Piyar - 9 in Gujarati Short Stories by Krishna books and stories PDF | પિયર - ૯

The Author
Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

Categories
Share

પિયર - ૯

મેઘના અવનીને દવા આપે છે, અવની પોતાની સાથે જે બન્યું એ વિચારતી સજળ નયને, એક ધ્યાને એના કાનાને ફરિયાદ કરે છે, દવા પોતાનું કામ કરે છે, ને અવનીને ઊંઘ આવી જાય છે. મેઘના ડૉક્ટર ને અવનીને હોશ આવી ગયાની જાણ કરે છે. અવનીના સૂતા પછી મેઘના વિરેન અને સવિતાની રજા લઈ પોતાને ઘરે જાય છે, ને થોડીવાર બાદ પોતે આવશે એવું કહી ને જાય છે.
સવિતા અવનીની પસંદની રસોઈ બનાવે છે, ને બન્ને અવનીના ઉઠવાની રાહ જોઈ રહ્યા હોય છે. લગભગ ત્રણેક કલાક પછી અવની ઉઠે છે. આંખ ખુલતા પલંગ પરથી નીચે ઉતરવાની કોશિશ કરતા ખુબ દુઃખે છે, દર્દના લીધે એના મોઢામાંથી ઓહમાં ની ચીસ નીકળે છે, સવિતા અને વિરેન અવનીની ચીસ સાંભળતા તરત દોડી આવ્યા. સવિતાએ અવનીને પુછ્યું, શું થયું બેટા કેમ ઊભી થઈ. કંઈ જોઈએ છે તો મને કે ને દિકરા, બાકી તારી હાલત હજુ ઠીક નથી. તારે આરામ કરવાનો છે. બોલ શું થયું. સવિતાની પ્રેમ ભર્યો આવાજ અને પોતાના પ્રત્યેનો દર્દ જોઈને અવનીને ખુદ પર ગર્વ થાય છે કે આ બંને મારા માતા પિતા છે.

સવિતા અવની માટે જમવાનું લઈ આવે છે, પણ અવની ભૂખ નથી એવું કહીને જમવાની નાં પાડે છે. સવિતા અને વિરેન અવનીને ખુબ પ્રેમથી અને આગ્રહથી, ને જીદ થી જમાડે છે. પોતાના લીધે પોતાના મા બાપને દુઃખ ન થાય એટલે અવની થોડું જમે છે. ત્યાં સુધી મેઘના પાછી આવે છે અને ડોક્ટરે આજેજ અવનીને હોસ્પિટલ લઈ જવાનુ કહ્યું છે એવું કહેતા ત્રણે અવનીને લઈને હોસ્પિટલ જય છે. અવનીનો ચેકઅપ થાય છે, અને રીપોર્ટસ આવે છે, ને ડૉક્ટર વિરેનને કહે છે કે, અવનીના ઇન્ટરનલ પાર્ટ્સમાં ખુબ ઊંડા ઘાવ છે, જેને રુઝાતા ખાસ્સો સમય લાગશે. ડૉક્ટર દવા આપે છે, ને ફરી પાછા ફોલોઅપ માટે થોડા દિવસના અંતરે આવવાનું કહે છે. બધા ઘરે પાછા આવે છે. અવનીની સારવાર ચાલુ થાય છે, સમય જતાં ધીરે ધીરે અવનીના બધા જ ઘા રુઝાઈ ગયા હતા. પણ એના મન પર લાગેલ ઘા ક્યારે ભરાશે??? હર પળ હર ક્ષણ હસતી રમતી ઉછળતી કુદતી અવની આજ એકદમ ધીર ગંભીર બની ગયી છે.દિવસો વિતતા જાય છે પણ અવની માટે સમય તો થંભી જ ગયો હતો.

-------------------------🍀🍀🍀🍀🍀🍀--------------------------

સુરજ બહારગામથી પાછો આવી ગયો છે. ઘરના બધા માટે કઈક ને કઈક મનગમતી વસ્તુ લાવ્યો છે, ને અવની માટે પોતાની પસંદનું પંજાબી ડ્રેસ. લાલા આ શું છે. આની શી જરૂર હતી. હમણાં જ સીમા પોતાના પાંચ છ ડ્રેસ આપી ગયી છે, એને એ જ ચાલશે, તારે વગર મતલબનો ખર્ચ કરવાની શી જરૂર હતી. લાવ આ મને આપીદે હું સીમાને આપી દઈશ. એમ પણ સીમા પર આ રંગ બઉ સરસ લાગશે. રમીલાએ સુરજના હાથમાંથી ડ્રેસ લેવા હાથ આગળ વધાર્યો, એ સાથે જ સુરજ રમીલાનો હાથ રોકી લે છે. મા બસ, બઉ થયું હવે. મને આપની ભૂલો સમજાઈ ગઈ છે, મારી આંખ ખુલી ગઈ છે, હવે તમે પણ સમયસર જાગી જાઓ તો તમારા માટે સારું રહેશે. અઢાર વરસ અવનીએ આ ઘરને આપ્યા, વગર વાંકે સાંભળતી રહી, ફકત એકજ આશામાં કે આપણે એને સમજીશું. પણ મા આપણે એના અરમાનો, એની ઈચ્છાઓ, એની ખુશીઓ, બધું જ રાખ કરી નાખી છે. ઉતરેલા કપડાં સાથે એને સન્માન પણ ઉતરતું આપ્યું છે, પણ હવે નહિ મા. મને મારી ભૂલો સમજાઈ ગયી છે, હવે તમને પણ સમજવું પડશે. નહી તો હું અવનીને લઈને અલગ રહેવા જતો રહીશ. રમીલા તો સુરજની વાતો સાંભળીને અવાચક થઈ ગયી. આંખો ફાડીને, મોઢું ખુલ્લું રહી ગયું. એ ફકત એટલું જ બોલી શકી, તું મારો સુરજ નથી, કોક બીજો રૂપવટીયો છે. મારો લાલો આવું ન બોલે, એ એની મા નો સાથ કદી ન છોડે.

આહા દોસ્તો, આ શું થયું. આ ધોમ ધખતો સુરજ આજ ગ્રહણ લાગેલા સુરજની જેમ ઠંડો કેમ પડી ગયો. તમને પણ આવા જ સવાલ થાય છે ને, તો જવાબ માટે જલદી જ મળીએ આવતા ભાગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

મિત્રો, જો તમને પિયરની આ સફર ગમતી હોય, તો તમારા અમુલ્ય પ્રતિભાવો અને આપીને મને વધુ સારું લખવા પ્રોત્સાહન જરૂર આપજો.