Maadi hu Collector bani gayo - 11 in Gujarati Motivational Stories by Jaydip H Sonara books and stories PDF | માડી હું કલેકટર બની ગયો - 11

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

માડી હું કલેકટર બની ગયો - 11

🚔માડી હું કલેકટર બની ગયો 🚔

ખંડ - ૧૧

તમે આટલા સારા જવાબ કઈ રીતે લખ્યા ? તમે ક્યાં લેખકની પુસ્તકો વાંચો છો? તમે ક્યાં રાજ્યમાંથી સિલેક્ટ થયા છો ? તમને આઈ.એ.એસ બનવું પસંદ છે કે આઈ.પી.એસ ? તમારો upsc માં કેટલામો પ્રયત્ન છે ?
વર્ષા ના સવાલો ખતમ થવાનું નામ જ ન લેતા હતા. જીગર જયારે એક પ્રશ્ન નો જવાબ દેવાનું શરૂ કરતો ત્યાં જ બીજો સવાલ વર્ષા દ્વારા કરવામાં આવતો હતો.

વર્ષા - ઓહ, કન્ફ્યુઝ ન થાઓ હો...! હેલ્લો મારું નામ વર્ષા છે. હું ઉત્તરાખંડ ના દેહરાદૂન થી છું. આજે જ દિલ્હી આવી છું. મે હિન્દી સાહિત્ય ક્યારેય વાંચ્યું નથી. આ કોચિંગ કેવી છે ? હિન્દી સાહિત્ય કેવું સર ભણાવે છે ?

જીગર - વિકાસ સર બહુ જ સરસ ભણાવે છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમે અહીંયા કોચિંગ જોઈન કરીને સાચો જ નિર્ણય લીધો છે!

ત્યાં કલાસ માં સર કોઈ ગંભીર વિષય પર ચર્ચા કરી રહ્યા હતા. બંને ગંભીરતા થી કલાસ એટેન્ડ કરી રહ્યા હતા. ત્યાં વિકાસ સર કહ્યું - આ વખતે કોને કોને પ્રિલીમ પરીક્ષા પાસ કરી છે?

જીગર ની સાથે સાથે લગભગ અડધા કલાસ નો હાથ ઉંચો હતો. વિકાસ સર એ બધાને શુભકામના આપી.

બાજુમાં બેઠેલ વર્ષા એ જીગરને આશ્ચર્ય થી પૂછ્યું - તમે પ્રિલીમ પરીક્ષા પાસ કરી લીધી ?

જીગર - હા
વર્ષા - કેટલામો પ્રયત્ન હતો ?
જીગર - પેહલો જ

સિવિલ સર્વિસ માં ચાર પ્રયત્ન મળે છે. એવામાં જીગર ના પેહલા પ્રયત્ને પ્રિલીમ પાસ થઈ ગઈ. જીગર ની પ્રિલીમ પરીક્ષા વર્ષા ના મન ઉપર પોતાની જાતને યોગ્ય માની રહ્યો હતો જીગર! વર્ષા જીગરને સમ્માન અને ઉત્સુકતા થી જોવા લાગી.

એક રાત્રે મુખર્જીનગરના બત્રા સિનેમા ની સામે જીગર ત્યાં જ બુક સ્ટોલ પર ઉભો ઉભો આ મહિના ની પ્રકાશિત થયેલ પ્રતિયોગિતા દર્પણ ખરીદી રહ્યો હતો.
ત્યાં જ તેને પાછળ થી એક અવાજ આવ્યો - હેલ્લો જીગર

જીગર એ પાછળ જોયું તો આકાશી રંગના શૂટ માં વર્ષા ઉભી હતી. તે હસી રહી રહી. જીગરની નજર તેના ચેહરા ઉપર સ્થિર થઈ ગઈ. વર્ષા ને જોઈને જીગર નું મન આનંદિત થઈ ગયું. જીગરે વાતચીત નો સિલસિલો ચાલુ કર્યો - ક્યાં રૂમ લીધો છે તમે ?

વર્ષા - મુખર્જીનગર બારસો ત્રીસ!
જીગર - તૈયારી કેવી ચાલે છે તમારી ?
વર્ષા - ઉદાસ અવાજે હિન્દી સાહિત્ય એટલું સરળ નથી જેટલું લોકો કહે છે. મને ઘણી મુશ્કેલી પડે છે હિન્દી સાહિત્ય માં !
ચિંતા માં આ છોકરીનો ચેહરો કેટલો માસુમ થઈ જાય છે. વર્ષા ની માસુમિયત માં ખોવાયેલ જીગર તેની સાથે સાથે ચાલવા લાગ્યો.

વર્ષા ની હોસ્ટેલ નહેરુવિહાર ના પુલ પેહલા જ હતી. બંને એક બે મિનિટ ચુપચાપ રહ્યા. બંને મુખર્જીનગર થી નહેરુવિહાર જવા વાળા ઓછી ચહલ પહલ વાળા અંધારામાં ચાલી રહ્યા હતા.

