Criminal Case - 11 in Gujarati Detective stories by Urvi Bambhaniya books and stories PDF | ક્રિમિનલ કેસ - ભાગ 11

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

ક્રિમિનલ કેસ - ભાગ 11

“તમેે કરી શું રહ્યા છો આટલા દિવસથી ઈન્સપેકટર. મને પરિણામ જોવે છે. એ સનકી માણસને જલ્દી પકડો. મારા પર ઉપરથી પ્રેશર આવે છે.” કમિશનર રાજેશ ચાવલાનો અવાજ આખી કેબીનમાં ગુંજી ઉઠ્યો.

“જી સર!! મે અમદાવાદ પુલિસ સાથે પણ વાત કરી લીધી છે. ત્યાં પણ શોધ ચાલુ છે. તે પહેલાં અમદાવાદમાં જ પકડાયો હતો અને તેનું ગામ પણ ત્યાંથી થોડે દૂર રતનગઢ છે. એટલે એ ત્યાં જરૂર જશે.” ઈન્સપેકટર અજયે કહ્યું

“જે કરવું પડે એ કરો. બે મર્ડર થઈ ગયા છે. એક અમદાવાદમાં અને એક મુંબઈ. આ પેટર્ન પહેલા જેવી જ છે એનો સીધો અર્થ છે કે સત્યવાન જ ખૂની છે. એટલે મને જલ્દી એ જેલમાં જોવે છે. ”

“જી સર”

“તમે જઈ શકો છો.”

“ઓકે સર!!” ઈન્સપેકટર અજય સેલ્યુટ કરી નીકળી ગયા પોતાના ઓફિસ પર જવા. અજય પોલીસ જીપમાં બેસી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોતાની કેબીનમાં ગયા. અજય એ બેલ વગાડી એટલે મોરે અંદર આવ્યો.

“મોરે મને વાની અને નયન બંન્ને ની કોલ ડિટેલ્સ જોવે છે અને એ પણ જલ્દી.”

“જી સર” કહી મોરે બહાર નીકળી ગયો પણ ઈન્સપેકટર અજય આંખો બંધ કરી કેસના વિચારોમાં ખોવાઇ ગયા.

***

(બે દિવસ પહેલા)

આચલ અને વિવાન જ્યારે રસોડામાં ગયા ત્યાં તેમને વાની લોહીથી ખરડાયેલી હાલતમાં મળી. હા! વાનીનું ખૂન થયું હતું. આ જોતાં જ આચલના મુખમાંથી એક ચીસ પાડી ગઈ અને તે રડવા લાગી

ત્યાં જ બાકીના પણ અવાજ સાંભળી કિચનમાં આવ્યા. ત્યાંનુ દ્રશ્ય જોઈ બધાને જ શોક લાગ્યો. પર્વની આંખમાં આંસુ આવી ગયાં. તે મનોમન જ વાની તરફ આકર્ષાયો હતો.પ્રિયતમાના ના મૃત્યુનું દુઃખ કોણે ન હોય. એકતરફી પ્રેમ ભરપૂર સુખ સાથ દુઃખ પણ લાવે છે.પર્વ ની હાલત પણ અત્યારે અમાસના દિવસે ચંદ્ર વગરના આકાશ જેવી હતી.

“મે પહેલાં જ કહ્યું હતું અહીયાં નથી જવું, પણ કોઈએ મારી વાત ના સાંભળી. આ ઓલા એ જ કર્યુ છે.” પીહુ રડતાં રડતાં બોલવા લાગી. અભય પીહુ ને સંભાળે છે અને પૂછે છે. “કોણ પીહુ? તું કોની વાત કરે છે અને કેમ તમારે અહીંયા નહોતું આવવું.”થોડા સમય માટે ત્યાં સુનકાર છવાઈ ગયો.

“સત્યવાન..! એ સત્યવાનની વાત કરી રહી છે. ” આચલ બોલી

“પણ એ કઈ રીતે હોઈ શકે? એતો જેલમાં છે.” પર્વએ કહ્યું.

“એ જેલમાં હતો..” કહેતા એક ઈન્સપેકટર કિચનની અંદર આવે છે.

“જેલમાં હતો મતલબ? ”આચલએ પૂછયું.

