intezar - 3 in Gujarati Fiction Stories by Bhanuben Prajapati books and stories PDF | ઇન્તજાર - 3

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

ઇન્તજાર - 3

(આગળના ભાગમાં જોયું કે રીના, કુણાલનું સ્વાગત કરે છે.જૂલી રીનાને કહે છે.કે ;તું કુણાલનું સ્વાગત કરીને બેવકૂફ ભર્યું કામ કરે છે.પણ રીના એને ટૂંકમાં જવાબ આપી અને તેના સાસુ, સસરા અને તે ત્રણેય ખૂબ સરસ રીતે વસંતી અને કુણાલની આરતી કરે છે.વસંતીને પણ રીનાને જોઇને નવાઈ લાગે છે એ રીનાને કહે છે કે 'તું કુણાલ સાથે રહી શકે છે.ફોરેન માં આ બધું નોર્મલ છે.અને આગળ વસંતી જવાબ આપે છે ..આગળ વાંચો..)

"કુણાલ ત્યાં આવે છે.તો પણ રીના તેના ચહેરાના ભાવ સહેજ બદલવા દેતી નથી."

"વસંતી કહે; કુણાલ હું થોડીક ચર્ચા કરવા માગું છું."

"જે કહેવું હોય તે તું કહી શકે છે ,શું કોઈ મુશ્કેલી છે! તને કદાચ અમેરિકાજેવું ફાવતું નહિ હોય!તને થોડાક દિવસ એવું લાગશે પછી તને ફાવી જશે"

"ના એવું નથી,એવું વસંતી એ કહ્યું '

"તો જે હોય તે કહે,"

" હું તમને તમારી પહેલી પત્ની રીના જે આપણી બાજુમાં બેઠા છે.એની વાત કરી રહી છું.

" રીના કહે મારી કોઈ વાત નથી કે તમારે મારી ચર્ચા કરવી પડે"

" કુણાલ કહે :પણ વાત તો કરવા દે.

"રીના કહે ; પણ હવે મારી જિંદગીનો ઇન્તજાર પૂરો થયો છે, હવે કોઈ વાત આગળ થાય તેમ નથી"

" એવું નથી,તમે ઇચ્છો તો કુણાલ સાથે રહેવાનું ને કહ્યું છે એના વિશે વિચારો"

"કુણાલ કહે; પણ ....

"રીના કહે; પણ મને મંજૂર નથી."

"કુણાલ કહે; એ બધું અમેરિકામાં ચાલી શકે! અહી હિન્દુસ્તાનની હિન્દુ નારીઓ પતિવ્રતા હોય છે અને જીવે તો સ્વમાનથી અને અલગ થાય તો પણ સ્વમાનથી,અને રીના જેવી તો આ સંબંધ ન સ્વીકારી શકે!

"રીના કહે ; તમારી વાત સાચી છે પણ તમે મને જે વિશ્વાસઘાત કર્યો એવો વિશ્વાસઘાત હું વસંતીને નથી આપવા માગતી"

" વસંતી કહે ;તમે ખોટું વિચારી રહ્યા છો!
તમે અમેરિકા ચાલો ત્યાં આપણે સાથે રહીશું"

" રીના કહે : તને સમજાવવું મને અલગ અને મુશ્કેલ લાગી રહ્યું છે. પહેલા મને કુણાલ સાથે થોડાક સવાલ કરવા દે"

કુણાલ કહે : બોલી કાઢો...

" કુણાલ તને થોડોક મારો વિચાર ના આવ્યો હું તારો ઇન્તજાર કરી રહી હતી એ પણ દસ વર્ષથી મે એક એક દિવસ તારી રાહ જોવામાં કાઢ્યો છે હું દરરોજ એક અપેક્ષાએ જીવતી કે કાલે કુણાલ આવશે અને મારા સુખના દિવસો આવી જશે.પણ તે ફોન માં પણ મને કંઈ કહ્યું નહિ. આટલો મોટો આઘાત આપતા તે કેમ ન વિચાર્યું!

" હું તને કહી ના શક્યો" સોરી

" શું સોરી કહીને મારા વિતાવેલ કસોટી ભરેલ દિવસો ને સુખમાં પરોવી દઈશ"

" કુણાલ કહે; મને ખબર ના પડી કે હું ક્યારે વસંતીના પ્રેમ મા પડ્યો અને તારી યાદો મિટાવતો ગયો"

"રીના એ વસંતીને કહ્યું; તે કેમ ના વિચાર્યું કે આ કોઈનો પતિ છે કોઈનો પુત્ર છે જેમ એક બીજી સ્ત્રીના પતિ સાથે લગ્ન કર્યા."

