Criminal Case - 10 in Gujarati Detective stories by Urvi Bambhaniya books and stories PDF | ક્રિમિનલ કેસ - ભાગ 10

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

ક્રિમિનલ કેસ - ભાગ 10

“ફિન.... ફિન નામ રાખશું”વિવાન અને અભય સાથે બોલ્યા.વિવાન અભય સામે જુએ છે. જ્યાં અભયના ચહેરા પર હળવું સ્મિત હતું.

“એક મિનિટ તમે બન્ને એક જ સાથે સરખું નામ કેવી રીતે બોલ્યા?”આચલએ પ્રશ્ન કર્યો. આ સાંભળતા જ બન્ને એકબીજા સામે જોવા લાગ્યા.

“અં... અઅ.. અરે એ તો એમજ અમારા મોઢામાંથી નીકળી ગયું. કદાચ આ નામ આના માટે જ હોય એટલે અમે સાથે બોલ્યા.” અભય બોલ્યો.

અભયની આ વાત આચલના ગળે ના ઉતરી પણ પછી વધારે પૂછ્યા વગર બધા એ આ નામ માની લીધું. ત્યાં જ પીહુને કામ્યાનો ફોન આવ્યો અને બધાને કાર રોકવાનું કારણ પૂછ્યું. પીહુ બધી વાત વિસ્તારમાં જણાવે છે. નયન એ બધાને આગળ આવતી હોટેલ પર મળવાનું કહ્યું.
થોડા સમય બાદ બધા એક હોટેલ પર મળે છે. ત્યાં જમ્યા બાદ બધા ફરી કારમાં ગોઠવાઈ ગયા. આમ જ હસીમજાક અને ઝધડો કરતાં રાત્રે ૮ વાગ્યે બધા રતનગઢ પહોંચે છે. જ્યાં તેમની સાથે શું થવાનું હતું તે વાતથી તેઓ બેખબર હતાં.

રસ્તામાં એક કાકાને બંગલાનું એડ્રેસ પૂછ્યું અને રસ્તો જાણ્યા બાદ બધા બંગલા સુધી પહોંચ્યા. કાર આવતા જોઈ વોચમેન ગેટ ખોલે છે અને બન્ને કાર અંદર પ્રવેશ કરે છે. કાર અંદર આવતાં જ વોચમેન એ ફરી ગેટ બંધ કર્યો. મુખ્યદ્વાર પાસે બંન્ને ગાડી ઊભી રહે છે. બધા બહાર આવે છે. ત્યાં જ સત્યવાન જે નોકર બન્યો હતો તે બહાર આવી બધાને આવકાર્યા. બધા સામાન લઈ અંદર આવ્યા અને બંગલો જોતાં જ બધા સ્તબ્ધ થઇ ગયા.

“વાહ!!.... કેટલો મોટો બંગલો છે!” પર્વ થી ના રહેવાતા તે બોલી ઉઠ્યો.

“હા! સાચે સરસ છે.” વાની એ પણ સૂર પૂરાવ્યો.

“સાહેબ મારું નામ મગન છે. હું જ અહીંની સાફસફાઈ કરું છું અને રસોઈ પણ બનાવું છું. તમારા રુમ ઉપર પહેલે માળે છે. બધા જઈને ફ્રેશ થઈ જાઓ ત્યાં સુધીમાં હું ખાવાનું ગોઠવું છું. એટલે ગરમાગરમ ખાઈ લ્યો.”

“સારું કાકા” કહી વિવાન અને બધા ઉપર ગયા.

આચલ-પીહુ, વાની- કામ્યા, વિવાન-અભય, નયન-પર્વ આ રીતે બધા પોતાના રુમમાં જોડી બનાવી શીફ્ટ થઈ ગયા. આચલ અને પીહું ના સામે જ વિવાન અને અભયનો રુમ હતો. બધા જ ફ્રેશ થઈ નીચે જમવા પહોંચી ગયા. ગરમાગરમ ખાવાનું જોઈ બધા તેના પર તૂટી પડે છે. થાકને કારણ બધાને જોરદાર ભૂખ લાગી હોય છે.