“તમે બધા પહેલાં બહાર હોલમાં જાવ. અમે અહીયાં બધી તલાશી લઈ લઈએ પછી વાત કરીશું.” કહેતા જ ઈન્સપેકટર એ પોતાની સાથે આવેલા બીજી લોકોને થોડું સૂચન આપી કામ કરવા કહ્યું. અને ફોરેન્સિક ટીમ તેના કામે વળગી. ઈન્સપેકટર ત્યાં આજુબાજુનું નિરિક્ષણ કરતાં હતાં ત્યાં જ તેમની નજર વાનીના હાથ પર ગઈ.
વાની ના કાંડા પર ક્રોસ (x) આવું નિશાન કરવામાં આવ્યું હતું. જે કદાચ કોઈ ચાકુ વડે કર્યા હોવાનું તેમણે અનુમાન લગાવ્યું.

બધા જ બહાર ચિંતામાં ઊભા હતાં. બધા જ ખૂની કોણ છે તેના પર વિચાર કરતા હતાં. પરંતુ વિવાન અને અભયને તેના વગર પણ ધણાં પ્રશ્નો મુંજવતા હતાં. થોડીવારમાં ઈન્સપેકટર બહાર આવ્યાં.

“હેલ્લો, મારું નામ ઈન્સપેકટર કરણ છે.”

“હેલ્લો ઈન્સપેકટર”વિવાન એ કહ્યું

“શું કોઈએ વાનીને આ તરફ આવતા અથવા તેની સાથે આ ઝપાઝપી થતાં જોઈ હતી? ”

“ના સર!!”બધા એક સૂરમાં બોલ્યા.

“સર તમે એમ કેમ કહ્યું કે સત્યવાન જેલમાં હતો?” આચલએ પૂછયું

“કારણકે તે હવે જેલમાં નથી.” આ સાંભળતા જ બધાના ચહેરાનો રંગ ઊડી ગયો સિવાય વિવાન અને અભય.

“જેલમાં નથી..? તો ક્યાં છે?

“એ જેલ તોડી ફરાર થઇ ગયો છે. મુંબઈ પોલીસ તેને શોધી રહી છે. મને પણ હમણાં જ ખબર મળ્યા. કારણ તેમને શક છે કે તે અહીયાં જરૂર આવશે. પણ હવે આ ખૂન પરથી તો એવું જ લાગે છે કે આ તેનું જ કામ છે.”

“તમે લોકો કોની વાત કરો છો? પ્લીઝ કંઈ સમજાય એવું બોલો.”અભય કંઈ ન સમજાતા તેણે પૂછ્યું.

ત્યાં જ આચલ એ વાત શરૂ કરી. “આ ચાર વર્ષ પહેલાંની વાત છે. સત્યવાન નામના એક સનકી વ્યક્તિએ ત્રણ મર્ડર કર્યા હતા. પોલીસ તેને શોધી શકવામાં નાકામ થઈ રહી હતી. પરંતુ વધુ જીવને જોખમ ના થાય માટે મુંબઈના મશહૂર ડિટેક્ટીવએ આ કેસ સોલ્વ કરવામાં મદદ કરી હતી.
તેમાં અમે પણ મદદ કરી હતી. કારણ તેનો આગળનો ટાર્ગેટ અમારી કોલેજમાંથી કોઈ એક હતું. જ્યારે તેને જેલમાં લઈ ગયા ત્યારે તેણે અમને ધમકી આપી હતી કે એ પાછો આવશે અને તેને પકડાવવા વાળા કોઈને નહીં છોડે.”

“પણ આ સત્યવાનએ જ કર્યુ છે એની શું ગેરેંટી?”અભયએ પૂછયું.

“ગેરેંટી છે. આ ખૂન એજ જૂની પેટર્નથી થયું છે જે પેટર્નથી સત્યવાનએ પહેલાંના મર્ડર કર્યા હતા.”

“મતલબ?”

“વાનીના હાથ પર એજ ક્રોસનું નિશાન છે”

“વોટ!! ”આચલ સહિત બધા ચોકી ગયા.

“હા”

“સર! આ જુઓ એક જોકરનું માસ્ક પણ મળ્યું છે”એક કોન્સ્ટેબલએ એક પ્લાસ્ટિકની પારદર્શક થેલીમાં માસ્ક બતાવતા કહ્યું.

“આતો... આતો પહેલાં જેવું જ માસ્ક છે. ”પીહુએ કહ્યું

“હા! એટલે જ આ સત્યવાનનું કામ લાગી રહ્યું છે.

***

શું કારણ હશે આ હત્યા પાછળ? શું સત્યવાન પકડાશે પોલીસનાં હાથોમાં? હજી કેટલી હત્યાઓ કરશે સત્યવાન? કે પછી ખૂલશે કોઈ નવા રાઝ?