Criminal Case - 7 in Gujarati Detective stories by Urvi Bambhaniya books and stories PDF | ક્રિમિનલ કેસ - ભાગ 7

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

ક્રિમિનલ કેસ - ભાગ 7

સવારનો કોમળ તડકો ધરા પર પોતાનું અસ્તિત્વ જમાવે છે. કુમળા કિરણો ઘરતી પર પડતાં જ પંખીઓ કલરવ કરતાં માળામાંથી ઊડી જાય છે. અને એક મધૂર સંગીત વાતાવરણમાં રેલાય છે.

અચાનક જ અલાર્મ વાગતા જ આચલની ઊંધ ઉડી ગઈ. તે ફોન હાથમાં લઈ અલાર્મ બંધ કરે છે અને સમય જુએ છે. સમય સવારનાં ૬:૦૦ વાગ્યાનો બતાવે છે.

“ચાલ... ચાલ.. આચલ આજે તો જવાનું છે રતનગઢ!! તૈયાર થઈ જા, જો થોડું પણ મોડું થયું ને તો ઓલાને એક મોકો મળી જશે સંભળાવવાનો.”ખુદની જ સાથે વાત કરતા તે નહાવા ગઈ.

***

“ઊભો થા એ કુંભકર્ણ.. ઊભો થા... ” અભય જોરથી વિવાનને હચમચાવી નાખે છે.

“એ જાને યાર... કેમ સવાર સવારમાં મારા સ્વપ્નોનો દુશ્મન બને છે? ”

“એ દુશ્મન વાળી... જો જલ્દી તૈયાર થઈને આપણે કોલેજ નથી પહોચ્યાં ને તો ત્યાં જે બે મહારાણી ઊભી હશે ; એજ તારી દુશ્મન બનશે. સમજ્યો? ”

“એ તો પહેલેથી જ નફરત કરે છે”

“તે કરેજ ને, પહેલેથી ઝધડા જ થાય છે તો શું કરવાનું”

“છોડ એ બધું, મને તૈયાર થવા દે. તારા લીધે મારે નથી સાંભળવું”

“અચ્છા.. જનાબ!! હવે મારા પર ઢોળી દેવાનું બધું.”અભય જોરથી ઓશીકું વિવાન તરફ ફેંકે છે. પરંતુ ત્યાં સુધી તે બાથરૂમનો દરવાજો બંધ કરી દે છે.

“નિશાનો સુધાર.”કહેતા તે બાથરૂમમાં જ હસવા લાગે છે. અહીં બહાર અભય પણ હસવા લાગે છે.

વિવાન નાહીને બહાર આવ્યો. તે ફક્ત ટાવેલમાં જ હોય છે.તે જલ્દી તૈયાર થાય છે અને અભય સાથે પોતાની કારમાં કોલેજ પહોંચે છે. બીજી તરફ નયન પણ પોતાની કાર લઈ કોલેજ પહોંચે છે. આચલ અને પીહું, આચલની સ્કુટી પર કોલેજ પહોંચે છે. આચલ સ્કૂટી કોલેજમાં જ પાર્ક કરે છે અને બાકી લોકો પાસે આવે છે.

ત્યાં સુધીમાં જ વિવાન અને અભય કારમાંથી બહાર આવે છે.સુંદર અને આકર્ષક ચહેરો, ટ્રીમ કરેલી દાઢી, સેટ કરેલા વાળ, ચુસ્ત કસાયેલું શરીર અને આંખો પર ચશ્મા એનાં લુકને વધુ સ્યુટ કરતાં હતાં. એને જોઈ ભાગ્યે જ કોઈ છોકરી તેની તરફ ના આકર્ષાય. જોકે આજ સુધી એવું બન્યું પણ નહોતું કે એ કોઈ છોકરી સામે એક નજર જોઈ અને તે ધાયલ ના થાય. વિવાનએ બ્લેક ટાઈટ શર્ટ, બ્લેક કાર્ગો પેંટ, હાથમાં ઘડીયાળ પહેરેલી હોય છે. જેમાં તે ખુબજ સોહામણો લાગે છે. બે ઘડી આચલ તેને જોતી જ રહે છે. પર્વના ખોટી ઉધરસ ખાતા જ તે સભાન થાય છે.

