Criminal Case - 3 in Gujarati Detective stories by Urvi Bambhaniya books and stories PDF | ક્રિમિનલ કેસ - ભાગ 3

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

ક્રિમિનલ કેસ - ભાગ 3

( આચલ અને પીહુની રોકી સાથે બોલાચાલી થાય છે. ત્યારબાદ બંન્ને કેન્ટીનમાં આવી ચા મંગાવે છે. ત્યાં જ તેમના મિત્રો પણ કેન્ટીનમાં આવે છે. “શું વાત છે, આજે કઈ ખુશીમાં મડંળીએ લેક્ચર બંક કર્યો છે? ” આચલએ પૂછયું. “બધું કહીશું પહેલા એ કહો તમે બેય ક્યાં હતાં અત્યાર સુધી અને આ પીહુનો પારો કેમ ચઢ્યો છે?” વાની એ મશ્કરી કરતાં પૂછયું. બધા વાનીને સાંભળી હસી પડે છે. પછી આચલ રોકી વિષે બધું કહે છે. હવે આગળ...)

આચલની વાત સાંભળતા જ બધા મિત્રોને ગુસ્સો આવે છે. બધા જ રોકી વિષે બોલવાનું શરૂ કરે છે. પીહુ બધાને શાંત રહેવા કહે છે. બધા શાંત થાય છે અને નયન બાકી લોકો માટે ચા નો ઓર્ડર આપે છે.

“હવે તો કહો, કેમ આજે બધા એ સાથે બંક માર્યો?અને વાની તું તો ક્યારેય પણ લેક્ચર બંક નથી કરતી. તો આજે શું થયું? ”પીહુ એ પૂછયું.

“હા પીહુ, એ ક્યારેય લેક્ચર બંક નથી કરતી. પણ આજે તો વાત જ એવી છે.તું સાંભળીશ ને તો તું પણ ખુશ થઈ જઈશ.” કામ્યા ઉત્સાહથી બોલે છે.

“અચ્છા તો અમને પણ કહો એ વાત. અમને પણ તો ખબર પડે કઈ ખુશીની વાતમાં વાની મેડમએ લેક્ચર બંક કર્યો છે.” આચલની વાત પર બઘા હસી પડે છે.

“આચલ આપડા ગ્રુપને એટલે કે તું, હું, કામ્યા, નયન, પીહુ, અને વાની આપણને એક પ્રોજેક્ટ માટે સિલેક્ટ કર્યા છે જેમાં આપણે એક નાના ગામડામાં જઈ ત્યાંના લોકો સેવા આપવાની છે. નાના બાળકોને નોટબુક, પેન્સિલ, પેન, રબર જેવી વસ્તુઓ અને કપડાં દાન કરવાના છે. અને બીજા પણ સોશિયલ વર્ક છે એટલે આપડે બધા લોકોએ કાલે સવારે ૭:૦૦ વાગ્યે નિકળવાનું છે.”પર્વએ કહ્યું

“પણ જવાનું ક્યાં છે? ” પીહુ એ પૂછયું

“રતનગઢ”

“શું...... શું કહ્યું તે રતનગઢ?? ” આચલ સાથે બઘા જ આઘાતમાં બોલ્યા.

“હા.. રતનગઢ. એમાં આટલી બઘા આશ્ચર્ય સાથે કેમ પૂછો છો? ”

“પર્વ તને સમજાય છે આપડે રતનગઢ જવાનું છે. રતનગઢ!! ” વાની બોલી

“ હા વાની, મને ખબર છે આપડે રતનગઢ જવાનું છે. ”

“આ ડફોળ ખબર નહીં કઈ માટીનો બન્યો છે. આને કઈં જ યાદ નથી. પણ તમને તો ખબર હતી તો કેમ હા પાડી પ્રોજેક્ટ માટે? ” પીહુ નિરાશ થતાં બોલી.

“અરે પણ અમને તો ખાલી પ્રોજેક્ટ વિષે જ ખબર છે. ક્યાં જવાનું છે એ તો આ પર્વ જ પૂછવા ગયો હતો છેલ્લે.” કામ્યાએ કહ્યું

આ વાત સાંભળતાં જ બધાના મોઢા પર એક ડર દેખાય આવે છે અને શરીરમાંથી ભયનું એક લખલખું પસાર થઇ જાય છે. એક જ નામ મગજ પર હાવી થઈ જાય છે “સત્યવાન”.

