CHANDR DIVAS in Gujarati Moral Stories by Jagruti Vakil books and stories PDF | ચંદ્ર દિવસ

Featured Books
Categories
Share

ચંદ્ર દિવસ


ચંદ્ર દિવસ

સમગ્ર વિશ્વ માટે આજના દિવસનું વિશેષ મહત્વ છે. આ દિવસે 1969 માં નીલ આર્મસ્ટ્રોંગે પ્રથમ વખત ચંદ્ર પર ઉતરાણ કર્યું હતું. આથી,1971 થી રાષ્ટ્રીય ચંદ્ર ઉતરાણ દિવસની ઉજવણી કરવામાં આવે છે.આજનો દિવસે સમગ્ર વિશ્વ માટે વિશેષ મહત્વ ધરાવે છે. 1969માં ચંદ્ર ઉતરાણ દરમિયાન લોકોએ આ મિશનનું લાઇવ ટેલિકાસ્ટ જોયું હતું. આ મિશનની સફળતા બાદ નાસાએ ઉતરાણનું “અત્યાર સુધીની એક માત્ર મોટી તકનીકી સિદ્ધિ” તરીકે તેનું વર્ણન કર્યું હતું.

માનવીએ પ્રથમ વખત 1969 માં આ દિવસે ચંદ્ર પર પગ મુક્યો હતો. મહત્વનું છે કે, 20 જુલાઈ 1969 માં એપોલો સ્પેસ ફ્લાઇટની મદદથી કમાન્ડર નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પગ મુક્યો હતો. જે સમગ્ર વિશ્વ માટે મહત્વની સિધ્ધિ છે.

પ્રથમ ચંદ્ર ઉતરાણની વર્ષગાંઠના સન્માન માટે તત્કાલીન યુએસ રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સન દ્વારા 1971 માં રાષ્ટ્રીય ચંદ્ર દિવસની ઘોષણા કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષ 20 જુલાઈને ચંદ્ર ઉતરાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મહત્વનું છે કે વર્ષ 1969 માં આ દિવસે માનવીએ પ્રથમ વખત ચંદ્ર પર પગ મુક્યો હતો.આ ચંદ્ર મિશનમાં 1969 માં અમેરિકાનાં વૈજ્ઞાનિક નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્રની સપાટી પર પ્રથમ ક્રૂ લેન્ડિંગ કર્યું હતુ, ઉપરાંત કોલિન્સ અવકાશયાત્રી હતા જેમણે ચંદ્રની આસપાસ એપોલો 11 દ્વારા ઉડાન ભરી હતી. નીલ આર્મસ્ટ્રોંગ એ દુનિયાના પ્રથમ વ્યક્તિ હતા કે જેમણે ચંદ્રની ધરતી પર પગ મુક્યો હોય.

આજથી બરાબર 54 વર્ષ પહેલા ચંદ્ર પર જવાની કવિઓ અને લેખકોની કલ્પનાને વૈજ્ઞાનિકોએ સાકાર કરી બતાવી હતી અને અવકાશ વિજ્ઞાનના ઈતિહાસની એક ગૌરવપૂર્ણ ક્ષણ સર્જાઈ હતી. 16 જુલાઈ 1969ના રોજ અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ સ્થાનિક સમય અનુસાર બપોર 1:32 વાગ્યે એપોલો-11 મિશન અંર્તગત એપોલો-11નું પ્રક્ષેપણ કર્યું હતું. તે 12 મિનિટ બાદ પોતાની કક્ષામાં પહોંચ્યું હતું અને 4 દિવસ પછી 5 લાખ કિમીનું અંતર કાપીને અવકાશયાત્રીઓ ચંદ્ર પર પહોંચ્યા હતા. 20 જુલાઈ 1969ના રોજ ધરતીવાસીઓ પ્રથમ વખત ચંદ્ર પર પહોંચ્યા હતા. નીલ આર્મસ્ટ્રોંગ, બજ ઑલ્ડ્રિન અને માઈકલ કોલિન્સ નામના અવકાશયાત્રીઓ ચંદ્ર પર પહોંચ્યા તે અવકાશ વિજ્ઞાનના ઈતિહાસની સૌથી ગૌરવપૂર્ણ ક્ષણો હતી. સમાનવ મૂન મિશન અમેરિકા અને ખાસ તો સ્પેસ એજન્સી નાસાનું આયોજન હતું પરંતુ તે સિદ્ધિની રીતે સમગ્ર માનવ જાતની સિદ્ધિ કહી શકાય..

