Poetry and Ghazal Collection - 2 in Gujarati Poems by Tru... books and stories PDF | કાવ્ય અને ગઝલ સંગ્રહ - 2

The Author
Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

કાવ્ય અને ગઝલ સંગ્રહ - 2

1...તું શિખવાડ

સહજતા થી સ્વીકાર ની વાત મને સમજાવ , માધવ,મને તારી રીતે જીવવા ની રીત તું શિખવાડ.
જ્ઞાન તું આપી ને મુકત કેમ થઈ ગયો?
હૃદય માં જ્ઞાન ના નાદ ને તું સંભળાવ. જાણવા છતાં બધું, મૂર્ખ ની જેમ વર્તું છું,
તું સાથે રહી ને જ્ઞાન ની સાર્થકતા સમજાવ. સંબંધો તો તે જ નિભાવ્યા કોઈ પણ બંધન વગર,
બંધન માં પણ સ્વતંત્રતા ખીલવતા તું શિખવાડ. સતત સ્મિત સાથે જીવન તું જીવી ગયો,
કૃષ્ણ મારા હ્રદય માં નિર્દોષ સ્મિત તું રેલાવ આનંદમય જીવન ની પરિભાષા તું જ છે,
મારા આત્મા ને આનંદમય તું બનાવ.... ...

2...કવિતા

વ્યક્ત ગમે ત્યાં થવાય નહિ...
બધું કઈ કોઈ ને કહેવાય નહિ...
કિંમત હોય ત્યાં લાગણી ની હેલી કરાય...
બાકી અમથા કોઈના પર વરસાય નહિ...
ભાવ તો ગમે ત્યારે જાહેર થઈ જ જવાનો...
મહોરું પહેરીને પોતાના સામે ફરાય નહિ...
તમે દુનિયા અને દુનિયા તમારા જેવી જ છે...
અરસ પરસ સ્વીકાર સિવાય બીજું કંઈ થાય નહિ...
માટે જીવી લો જિંદગી ખરા ભાવ ને મોજ થી...
અંતરના આનંદ સિવાય બીજે કાઈ સંતોષ થાય નહિ...

3...હેસિયત

હેસિયત ની વાત શું કરું...સાહેબ
"હું" માં જ ડૂબી ગયેલ માણસ છું...
પ્રેમ પ્રેમ કરતા ફાફા મારતો ફરતો ને..
પ્રેમ નો પાઠ પઢવતો જ હું પંડિત છું...
સુખ તો જોયું આસપાસ ની વસ્તુ માં ને..
અંતર ના સાદ ને અવગણ તો અમીર છું...
દુઃખ તો એક વિષચક્ર છે આ મનનું ને...
હું પ્રથમ આવવા મથતો જ એક મૂર્ખ છું...
જાણું છું બધું ને સમજુ પણ છું, છતાં...
"હું",માં જ ડૂબી ગયેલો માણસ છું....

4...એક વાર માધવ...

એકવાર માધવ તું આવ ને...
તારી વાંસળીના સૂરો રેલાવ ને...
બહું બધો ભાર છે હૃદય માં...
ઉકળાટ છે દુનિયાનો મનમાં....
જીવન તો ઘડીક લાગતું મસ્ત...
બાકી તો બધું લાગે અસ્ત વ્યસ્ત....
તું આવીને સરગમનો જાદુ ચલાવને...
તારા સૂરમાં સૌ ને ઘેલા બનાવ ને...
ગીતાના શ્લોકો તો સૌ કોઈ ગાઈ છે...
તારી વાતો નો તો સૌ કોઈ ને માન છે...
પણ બસ,આટલેજ બધા અટકેલા છે...
જીવન કૃષ્ણમય બનાવવા ભટકેલા છે...
તારા ઉપદેશ થી કઈ ચાલશે નહીં...
તારા વગર અહીં કોઈ માનસે નહીં...
તારી વાંસળી નો જાદુ ચલાવને...
ઉર ઉરમાં આનંદ પ્રગટાવને...
સમજ નો તો અતિરેક ચાલે છે...
સૌ કોઈ ને નિજ કર્મ શ્રેષ્ઠ લાગે છે...
પોતે કરે એ પુણ્ય ને બીજા કરે એ પાપ લાગે છે...
ધર્મ - અધર્મ ની વાત જ ક્યાં કરવી...
બીજાની લાગણી સૌ કોઈ ને પાખંડ લાગે છે...
તારે એક વાર માધવ આવવું જ પડશે...
તે કહ્યું હતું એ ફરી થી સમજવું પડશે...
વાંસળી થી મનને ડોલાવું પડશે...
વૃંદાવન તારે બનવું પડશે...
એકવાર તો તારે આવું પડશે...

