Piyar - 2 in Gujarati Short Stories by Krishna books and stories PDF | પિયર - 2

The Author
Featured Books
  • మీ టూ

    “సుకుమారమైన పువ్వుకి కూడా తుమ్మెద బరువు కాదు. మీరు మరీ అంత బ...

  • నెవెర్ జడ్జ్ ఏ Women - 5

    మౌనిక: రష్యా వెళ్లేముందు సార్ నాతో  చాలా మాట్లాడారు.ఒక వైపు...

  • ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 23

    ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ...

  • నెవెర్ జడ్జ్ ఏ Women - 4

    సూర్య ఇండియాకి వస్తుంది.తనకి తెలియకుండా కొంతమంది తనని Airpor...

  • మన్మథుడు

    "ఇక చెప్పింది చాల్లే అమ్మాయ్.. నీకు ఎంతవరకు అర్ధమయిందోకాని మ...

Categories
Share

પિયર - 2

"અવનીીીી ઓ અવનીીીી કયાં મરી ગઈ, કયારનો બોલાવુ છું બહેરી થઈ ગઈ છે કે, ખબર નહીં આ પનોતી મંદબુદ્ધિ મને જ કેમ પનારે પડી", બડબડાટ કરતો સુરજ રસોડામાં આવે છે, ને જુએ છે, કે ગેસ પર દુધ ઉભરાતું હતુ, તપેલામાં ચા બળીને તપેલી પણ આખી બળી ગઈ છે, સુરજે બંને ગેસ બંધ કર્યા, ને ફરી અવની ના નામની બુમો પાડવા લાગ્યો, એટલામાં રમીલા બેન તેમનાં ભારી ભરખમ શરીર ને ભારોભાર કરકશ અવાજ સાથે રસોડામાં આવે છે, ને સુરજને કહે છે, " અરે લાલા, તારી મહારાણી ને જોઈ છે કયાંય, છેલ્લી પચ્ચીસ મિનિટ થી બુમો પાડું છું, પણ એ મહારાણી છે કે એને સંભળાતુ જ નથી". લાલા જો તો કયાં મરી ગઈ છે કે પછી બેસી ગઈ છે કયાં આપણી ચુગલી કરવા. મા હું પણ કયારનો બોલાવુ છું, મનેય જવાબ નથી આપતી, ખમ તું મા હમણા એને સીધી કરું. સુરજ અવની ને શોધતા શોધતા રસોડાની ગેલેરી માં આવે છે, ને ખુરશી પર ઢળેલી અવની ને જોઈ ને પેલા તો સુરજ ગુસ્સે થાય છે, પણ જયાં અવની નો હાથ પકડી ઉભી કરવા જાય છે, ત્યાં અવની એકબાજુ ઢળી પડે છે, ને સુરજ ને ખ્યાલ આવે છે કે અવની બેભાન થઈ ગઈ છે.

મા, મા, મા "આ મહારાણી તો બેભાન થઈ ને બેઠી છે, પાણી લાવો", રમીલા બડબડાટ કરતી પાણી નો ગ્લાસ લાવે છે, ને કહે છે, લો હવે મહારાણી બેભાન થઈ ગયા, હવે શું 🤦‍♀️, આપણા તો નસીબ જ ફૂટેલા છે લાલા જે આવી આળસુ ને કામચોર વહુ મળી, હવે આને ભાન ન આવે ત્યાં સુધી કામ કોણ કરશે. સીમા ને અદિતી આવતીજ હશે હમણાં, ને બીચારી મારી સીમા ને આવીને અહીં પણ વેતરા કરવાનાં, સાસરે તો કરવાના જ હોય, પણ પિયર આવે ત્યારે ય બે ઘડી આરામ કરવા ન મળે. સુરજ અવની ને પાણી છાંટીને ભાનમાં લાવવાની કોશિશ કરી રહ્યો હતો પણ અવની ને હોશ ન આવતા, ન છુટકે ડૉક્ટર પાસે લઈ જવી પડી.

કેવુ છે ને મિત્રો, અહીં અવની બીચારી બેહોશ પડી છે, ને એની સાસુ ને એના પતિ ને ઘરનાં કામ ની ને એમની દિકરી ની ચિંતા છે, લોકોમાં માણસાઈ નામની ચીજ રહી જ નથી. સુરજ પણ પત્ની ના બદલે એની મા નીજ તરફદારી કરતો હોય. શું એ ભુલી ગયો, એ સપ્તપદીના વચનો, કે જેમાં એણે અગ્નિ ની સાક્ષીએ વચન આપ્યું હતું, "આજથી તારા સુખ, તારા દુખ મારા, તારું સન્માન એ મારું, તારા રક્ષણ ની જવાબદારી પણ મારી".તો કયાં ગયા એ વચનો, કે ફક્ત દેખાવ પુરતા જ હતા.
જયારે અવની, અવની તો બીચારી, સીધી ગાય જેવી. એ કાર્યેષુ દાસી બની, કર્મેષુ મંત્રી બની, ભોજેષુ માતા બની, શયનેષુ રંભા બની, રુપેષુ લક્ષ્મી ને, કર્મેષુ ધારિત્રી , શતધર્મ યુક્તા, કુલ ધર્મ પત્નિ બની, એણે એના દરેક કર્તવ્યોને પુરી નિષ્ઠા ને ઈમાનદારીથી નિભાવ્યા. પણ બદલામાં શું મળ્યું? સાસુનો તિરસ્કાર? નણંદોનો અણગમો? પતિની નફરત, ને ગુસ્સો?
કયારેક વિચાર કરતી અવની કે શું પોતે આ ડિઝર્વ કરતીતી? પણ કરમની કઠણાઈ કહો કે નસીબ નાં લેખા જોખા, આજ એનું નસીબ હતુ.


ડૉ,એ બધા રિપોર્ટ કર્યા, ને અવની ની સારવાર કરી એને હોશમાં લાવ્યા. રિપોર્ટમાં અવની ની બેહોશી નુ કારણ હાર્ટએટેક હતો એવું આવ્યું. પેલુ કેવાય છે ને કે, " મિત્રો પાસે મન ખોલીને જીવી લો, તો ડૉ, પાસે હ્દય ખોલાવવું નહીં પડે. પણ અવની નો ન કોઈ મિત્ર હતો કે ન કોઈ સખી. અરે એને તો પિયર જવાની પણ પરવાનગી નહોતી. કે એ પોતાના મનની વાત પોતાની મા સાથે કે પિતા સાથે મન ખોલીને વાત કરી શકે, મન હલકું કરી શકે.
અવની સાથે આગળ શું થાય છે, ને છેલ્લા પંદર વર્ષથી શું શું થતુ આવ્યું છે, અવની કેવીરીતે આ ઘરમાં આવી. એ બધું જાણો મારી સાથે આવતા ભાગ માં. તમને પિયર કેવી લાગે છે? તમારા અમુલ્ય અભિપ્રાયો કમેન્ટ કરીને જરુર જણાવજો.
જયશ્રી કૃષ્ણ🙏🙏🙏