Mosam Aavi Parikshani. in Gujarati Motivational Stories by Jagruti Vakil books and stories PDF | મોસમ આવી પરીક્ષાની

Featured Books
  • فطرت

    خزاں   خزاں میں مرجھائے ہوئے پھولوں کے کھلنے کی توقع نہ...

  • زندگی ایک کھلونا ہے

    زندگی ایک کھلونا ہے ایک لمحے میں ہنس کر روؤں گا نیکی کی راہ...

  • سدا بہار جشن

    میرے اپنے لوگ میرے وجود کی نشانی مانگتے ہیں۔ مجھ سے میری پرا...

  • دکھوں کی سرگوشیاں

        دکھوں کی سرگوشیاںتحریر  شے امین فون کے الارم کی کرخت اور...

  • نیا راگ

    والدین کا سایہ ہمیشہ بچوں کے ساتھ رہتا ہے۔ اس کی برکت سے زند...

Categories
Share

મોસમ આવી પરીક્ષાની


વાંચન દ્વારા વ્યક્તિના વ્યક્તિત્વનો વિકાસ થાય છે.જીવનના દરેક તબક્કે વાંચનનો શોખ અને સાહિત્ય પ્રકાર બદલાતા રહે છે.આજે વાત કરવી છે કારકિર્દીના પ્રથમ અને મહત્વના તબક્કે ઉભેલ બોર્ડના વિદ્યાર્થીએ પરીક્ષાને અનુરૂપ કેવું વાંચન કરવું જોઈએ અને તે સંદર્ભે વાલીએ કઈ રીતે મદદરૂપ થવું જોઈએ તે.બાળક વધુમાં વધુ ગુણ મેળવે પણ ઓછી મહેનત અને યોગ્ય દિશામાં મહેનત કરે તે માટે આટલું જરૂર ધ્યાન રાખીએ:સ્વસ્થ શરીર નિયમિત જીવન શૈલી અને પોષણક્ષમ આહાર દ્વારા મન સ્વસ્થ રહે છે આથી બાળકની જીવન ચર્યા યોગ્ય રીતે ગોઠવાય તે જરૂરી છે જેમાં સમજપૂર્વકનું, શાંત, સ્વસ્થ વાંચન ને અનુરૂપ સમય રાખો.વાંચન શરૂ કરતા પહેલા થોડો સમય ધ્યાન યોગનો સમય ફાળવવાથી મન એકાગ્ર થાય જેથી ઓછા સમયમાં વધુ યાદ રહી શકે.ઊંઘ માટે પૂરતો સમય ફાળવવો જરૂરી.વાંચનનું આયોજન દૈનિક થાય તથા બાળકની ક્ષમતા મુજબ નિયમિત અને પરીક્ષાના છેલ્લા દિવસ સુધીનું વ્યવસ્થિત રીતે થાય તે ખૂબ જરૂરી.બધા વિષયોનું સરખું ભારણ આવી તે રીતે ટાઈમટેબલ ગોઠવવું.બોર્ડ પરીક્ષા નજીક હોય ત્યારે રાત્રે મોડે સુધી જાગીને વાંચે એ કરતા પૂરતી ઊંઘ લીધા પછી સ્વસ્થ મને, પરોઢે વહેલા ઊઠીને વાંચે તો વધુ સારી રીતે યાદ રહી શકે છે.શક્ય હોય ત્યાં સુધી રોજનું વચન છેલ્લી ઘડીનું ભારણ ઘટે છે અધ્યયન સાથે રોજનો લેખિત મહાવરો લખાણ દ્વારા કરવાની ટેવ પાડવી જોઈએ.સતત વાંચન કરતી વખતે દર એક કલાકે બે થી પાંચ મિનિટ ઉઠી જવું ચાલુ હળવું ઊંડા શ્વાસ લેવા જેવી પ્રક્રિયાઓ કરવી જેથી એકાગ્રતા જળવાય રહે.આ સમયે ટીવી કે મોબાઈલ ને શક્ય હોય ત્યાં સુધી પોતાનાથી દૂર રાખવા. ખાસ વાલીઓએ ધ્યાનમાં રાખવા જેવી બાબતો:વાલીઓએ બોર્ડનો હાઉ દૂર કરવો જોઈએ.સમગ્ર અભ્યાસક્રમનું પરીક્ષાને અનુરૂપ દૈનિક અને વાર્ષિક બંને આયોજન વાલીએ બાળક સાથે મળીને કરી નાખવું જોઈએ.બાળકને પ્રેરણાસ્ત્રોત પૂરા પાડવા માટે મહાન વ્યક્તિના જીવનચરિત્રની વાતો કરવી.ગત વર્ષના ટોપર વિદ્યાર્થીઓને મળી તેમની વર્ષભરની અભ્યાસ પદ્ધતિ મળે તો તે મુજબ આયોજન કરવા બાળકોને પ્રેરવા.વાલીઓ દ્વારા બાળકને વારંવાર ટોક રોક ન કરવું. અન્ય બાળક સાથે સરખામણી ન કરવી. અન્યની હાજરીમાં પોતાના બાળકને ઉતારી ન પાડવા અથવા તેની ખામીઓ ન દેખાડવી જોઇએ.ઘરનું અને આસપાસનું વાતાવરણ તથા મિત્રો બાળકને ખાસ અસર કરે છે.ઘરમાં ખાસ શાંત,સુમેળ અને સંવાદિતા ભર્યું વાતાવરણ રાખવા સાથે બાળકને સતત પ્રોત્સાહિત કરવા અને પૂરતી હુંફ પૂરી પાડવી.બોર્ડ પરીક્ષા સમય અથવા બાળકને વાંચન સમયે ઘરમાં ટીવી અથવા અન્ય ઉપકરણોનો ઉપયોગ મર્યાદિત થાય તે વાલીએ પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી બને.બાળક કેવા મિત્રો સાથે હરે-ફરે છે અને કઈ રીતે શાળા સિવાયનું પોતાનો સમય વ્યતીત કરે છે તે ધ્યાનમાં રાખવું.પોતાના બાળકની ક્ષમતાને ઓળખી તેના કરતા વધુ અપેક્ષા બાળક પર ન થવી અને પોતાના અધૂરા સપના બાળકો પર ન થોપતા બાળકને જે વિષયમાં રસ રુચી છે તે મુજબ તેની આગળ વધવા સતત પ્રેરણા આપવી.બાળકના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું તેની તંદુરસ્તી પ્રત્યે સજાગ રહીને પોષણ ક્ષમ પૂરતો અને સમયસર આહાર આપવો શક્ય હોય ત્યાં સુધી બહારનું ખાવાનું ટાળવું.

શાળા,વાલી સૌના કેન્દ્રસ્થાને આપણું બાળક રહે છે બાળકોનો સર્વાંગી વિકાસ અને સારા વ્યક્તિત્વનું ઘડતર એ જ આપણું સામાન્ય ધ્યેય હોય છે નવી પદ્ધતિ આ વાતને પ્રાધાન્ય આપે છે.બાળકે કેટલું વાંચ્યું તે કરતા શું વાંચ્યું અને શું વાંચ્યું તે કરતા કેટલું સમજીને યાદ રાખ્યું. સૌથી અગત્યનું છે યાદ રાખ્યું તે કરતાં પણ તેની રજૂઆત કઈ રીતે અને કયા શબ્દોમાં કરે એ બાબત બાળક ધ્યાનમાં રાખે તો સફળતાના ઉચ્ચતમ શિખરો જરૂર કરી શકશે.