અભય પણ સફેદ શર્ટ અને બ્લેક પેંટમા સુંદર લાગતો હતો. બન્ને ભલે મિત્રો હતાં પણ સંબંધ ભાઈ કરતાં પણ વિશેષ હતા. બન્નેની ચાલમાં એક અલગ જ અદા હતી. જોવા વાળા જોતાં જ રહી જાય.

“હેલ્લો ” વિવાન અને અભય સાથે બોલે છે.

“હેલો.. ગુડ મોર્નિંગ”આચલ અને પીહું સીવાય બધા બન્નેને વિષ કરે છે. ત્યાં જ પ્રિન્સિપાલ સર આવ્યા.

“સોરી બાળકો! અચાનક બસ કેન્સલ થઈ અને લાસ્ટ મોમેન્ટ પર તમે કાર લઈને આવ્યા તેના માટે આભાર”

“નો પ્રોબ્લેમ સર” વિવાનએ કહ્યું

“તો બધા તૈયાર છો ને? ”

“યેસ સર!! ”બધા સાથે બોલ્યા.

“હેપ્પી જર્ની”કહી સર પાછા પોતાની ઓફિસ તરફ વળે છે.

એક પ્યુન બધો સામન લઈને આવે છે અને કારની ડેકીમાં મુકવા લાગે છે. પર્વ અને અભય તેની મદદ કરે છે.બઘું પતાવી પ્યુન પાછો કોલેજમાં જાય છે.

“તો હવે કોણ કઈ કારમાં બેસે છે? ” અભયએ પૂછયું.

“હું, નયન, કામ્યા અને પર્વ તો સાથે જ આવ્યા છીએ તો અમે એક જ કારમાં રહીશું. આમપણ અમારો સામાન એમાં પહેલા જ મુકી દીધો છે તો હવે પાછો શીફ્ટ નથી કરવો. એક કામ કરો આચલ અને પીહુ તમે વિવાન અને અભય સાથે જ આવો.”

“નો વે!! હું આ વાંદરા સાથે નહીં આવું” પીહુ એ મોઢું બગાડ્યું.

“હું પણ આની સાથે નઈ જાઉં” આચલએ કહ્યું.

“તે મને વાંદરો કહ્યો? ખુદને જોઈ છે? છીપકલી!!! હુંહહહહહ.. ” અભય ચિડાઈને બોલ્યો.

ત્યાં જ વાની આચલ અને પીહુ ને સાઈડમાં લઈ જાય છે. “યાર... તમે સમજો ને અમને કપલ લોકોને આમ ફરવા જવાનો મોકો ક્યારે મળશે? શું કરવા કબાબમાં હડ્ડી બનો છો? પ્લીઝ આચલ સમજને.”

“હું એ લોકો સાથે નહીં જાઉં.”પીહુ પોતાના નિર્ણય પર અડગ રહેતા બોલી.

“અમે જશું ”આચલ કંઈ વિચારી બોલી.

“પણ.... ”

“બસ પીહુડી એ લોકો કપલ છે. આપણે આમ ડીસ્ટર્બ ના કરાય.”આચલ સમજાવતા બોલી

“થેંક્સ યાર” કહેતા તે નયનની કારમાં ગોઠવાઈ ગઈ.

આચલ અને પીહુ વિવાન ની કાર તરફ વળે છે. કારમાં જોતાં જ બન્ને શોક થઈ જાય છે.

***

કેમ આચલ અને પીહુ શોક થઈ જાય છે? એવું તેમણે કારમાં શું જોયું? કેવી હશે બધાની આગળની સફર? શું સફર સફળ થશે કે પછી ખોલશે કોઈ નવા રાઝ?

***

તમારા અમુલ્ય પ્રતિભાવ આપવા વિનંતી. તેમજ સ્ટીકર દ્વારા પ્રોત્સાહન આપવા વિનંતી. માને ઈન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો.
Insta ID - urvi_ misty_