Intezar - 13 in Gujarati Fiction Stories by Bhanuben Prajapati books and stories PDF | ઇન્તજાર - 13

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

ઇન્તજાર - 13

(આગળના ભાગમાં જોયું કેરીના તેના વિચારોમાં ખોવાયેલી હતી ત્યારે એના સાસુએ એને પૂછ્યું કે બેટા કોઈ મુશ્કેલી તો નથી ને!રીના જવાબ આપે છે કે મારે કોઈ મુશ્કેલી નથી ત્યારબાદ વસંતી ના મગજ માં વિચારો તો મારા કરતા હતા હવે એને ઈચ્છા થઇ કે હું થોડું ઘણું ઇંગ્લિશ શીખી લવું તો મને વધુ ને વધુ માહિતી મળશે એમ વિચારીને મંગળાબા જોડે ઇંગ્લિશ શીખવાનું નક્કી કરે છે હવે વધુ આગળ...)

"એટલામા વસંતી આવે છે અને રીના કહે છે; "એન્જલિના" વસંતી ગભરાઈ જાય છે અને એને એમ થાય છે કે કદાચ મારો ભાંડો ફુટી જશે "

"રીના એમ જ નામ બોલતી હોય છે કોઈ વાત પણ હોતી નથી છતાં પણ વસંતી ને લાગે છે કે હવે પાણી પહેલાં પાળ બાંધવી જ પડશે."

""બીજા દિવસે બધા ડાઇનિંગ ટેબલ પર જમવા બેસતા હોય છે ત્યારે જ વસંતી કહે છે કે' કુણાલ હવે મને વસંતી નામથી નહિ પરંતુ એન્જલિના નામથી બોલાવો તો વધુ સારું કારણ કે મને એ નામની આદત પડી ગઈ છે તમારી પસંદગીનું નામ વસંતી તમે રાખ્યું હતું પરંતુ મારું નામ તો એન્જલિના છે. એટલે તમે મને એ જ નામ બોલી ઘરના બધા એ વાત કરવી"

"કુણાલના મમ્મી -પપ્પા કહે ;કેમ" બેટા" તારું નામતો વસંતી નથી ?

"વસંતી કહેનાર મારું નામ વસંતી નહીં પરંતુ એન્જલિના છે પરંતુ મારે ભારત દેશમાં આવવાનું હોવાથી કુણાલને મારું નામ વસંતી રાખી દીધું હતું જેથી તમને લોકોને એન્જલિના નામ ન ગમે તો !એટલા માટે પરંતુ હવે તો અહીં આપણે ન્યૂયોર્કમાં રહીએ છીએ અને અહીં મારું નામ એન્જલિના જ છે. એટલા માટે તમને કીધું કે મને એન્જલિના તરીકે જ બોલાવવી"

"બધાએ વધારાની ચર્ચા કરવાને બદલે વસંતી ને કહ્યું કે આજથી તને હવે એન્જલિના તરીકે બોલાવીશું હવે તને શાંતિ ને!"

"એન્જલિના ખુશ થઈ ગઈ એને પોતાનું નામ પાછું મળી ગયું"

"રીના ને હવે શંકા થઇ કે એન્જલિનામાં ઘણું બધું રહસ્ય છુપાયેલું છે."

"સમય વીતતો ગયો અને રીના "મંગળા બા" જોડે ઇંગ્લિશ શીખી ગઈ હવે તો ઘરમાં પણ એ બધા સાથે ઇંગ્લિશમાં અમુક શબ્દો બોલી નાખતી હતી અને એન્જલિના સાથે તો ઘણા બધા શબ્દો ઈંગ્લીશમાં વાપરતી હતી"

"રીનાના સાસુ-સસરાને ખૂબ જ આનંદ થયો હતો કે હવે રીના પોતાની રીતે જીવન જીવવાનું શરૂ કરી રહી છે"

