Maadi hu Collector bani gayo - 7 in Gujarati Motivational Stories by Jaydip H Sonara books and stories PDF | માડી હું કલેકટર બની ગયો - 7

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

માડી હું કલેકટર બની ગયો - 7

🚔માડી હું કલેકટર બની ગયો 🚔

ખંડ - ૭

અંતે જીગર પાછો ગાંધીનગર આવી ગયો. અને આ વખતે એ સંકલ્પ લઈને આવ્યો કે ગમે તે થાય પણ કોઈક નોકરી ગોતીશ અને શાનકોઠી માં રૂમ રાખીને તૈયારી કરીશ. જેથી એકજ વર્ષની તૈયારી માં psc માં ફાઈનલ સિલેક્શન થઈ જાય.

જીગરને ગાંધીનગર આવ્યાને બે દિવસ થઈ ગયા હતા. એને થોડી પ્રાઇવેટ શાળા ઓમાં નોકરી ગોતવાનું શરૂ કર્યું પણ નોકરી ન મળી. પૈસા વગર તે ગાંધીનગર માં કઈ રીતે તૈયારી કરશે ? એ જાણતો ન હતો.

રાત્રે પંડિત તેના રૂમ પર આવ્યો. અને બોલ્યો - " ચાલ તૈયાર થઈ જા જીગર તારા માટે નોકરી ગોતી લીધી છે. "

જીગર જે ચિંતા માં ડૂબ્યો હતો પંડિતે એ ચિંતા ને એક જ ઝટકા માં સમાપ્ત કરી દીધી હતી. બંને એ પોત પોતાની સાયકલ વડે માર્કેટવાળી ગલી થી જતા માધવ કોલેજ વાળી ગલી બાજુ ચાલ્યા. એક મકાન ની સામે બંને એ સાયકલ રાખી દીધી. દરવાજા પાસે નંબર પ્લેટ લટકાવેલ હતી લખ્યુંતું - રજનીશજી

જીગરને યાદ આવ્યું કે આતો વિવેકાનંદ કેન્દ્ર વાળા રજનીશજી છે. ત્યા બંને અંદર ગયા રજનીશજી સફેદ ધોતી અને કુર્તા પહેરેલ અને પલંગ પર બેઠા હતા. તેને બંને ને જોતા જોરદાર ઠાહકો લગાવતા કહ્યું - ઓહો.....! પધારો....!
જીગરને જોઈને રજનીશજી એ કહ્યુ - તુ તો વિવેકાનંદ શિબિર માં હતોને ! આ તેજસ્વી છોકરો છે. જીગરને સંતોષ થયો કે રજનીશજી એ તેને ઓળખી લીધો.

પંડિત - હસતા હસતા... હા તેજસ્વી છોકરાને નોકરી જોઈ છે.
રજનીશજી - વ્યંગ માં...તેજસ્વી તો તુ પણ ઓછો નથી હો પંડિત...હા.હા.હા...!

નોકરી તો છે. સાહિત્ય સંગમ લાઈબ્રેરી ને સાંભળ માટે એક વ્યક્તિ ની જરૂર છે. સવારે અને સાંજે બે બે કલાક!
પાંચસો રૂપિયા મળશે. જીગર જો ઈચ્છે તો લાઈબ્રેરી માં રહી પણ શકશે જેથી તેને રૂમ ની વ્યવસ્થા બહાર ન કરવી પડે. રજનીશજી એ કહ્યું.

જીગરને રજનીશજી નો આ પ્રસ્તાવ સાંભળીને એક ઉમ્મીદ મળી અને એના સપના માં એક નવી જાન આવી ગઈ. પરંતુ તે શાન કોઠી માં રહીને પાંચસો રૂપિયા માં તૈયારી તો ન હતો કરી શકવાનો પરંતુ ગાંધીનગર માં રહીને તૈયારી કરી શકવાનો આનંદ હતો. ડૂબતા ને એક સહારો મળી ગયો.
અંતે બંને ત્યાંથી વિદાય લીધી અને બંને પોત પોતાના રૂમ પર ગયા.

