Hitopradeshni Vartao - 14 in Gujarati Children Stories by SUNIL ANJARIA books and stories PDF | હિતોપદેશની વાર્તાઓ - 14

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

હિતોપદેશની વાર્તાઓ - 14

14.

આ રીતે હાથીને મારી નાખી બધાં પ્રાણીઓ ત્રાસ મુક્ત થયાં. ઉંદરની આ વાત સાંભળી બધામાં હિંમતનો સંચાર થયો. "ચાલો ત્યારે, આપણે બનતી ઉતાવળે અહીંથી નીકળી જઈએ અને કોઈ સલામત રહેઠાણ શોધીએ." કાગડાએ પ્રસ્તાવ મૂક્યો.

"ચાલો પહેલા પેટ ભરીને ખાઈ પી લઈએ પછી નીકળીએ." ઉંદરે કહ્યું.

બધા ત્યાંથી નીકળવાની તૈયારીમાં લાગી ગયા. થોડીવારમાં કાગડો, એની પાછળ ઉંદર અને એની પાછળ કાચબો નીકળી ગયા. કાચબાને આગળ જવા દીધો. છેલ્લે હરણ નીકળ્યો. બધા ઝડપથી ચાલતા ચાલતા દૂર નીકળી ગયા.

હવે થોડો થાક લાગ્યો. એટલામાં એક ઝરણું દેખાયું એટલે બધા ત્યાં પાણી પીવા અટક્યા. હરણ અને ઉંદર ઝાડીમાં ખોરાક શોધવા ગયા. કાગડો આગળ ઊડ્યો. બન્યું એવું કે બીજા આવે તે પહેલાં એક શિકારી ત્યાં આવી પહોંચ્યો. એ પાણી પીતો હતો ત્યાં છિછરા પાણીમાં એની નજર કાચબા પર પડી. એણે છલાંગ મારી કાચબાને પકડી લીધો અને એને ધનુષ્યની દોરી સાથે લટકાવી દીધો. શિકાર ઝડપાયો એટલે તે ઝડપથી પોતાના ઘર તરફ જવા લાગ્યો.

હવે હરણ ઉંદર અને કાગડો ત્યાં આવી ગયા પણ કાચબા દેખાયો નહીં. "કાગડાભાઈ, તમે જરા આગળ ઝડપથી જાઓ." હરણે કહ્યું.

" ભલે, તમે અહીં રહો. હું હમણાં જ આવું છું" કહી કાગડો આગળ ઊડ્યો. થોડીક વારમાં નદી કાંઠે પહોંચ્યો ત્યાં એની નજર શિકારી પર પડી. એના ધનુષ્ય પર કાચબો લટકતો છટપટાતો હતો. એને ધ્યાનથી જોયું તો હજી તે જીવતો હતો.

તરત એ ઉડીને પોતાના મિત્રો પાસે આવ્યો અને વિસ્તારીને વાત કરી. કાચબો ફસાઈ ગયાની વાત સાંભળી ઉંદર તો રડવા માંડ્યો. "અરે રે, આ શું થયું? આજે હું ખૂબ જ દુઃખી થયો. સાચા મિત્રના વિયોગનું દુઃખ આકરું હોય છે. કાચબા ભાઈ તો આપણા બધા ના સારા મિત્ર છે. એને શિકારીના હાથમાંથી છોડાવવા જોઈએ."

ઉંદરે કહ્યું.

"આપણે હવે ગમે તેમ કરીને બચાવી લેશું તો પણ આ માટે કોઈ યુક્તિ શોધી કાઢો. ને આપણા બધામાં તારી બુદ્ધિ સૌથી તેજ છે અને તું કહેતો હતો કે ગમે એટલી ભયંકર મુસીબત આવે, ધૈર્ય છોડવું જોઈએ નહીં." કાચબા એ ઉંદરને કહ્યું. એની વાત સાંભળી ઉંદર વિચારવા લાગ્યો. ઝડપથી યુક્તિ શોધવા માંડ્યો. થોડી જ વારમાં એના ભેજામાં એક યોજના તૈયાર થઈ ગઈ. "કાગડાભાઈ, મેં તમને પહેલાં હરણની વાત કરી હતી ને ? એ યોજના અમલમાં મૂકીએ."

" કેવી રીતે ?"

