Intezar - 12 in Gujarati Fiction Stories by Bhanuben Prajapati books and stories PDF | ઇન્તજાર - 12

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

ઇન્તજાર - 12

(આગળના ભાગમાં આપણે જોયું કે; રીના કાગળને લઈને એટલે કે પત્રને લઇને ખૂબ જ વિચારોમાં ખોવાયેલી હતી. "મંગળાબા" એ પણ એને પૂછ્યું હતું કે ,તને કોઈ મુશ્કેલી છે! પરંતુ રીનાએ કઈ પણ કહેવું યોગ્ય માન્યું ન હતું એને રાત્રે જુલીને ફોન કર્યો. જુલીએ સમજાવ્યું કે' કુણાલ અને વસંતી રિલેશનશિપમાં રહે છે. વસંતી ઉર્ફે એન્જલિના એનું જ નામ છે. રિલેશનશિપ વિશે ઊંડાણપૂર્વક સમજાવ્યું .
રીનાએ કહ્યું કે ;ખરેખર કોઈ સંબંધ વગર બંને જણા રહી શકે છે એને અજુગતું લાગ્યું હવે વધુ આગળ ...)

"બીજા દિવસે સવારે રીનાના સાસુએ પૂછ્યું કે રીના તને શું થયું છે ? તું ઘરમાં કેમ ચૂપચાપ રહે છે ,કોઈની સાથે વાત પણ કરતી નથી તને અહીંયા ફાવતું નથી કે તારા મમ્મી- પપ્પા યાદ આવે છે. "બેટા" અમે તારા મમ્મી- પપ્પા જેવા જ છે અને તારા લીધે તો અમે અહીં આવ્યા છીએ તું ખુશ રહે તો અમને પણ ગમતું નથી, તું ખુશ એટલે મને પણ અને તારા સસરાને પણ ચેન પડતું નથી ભલે આ વિદેશ છે પરંતુ અમે તો તારા મા -બાપ જેવા જ છીએ એટલે તું ખુશ રહેવાનો પ્રયત્ન કર"

"રીના કહે; ના" બા" હજુ કંઈ એવું છે નહીં. તમે તો મને તમારી છોકરી જેવું જ રાખું છું મારે કોઈ પ્રોબ્લેમ નથી .બસ એમ જ મને ચેન પડતું ન હતું એટલે... પરંતુ હવે હું ઓકે થઈ ગઈ છું મારી ચિંતા કરશો નહીં !

"રીના ને લાગ્યું કે ;હજુ કહેવાનો સમય નથી કે હું મારા સાસુ- સસરાને રિલેશનશીપની વાત કરું એટલે એને કંઈ પણ ન કહેવાનું વિચાર્યું અને કામે વળગી ગઈ....

"એટલામાં વસંતીના ફોનમાં રીંગ વાગી , પરંતુ વસંતી હાજર ન હોવાથી રીનાએ ફોન ઉપાડ્યો અને એમાં સામેથી કોઇ પુરુષનો જ અવાજ આવ્યો અને કહ્યું ડાર્લિંગ એન્જલિના ??

"રીનાએ કોઈ પણ જવાબ આપ્યો નહીં અને ત્યાં તરત જ વસંતી આવી અને કહેવા લાગી કોઈનો ફોન આવી રીતે થોડો ઉપાડી લેવાય! તમારામાં મેનર્શ જેવું કંઈ છે કે નહીં! કોઈનો ફોન ઉપાડવો ના જોઈએ. તમારા લોકોમાં સંસ્કાર જેવું કંઈ છે જ નહીં !!

"કુણાલ આવ્યો અને કહેવા લાગ્યો 'વસંતી તું હાજર નહોતી,એટલે જ રીનાએ ફોન રિસીવ કર્યો હશે અને એક,બીજાનો ફોન એ લોકો રિસિવ કરે છે એટલે તારો ફોન રીસીવ કરી લીધો હશે પરંતુ રીના હવે તું ફોન ક્યારે રિસીવ કરતી નહીં ,કારણ કે અહીંયા એકબીજાનો ફોન પર્સનલ જ હોય છે આપણે એમાં કોઈ ના ફોનને રીસિવ કરવો નહીં.."

"કુણાલના પપ્પા કહે ;"બેટા "આ તો આપણો પરિવાર છે અને ગમે તેનો ફોન ઉપાડવો એમાં શું થઈ ગયું. પરિવારનું કોઈ માણસ કામમાં હોય તો ફોન રિસીવ ન કરી શકે , એમાં શું થઈ ગયું!

રીના કહે ;કંઈ વાંધો નહીં, પપ્પા આજ પછી હું કોઈનો ફોન રિસીવ નહિ કરું. મને એમ કે વસંતી કામમાં છે એટલે મેં ફોન રિસીવ કર્યો નહીંતર હું ન કરત.

"વસંતીએ તરત જ રીના ને પૂછી લીધું કે; સામે કોણ હતું !

રીનાએ કહ્યું ;મેં કોઈ પણ નો અવાજ સાંભળ્યો નથી .

"વસંતીને તરત શાંતિ થઈ કારણ કે વસંતી ગભરાતી હતી કે કદાચ ફોનમાં અવાજ કોઇ પુરુષનો સાંભળી લીધો હશે તો એને શંકા ચોક્કસ જશે ભલે રીના બહુ ભણેલી નથી પરંતુ બીજી બધી બાબતોમાં બહુ હોશિયાર હોય એવું વસંતી ને લાગી રહ્યું હતું."

