Maadi hu Collector bani gayo - 9 in Gujarati Motivational Stories by Jaydip H Sonara books and stories PDF | માડી હું કલેકટર બની ગયો - 9

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

માડી હું કલેકટર બની ગયો - 9

🚔માડી હું કલેકટર બની ગયો 🚔

ખંડ - ૯

પંડિતે શાન કોઠી માં રૂમ લાઈ લીધો. જીગર એ ઘનશ્યામ ઘંટી માંથી તેનો સમાન લઈને શાન કોઠી માં પંડિત ના રૂમે રહેવા આવી ગયો. જીગર psc ની તૈયારી માટે જે ગ્રૂપ ની તલાશ કરી રહ્યો હતો તે મળી ગયું. gpsc નું ફોર્મ નીકળ્યું જીગરે ફોર્મ ભર્યું અને પ્રિલીમ પરીક્ષા નજીક આવી રહી હતી. પાછળ ના વર્ષે જીગરે કોલેજ પુરી કરી ને તરત જ પ્રિલીમ પરીક્ષા આપી હતી તેમાં તે સફળ ન થઈ શક્યો હતો. તેને નક્કી કાર્યું કે હવે તે તૈયારી માં કોઈ કસર નહી છોડે. જીગરે તેની ડાયરી માં લખ્યું - " તૈયારી માટે અહીં સારો માહોલ છે. શાન કોઠી માં ઘણા બધા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે જેનાથી મને ખુબ જ લાભ થાય છે. એટલે હવે મેહનત થી તૈયારી કરવી છે. "

દીપ સોની એ મુખ્ય પરીક્ષા પાસ કરી લીધા પછી ઇન્ટરવ્યૂ આપ્યું. એક દિવસ દીપ સોની ના પિતાજી એ શાન કોઠી આવીને સૂચના આપી કે - " હમણાં આવેલા gpsc ના ફાઇનલ રિઝલ્ટ માં દીપ ને dy.sp ના પદ માટે નિમણુંક થઈ છે. અને તેના પિતાજી ભાવુક થઈ ને બોલ્યા મને તો ફક્ત પાંચ હાજર પેન્શન મળતું હતું. દીપે જયારે psc ની તૈયારી શરૂ કરી ત્યારે ઘણા લોકો કેહતા હતા કે psc માટે લોકો લાખો રૂપિયા લાંચ આપે છે. પણ જોવો એક રૂપિયો પણ ન લાગ્યો અને મારો દીપ dy.sp બની ગયો."
ખુશી અને સંતોષ થી તેની આંખો ભીની થઈ ગઈ. આટલું કહીને તેના પિતાજી કોઈ સંબંધીને આ ખુશખબર સંભાળવા ચાલ્યા ગયા.

જીગરે દીપ ને પૂછ્યું - દિપભાઈ આજ તમે કેવું મેહસૂસ કરો છો?

દીપ - હું ખુબ જ ખુશ છું. પણ એક વાત જરૂર કહીશ આ શાન કોઠી માં જેટલા લોકો તૈયારી કરે છેને હું ગૅરેન્ટી આપું છું કે બધા જ psc માં સિલેક્ટ થઈ જશે.

શાન કોઠી ના સદસ્ય મનીષ, જીગર, પંડિત, ગુપ્તા તેના ભવિષ્ય ના અધિકારીઓ ની આટલી મોટી ગેરેન્ટી દીપે આપવાથી બધા ખુશ હતા. જીગર સમજી ગયો કે સફળ લોકો પણ તેની આજુ બાજુ માંથી અને એપણ તેની જેમ જ આમ જિંદગી માંથી જ આવે છે. દીપ ના સિલેક્શન થી પુરી શાન કોઠી માં જશ્ન નો માહોલ હતો. મોડી રાત સુધી બધા આનંદ અને આત્મવિશ્વાસ માં ડૂબેલ હતા અને ભવિષ્ય ની સફળતા પર ચર્ચા કરી રહ્યા હતા.

જીગર અને પંડિતે આ વખતે gpsc પ્રિલીમ પરીક્ષાને ગંભીરતા થી લીધી. અને બંને ખુબ જ મેહનત કરવા લાગ્યા. અને બંને એ પરીક્ષા આપી. ત્રણ મહિના બાદ આવેલ રિઝલ્ટ માં બંને નાપાસ થયા. ખુબજ મેહનત કર્યા છતાં જીગર નિષ્ફ્ળ થયો. જીગર ને લાગ્યું હવે તે બરબાદ થઈ ગયો છે. તેની સારી મેહનત બેકાર થઈ ગઈ. તેનું મન નિરાશા તે ભરાઈ ગયું. ચાર પાંચ દિવસ તેને હોશ ન રહ્યો. તે સમજી ગયો કે psc નો રસ્તો જેટલો તે આસાન સમજી રહ્યો છે તેટલો આસાન છે નહી! તેની પાસે હવે પાછળ મળેલી અસફળતાઓ ને ભુલાવી ને આગળની તૈયારી કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો.