જીગર પાસે સમાન માં એક બાલ્ટી એક સુટકેશ થોડીક બુકો અને એક ગાદલું હતું. એક સામાન લઈને સાહિત્ય સંગમ લાઈબ્રેરી એ પોંહચી ગયો. તેની સામે સો વર્ષ જૂની એ બિલ્ડીંગ હતી. તે અંદર પ્રવેશ્યો અંદર ગોળ ગોળ સીડી હતી. અને એક મોટા હોલ માં ઘણા બધા કબાટ માં પુસ્તકો પળી હતી. અને વચ્ચે થોડાક પાઠકો એક ટેબલ અને ખુરશી પર બેસીને વાંચતા હતા. લાઈબ્રેરી ની દીવાલ પર દેશના બધાજ મહાપુરુષો ની તસવીરો લગાવેલ હતી.

જીગરે રાતે સુવા માટે હોલ માં જ તેનું ગાદલું રાખ્યું. સવારે અને સાંજે લોકો બે બે કલાક પુસ્તકો વાંચવા આવતા હતા.
બાકીનો સમય જીગર એકલો જ લાઈબ્રેરી માં રહેતો હતો.
અને આ એકાંત દૂર કરવાનું કામ લાઈબ્રેરી ની પુસ્તકો કરતી હતી. તેને લાઈબ્રેરી ની પુસ્તકો વાંચવાનું શરૂ કરી દીધું. તેને મહાપુરુષો વિશે લખાયેલ પુસ્તકો વાંચવા લાગ્યો.
જીગરે તેના લાઈબ્રેરી ના આવેલા એ પાંચસો રૂપિયા ભોજનાલય માં જમાં કરી દીધા. જીગર નું રહેવાનું, ખાવાનું, વાંચવાનું થઈ ગયું. મહિના માં એક વખત લાઈબ્રેરી માં સાહિત્ય ગોષ્ઠિ થતી જેમાં મોટા સાહિત્યકારો આવતા હતા. એક વખત આવીજ રીતે સાહિત્ય ગોષ્ઠિ હતી અને તે પુરી થયા બાદ જયારે એક લેખકે જીગર પાસે આવી ને કહ્યું- શુ તારી પાસે માથામાં નાખવાનું તેલ છે?

જીગરે સંકોચ માં કહ્યું તેલ નથી.
નિરાશ થતા લેખકે ઉમ્મીદ ન છોડી અને કહ્યું - અચ્છા કોઈ વાંધો નહી હુ તેલ લગાવ્યા વગર માથું ઓળાવીશ દાતિયો આપ!

જીગરે સંકોચ માં કહ્યું દાતિયો પણ નથી.
લેખકે નિરાશ થતા ફરી હાર ન માની અને કહ્યું - કેવો છોકરો છે તુ ? અચ્છા ચાલ તો અરીસો તો આપ જેથી હુ ખાલી મારું મોઢું તો જોઈ શકુ.

જીગર - અરીસો પણ નથી.
લેખક - જે ઉંમર માં તારા જેવા યુવાનો નવી નવી ફેશન કરતા નથી થાકતા એ ઉંમર માં તુ આ કેવી તપસ્યા કરી રહ્યો છે ?

જીગર - હુ psc ની તૈયારી કરી રહ્યો છું. ભણવાનો ખર્ચ ઉપાડવા હુ અહીં નોકરી કરું છું. તેલ, દાંતિયો, અરીસા ની જરૂર નથી પડતી. એક વર્ષ થી તો મે મારું મોઢુંય અરીસામાં જોયું નથી સાહેબ. એક છુપાયેલ ગર્વ ની ભાવના તેના મોઢા પર છલકાય.

જીગરે તેની વાત પુરી કરીને તે લેખક ને તેનો થેલો આપ્યો. લેખકે તેની કાર માં બેસતા જીગર ને આશીર્વાદ આપ્યા - તું જરૂર સફળ થઈશ બેટા.
પાછા જતા તે લેખક ની આખો ભીની થઈ ગઈ. એની સામે સરળ કવિતા ગુથાતી નજરે પડી.

ત્રણ ચાર મહિના લાઈબ્રેરી માં જીગર ને થયા પણ તેના કોઈજ મિત્રો તેની હાલ ચાલ પૂછવા આવ્યા ન હતા. પંડિત પણ એક વખત જ તેને મળવા આવ્યો હતો. હવે લાઈબ્રેરી ની પુસ્તકો જ તેનો સહારો હતી.

એક દિવસ લાઈબ્રેરી ના મેનેજરે જીગર ને કહ્યું કે લાઈબ્રેરી માં સાફસફાઈ કરાવાની છે એટલે લાઈબ્રેરી માં જે પસ્તી રાખેલ છે તે વેચી નાખે. જીગરે બધી પસ્તી પાંચ હજાર માં વેચી નાખી. મેનેજરે હિસાબ માંગ્યો જીગરે હિસાબ આપી દીધો. મેનેજરે કહ્યું પાછળ ના વર્ષે તો સાત હાજર ની પસ્તી થઈ હતી. આવખતે કેમ આટલી જ ?