5...જણાવશે...

ચહેરા તો બધા હસતાં જ જોવા મળવાના...
પણ,અંતર ની હલચલ ને આંખો જ જણાવશે...
હાસ્ય ના ફુવારા તો પળભર ના જ હોય ...
પણ, કસોટીઓ ની વેદના તો આંસુઓ જ જણાવશે...
બઘું બરોબર છે સત્વનાં હંમેશા આપે બીજા ને....
પણ, અંદર શું વિખરાયેલું છે હૃદય જ જણાવશે...
વિચારો ના વમળમાં ભલે આમતેમ જોળા ખાતો...
પણ,ક્યાંક અતૂટ વિશ્વાસ છે એ ઈશ્વર જ જણાવશે...
બધા કઈ નથી હોતા પારકા કે પોતાના...
પણ,કોઈક તો આપણું છે એ સમય જણાવશે...
જીવન માં દેખાવાનું તો બઘું સારું સારું....
પણ, હંમેશા કંઇક અલૌકિક અનુભવ બાકી છે એ આત્મા જ જણાવશે....

6....ચાલવા માંડ્યું....

બસ આ સૂરજ ઊગ્યો નથી ને બઘું જ
ચાલવા માંડ્યું....
રાત્રે જોયેલા સપનાઓ...
મન માં જાગેલી ઈચ્છાઓ...
કંઇક નવું પામવાની આકાંક્ષાઓ...
કંઇક ગમતું થવાની આશાઓ...
ક્ષિતિજ ના સુંદર રંગો માણવાનો સમય જ ક્યાં?
બસ આ એલાર્મ વાગ્યું ને બઘું ચાલવા માંડ્યું...
જૂના સંબંધો ની મીઠાશ...
નવા સંબંધો નો રોમાંચ...
લાગણી ના વ્યવહાર...
અપેક્ષાઓ ની ભરમાર...
ઉગતા સુરજ ને જોવાનો સમય જ ક્યાં ?
બસ આંખો ખુલીને બઘું ચાલવા માંડ્યું...
જીવન નો સાચો અર્થ ભુલાઈ ગયો...
હાસ્ય નો સાચો મર્મ વિસરાઈ ગયો..
પરસ્પર નો સાચો પ્રેમ વિસરાઈ ગયો..
આત્મા ના ભીતર નો અવાજ સંતાઈ ગયો..
શાશ્વત આનંદ નો અર્થ ખોવાઈ ગયો...
કહેવાતા ક્ષણિક આનંદ માં માણસ ફસાઈ ગયો...
જીવન ને માણવાનો સમય જ ક્યાં?
બસ માણસ યંત્ર બની ને ચાલવા માંડ્યો....

7...દુનિયાદારી...

