National Spinach Day in Gujarati Health by Jagruti Vakil books and stories PDF | નેશનલ સ્પીનાચ ડે

Featured Books
  • આંખની વાતો

      પુષ્ટિ  બગીચામાં ફરતી હતી અને પોતાના ભૂતકાળની વાતો યાદ કરત...

  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

Categories
Share

નેશનલ સ્પીનાચ ડે

વિશ્વ પાલક ભાજી દિવસ

“I’m Popeye the Sailor Man,I’m Popeye the Sailor Man,I’m strong to the finich,‘Cause I eats me spinach…”

કાર્ટુનમાં આવતી આ વાત પાલક ખાઈને દુશ્મનોના બાર વગાડી દે એવું બતાવાયું છે. બાળકોને પાલક ખાવ પ્રેરતું આ વાક્ય સાવ ખોટું નથી. સ્પિનેચ એટલે કે પાલક ખરેખર શરીરને દરેક રીતે લાભ કરે છે અને વ્યક્તિને શક્તિશાળી બનાવે છે. અઢળક પોષક તત્ત્વોના કારણે પાલકને જીવનરક્ષક ભોજન કહેવામાં આવે છે.

દર વર્ષે ૨૬ માર્ચે વિશ્વ પાલક દિવસ ઉજવવામાં આવે છે જેનો હેતુ સ્વાસ્થ્ય માટે પાલક કેટલી લાભદાયી છે તે સમજાવી, લોકો લીલીભાજી અને પાલકની ભાજીનો ઉપયોગ સ્વસ્થ શરીર માટે વધુમાં વધુ કરે તે છે. પાલક શરીરના દરેક કામમાં મદદગાર બને છે. પાલકની ભાજી ખાવાથી પાચનતંત્રમાં રેસા ઉમેરાય છે એટલે પાચન સરળ થઈ જાય છે. પાચનતંત્રનું કામ સહેલું બનતાં પાચન તંત્ર મજબૂત બને છે. પાલકથી હિમોગ્લોબીન વધે છે, રોગપ્રતિકારશક્તિ વધે છે, આંખોને લાભ થાય છે, ચામડીનું તેજ વધે છે અને વાળ ખરતા હોય તો અટકી જાય છે.

ન્યૂટ્રિશનિસ્ટ પ્રીતિ દેસાઈએ 'પાવર પ્લે ઓફ લીફી ગ્રીન્સ' પુસ્તક લખ્યું છે કે દરેક વિટામિનની એક અલગ પદ્ધતિ છે, જેનાથી તણાવ ઘટે છે. આ સાથે લીલાં પાંદડાંવાળી શાકભાજીમાં મેગ્નેશિયમ અને કેલ્શિયમ પણ ભરપૂર હોય છે. જો મેગ્નેશિયમની ઊણપ હોય તો ચિંતાના વિકારનું કારણ બને છે. આ સ્થિતિમાં ભાજી ખાવી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી માનવામાં આવે છે.બધી ભાજીઓમાં સૌથી વધુ ગુણકારી છે પાલકની ભાજી- એમ ડાયટિશિયન ડૉ.વિજય શ્રી પ્રસાદ જણાવે છે. ડાયટમાં પાલકનો સમાવેશ કરવાથી બ્લડ ગ્લુકોઝ લેવલ કંટ્રોલમાં રહે છે. કેન્સરનું જોખમ ઓછું થાય છે અને હાડકાં મજબૂત થાય છે. એમાં રહેલાં વિટામિન્સ અને મિનરલ્સ ઘણા ફાયદાઓ કરે છે.

પાલક ખાવાના ફાયદા આ મુજબ છે:

*પાલક ખાવાથી હિમોગ્લોબીન વધે છે. લોહીની ઊણપ હોય તે વ્યક્તિઓને પાલક ખાવાથી ખૂબ ફાયદો થાય છે.

* ગર્ભવતી સ્ત્રીઓમાં ફોલિક એસિડની ઊણપ દૂર કરવા માટે પાલકનું સેવન લાભદાયક હોય છે.

* પાલકમાં રહેલું કેલ્શિયમ બાળકો, વૃદ્ધાઓ, ગર્ભવતી સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી માતાઓ માટે બહુ ફાયદાકારક હોય છે.

* પાલકનું નિયમિત સેવન કરવાથી યાદશક્તિ પણ મજબૂત થાય છે. એટલે વિદ્યાર્થીઓ માટે પણ તે આદર્શ છે.