દર વખતે નવેમ્બર માં gpsc ની જાહેરાત આવતી પરંતુ આવખતે ન આવી. gpsc ની જાહેરાત ન આવતા વિદ્યાર્થીઓ માં નિરાશા જાગવા લાગી. એક દિવસ અચાનક જાણવા મળ્યું કે સરકારી તિજોરી માં ખર્ચો ઓછો કરવા આ વર્ષે gpsc તેની ભરતી કરશે નહી. તૈયારી કરતા વિદ્યાર્થીઓ ને આ સમાચાર સારા ન લાગ્યા. શાન કોઠી માં નિરાશા નો માહોલ જોવા મળ્યો.
જીગર ના રૂમ પર બેઠલા ચાર પાંચ વિદ્યાર્થી દુઃખી હતા અને ભવિષ્ય ની પ્લાનિંગ કરી રહ્યા હતાં.

મનીષે કહ્યું - જયારે gpsc ની જાહેરાત જ નહી આવે તો ગમે તેટલું વાંચી લો શુ ફાયદો ? મે તો વિચારી લીધું છે કે હું હવે ટ્રાન્સપોર્ટ નો બિઝનેસ કરીશ!

રાજસ્થાની ગુપ્તા દુઃખી સ્વરે બોલ્યો - આ વખતે મારી તૈયારી એવી છે કે દિપભાઈ ની જેમજ dy.sp ની પોસ્ટ મળી જ જશે કોઈ નહી રોકી શકે! પણ કોઈ પરીક્ષા જ નહી થાય તો પોસ્ટ ક્યાંથી મળશે? ગુપ્તા એ બોલિસી ચળી ને કહ્યું.

પંડિતે નિરાશ માહોલને ઉમ્મીદ આપતા કહ્યુ- જહાં ચાહ હૈ વહા રાહ હૈ! હવે આપડે રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ જેવી હિન્દી ભાષી ની psc ની તૈયારીઓ કરવી જોઈએ.

ગુપ્તા એ પંડિત ની વાત કાપતા કહ્યું - તું કઈ નથી જાણતો પંડિત, બીજા રાજ્ય વાળા નું ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન માં ક્યાં સિલેક્શન નથી થતું. ઇન્ટરવ્યૂ માં બસો માંથી ખાલી ત્રીસ માર્ક ભાગળી ભગાડી મુકે છે!

સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ ને ખુબજ ગોતવા છતાં કોઈ નિષ્કર્ષ ન મળ્યું.

જીગરે નિરાશ થઈને કહ્યું - હવે આપણે બધા શુ કરશું ? કાંઈ ખબર નથી!

ત્યાંજ શાન કોઠી માં અંજનાબેન આવ્યા. અંજના બેન ગયા વર્ષે જ શાન કોઠી માંથી દીપ સોની સાથે dy.sp
બની ગઈ હતી. તે પરીક્ષાર્થીઓ ને માર્ગદર્શન આપવા શાન કોઠી આવતી હતી. અંજનાબેન એ કહ્યું - રાજ્ય લોકસેવા આયોગ હવે કોઈ ભવિષ્ય નથી દેખાતું એટલે તમારે સંઘ લોકસેવા આયોગ એટલે upsc ની તૈયારીઓ ચાલુ કરી દેવી જોઈએ.

આઈ.એ.એસ, આઈ.પી.એસ, ઇન્કમ ટેક્સ, અને બીજી ઘણી પરીક્ષાઓ upsc કરે છે. ત્યાં બેઠેલ બધા જાણતા હતા કે આઈ.એ.એસ, આઈ.પી.એસ બનવાનું સ્ટેન્ડર્ડ તેના માં નથી. અંજનાબેન ની આ વાત ત્યાં બેઠેલા વિદ્યાર્થીઓ ને તેની ક્ષમતા થી બહારનું લાગ્યું.

આઈ.એ.એસ બનવું ગુપ્તાની બહારનું હતું. તેને અંજનાબેન ને કહ્યું - દીદી, આઈ.એ.એસ, આઈ.પી.એસ બનવું તો ખુબજ અઘરું છે. એની તો ક્યારેય પ્રિલીમ પરીક્ષા પણ પાસ ન કરી શક્યે! મેહનત કરીને gpsc માં તો કોઈક પોસ્ટ તો મળી જશે. પણ upsc માં નામુમકીન છે. થોડા સમય પેહલા dy.sp બનવાનો દાવો કરવા વાળો ગુપ્તા હવે પાછો gpsc માં લટકવાની વાતું કરવા લાગ્યો😂

અંજનાબેને પરીક્ષાર્થીઓ ને જણાવતા કહ્યું કે - હું જાણું છું કે તમે દિલ્હી માં રહીને બે વર્ષ કોચિંગ કલાસ કરી ને તૈયારી કરશો તો તમે જરૂર આઈ.એ.એસ બની જશો. ત્યાં કોઈ આકાશ માંથી આઈ.એ.એસ નથી બનતું તમારા માંથીજ કોઈક બને છે.