"એક દિવસ રીનાએ કહ્યુ કે; ઘરમાં રહીને મને ખૂબ જ કંટાળો આવે છે એટલે હું કોઈ નોકરી કરવા માગું છું"

"એન્જલિના કહે ;એ તો સારી બાબત છે! ઘરમાં રહીને તારો ટાઇમ નહિ જતો હોય એટલે તું તારે લાયક કોઈ પણ નોકરી કરી શકે છે"

"કુણાલ કહે; રીના તારે જોબ કરવી હોય તો મારી કંપનીમાં એક સ્ટોર છે એમાં તું કરી શકે છે હવે તો તું ઇંગલિશ પણ સારું બોલી શકે છે એટલે કસ્ટમર જોડે તું સારું વર્તન કરી શકીશ અને સ્ટોરમાં જોબ પણ સરસ રીતે કરી શકીશ"

"રીના ખુશ થઈ ગઈ એને થયું કે ખરેખર હવે મારી જિંદગીની શરૂઆત અને જીવનનો ઇન્તજાર કંઈક નવા વળાંક સાથે શરૂ થશે એવું લાગે છે."

"કુણાલે કહ્યું કે; આવતીકાલે તું મારી સાથે આવી શકે છે"

"રીના તો ઇચ્છતી હતી કે' કુણાલ સાથે પોતે બહાર જાય એની નજીક રહે કુણાલને સમજે અને કુણાલને પાછો મેળવી શકે એના જીવનનો ઇન્તજાર પૂરો કરવાની એની તૈયારી હતી"

"બીજા દિવસે સવારે વહેલા જાગી ગઈ અને ફટાફટ બધા જ કામ પતાવી દીધા અને કુણાલની સાથે નીકળી ગઈ"

"એન્જલિનાને પસંદ નહોતું આવ્યું એ રીના કુણાલની ગાડીમાં જાય એટલે એ દિવસે એન્જલિના કહ્યું કે કુણાલ હું પણ તારી ગાડી માં આવું છું આપણે ત્રણેય સાથે હોઈએ તો ટ્રાવેલિંગમાં પણ મજા આવશે"

"એન્જલિના એટલા માટે સાથે જવા માગતી હતી કે રીના ,કુણાલની નજીક જતી ના રહે એટલા માટે!! અને રીના પણ જાણતી હતી કે એન્જલિના મને કુણાલ સાથે ક્યારેય એકલી તો નહી જવા દે પરંતુ એને પોતાના મનને તો બનાવી દીધું હતું કે હું ગમે તે કરીને એન્જલિના નું રહસ્ય ખોલી ને રઈશ.

"બધા જ ઓફિસે પહોંચ્યાં અને કુણાલ રીના ને લઈને એના કંપનીના માલિક સાથે વાતચીત કરવા માટે લઈ ગયો કારણકે સ્ટોરમાં જોબ કરવી એ પહેલા માલિકને મળવું જરૂરી હતું રીના અને કુણાલ બંને જણા કંપનીના માલિક પાસે ગયા કંપની ના માલિકનું નામ બોર્ન હતું. કુણાલે જઈને કહ્યું ;અંકલ ગુડ મોર્નિંગ હું રીના ને તમારા સ્ટોર ઉપર જોબ કરી શકે તે માટે તમને મળવા આવ્યો છું"

"રીનાને મનમાં થયું કે કેમ કુણાલે મને એની વાઈફ તરીકે નું સંબોધન નહીં આપ્યું હોય પરંતુ એ જાણતી હતી કદાચ અહીંયા કંપનીના માલિક એન્જલિનાને વાઈફ માનતા હશે.ચૂપ રહેવામાં જ પોતાના મનને મનાવી લીધું"

