2 in Gujarati Motivational Stories by Jaydip H Sonara books and stories PDF | માડી હું કલેકટર બની ગયો. - 2

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

માડી હું કલેકટર બની ગયો. - 2

🚔માડી હું કલેકટર બની ગયો 🚔

ખંડ - ૨


રાજકોટ થી ૬૦ કિમી દૂર અંતરીયાળ વિસ્તાર આવેલ સરસપુર ગામ ગામની વસ્તી આમતો ૪૦૦ લોકોની જે અને એમાંય ૩ ભાગ મા ગામ વિભાજીત હતું. આજ ગામમાં હરજીભાઈ કે જે એકદમ ભોળા સાવ સીધું સાદું જીવન જીવતા હતા પરિવારમાં તો એક દીકરો અને એક દીકરી દીકરો જીગર નાનો અને દીકરી કલ્યાણી મોટી તેમજ સરોજ નામની ધર્મપત્ની બસ આ ૪ પરિવાર ના સભ્યો હતા.

હરજીભાઈને ખેતર ખાલી ૬ વીઘા અને ૨ ગયો અને ૧ ભેંસ બસ આજ આવક ના સાધન અનાથી જ તેમના પરિવાર નું ગુજરાન ચાલતું હતું. હરજીભાઈ પુરી ઈમાનદારી થી મેહનત કરતા ખેતર ના દરેક કામ જાતેજ કરતા અને પશુપાલન પણ તે જાતે જ કરતા હરજીભાઈનો દા'ડો સવારે ૪ વાગ્યે ચાલુ થાય સવારે ખેતરે જઈ ને ત્યાંના કામ કરવાના અને પશુપાલન ના પણ સાથે સમજુબેન પણ હરજીભાઈના ખભે ખભો મળાવીને કામમા પુરી મદદ કરતા.

આમતો જીગરનું ઘર સાવ નાનું એક નળિયા વાળું એમાં ૨ ઓરડા અને એક રસોડું! ઘર ની એકદમ સામે જ ગામની પ્રાથમિક શાળા હતી. એટલે જીગર માટે આ વાત સાવ નસીબ ફૂટેલાં સમાન હતી કેમકે ઘરે થી શાળા જવાના બહાને ગુલ્લીઓ તો લાગતી નહી મા દરવાજે ઉભી રહે અને જીગર દફતર લઈને નિશાળે જાય! એમાં ગુલ્લી મારવી પણ કઈ રીતે ?
જીગરને નાનપણ થી જ નિશાળે જવું ગમતું નહી અને એમાંય પરાણે માં મારીને પણ નિશાળે મોકલે. છતાં ક્યાંરેક જીગર શાળામાંથી ભાગી ને ક્રિકેટ રમવા ભાગી જાય આમજ એનુ બાળપણ વીત્યું. બાળપણ નો એનો સાથીદાર અને પાક્કો મિત્ર પંકજ આમતો બંને સાથે જ હોય આખો દિવસ અને આખાય ગામમા બંને ની મિત્રતાની પ્રશંશા પણ થતી હતી. આમજ જીગરે ધોરણ નવ સુધી ગામની શાળામા જ અભ્યાસ કાર્યો અને ધોરણ ૧૦ થી ધોરણ ૧૨ સુધી નો અભ્યાસ એને વાંકાનેર તાલુકા માં કાર્યો.

માર્ચ ની એ વહેલી સવાર હતી. ઘર ની બહાર સુતેલ જીગર ના ચહેરા પર સૂર્યનો પ્રકાશ પાડવા લાગ્યો હતો. થોડીવાર જીગર બેઠો થયો. એને જોયું કે એનો ઓસરી પર એનો મિત્ર બેઠો બેઠો ગણિત ના દાખલા ગણી રહો હતો. ગણિત ના પ્રશ્નો તો જીગરને પણ સોલ્વ કરવા જોઈએ પણ આજે તો બોર્ડ ની પરીક્ષા છે. એમાંય ગણિતનું જ પહેલું પેપર આજેજ!
પણ ગણિત માં કઈ ટપ્પો પળે એમ હતો નહી છતાં
જીગર ઉભો થઈને તેના મિત્ર પાસે જઈને બેઠો અને બાજુમાં પડેલ ગણિત ની બુક ઉપાડી અને વાંચવા લાગ્યો.
પછી થયું કે અત્યાર સુધી કઈ ના થયું હવે બે-ચાર કલાક માં થોડો એ રામાનુજમ બની જવાનો!...એ હા મુકી ચોપડીઓ અને જીગર ઉપડ્યો હવે તેની બોર્ડ ની પરીક્ષા આપવા. આમતો દસ માના બોર્ડ માં જીગર ગણિત માં ૧ માર્ક થી બચી ગયો હતો.....હા પુરા 33 માર્ક આવ્યા હતા ! અને એમાંય બાજુવાળા ની અસીમ કૃપા હતી. આ વખતે પણ જીગર ને આવીજ આશા હતી.