उड़ान हमेशा ऊँची होनी चाहिए
नहीं मिलेगी मंझिल तो कोई गम नहीं
पर पंख तो मजबूत होंगे ।।

જીગર નો ખોવાલયેલ આત્મવિશ્વાસ અંજનાબેન ના માર્ગદર્શન થી પાછો આવ્યો.
જીગર બોલ્યો - દીદી, આ સપનું નોકરી મેળવવાનું નથી પોતાની જાતને સાબિત કરવાનું સપનું છે. જે રસ્તો અમે સિલેક્ટ કાર્યો છે તેના પર ચાલીને પોતાની જાત ને સાબિત કરવાની છે. એટલે હવે પીછેહટ ના કરી શકીયે. કાં તો મરી જશુ કાં તો જીતીને આવીશું. પણ આ યુદ્ધભૂમિ માં પીઠ દેખાડીને ભાગીશું નહી.
" હું upsc ની તૈયારી અને કોચિંગ ક્લાસ કરવા દિલ્હી જઈશ. અને આઈ.એ.એસ બનીને જ આવીશ"

ગુપ્તા એ જીગર ના જોશ ની હવા કાઢતા કહ્યું - gpsc ની પ્રિલીમ પરીક્ષા તો પાસ ક્યારેય કરી નથી ને ચાલ્યો આઈ.એ.એસ ની પરીક્ષા પાસ કરવા હુંહ...! મોટા આવ્યા યુદ્ધ લાડવા વાળા, દિવસ માં સપના જોવાનું બંધ કર જીગર. અત્યાર સુધી માં ગુજરાત માંથી કેટલા બન્યા છે આઈ.એ.એસ ? આઈ.આઈ.ટી, ઇલ્હાબાદ, બિહાર, વગરે જગ્યાના લોકો જ બને છે. આઈ.એ.એસ, આઈ.પી.એસ!

જીગરે ઊંડો શ્વાસ લઈને કહ્યું - જે પણ હોઈ પણ આપણે કોશિશ તો જરૂર કરવી જોઈએ.

પણ જીગર કઈ રીતે જાઈ દિલ્હી અંજનાબેન?, ગાંધીનગર માં પણ રહેવાના ફાંફા છે! પંડિતે જીગર ની આર્થિક સ્થિત્તી બતાવતા કહ્યું.

પંડિત ની વાત સાંભળી જીગર આકાશ માંથી જમીન પર આવી ગયો.

અંજનાબેને જીગર ને કહ્યું - શું તું સાચે જ દિલ્હી જાવા માંગશ ?

જીગર - હા દીદી, હું પુરી તાકાત થી મેહનત કરીશ.

જીગર! હિમ્મતે મર્દા તો મદદે ખુદા, દિલ્હી ના કોચિંગ કલાસ માટે હું તને દસ હજાર રૂપિયા આપીશ અંજનાબેને ઘોષણા કરી.

ત્યાં બેઠેલા બધા એ અંજનાબેન ની આ ઉદારતા જોઈને ચોકી ઉઠ્યા! અંજનાબેન ને જોઈને જીગર નું મન ભરાઈ આવ્યું તે બોલ્યો - દીદી, હું કોઈ બીજે થી વ્યવસ્થા કરી લઈશ તમે મારા માટે આટલું વિચાર્યું એજ બઉ. હું તમારો એહસાન નહી ભૂલું.

અંજનાબેને જીગર ને ભાવુક થતા કહ્યું - જીગર બેકાર ની વાતો ના કર. તું મારા નાનાભાઇ જેવો છે મને તારા પર ભરોસો છે તું દિલ્હી જા અને આઈ.એ.એસ બનીને જ આવજે.

પ્રિલીમ પરીક્ષા થી મુખ્ય પરીક્ષા સુધી લગભગ પાંચ મહિનાનો સમય મળે છે આ પાંચ મહિના બધા પરીક્ષાર્થીઓ માટે મહત્વપૂર્ણ હોય છે. પ્રિલીમ પરીક્ષાના રિઝલ્ટ ની રાહ જોવામાં આ મહિના બરબાદ ના કરો. આદર્શ તૈયારી એજ છે કે પ્રિલીમ પરીક્ષા આપ્યા બાદ તરત જ મુખ્ય પરીક્ષા ની તૈયારીઓ ચાલુ કરી દો.
અંજનાબેને આટલું કેહતા જ જીગર ના હાથમાં દસ હાજર રૂપિયા આપ્યા.

પંડિતને પણ આગળનું ભવિષ્ય ગાંધીનગર માં ધુંધણું જોવા મળ્યું કેમકે જો gpsc ભરતી જ નહી કરે તો ગાંધીનગર માં રહેવાનો કોઈ અર્થ નથી એના કરતા તે જીગર સાથે જઈને upsc ની તૈયારી કરવા દિલ્હી ચાલ્યો જાય. આટલું વિચારતા પંડિતે -

દીદી, હું પણ દિલ્હી જાઉં છું જીગર સાથે!

to be continue....
ક્રમશ: આવતીકાલે

જયદીપ સોનારા "વિદ્યાર્થી"