જીગરે ઈમાનદારી થી કહ્યું સર આટલાની જ પસ્તી નીકળી હતી. મે સાત માણસો ને પૂછ્યું અને જેને વધારે પૈસા કીધા તેનેજ વેચી છે.
પરંતુ મેનેજર નો અવિશ્વાસ વધતો જતો હતો. અને તેને જીગર ની ઈમાનદારી ઉપર જેમ તેમ કહ્યું. જીગર ને પણ થતું કે કોઈ કડવી ભાષામાં એને જવાબ આપી દે. અને જીગરે વિચાર્યું મે જ્યા તેની ઈમાનદારી ની કદર ન હોઈ ત્યાં તે કામ નહી કરે. અને તે કઈ બોલ્યા વગર જ નીચે ચાલ્યો ગયો.

નીચે ઉભા ઉભા વિચાર આવ્યો કે તો તે રહેશે ક્યાં ? વાંચશે ક્યાં ? તૈયારી માટે પૈસા ક્યાંથી આવશે ?
તેના મન માં ઉહાપોહ ચાલતી હતી.

રાત્રે તે એક દિવસ લાઈબ્રેરી માં વાંચી રહ્યો હતો. અને તે લાઈબ્રેરી ની જર્જરિત દીવાલ અને એમાંય તેને મેહસૂસ થયું કે બધું હલી રહ્યું છે. પંખો પણ ખુબ જ હલવા લાગ્યો, દીવાલ પણ હલી રહી હતી.
પછી જીગર ને નીચે આવાજ સાંભળવા મળ્યો કે
ભૂકંપ આવ્યો...ભૂકંપ આવ્યો...!!

જીગર ભાગીને નીચે ચાલ્યો ગયો. માર્કેટ માં ઘણા દુકાનદાર પણ ભાગીને સડક પર આવી ગયા. બધાજ ડરી ગયા હતા. થોડાક સમય પછી બધું સામાન્ય થયું અને બીજી વખત ભૂકંપ ન આવવાથી લોકો ને હશકારો થયો.

જીગર ને હવે લાઈબ્રેરી માં જવામાં ડર લાગી રહ્યો હતો. તે રાત્રી ના બાર વાગ્યા લગી સડક પર જ બેસી રહ્યો.
અને વિચારતો હતો કે આજ લાઈબ્રેરી મારા ઉપર હતી જાત ને હુ મરી જાત તો શુ ફર્ક પડત?
આ શહેર માં મને કોન શોધત? ત્રણ ચાર વર્ષ મે ગાંધીનગર માં રખડતાં રખડતાં કાઢી નાખ્યું મને શુ મળ્યું? ઈમાનદારી થી કામ કરતો હતો લાઈબ્રેરી માં એમાંય મેનેજરે બેઈમાન કહી દીધો.
તેની પાસે કોઈ ન હતું કે જેનાથી તે તેનું દર્દ બાટી શકે.
ત્યાં જ જીગર નજીક રામ મંદિર માં ગયો અને થોડી વાર રામ ભગવાન ની મૂર્તિ જોઈને વિચારવા લાવ્યો કે
હું પણ રામ ની જેમ અંતહિન યાત્રા પર નીકળ્યો છું. જેમાં દરેક પડાવ માં મળેલ દુઃખ ને સહન કરવા જ પડશે. પ્રતિભા એ સંઘર્ષ વગર શક્ય જ નથી અને જે ઈમાનદારી પુરી લગન થી મેહનત કરે છે સફળતા તેને મળે જ છે ખબર નઈ કઈ શક્તિ તેને મંદિર ના દ્વાર સુધી ખેંચી લાવી અને એક હકારાત્મક અભિગમ તેની અંદર આવવા લાગ્યો અને તે મંદિર ની સીડીઓ પાસે આવીને બોલ્યો
" હું કોઈ ખોટા આરોપ ને સહન નહી કરું મને કોઈ નઈ હરાવી શકે. હા હું એક દિવસ કલેકટર બની ને જ રહીશ આ શહેર ને આ મારું વચન છે."

to be continue...
ક્રમશ : આવતીકાલે
જયદીપ સોનારા "વિદ્યાર્થી"