  • પાલકમાં રહેલું ફ્લેવોનોઈડ્સ એન્ટિ ઓકિસ્ડેન્ટશરીરમાં રખડતો કચરો દૂર કરનાર રસાયણનું કામ કરે છે.
  • પાચન મજબૂત અને લોહી શુદ્ધ થતાં રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે.
  • પાલક નિયમિત ખાવાથી હૃદયસંબંધી બીમારીઓ પણ દૂર થાય છે.
  • સલાડમાં આનું સેવન કરવાથી પાચનતંત્ર મજબૂત બને છે.
  • પાલકમાં રહેલું બીટા કેરોટિન અને વિટામિન સી ક્ષય થવાથી પણ બચાવે છે.
  • પાલકના ખનિજ તત્ત્વો અને બીટા કેરોટિન સાંધાની બીમારીઓ સામે પણ રક્ષણ આપે છે.
  • પાલક આંખો માટે ખૂબ લાભદાયી હોય છે.
  • ત્વચાને ડ્રાય થતી બચાવે છે. પાલકની પેસ્ટ ચહેરા પર લગાવવાથી ત્વચા પણ નિખરશે.
  • વાળ ખરતા અટકાવવા માટે પણ દરરોજ પાલક ખાવી જોઈએ.

૧૦૦ ગ્રામ કાચી પાલકમા ૯૧.૪ ગ્રામ પાણી, ૨૬ કીલોજુલ કેલરી,૦.૪ ગ્રામ શર્કરા,૩.૬ ગ્રામ શર્કરા,૨.૨ ગ્રામ રેષા,૯૯ મિલિગ્રામ કેલ્શિયમ,૦.૮૧ ગ્રામ આયર્ન,૭૯ ગ્રામ મેગ્નેશિયમ,૫૫૮ ગ્રામ પોટેશિયમ,ઉપરાંત વિટામિન એ,વિટામિન K, ફાઈબર, ફોસ્ફરસ અને થાઈમીન હોય છે, જેમાં મોટા ભાગની કેલરી પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સમાંથી આવે છે. 100 ગ્રામ પાલકમાં 28.1 મિલિગ્રામ વિટામિન-સી હોય છે. આ દરરોજના ડાયટમાંથી મળતા વિટામિન સી ના 34% છે .આમ, પાલકમાં આયર્ન, પોટેશિયમ, વિટામિન ઈ અને મેગ્નેશિયમ સારા પ્રમાણમાં હોય છે.તેથી પ્રેગ્નન્સીમાં પણ પાલક ખાવી ખૂબ જ સારી માનવામાં આવે છે.દૂધ પુરતા પ્રમાણમાં ના મળે એવા બાળકોને પાલકની રસ પીવડાવવામાં આવે તો પૂરતા પોષક તત્વો મળી રહે છે.

આયુર્વેદ અનુસાર પાલક વાયુ કરનાર, ઠંડો,કફ કરનાર, ઝાડો છૂટો પાડનાર,મદ,શ્વાસ,પિત્ત,લોહીનો બગાડ અને કફનો નાશ કરનારા છે.યકૃતના રોગ કૃમિ અને મૂત્રરોગ મટાડવામાં ખુબ ઉપયોગી છે. પલકમાં સાજીખાર અને ચીકાશ વધુ હોવાથી પાથરીને ઓગળી બહાર કાઢે છે.

પાલક સામાન્ય રીતે શાકભાજી તરીકે ખાવામાં આવે છે.જો કાચી,બાફીને કે વરાળમાં રાંધીને ખાવાથી તેમાંથી વિપુલ માત્રામાંએન્ટી ઓક્ષીડેન્ટમળે છે. એને બટાટા અને ટામેટાં સાથે મિક્સ કરીને પણ બનાવવામાં આવે છે. પનીર સાથે પાલકનું શાક પણ બનાવવામાં આવે છે. પાલકને સલાડ તરીકે પણ કાચી ખાવામાં આવે છે. પાલકનો રસ, પાલકના પરાઠા અને પાલકને દાળ સાથે પણ રાંધી શકાય છે.દૈનિક ભોજનમાં 1 થી દોઢ કપ રાંધેલી પાલક લઇ શકાય છતાં વ્યક્તિની તાસીર મુજબ પોતાન ડોક્ટર અથવા ડાયેટીશિયનની સલહ મુજબ પલકનો નિયમિત ઉપયોગ તંદુરસ્ત શરીર બનાવે છે.

તો ચાલો આજે વિશ્વ પાલક દિવસ નિમિતે સંકલ્પ લઈએ જીવનરક્ષક ભોજન કહેવાતી પાલક ભાજી નિત્ય ભોજનમાં અપનાવીએ સાથે જરૂર ગણગણીએ:

રોજ ખાવ ભાજી, મન રહે રાજી ને તન રહે સાજુ !