“અરે મને કોઈ કહેશે કે વાત શું છે”

***

રાત ના ૧:૦૦ વાગ્યાનો સમય છે જ્યારે એક વ્યક્તિ કાળી શાલ ઓઢી એક આલીશાન મહેલ જેવા બંગલા પાસે ઊભો રહે છે. લોખંડના બંધ ગેટને ખોલી તે એ બંગલામાં પ્રવેશ કરે છે. ગેટથી ઘર લગભગ વીસ ડગલા જેટલું દૂર હતું. વચ્ચે એક પગદંડી જેવો રસ્તો બનાવવામાં આવેલો હતો. જેની અાજુ-બાજુ સુંદર છોડ રોપેલા હતાં. ડાબી બાજુએ એક હીંચકો હતો જેમાં બે વ્યક્તિ આરામથી બેસવા સક્ષમ હતી.

તે વ્યક્તિ આજુબાજુ નજર ફેરવતો તે બંગલામાં પ્રવેશ કરે છે. તેની ચકોર નજર હજી પણ આસપાસનું નિરીક્ષણ કરી રહી હતી કદાચ કોઈ તેને જોઈ ના જાય માટે.

તે બંગલામાં પ્રવેશતા જ એક માણસને ફોન કરે છે અને બંગલા પર આવવાનું જણાવે છે. થોડા જ સમયમાં તે માણસ આવે છે.

“કોઈ એ તને જોયો નથી ને અહીં આવતા? ”

“ના, કોઈએ મને નથી જોયો. પણ બોસ તમે ક્યારે આવ્યા?.”

“હમણાં જ આવ્યો છું. તારું કામ બરાબર ચાલે છે ને? એ લોકોના કોઈ ખબર?”

“હા મારી નજર બધા પર જ છે. તમે ચિંતા નહીં કરો. થોડા જ દિવસોમાં એ લોકો અહીં આવવાનાં છે. આપડે કશું કરવાની જરૂર જ નથી પડી.” તે વ્યક્તિ એ કહ્યું

“નજર રાખજે પીટર. કોઈપણ વ્યક્તિ છૂટવું ના જોવે.”

“બોસ બઘું બરાબર છે. ચિંતાની કોઈ વાત નથી. બઘું આપણા પ્લાન પ્રમાણે જ થશે.”

હવે એ લોકોને ખબર પડશે મારી સાથે દુશ્મની કરવાનો અંજામ શું આવે. બધા સાથે બરાબર હિસાબ ક્લિયર કરવાનો છે. ખાસ તો પેલો ડિટેક્ટીવ.

“બોસ એનું શું કરવાનું છે?”

“પીટર, એ તો બહુ ખાસ માણસ છે. એની વ્યવસ્થા તો હું પોતે કરીશ. તને જે કામ સોંપ્યું હતું તું એના પર ધ્યાન આપ. અને સાંભળ હું આવી ગયો છું એ વાત હાલ તારા સુધી જ રાખજે”

“જી બોસ. હું નીકળું હવે. ”કહેતા જ પીટર બંગલા પરથી રવાના થઈ જાય છે.

હવે ત્યાં ફક્ત એક જ વ્યક્તિ હોય છે. તે એક ખુરશી પર બેસી આગળ શું કરવું તેના પર વિચાર કરવા લાગે છે. કેટલાય કલાક વિચાર્યા બાદ તેના ચહેરા પર એક કુટિલ હાસ્ય આવે છે. જે કદાચ ભવિષ્યમાં આવનાર તોફાનનો સંકેત હતો.

***

કોણ હશે આ વ્યક્તિ? તેનો ડિટેક્ટીવ રોય સાથે શું સંબંધ છે? શા કારણ આચલ અને તેના મિત્રો રતનગઢ સાંભળી ડરી જાય છે? શું રહસ્ય જોડાયું છે રતનગઢથી?

***

અમુલ્ય પ્રતિભાવ આપવા વિનંતી. તેમજ સ્ટીકર દ્વારા પ્રોત્સાહન આપવા વિનંતી. માને ઈન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો.
Insta ID - urvi_ misty_