દુનિયાદારી માં કોણ ફાવ્યું છે...
અહીં પોતાના ને જ પોતાનું નડ્યું છે...
કર્મનો સિદ્ધાંત બધાને જ મોઢે જ છે...
વાવો એવું લણો સૌ જાણે જ છે...
જાણે યાદ રાખવા જ લોકો એ જાણ્યું છે...
દુનિયાદારી માં કોણ ફાવ્યું છે...
સમજદાર બધા છે સમજણ દેવા...
બાકી કોઈ ને ક્યાં છે લેવા દેવા...
આતો શરમમાં હાથ પકડી ચલાયું છે...
દુનિયાદારી માં કોણ ફાવ્યું છે...
ઘડીકમાં હરિયાળા પ્રદેશ જેવા...
તો ઘડીક માં ભયાવાર જંગલ જેવા..
સંબંધોમાં પણ સ્વાર્થ પ્રમાણે જામ્યું છે...
દુનિયાદારી માં કોણ ફાવ્યું છે...
સાથે વધુ સમય ફાવતું નથી...
ને એકલા કોઈ ને જામતું નથી...
આતો જરૂર પડે ત્યારે જ સંભારણુ છે.... દુનિયાદારી માં કોણ ફાવ્યું છે...

8...કોને ખબર છે...

માણસોમાં માણસાઈ શોધતા માણસો ..
ક્યાં મળશે માણસાઈ?કોને ખબર છે?
સિમેન્ટ ના જંગલમાં આલીશાન રહેણાંકો..
ક્યાં મળશે આવકાર?કોને ખબર છે?
બાગ બગીચા તો જાણે નાનકડું નજરાણું..
ક્યાં મળશે કલરાવ?કોને ખબર છે?
બદલતી દુનિયા બદલાતા માણસો..
ક્યાં મળશે દોસ્તાર?કોને ખબર છે?
પ્રેમ ના પોકળ કહેવાતા કિસ્સાઓ...
ક્યાં મળશે રાધાશ્યામ?કોને ખબર છે?

9...ખુશ છું ...

ખુશ છું....ખુશ છું....ખુશ છું ..
બસ દેખાવાના જ પ્રયત્નો...
અનુભવવા ની દરકાર કરી છે ક્યારેય?
મંજિલ ની ચાહતમાં ઘેલા જ બની ગયા...
દોડતા દોડતા ક્યાંય ધકેલાઈ ગયા...
રસ્તા ની સુંદરતા માણી છે ક્યારેય?
સારા ખરાબ ની તુલના માં ત્રાજવું જ બની ગયા...
સ્વીકાર કરવાની આવડત વીસરી રહી છે...
સમર્પણની ભાવના માણી છે ક્યારેય?આ કરવું છે,પેલું કરવું છે,વ્યસ્ત રહેવું છે...
પણ મસ્ત બનવું ભૂલી ગયા છીએ ...
નવરાશ ની મિજબાની માણી છે ક્યારેય?
વિચારો ઘણા આડા ને અવળા વમળો જેવા...
ભરમાવે એવા ને શરમાવે એવા...
હૃદય ની વાત મક્કમ પણે સાંભળી છે ક્યારેય?
ઘણું જીવ્યા પણ કેવું જીવ્યા...
બીજા ને દેખાડવા જ જીવ્યા...
મન ને ગમે એવું જીવ્યા છીએ ક્યારેય?
પ્રશ્નો ઘણા મળ્યા,જવાબો થોડાક જ
સ્પષ્ટ અસ્પષ્ટ અવાજો ઘણા પણ
અંતર ના અવકાશ ને મળ્યા છો ક્યારેય?

10...કવિતા...

કિંમત અભાવની છે...
રમત સ્વભાવની છે...
હદ હોય ત્યાં અનહદ જોઈએ...
અનહદ હોય ત્યાં હદ જોઈએ ...
પછી સાગરને મીઠું જળ જોઈએ...
ને આપણને ગાગરમાં સાગર જોઈએ...
ભોળા માણસોમાં રંગ જોઈએ...
ને રંગીનમાં પણ કલર જોઈએ...
હૃદયમાં ઇશ્વર જોઈએ...
ને ઇશ્વરમાં પણ હૃદય જોઈએ ....

-Trupti.R.Rami....(Tru....)

If you like and enjoy.. please rate it .......
Have a great life.......