આજે જીગર ની જેમ જ ગામ માંથી ઘણા છોકરા અને છોકરીઓ પરીક્ષા નું પહેલું પેપર દેવા જતા હતા. પરીક્ષા નો સમય પણ થઈ રહ્યો નહી જીગર પણ ઘરે થી નીકળી ગયો. અને ગામના ચોક માં પહોંચ્યો. ત્યા જ બાજુમા હનુમાનજી મંદિર જોઈને જીગર ત્યા ગયો બોલ્યો " હે હનુમાનજી, ગણિતમાં બેડો પાર કરાવી દેજે બસ તારોજ સહારો છે. "

પ્રાર્થના કરીને એ પાછો ચોક પાસે આવ્યો ત્યારે મહેશ (કે જે જીગર સાથે ભણતો અને અવ્વલ અવતો હંમેશા ) અને તેના પિતાજી ભુરાકાકા આવ્યા સામેજ ઉભા હતા બંને બસ ની રાહ જોઈ રહ્યા હતા. ત્યાંજ એક છોકરો બોલ્યો " ભુરાકાકા, મહેશને સાથે લઈને પરીક્ષા ચોરી કરવા જાઓ છો? "

ભુરાકાકા તો મહેશને પરીક્ષા અપાવવા લઈ જઈ રહ્યા હતા. અને આવી વાત સાંભળીને ખુબજ પીડા થય ગુસ્સા માં બોલ્યા " ના તમારા જેવા એ ને'હાળ નું મોઢુંય જોયું નય હોય, મારું હારુ તમે નાતો કોઈ ચોપડી ઓ વાંચી ને તમ શુ જાણો કે હારુ ભણવાનું શુ કેવાય નીકળી પાળ્યા મારા હારા રિઝલ્ટ આવહે તયે બધી ખબર પડહે. હમજ્યો લ્યા"
આટલું કેહતા ભુરાકાકા એ નજર બીજી દિશા માં કરી લીધી બસ ની રાહ માં....!!
પણ અમારા ગામ માં હાર તો કોઈએ માનવાનુ શીખ્યું જ નથી. ભુરાકાકા ની વાત સાંભળી એ છોકરાઓ ની ટોળકી ગુસ્સે થય ગય. એમાંથી કોઈક બોલ્યું ભુરાકાકા સામે જોઈને " ભણીને કોઈ પોલીસવાળો બનહે, ને કોઈક શિક્ષક બનીને આમજ આપણી નેહાળ ની જેમ બધાને ઘડિયા બોલાવશે બીજું શુ કરશે?"
ત્યાં જીગર ને લાગ્યું કે માહોલ બગળશે તો બચાવમાં બોલ્યો ' શિક્ષક ની તો બઉ જ સારી નોકરી છે મારી લાગી જાય તો મજા જ આવી જાય'

'લ્યા એના માટે બારમું પાસ કરવું પડહેને, તુ કેમ કરીશ જીગલા? ને તારે ને ગણિત ન છત્રી નો આકળો લ્યા.. ને એલાવ સાંભળ્યું હે કે આવખતે કોય કોપી કેસ નહિ કરવા દેવાના!' એક છોકરા એ જીગર ને જાણકારી આપતા કહ્યું

ત્યાંજ ધડ ધડ કરતો એક ટેમ્પો જેવી બસ આવીને ઉભી રહી ગઈ. જીગર, મહેશ અને ભુરકાકા બસ માં બેસી ગયા.
ત્યાંજ વાંકાનેર ના એ શ્રી લાલબહાદુર શાસ્ત્રી શાળા પાસે બસ ઉભી રહી જીગર અને મહેશ નિશાળ માં ગયા અને ભૂરા કાકા તેના સબંધીના ઘરે ચાલ્યા ગયા.

