. તેઓએ જંગલ છોડી બીજે રહેવા જવાની વાત કરી પણ કોઈએ કહ્યું કે સિંહ પાછળ પાછળ એ બીજા જંગલમાં આવે તો?

સૌ ચૂપ થઈ ગયા અને વિચારવા લાગ્યા. હવે શું કરવું ?

બે-ચાર મોટી ઉંમરના બુદ્ધિશાળી પ્રાણીઓની સલાહથી એવો ઠરાવ થયો કે બધાએ સિંહ પાસે જઈ કહેવું કે એના ખોરાક માટે વારાફરતી દરેક જાતિનું એક એક પ્રાણી સામે ચાલીને એની ગુફામાં આવી જશે. એ સિવાય બીજો રસ્તો નથી. બધા સાથે મળીને સિંહ પાસે ગયા અને ઉપર મુજબની વિનંતી કરી.

"હે મહારાજ? તમે આરામ થી રોજ તમારા ખોરાક માટે ગુફામાં બેઠા રહો. તમને ગુફામાં જ શિકાર મળશે એટલે બહાર શિકાર કરવા જવાની દોડધામ માંથી પણ મુક્તિ મળશે. તમે અમારી વિનંતી સ્વીકારો." શિયાળે મૂર્ખ સિંહના મગજમાં આ વાત ઉતારી. પોતાની રીતે મીઠાશથી પોતાની રજૂઆત કરી. સિંહ માની ગયો. રોજ સવારે વારાફરતી એક એક પ્રાણી સિંહની ગુફામાં પોતાની મેળે પહોંચી જાય. સિંહ તેને મારી ભોજન કરી ગુફામાં પડી રહે. એને તો મોજ પડી ગઈ.

આ તરફ શાંતિ સ્થપાઈ પરંતુ જેનો વારો આવે એના કુટુંબ માટે એ દિવસ અંધકાર ભર્યો રહેતો. સામે ચાલીને મૃત્યુ લેવું અને ચૂપચાપ પોતાની જાત ખાવા માટે સોંપી દેવી એ સહેલું ન હતું.

એક દિવસ એક સસલાનો વારો આવ્યો. એ બહુ હોશિયાર હતો. એણે વિચાર કર્યો કે આજે મોત નક્કી છે તો એક પાસો ફેંકી જોઈએ. પોબાર પડે તો આપણો જીવ બચી જાય અને બધાનો છુટકારો થાય. એ જાણીજોઈને અત્યંત ધીમે ધીમે સિંહની ગુફા તરફ જવા લાગ્યો. એને પહોંચતા ઘણું મોડું થયું. એને જોઈ સિંહે રાડ પાડી "કેમ ક્યાં મરી ગયો હતો ? આટલું મોડું કેમ થયું છે? મને કેટલી ભૂખ લાગી છે?"

"મહારાજ, હું તો ક્યારનો આવી ગયો હતો પણ રસ્તામાં તમારો કોઈ નવો દુશ્મન આવ્યો. એણે મને રોકી લીધો."

" નવો દુશ્મન? કોણે હિંમત કરી મારા શિકારને અટકાવવાની ?"

"મહારાજ ,આતો કોઈ નવો સિંહ આવ્યો છે. બાજુના જંગલમાંથી આવ્યો લાગે છે. હું તો એને જોઈને ડરી ગયો. એ તમારા થી પણ મોટો અને બળવાન છે. એણે મને ઝડપી લીધો. એ કહે કે હું જંગલનો રાજા છું અને તું મારી પાસે આવે છે. મહારાજ, મેં તો કહ્યું કે એમ ન આવું

આપણી પ્રજાના ઠરાવ વિશે પણ કહ્યું પણ એણે તમારે માટે ન કહેવાના શબ્દો કહ્યા. શું કરવું?" એ સિંહ એક તો ભૂખ્યો હતો એમાં સસલાએ મસાલો ભરી વાતો કરી. સિંહનો ગુસ્સો સાતમે આસમાને પહોંચી ગયો.

" મહારાજ, મારાથી કહેવાય એમ નથી. એણે તમને ડરપોક કહ્યા. નમાલા કહ્યા. બાયલા કહ્યા.

એક સંદેશો પણ મોકલ્યો

તમારા માટે."

"શું સંદેશો છે?"

" એણે કહ્યું કે આજથી તમે જંગલના રાજા નથી. તાકાત હોય તો મને હરાવી જાઓ."

"શું ? એની એ હિંમત?"

"હા મહારાજ. એણે તમને બહુ ગાળો આપી."

" એની એ મજાલ? લાગે છે મરવાનો થયો છે."

"ચાલો મહારાજ, તમને તેની પાસે લઈ જાઉં." કહેતાં સસલું દોડવા માંડ્યું. પાછળ ક્રોધમાં ગાંડો બનેલો સિંહ પણ દોડવા લાગ્યો. સસલું આગળ ગયું. એણે ઊંડા કુવા પાસે રહી કહ્યું કે રહ્યો દુશ્મન." સસલો સિંહને કુવામાં જોવા કહી રહ્યો.

સસલું ત્યાં જ અટકી ગયું.

"ક્યાં છે એ દુશ્મન? સામનો કર.

એને હું રાજા બનાવી લઉં." કહી સિંહે પૂંછડી ઊંચી કરી કુવામાં જોયું ત્યાં અંદર બીજો સિંહ આમતેમ જોતો મળ્યો. "મારા માલિકીના કુવામાં રહે છે? હું આવું છું ત્યારે." સિંહે ત્રાડ પાડી. કૂવામાંથી પડઘો પડ્યો.

" મહારાજ, તમારાથી ડરીને એ કુવામાં સંતાઈ ગયો લાગે છે. એને પૂરો જ કરી નાખો." એમ કહી સસલાએ સિંહને પાનો ચડાવ્યો.

એ છલાંગ મારી કુવાના થાળા પર ચડી ગયો.અંદર ડોકિયું કરી જોયું તો પોતાનું જ પ્રતિબિંબ દેખાયું. મૂર્ખ સિંહ સમજયો કે આ દુશ્મન છે. તેણે ગર્જના કરી. કૂવામાંથી તેનો સામો પડઘો પડ્યો.

" જુઓ મહારાજ, એ તમને યુદ્ધ માટે લલકારી રહ્યો છે." સસલાએ સિંહને ફરી પાનો ચડાવ્યો. સિંહે છેલ્લી ત્રાડ મારી અને યુદ્ધ કરવા કુવામાં કુદી પડ્યો.

આમ મૂર્ખ સિંહનો અંત આવ્યો અને ચતુર સસલાએ આખા જંગલને તેના ત્રાસમાંથી મુક્ત કર્યું.