શરૂઆતમાં કોઈ નવો વિષય તકલીફ આપે છે. પરંતુ એકાદ મહિનામાં તમને હિન્દી સાહિત્ય માં તકલીફ નહી પડે. જીગરે વર્ષા ની તૈયારી પ્રત્યેની ચિંતા દૂર કરવાની કોશિશ કરી.

વર્ષા - ખબર નહી!
બંને ચુપચાપ ચાલી રહ્યા હતા. કંઈક તો હતું કે જે જીગર ને આ છોકરી તરફ આકર્ષણ કરી રહ્યું હતું.

જીગર - વર્ષા શું તમારે ત્યાં દેહરાદૂન માં બરફ પડે છે ? તમને તો ગરમી ની આદત નહી હોઈ ? દિલ્હીની ભયાનક ગરમી માં કઈ રીતે તમે રહી શકો છો ? શું તમે ત્યા પહાળો ચડી ને થાકી નથી જતા ? જીગરે સવાલો ની હરમાળા વર્ષા સમક્ષ રજુ કરી દીધી. જીગર નું મન વર્ષા ના ખુબસુરત શહેર દેહરાદૂન ની આસ પાસ ફરવા લાગ્યું.

વર્ષા ને પણ આ બધા જ પ્રશ્નો ઉચિત લાગ્યા. તેના શહેર વિશે આ છોકરો કલ્પનિક કેટલી બધી વાતો કરી રહ્યો છે. સુમસાન રસ્તામાં બંને જાઈ રહ્યા હતા. જીગરના પ્રશ્નો ની હરમાળા હજુ વર્ષા ને સંભળાતી જ હતી, જેના જવાબો વર્ષા આપી શકતી ન હતી. જીગરે વર્ષા સાથે વધુ સમય વિતાવવા માટે કહ્યું - શું હું તમને હોસ્ટેલ સુધી સાથે આવી શકું?

વર્ષા એ હા કહ્યું. જીગરે વર્ષા ને હોસ્ટેલ સુધી સાથે ગયો.
જતી વખતે જીગરે વર્ષા ને કહ્યું - વર્ષા મારી ઈછા છે કે ક્યારેક હું તમારું ખુબસુરત શહેર દેહરાદૂન જોઉ.
એટલું કહીને જીગર પાછો વાળ્યો તેના રૂમ તરફ!
જીગર તેના મન માં ખુશી મેહસૂસ કરી રહ્યો હતો. એવી ખુશી કે જે જીવન માં પેહલીવાર જોવા મળી હતી. તેને લાગી રહ્યું હતું કે આ છોકરી ના મૌન માં એક ભરોસો છે. તેની આંખો માં એક પોતાનાપણા નો ભાવ છે. જીગર તેના રૂમ પર આવીને વર્ષા ના ખ્યાલો માં ખોવાય ગયો.

વિકાસ સર એ દસ દિવસ માટે નિબંધ ની એક બેન્ચ શરું કરી હતી પંડિતે જીગર ની સાથે બેન્ચ જોઈન કરી. બંને કલાસ પોહચ્યાં. જીગરે પંડિત ની સાથે ન બેસતા તેની આગળ બેઠેલ વર્ષા ની સાથે બેઠો. વર્ષાની સાથે બેઠેલ જીગરને જોઈને પંડિત ને સારું ન લાગ્યું. જીગર વર્ષા સાથે હસી હસીને વાતું કરી રહ્યો હતો, તો પાછળ પંડિત નો ચેહરો ગુસ્સા થી લાલ થઈ રહ્યો હતો. પંડિત ને એ વાતનું દુઃખ હતું કે જીગરની દોસ્તી એક છોકરી સાથે કઈ રીતે થઈ ગઈ?

જીગરે જયારે પાછળ ફરીને જોયું તો પંડિત તેને એકી નજરે જોતા જીગર સમજી ગયો, તેને પંડિત નો ગુસ્સો ઓછો કરવા માટે વર્ષા નો પરિચય પંડિત ને કરાવતા કહ્યું - પંડિત, આ વર્ષા છે. આનો પણ વિષય હિન્દી સાહિત્ય છે. એમ.બી.બી.એસ ડોકટર છે પ્રતિભાવાન છે!

પણ પંડિત પર વર્ષા ની તારીફ ની કોઈ જ અસર ન થઈ પંડિતે તેની બેંચીસ પર બેસતા ઊંચી અવાજે કહ્યું - જીગર વર્ષા તો બહુ જ હોશિયાર છે, પણ શુ તેને ખબર છે કે તમે ધોરણ દસ અને બાર ના ગણિત વિષય માં માંડ માંડ પાસ થયા છો ?