"આપણું હરણ હાજર છે. હરણ ભાઈ, તમે એને આડાઅવળા રસ્તે શિકારી જે રસ્તા પર થઈને જાય એની આગળ પહોંચી જાવ. ત્યાં તમે મડદું બનીને પડી રહેશો અને કાગડાભાઈ, તું એના શરીર પર બેસી એની આંખ ખાતો હો તેવો દેખાવ કરજે. હરણને જોઈને શિકારી એને ઉચકવા ધનુષ નીચે મૂકશે એ હરણને લેવા જાય એટલી વારમાં હું કાચબાનું બંધન કાપી નાખીશ. પછી આપણે આમતેમ ભાગી જશું. દોરી તો હું કાપી નાખીશ એટલે શિકારી હરણને બાણ મારી નહીં શકે."

" વાહ, કહેવું પડે." સૌએ ખુશ થઈ કહયું.

હવે ત્રણેય જણા ઉપડ્યા. શિકારી આરામથી પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો એટલે બહુ દૂર ગયો નહોતો. તેની પાછળ પહોંચ્યા પછી હરણ ફંટાઈને શિકારીની આગળ પહોંચી ગયું અને રસ્તાની વચ્ચોવચ પગ ફેલાવી પડ્યું. દૂરથી કોઈ જુએ તેમ સમજે કે હરણ મરી ગયું છે. ઉપરથી કાગડો આવી તેના શરીર પર બેઠો.

થોડીવારમાં શિકારી નજીક આવી પહોંચ્યો. એણે હરણને જોયું. એ જોતાં એના પેટમાં ભૂખ ઊઘડી, એના મોમાં પાણી આવ્યું.

"આ કાચબાથી તો પેટ ન ભરાય એટલે આ હરણનો શિકાર કરું. એનું ચામડું પણ વહેંચીને પૈસા મળશે." શિકારીએ ખુશ થતા વિચાર્યું.

કાચબો બાંધ્યો હતો એ ધનુષ્ય બાજુ પર મૂક્યું અને હરણ તરફ ગયો. ઉંદરે તે જોયું. તરત જ તેણે કૂદીને કાચબા પાસે આવીને થોડીવારમાં તેના બંધન કાપી નાખ્યાં. શિકારી માંડ થોડાં ડગલાં ગયો હશે ત્યાં ઉંદર અને કાચબો બાજુની ઝાડીમાં સરકી ગયા. દૂરથી કાગડાએ બંનેને ભાગતા જોયા એટલે હરણના શરીર પરથી ઉડ્યો એ સાથે હરણ પણ ઊભું થઈ વેગથી ભાગી છુટયું. શિકારીએ હરણને પકડવાની કોશિશ કરી પણ એમ હરણ હાથમાં આવે?

શિકારી બાણ ઉપાડવા ગયો પણ કાચબો પણ ગાયબ અને ધનુષ્યની દોરી પણ તૂટેલી. શિકારીને કોઈ સમજ પડી નહીં. બધા શિકાર હાથમાંથી ગયા. તે બેસી ગયો. મિત્રો ભેગા થઈ ગયા. બધા ખુશીથી નાચવા લાગ્યા.

આનું નામ સાચી મિત્રતા, જે લાભદાયી નીવડે. "

મિત્રતા વિશેના લાભ આમ ગુરુજીએ દ્રષ્ટાંત સાથે રાજકુમારોને કહી સંભળાવ્યા. રાજકુમારો બોલ્યા " ગુરુજી, તમારી વાતો સાંભળી અમને બહુ આનંદ આવ્યો અને અમે જ્ઞાનની ઘણી વાતો સમજ્યા. એ પહેલાં અમે ઘણું ભણ્યા પણ આ વાતો સમજાતી ન હતી. તમે આવી જ બીજી વાતો અમને કહી સંભળાવો." ગુરુજી હસીને બોલ્યા "વહાલા કુમારો, એટલા માટે તો તમને હું લઈ આવ્યો છું મેં જે વાર્તાઓ કરી તેમાંથી તમે જે બાબતો સમજ્યા એ બરાબર યાદ રાખજો. અને વખત આવે ત્યારે એનો ઉપયોગ જીવનમાં કરજો તો તેનો લાભ મળશે. સાચો વિદ્વાન માણસ એ છે જે જ્ઞાન પ્રાપ્ત કરે એને અમલમાં મૂકે.