Piyar - 10 in Gujarati Short Stories by Krishna books and stories PDF | પિયર - ૧૦

The Author
Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

Categories
Share

પિયર - ૧૦

સપ્તપદીના સાત વચનો,
આજથી માન્ય રાખું છું,
નહી ઉલાંઘુ ઉંબર તારો,
એવો સાથ માંગુ છું,
રૂઠિશ તું તો મનાવિસ હું,
એવો અવકાશ માંગુ છું,
ઘર તારો સંસાર મારો,
હું સ્વર્ગ બનાવવા માંગુ છું.
હું સ્વર્ગ બનાવવા માંગુ છું.


આજ વર્ષો બાદ અવનીને સુરજની એના પ્રત્યેની લાગણી જોઈને હૈયું ભરાઈ આવ્યું. સુરજ અવનીનો હાથ પકડીને એને રૂમમાં લઈ આવે છે. એની માટે લાવેલો પંજાબી ડ્રેસ એને પહેરીને જોવા કહે છે. અવની જ્યારે એ પહેરીને બહાર આવે છે, ત્યારે સુરજ એને એકીટશે, અપલક જોતો જ રહી જાય છે. એ આછા ગુલાબી રંગના સિમ્પલ અને સોબર ડ્રેસમાં આપણી અવની પણ એકદમ તાજા ખીલેલા ગુલાબ ની જેમ ખુબ સુંદર લાગતી હતી. લગ્ન બાદ લગભગ પહેલી વાર આજ સુરજે અવનીને આટલા ધ્યાનથી જોઈ હશે. સુરજને અવનીપર બઉ વ્હાલ આવતો હતો, આજ એની આંખોમાં અંગાર ને બદલે પ્રેમ અને શીતળતા હતી. એણે આગળ વધીને અવનીને પ્રેમથી પોતાના બાહુપાશમાં લીધી. પણ સુરજના સ્પર્શે અવની અવની જરાક ગભરાઈ ગઈ, એને એવું લાગ્યું,કે જાણે હમણાં સુરજ ચાર દિવસ પહેલા વાળો સુરજ બની જશે. જેને અવનીની લાગણીઓ કે અવનીના પ્રેમથી કોઈ ફરક જ નોતો પડતો. જે ફકત પોતાની વાસના સંતોષવા અવનીને મશીનની જેમ વાપરી નાખતો.

સુરજ જાણે અવનીના મનને ભાળી ગયો હોય, એમ એનો હાથ પકડીને એને કહે છે," ગભરાઈશ નહિ, હું બદલાઈ ગયો છું. મને મારી ભુલોનું ભાન થઈ ગયું છે. આજ પછી તારી મરજી વગર તને સ્પર્શ નહિ કરું. હવે મને તારા સ્પર્શનો ઇંતજાર રહેશે. જો મને માફ કરી શકે તો જ કરજે, બાકી હવે મારી માટે તારા આત્મસંમ્માંનનું બલિદાન ન આપીશ. હું તારી માફીને કાબેલ નથી, પણ તું મને માફ કરીશ એવી આશાએ તારી વાટ જોઈશ. આમ કહીને સુરજ અવનીના માથાપર એક વ્હાલ ભર્યું ચુંબન કરે છે, ને પોતાની આંખો લૂછતો ઘરની બહાર જતો રહે છે.

અવની સુરજના આ નવા બદલાયા રૂપ વિશે વિચારી રહી હતી, આજ એનું મન ક્યાંય કામમાં લાગતું નહતું, જેમ તેમ એણે રસોઈ પતાવીને કચરા પોતા કરવા લાગી. પોતામાં ફિનાયલ નાખતા થોડું બારે ઢોળાયું હતું જેના પર અવનીનું ધ્યાન નોતું ગયું. એ તો પોતાના વિચારોમાં જ કામ કરે જતી હતી. ને અચાનક ધડામ કરતો જોરદાર અવાજ આવ્યો, જાણે કોઈ ઠસોઠસ હવા ભરેલ ટાયર અચાનક ફાટ્યું હોય. સાથે ઓ માં, માડી રે, મરી ગયી રે, મને મારી નાખશે આ બાઈ. જો જો કેવા કાવતરા કરે છે, કે હું પડી જાઉં, મારા હાથ પગ ભાંગી જાય, હું એની ઓશિયાળી થઈ જાઉં. આવા અચાનક આવેલા અવાજથી અવની પોતાના વિચરો થી જબકીને વાસ્તવિકતામાં આવે છે ને જુએ છે કે આતો રસિલા હતી. અવનીની સાસુ, જે પડીને નીચે જમીનપર બેસીને વાયું કરતી હતી. અવની તરત એની પાસે આવે છે, અને એને ઊભું કરવાની કોશિશ કરે છે. પણ રસિલા એટલી બધી વજનદાર હતી કે બિચારી ફૂલ જેવી અવનીનું ગજું નોતું કે એને ઉપાડી શકે. એણે સુરજને ફોન કરીને બોલાવ્યો. તરત જ બન્ને એ મળીને રસિલાને ખભેથી પકડીને સોફા પર બેસાડે છે, અવની પાણી આપે છે. અને જેલ બામ લાવીને રસિલાના ઘુંટણમાં લગાવી આપે છે.

અવનીનું આટલું કરવા છતાંય રસિલાની બડબડ ચાલુ જ હતી. છેવટે સુરજ એને શાંત કરાવતા બોલે છે, " મમ્મી, અવનીએ કંઈ જાણી જોઈને નથી કર્યું, ને એ જો કચરા પોતા કરતી હતી, તને ખબર હતી, તો તારે એક જગ્યાએ બેસી રેહવાયને, હવે તે ન જોયું, ને પડી એમાં અવનીને શું દોષ આપે છે. એ તો બિચારી તારી સેવા જ કરે છે ને. હવે બસ થયું અવનીને તું કઈ નહિ બોલે, અમાં ભૂલ તારી હતી મમ્મી. અવની તું જા તારુ કામ પતાવી દે. હું બારે જાઉં છું, જમવા સમયે આવીશ. આમ કહીને સુરજ જતો રહે છે, રસિલા હજુ ધીમી ધીમી બોલબોલ કરતી જ હોય છે, ને અવની પાછી સુરજ વિશે વિચારતી પોતાના કામે લાગી જાય છે.

મીત્રો, તમને મારી આ પિયરની સફર કેવી લાગે છે, જો ગમતી હોય તો તમારા કિંમતી અભિપ્રાયો, અને સ્ટીકર આપીને મારી પ્રોત્સાહન વધારજો. હવે બીજી સફર આગળના ભાગમાં, ત્યાં સુધી આવજો, જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