"રીનાને થયું કે ; અવાજ પુરુષનો જ હતો અને નામ એન્જલિના જ બોલ્યો હતો .હવે રીનાને ધીમે, ધીમે શંકા જવા લાગી પરંતુ રીનાને પ્રશ્ન એ હતો કે એને અહીંની ન્યૂયોર્કમાં જે ઈંગ્લીશ ભાષા હતી એમાં બહુ સમજ પડતી ન હતી હિન્દી અને ગુજરાતી તો થોડે ઘણે અંશે સમજી શકતી હતી હવે રીનાને થયું કે જો મારે કુણાલને મારી પાસે લાવવો હશે તો પહેલા મારે આ દેશની ભાષા શીખવી પડશે તો જ હું જે કુણાલનો ઇંતજાર કરી રહી છું એ ઇન્તજાર પૂરો થયી જશે અને કુણાલ મળશે. નહીતર હું કુણાલે મેળવી શકીશ નહીં મારો અહીં સુધીનો આવેલો ઇન્તજાર અધૂરો જ રહી જશે....

મનમાં ને મનમાં વિચારવા લાગી કે કોની સાથે હું ઈંગ્લીશ શીખું.કારણકે મારે ઇંગ્લિશ ભાષા શીખવી તો છે જ ગમે તે કરીને હું મારા પ્રેમ ને પાછો વળવા માટે અહીં વિદેશી ભાષા તો શીખી લાઈશ પછી એને વિચાર આવ્યો કે બાજુમાં રહે છે "મંગળા બા" એમને જ કહું . કારણકે મને સમજી શકે એવા છે એટલે એમને વાત કરીશ.

રીના કામ પતાવીને બગીચામાં ગઈ અને "મંગળા બા" પણ ત્યાં જ હતા બંને જણા ખૂબ વાતો કરી .વાતવાતમાં રીના કહ્યું મારે અહીંની વિદેશી ભાષા શીખવી છે.

મંગળાબા કહે; બેટા એ તો સારી બાબત છે આપણે જ્યાં રહીએ ત્યાંના માહિતગાર તો જરૂર હોવું જોઈએ કારણકે આપણને ગુજરાતી ભાષા ,હિન્દી ભાષા તો આવડતી જ હોય છે પરંતુ અહીંની ભાષા શીખીએ તો જ આપણે ખરા અર્થમાં વિદેશમાં રહેવાને લાયક બની શકીએ ,કારણ કે વિદેશી લોકોશું બોલે છે એ તો આપણે સમજવું જોઈએ. વગર સમજે આપણે શું જવાબ આપીશું!! હું તને ઇંગ્લીશ વાંચતા શીખવી શકીશ કારણકે હું પહેલા અહીં સ્કૂલમાં જ જોબ કરતી હતી અને ઇંગ્લિશની ટીચર હતી પરંતુ હવે હું રિટાયર થઈ ગઈ છું એટલે તને ચોક્કસ હું ઇંગલિશ ભાષા શીખવીશ, પરંતુ તારે મારી પાસે દરરોજ એક કલાકનો સમય તો લેવો જ પડશે નહીતર હું તને શીખવી નહિ શકુ.

"રીના કહે; કંઈ વાંધો નહીં "મંગળા બા" હુ અહીંનીભાષા શીખવા માટે તત્પર છું અને સવારે જ હું એક કલાક મારે માટે ફાળવીને તમારી પાસે આવી જઈશ.

"રીનાએ વિચાર્યુ કે હવે તો "મંગળા બા" શીખવાના છે, એટલે ચિંતા નહીં,, બસ મહેનત કરીને હું હવે અહીંની ભાષા બોલતા અને લખતા શીખી જઈશ. પરંતુ ઘરમાં હવે કોઇને જાણ કરવી નથી કે હું ઇંગલિશ ભાષા શીખવવાનો પ્રયત્ન કરું છું, નહિતર કોઈને ગમશે નહીં અને મારો ભાષા શીખવાનો ઉદ્દેશ છે એ પૂરો નહીં થાય એટલે ભાષા શીખીશ પરંતુ કોઈને પણ એની ગંધ પણ આવવા દેવાની મારી ઈચ્છા નથી એમ મનોમન એને વિચારી લીધું.

"મંગળા બા" અને રીના બંને અલગ થઈને ઘરે આવ્યા ઘરે આવ્યા પછી કુણાલ અને વસંતી પણ આજે વહેલા આવી ગયા હતા આજે વસંતી એ કહ્યું કે રીના રહેવા દે આજે તો હું તમારા બંને માટે સલાડ બનાવી દઉં છું રસોઈ તો મને ફાવતી નથી પરંતુ ઘણી વખતે હલકુ ખાવાથી પેટ સારું રહે છે.

"રીના કહે; તમારે બધાને ચાલશે પરંતુ કુણાલ ના એટલે કે મારા સાસુ -સસરા માટે તો મારે ગુજરાતી જ રસોઈ બનાવવી પડશે તમે બંને જે ખાવું હોય કહી શકો છો પરંતુ હું રસોઈ તો બનાવી દઉં છું."

"રીના કહે ;તમે વહેલા આવ્યા છો તો ભલે તમે એક કામ કરો તમારું જે કામ હોય એ બતાવી દો હું તમારા બધા માટે બધું જ બનાવીને તૈયાર રાખીશ"

"રીનાએ ફટાફટ બધાને માટે રસોઈ બનાવી અને કુણાલ અને વસંતી માટે પણ સલાડ બનાવ્યું. બધા જ એક ટેબલ પર જમીન અને સૌના રૂમમાં જાય છે હવે...

વધુ આગળ.....ભાગ/13..