" વસંતી કહે; પણ આ બધું અમેરિકામાં નોર્મલ છે.ઇચ્છે ત્યાં સુધી લગ્નમાં રહી શકે અને ઇચ્છે જે મનમેળ નથી તો અલગ થઈ શકે"

"તારે તો એને સમજાવી જોઈતી હતી કે; હિન્દુસ્તાનમાં આ શક્ય નથી. અમેરિકામાં વિચારો ચાલે આપણા દેશમાં બિલકુલ આ વિચારો મનમેળમાં ખાતા નથી એવું રીનાએ કુણાલને કહ્યું.'"

"કુણાલને કહ્યું ;તારી વાત છે ને સાચી છે પરંતુ એને પ્રેમ કરતો હતો અને તેની સાથે રહેવા માગતો હતો એટલે મેં કંઈ પણ કહ્યું નહીં"

"વસંતી કહ્યું;પરંતુ હવે તો બધું નોર્મલ થઈ ગયું છે આપણે ત્રણે જણા અમેરિકામાં સાથે લઇને રહીશું કેમ કુણાલ સાચી વાતને!!!

"અમારી સાથેતું આવી શકે છે પરંતુ પત્ની તરીકે તો તને બધા હક ત્યાં આપીશ પરંતુ હું વસંતીને છોડી શકું એમ નથી"

"રીનાએ કહ્યુ ; ફોરેન તો આવીશ પરંતુ પત્ની તરીકે નહીં એક દોસ્ત બનીને આવીશ છૂટાછેડા તો આપીશ કારણકે હું કોઈ પત્નીના પુરુષ સાથે રહેવા માગતી હતી"

"વસંતી કહે; એ બધું આપણે અમેરિકામાં જઈને વિચારીશું અત્યારે તમે અમારી સાથે આવવાનો વિચાર કરો!

"રીનાએ કહ્યું ,;અત્યારે તમે અહીં રોકાયા છો તો પછી આપણે નિરાંતે આ બાબતે વિચારી છું,તમે બધા સુઈ જાવ અને કુણાલ હું પણ
આ બાબતે વિચારી ને પછી જવાબ આપીશ પરંતુ અત્યારે હું કંઈ પણ વિચારવા માગતી નથી"

"બધા સૌની રીતે પોતાના રૂમ માં જઈને સૂઈ ગયા."

રીનાને થયું કે હું થોડીક જુલી સાથે થોડીક વાતચીત કરી લઉં અને મારા મનનો ભાર હળવો કરી લઉં ,એમ વિચારીએબાજુમાં જૂલીના ઘરે ગઈ અને જૂલી પણ એકલી હતી એનો પતિ નાઇટમાં નોકરી પર હતો .જૂલી પણ રીના ને જોઈને ખુશ થઈ ગયી. એને પણ જાણે કંપની મળી ગયો હોય તેમ એતો ખુશ થઈ ગઈ.

"જુલીએ કહ્યું અરે રીના આટલી મોડી કેમ આવી છે રાતના બાર વાગ્યા છે અને તું મારા ઘરે અચાનક મને નવાઈ લાગી"

"અરે મને ખબર છે! તારો પતિ આજે નાઇટમાં જોબ પર છે અને મને આજે દિલમાં વધુ પડતો ભાર લાગતો હતો .હું ખૂબ જ તૂટી ગઈ છું એમ કહીને એ એના ખભે માથું મૂકીને રડવા લાગી.

"અરે ના એવું નથી !તને ખોટું લાગી ગયું .હું એમ જ પૂછતી હતી કે અચાનક !એટલે મેં તને પૂછ્યું !પરંતુ હું તારી વેદના સમજી શકું છું, કે પોતાનો પતિ જ્યારે બીજી સ્ત્રી સાથે ઘણા ટાઇમ પછી આવે અને જેનો ઇંતજાર કરતા હોય એના ઇન્તજાર નો બદલો વિશ્વાસઘાત રૂપી વેદનાભર્યો આપે, ત્યારે શું વેદના થાય છે !એ હું સમજી શકું છું.

"રીના રડતી જ રહી અને બોલીએ એને સાંત્વના આપી અને કહ્યું તો થોડીવાર બેસ હું તારા માટે કોફી બનાવીને લાવું છું"

વધુ ભાગ/4 આવતા અંકે