"કંપનીના માલિક બોર્નએ કહ્યું કે 'કુણાલ મેં તને દરેક નિર્ણય લેવા માટેની છુટ્ટી આપી છે અને મારા ગયા પછી તો હું તને મારી દરેક મિલકત તારી છે. વસીયતનામુ તારા અને તારી વાઇફ ના નામે કર્યું છે કારણ કે મારી કંપનીને અહીંયા સુધી લાવનારા મહેનત કરનાર તું છે અને મારા ગયા પછી અહીં મારી પાછળ કોઈ છે .નહીં!! જે ગણે તું મારા દીકરા જેવો છે એટલે તો મેં તારું વસિયતનામું બનાવી ને મૂક્યું છે, પરંતુ મારા ગયા પછી તને લોકરમાંથી મળી જશે અને બધી જ મિલકત મે તારા અને તારી વાઇફ ના નામે કરેલી છે"

"રીના તો સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ કે આટલો મોટો માલિક કુણાલને પોતાના દીકરાની જેમ માની વસિયતનામું કરી દીધું હવે એને ધીમે ,ધીમે લાગ્યું કે કદાચ વસીયતનામુ જ એન્જેલિનાને કુણાલ તરફ ખેંચી લાવ્યું હશે . રીના હોશિયાર હતી અને બધું સમજતી હતી પરંતુ એને થયું કે ચાલો હું નજીક જ કામ કરવાની છું એટલે ધીમે ધીમે રહસ્ય બહાર આવતું તો રહેશે જ!!"

"કુણાલે કહ્યું; રીના મારા માલિકનો સ્ટોર છે તો એમાં ખૂબ જ વફાદારીપૂર્વક કામ કરજે . વર્ષો સુધી બોર્ન અંકલની કંપનીને સંભાળી છે. અને આ તો નાનકડો સ્ટોર છે એટલે તું સંભાળી શકીશ બોર્ન અંકલનું ચારે બાજુ ખૂબ જ રોકાણ કરેલું છે પરંતુ એમની કોઈ દીકરો કે દીકરી પણ નથી અને વર્ષો પહેલાં જ એમના વાઈફ લાપતા છે ક્યાં છે એમને પણ ખબર નથી એમને તો મનાવી પણ લીધું છે કે આ દુનિયામાં એમના પત્ની હવે હયાત નથી"

"રીના કહે ;પરંતુ હયાત હોય તો એ પાછા તો આવે જ ને કેમ ન આવે'

"બોર્ન અંકલે આપણા ઇન્ડિયામાં લગ્ન કરેલા હતા એમને મને વાત કરી હતી કે મારા લગ્ન ઇન્ડિયન છોકરી સાથે કર્યા હતા અમારો સુખી સંસાર ખૂબ જ સરસ ચાલતો હતો પરંતુ અચાનક જ એકસીડન્ટ થયું અને એમાં મારી પત્ની ક્યાં ગઈ એની હજુ સુધી ખબર નથી કે એની માહિતી મળી નથી"

"રીના કહે ;ખરેખર સાંભળીને ખૂબ જ દુઃખ થયું. બોર્ન અંકલ ખૂબ જ લાગણીશીલ માણસ છે અને એમની સાથે કુદરતે આટલો મોટો ખેલ ખેલ્યો છે કુદરતે એક દીકરો કે દીકરી આપ્યો હોત તો પણ એમનું જીવન સુંદર જાત"

"કુણાલ એ રીના ને કહ્યું કે; હવે તું કામે લાગી જા કારણકે મારે પણ કામ ઘણું બધું કરવાનું બાકી છે. એટલામાં એન્જલિના ત્યાં આવી અને કહ્યું ;કુણાલ તું અહીં છે. મારે પ્રોજેક્ટ બનાવવાનો છે, એમાં મને મદદ કર.

"કુણાલ અને એન્જલિના બંને જણા એમના પ્રોજેક્ટ બનાવવામાં લાગી ગયા અને અહીંયા રીના પોતાના કામમાં લાગી ગયા હવે વધુ આગળ ભાગ 14....