એપોલો-11 મિશને એસ્ટ્રોનટ્સ અને અંતરિક્ષ વિજ્ઞાનના રસિકોમાં જીજ્ઞાસા જગાવી હતી. 19 જુલાઈના રોજ યાને ચંદ્રમાની કક્ષામાં પ્રવેશ કર્યો હતો. રેંજર-8 અને સર્વેયર-5 સર્વેક્ષણ યાનોએ ઉતરાણ માટેના ક્ષેત્રનો તુલનાત્મક અભ્યાસ કર્યો હતો અને અન્યની સરખામણીમાં ઉતરાણ માટે સપાટ વિસ્તાર નક્કી કર્યો હતો.20 જુલાઈના રોજ રાતે 08:17 કલાકે કમાંડર નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્રની ધરતી પર પ્રથમ પગ મુક્યો હતો અને તેના 6 કલાક બાદ 21મી જુલાઈએ રાતે 02:56 વાગ્યે તેમના સાથી ઑલ્ડિને ચંદ્ર પર ડગ માંડ્યા હતા. બંને ચંદ્રની સપાટી પર 3 કલાક સુધી રોકાયા હતા. જ્યારે ત્રીજો સાથી કોલિન્સ યાનમાં ભ્રમણ કક્ષામાં ફરતો રહ્યો હતો.

આ અંતરિક્ષયાત્રી 24 જુલાઈના રોજ ચંદ્ર પરથી સલામત પૃથ્વી પર પાછા ફર્યા હતા. આ સાથે જ અમેરિકા ચંદ્ર પર મનુષ્યને મોકલનારો દુનિયાનો પ્રથમ દેશ બન્યો હતો. અવકાશયાત્રીઓ ચંદ્રની ખરબચડી સપાટી પરથી 21.5 કિલોગ્રામ માટી લાવ્યા હતા. તે માટી વિશ્વના વૈજ્ઞાનિકો અને સંશોધકોને સંશોધન માટે વહેંચવામાં આવી હતી.

પૃથ્વીથી સરેરાશ 3,84,400 કિમી. અંતરે આવેલા અને પૃથ્વીની આસપાસ દર કલાકે 3200 કિમી.ની ગતિથી ભ્રમણ કરતા, પૃથ્વીના સૌથી નજીકના પડોશી ચંદ્ર ઉપર પહોંચવા માટે ચંદ્ર-ટ્રેનની કલ્પના ફ્રેંચ નવલકથાકાર જૂલે વર્ને 1865માં કરેલી. તે પછીનાં 100 વર્ષમાં આ કલ્પના સાકાર કરવાનો યશ અગાઉના સોવિયેટ યુનિયન અને અમેરિકાને ફાળે જાય છે. સોવિયેટ યુનિયને સૌપ્રથમ 12 સપ્ટેમ્બર 1959ના રોજ લ્યૂના-2 નામનું યાન ચંદ્ર સુધી પહોંચાડ્યું. 1966માં લ્યૂના-9એ ચંદ્ર ઉપર હળવું ઉતરાણ કર્યું. 20 જુલાઈ 1969ના રોજ નીલ આર્મસ્ટ્રૉંગ અને ઍલ્વિન ઍડ્રિન નામના બે અમેરિકન અવકાશયાત્રીઓ ચંદ્રની સપાટી ઉપર ઊતર્યા અને ઘણી વૈજ્ઞાનિક માહિતી એકઠી કરવા ઉપરાંત ચંદ્ર ઉપરના ખડકોના નમૂના પણ સાથે લેતા આવ્યા. ચંદ્રની છેલ્લી મુલાકાત 1972માં અપૉલો-17ના યાત્રીઓએ લીધી હતી, જ્યારે 1970 અને 1972માં સોવિયેટ યુનિયને લ્યુનિખોદ રોવર નામનાં રોબૉટ-સંચાલિત અવકાશયાનો ચંદ્રની સપાટી ઉપર ઉતારી તેના નમૂના એકઠા કર્યા હતા. આજ સુધીમાં કુલ 12 માનવીઓ ચંદ્રની યાત્રા કરી આવ્યા છે.

ચંદ્ર પર પ્રથમ પગ મુકનાર અવકાશયાત્રીઓ અને એમને ત્યાં સુધી પહોચાડનાર વૈજ્ઞાનિકોની ટીમને આજે ચંદ્ર દિવસે અભિનંદન સહ અવકાશ ક્ષેત્રે સોનેરી ભવિષ્ય માટે શુભેચ્છાઓ.