જમ્યા બાદ બઘા પોતાના રુમમાં આવી સૂઈ ગયા. લગભગ રાતના ૧૨ વાગ્યે વિવાન પહેલા માળે આવેલી બાલ્કની તરફ જાય છે. ત્યાં પહેલેથી જ કોઈ ઊભું હતું. તેને જોતાં જ વિવાનના ચહેરા પર હળવું સ્મિત આવી ગયું.

“કેટલી વાતો કરીશ આ ચાંદ સાથે?”અચાનક પૂછાયેલા પ્રશ્નથી આચલ અવાક થઈ જાય છે. પાછળ જુએ છે તો વિવાન હાથમાં બે ચા ના કપ સાથે ઊભો હતો.

“તું આટલી મોડી રાત્રે અહીંયા શું કરે છે? ”

“જે તું કરે છે.” કહી તેણે ચા નો કપ આગળ કર્યો. આચલ ચા લઈ પાછી ચાંદને જોવા લાગી અને વિવાન બસ આચલને જ જોતો રહ્યો.

“ચા પર ધ્યાન આપ નહિતો ઠંડી થઈ જશે. ”

“કેમ અહીંયા ઊભી છે? ઊંધ નથી આવતી?”

“અને આ જ સવાલ હું તને પૂછું તો?”

“સવાલ સામે સવાલ ના હોય. ફક્ત જવાબ હોય.”

“અંધકારમાં ચમકતાં આ તારાઓને અવગણી ચાંદને નિહાળવાની એક અલગ જ મજા છે.”

“વાહ... ખૂબ સરસ. તો એકાદ શાયરી પણ થઈ જાય. પછી ક્યાં આ શાયર આટલી શાંત મળવાની.” કહી તે હળવું હસ્યો.

“તને કંઈ રીતે ખબર આ વાત? ”આચલ હવે વિવાન સામે જોઈ પ્રશ્ન કર્યો.

“તું યાર સવાલ બોવ પૂછે છે. બોલને એકાદ શાયરી.” થોડા સમય મૈન રહ્યા બાદ આચલ શાયરી કહે છે.

“ડાધમાં પણ તું સોહામણો લાગે
'ને હું બેડાધ ઝંખાવ છું;
પખવાડિયાની તું રમતો રમે
'ને આ હરકતોથી હું હરખાવું છું.”

“આહ... યાર હું ફિદા થઈ ગયો.હજી એક થઈ જાય.”

“હવે વધારે નાટક નહીં કર. એક કહી દીધી. હું સૂઈ જાવ છું. મને ઊંઘ આવે છે.”આચલ પોતાના રુમ તરફ જવા આગળ વધે છે. હજી તો એક જ ડગલું માડે છે ત્યાં અવાજ આવે છે.

“हमारा उनसे बात करना उनकों रास नहीं आया;
उनको छोडा चांद केलिए ओर चांद ही पास नहीं आया.”

આચલ એ આશ્ચર્યથી પાછળ જોયું.
“તને આ કઈ રીતે ખબર છે? આ શાયરી આજ સુધી કોઈએ પણ નથી સાંભળી.તને કેવી રીતે જાણ છે આના વિષે?”

હજી વિવાન કાંઈ બોલે તે પહેલાં જ બંન્ને ને એક ચીસ સંભળાય છે. જે નીચે રસોડામાંથી આવી હોય છે. બન્ને દોડીને રસોડામાં જાય છે. ત્યાંનો નજારો જોતાં જ આચલ જોરથી ચિલ્લાય છે.

“વાની....... ”

***

શું થયું હશે વાની સાથે? આચલ કેમ જોરથી વાની કહી ચિલ્લાય છે? વિવાનને આચલ વિષે બધું કેવી રીતે ખબર છે?

***

તમારા અમુલ્ય પ્રતિભાવ આપવા વિનંતી. તેમજ સ્ટીકર દ્વારા પ્રોત્સાહન આપવા વિનંતી. માને ઈન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો.
Insta ID - urvi_ misty_