જીગર નું દિલ ધડકવા લાગ્યું. તેને ઉમ્મીદ ન હતી કે વર્ષા ની સામે પંડિત આવી રીતે તેનું અપમાન કરશે. વર્ષા પંડિત ની વાત સાંભળીને જીગરની સામે જોવા લાગી. જીગર વર્ષા ની સામે નજર જુકાવતા જોવા મળ્યો. વર્ષા તેને ગમવા લાગી હતી. ખબર નહી હવે વર્ષા તેના વિશે શું વિચારશે ? તે જીગર થી મિત્રતા રાખશે કે પછી જીગર ને કમજોર માનીને મળવાનું બંધ કરી દેશે.

કલાસ શરૂ થઈ. વર્ષા પુરા કલાસ દરમ્યાન ગંભીરતા થી કલાસ અટેન્ડ કાર્યો. વર્ષા ને ગંભીર જોઈને જીગર આચંકિત થઈ ગયો. કલાસ પુરા થયા બાદ વર્ષા એ જીગર ને કહ્યું કે શું દસ મિનિટ વાત કરી શકું?

આ પ્રશ્ન થી જીગર ગભરાય ગયો. ખબર નહી શું કેહવાની છે વર્ષા?

પંડિતે જીગર ને વર્ષા ની પાસે જતા જોયો તે તેને બોલાવી કહ્યું - જીગર તું અહીં તૈયારી કરવા આવો છે. આ પ્રેમલીલા બંધ કર, શું અંજનાબેને તને આ કામ કરવા માટે અહીં મોકલ્યો છે, શું તેનો ભરોસો તું તોડી નાખીશ! આમાટે અંજનાબેને તને પૈસા આપ્યા હતા? પંડિતે જીગરને વિશિષ્ઠ રીતે તૈયારી માટે પ્રેરિત કર્યો.

જીગર - પંડિત, વર્ષા સારી છોકરી છે!

એટલુ કહી જીગર વર્ષા પાસે ગયો. મુખર્જીનગર ની જ્યુશ ની દુકાન પાસે પોંહચીને વર્ષા એ જીગરને કહ્યું -

વર્ષા - શું તમે દસ અને બાર માં ગણિત માં માંડ માંડ પાસ થયા છો ? છતાં તમારી પેહલા જ પ્રયત્ને પ્રિલીમ પરીક્ષા કઈ રીતે નીકળી ગઈ?

જીગર - હા તે વર્ષે ગણિત મને સમજ માં આવતું ન હતું.

જીગર ને લાગી રહ્યું હતું કે આ છોકરીને તે પસંદ આવવા લાગ્યો છે એટલે જ તે તેની વિશે બધું જાણવા લાગી છે.
વર્ષા ની હોસ્ટેલ પોંહચીને બંને હોસ્ટેલ ના સામે ના પાર્ક માં બેઠા.

વર્ષા - જીગર, મે મેડિકલ ની એન્ટ્રેંસ પરીક્ષા બે વખત આપી હતી પણ એમ.બી.બી.એસ માટે હુ નિષ્ફળ નિવળી હતી. મે મારા પપ્પા ને નિરાશ કરી દીધા હતા. ખુબજ મેહનત કરવા છતાં મને ખબર ન હતી કે હુ શા માટે નિષ્ફ્ળ થઈ ? શાયદ આ સિવિલ સર્વિસ upsc ની પરીક્ષા માં સફળ થઈને મારા પપ્પા ના સપના ને પૂરું કરી શકીશ ! તમે તો ગણિત માં નબળા હોવા છતાં પ્રિલીમ પરીક્ષા પાસ કરી લીધી. આ બઉજ મોટી વાત છે! તમારી કહાની સાંભળીને મને ખુબ જ પ્રેરણા મળી છે.

પંડિત નો દાવ ઉલ્ટો પડી ગયો. જીગર ની ગણિત ની કહાની સાંભળીને વર્ષા એનાથી દૂર જવાને બદલે તેની નજીક આવી ગઈ. વર્ષા નું ઉદાર મન જોઈને જીગર મોડી સાંજ સુધી તેની ગાંધીનગર ની કહાની વર્ષાને સંભળાવતો રહ્યો, વર્ષા ક્યારેક એના સંઘર્ષ ની ઘટના સાંભળીને ગંભીર થઈ જતી, ક્યારેક આશ્ચર્ય થી તેની આંખો મોટી કરીને જીગર ને જોવા લાગતી, ક્યારેક કોઈક વાત પર હસવા લાગતી. સાંજ હવે રાત માં તબદીલ થઈ ગઈ હતી. અતીત ની અસફળતાઓ ને ભુલાવી ને બંને ભવિષ્ય ની સફળતા ના રસ્તે ચાલવા માંગતા હતા.

to be continue...
ક્રમશ: આવતીકાલે
જયદીપ સોનારા "વિદ્યાર્થી"