જીગર અને મહેશ અલગ અલગ કલાસ માં હતા જીગર તેના કલાસ માં જઈને બેઠો રીત અનુસાર પેપર બધાને આપવામાં આવ્યા જીગર ગણિત નું પેપર ખોલ્યું જોયું તો જાણે કાંઈજ સમજ માં ના આવ્યું પછી એને વિચાર આવ્યો કે મારું હારુ કંઈક ના લખવા કરતા આ પેપર ની જે રકમો છે તેને જ આડાઅવળી કરીને દરેક દાખલા માં બે ત્રણ વાર રકમ જ લખી નાખું કોય તો પાસ કરી દેહે ને !
આટલું વિચારતા વિચારતા અને પેપર ને એકી ટકે જોતા જ સમય હવાની ગતિ એ જઈ રહ્યો હતો.

એકાદ કલાક થઈ અને ત્યાં શાળા ના એક શિક્ષક આવ્યા અને બોલ્યા કે આઠ સવાલ બધા બાકી રાખી દેજો હમણાં રસિક સાહેબ આવશે અને તમને આઠ સવાલ ના જવાબ લખાવશે. આટલું સાંભળતા જાણે ખુદ હનુમાનજી જ કેમ ના આવ્યા હોય એવી રીતે એ શિક્ષકને જીગર જોતો જ રહ્યો બસ પછી શુ!
રસિક સાહેબ આવ્યા અને હજી ત્રણ જ સવાલો ના જવાબ લખાવ્યા હતા કે ત્યાં એક સફેદ અને માથે પીળી લાલ લાઈટો લાગેલી એક બોલેરો નિશાળ ના મેદાન માં આવી અને પોલીસ ની વર્ધી માં પાંચ જણા સીધાજ ઉત્તરી ને આચાર્ય ને શોધવા લાગ્યા!
ત્યાં એકા એક એ આચાર્ય ની ઓફિસ પોહચ્યાં અને બધા કલાસ માં તપાસ માટે એક એક પોલીસ વાળા આવ્યા અને ઘણું બધું ચોરી નું સાહિત્ય મળ્યું ત્યાં એક પોલીસ વાળા એ કોઈને ફોન કર્યો!
થોડી વાર માં ત્રણ ગાડી આવી એક સાહેબે ઇન્શર્ટ ટાઈટ કપડા પહેરેલ તેની અજુ બાજુ માં ઘણા બીજા તેને નમસ્તે કરતા

ત્યાં આચાર્ય સાહેબ આવ્યા અને બોલ્યા " અરે કલેકટર સાહેબ તમે અહીં કોઇ કોપી નથી કરતું આપણું સેન્ટર હવે બદલાય ગયું છે "
કલેકટરે ચિઠ્ઠી ની બોરી મંગાવાનો ઈશારો એક અધિકારી તરફ કર્યો. અધિકારી એક બેગ માં ચીઠીઓ પકડેલી આખી શાળા માંથી તે લઈને આવ્યો અને આચાર્ય ને બતાવવા જતો હતો કે
કલેકટરે બેગ તેના હાથ માંથી લઈને આચાર્ય જોવે એ રીતે ધડામ બેગ માંથી બધી ચિઠ્ઠી નીચે ઢોરી નાખી અને બોલ્યા " આ બધું શુ છે આ બધું નહી ચલાવી લેવાય એમ કહીને પોલીસને હુકમ કર્યો આચાર્ય અને તેના સાથીઓ જે ચોરી કરાવતા તેને પકડી લીધા

છેલ્લે પરીક્ષા માટે 20 મિનિટ સમય લંબાવી આપવામાં આવ્યો જીગરે જેમ તેમ ગણિત નું પેપર આપ્યું પરંતુ તેના માનસ ચિત્ર ઉપરતો એ કલેકટર ની આન બાન અને શાન જ ભમતી હતી...
એને ખબર ન હતી કે કલેકટર એટલે કોણ? શુ કામ હોય છે એનું ? શુ કરે છે ? કઈ જ ખબર ના હતી!

એ ગણિતનુ પેપર પૂરું થયું જીગર બસ માં જતા જતા રસ્તા માં એ કલેકટર ને જ વાગોળતો હતો......!!


ક્રમશ: આવતી કાલે
જયદીપ સોનારા " વિદ્યાર્થી"