Kavya ane Gazal Sangrah - 3 in Gujarati Poems by Tru... books and stories PDF | કાવ્ય અને ગઝલ સંગ્રહ - 3

The Author
Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

કાવ્ય અને ગઝલ સંગ્રહ - 3

Please read....And.....

If you like and enjoy.. please rate it .......
Have a great life.......
*
**
***
****
*****
*************
*************
1.નથી હોતી....
*************
*************


સરળતા ની વ્યાખ્યા સરળ નથી હોતી...
આ દુનિયામાં કોઈ ની કદર નથી હોતી...
ગમી જાય તો પ્રશંસાની ખોટ નથી હોતી...
ને ના ગમે તો થોડી મીઠી નજર નથી હોતી ...
વાહ વાહમાં પાછાં પગલે દોડ નથી હોતી...
ને દોડ્યા પછી સફરની મોજ નથી હોતી...
દેખાવી દુનિયાની રોકટોક નથી હોતી...
ને સંસ્કારોની ઓછી કિંમત નથી હોતી...
દુઃખની વચાળે મિત્રની પીઠ નથી હોતી...
ને સુખમાં ટોળાઓની ક્યાંય ઓટ નથી હોતી...
અહંમ માં ડૂબેલા માણસ ને ખોટ નથી હોતી...
ને ઇશ્વરની પાસે કોઈની વસિયત નથી હોતી...

******

2.ફરિયાદ...
***********
***********

ફરિયાદ શું કરું એ પ્રભુ તમને...
તમે તો આપ્યું છે ઘણું ઘણું અમને...
મૂલ્ય અમે જ સમજી નથી શકતા...
તમારી કૃપા ને માણી નથી શકતા...
વાંક જો કોઈ દિવસ કાઢીએ તો..
ભૂલ અમારી સમજજો...
નારાજ કોઈ દિવસ થઈએ તો...
નાદાની અમારી સમજજો...
તમે તો સર્વસ્વ છો અમારું...
તમને અલગ સમજીએ તો...
મૂર્ખ એમને સમજજો...
નથી કહેતા કે નાથ મોક્ષ આપજો...
બસ,દરેક જન્મમાં થોડી વધુ સમજ આપજો...
ક્યારેક તો તમને પામી જ જશું...
અમે ચૈતન્ય સ્વરૂપ બની જશું...

******
3.લાગણીસભર શબ્દો...

*********************
*********************

લાગણીસભર શબ્દો ફક્ત ઔપચારિક બની ગયા...
Sorry અને thank you ફક્ત જીભે જ અટકી ગયા...
હૃદયમાં ઉતરતા એને તો તકલીફ બહુ થાય છે...
સાચી ભાવના સાથે હવે કોઈને ક્યાં કંઈ કહેવાય છે ...
welcome તો સ્વાર્થ વગર હવે ભાગ્યે જ બોલાય છે...
અણધાર્યું કોઈ આવે તો surpriz માં ખપાવાય છે...
Beautiful નું ફૂલ હવે ગમે ત્યાં વહેચાય છે...
ચાહેરા ના ઝગમગાટમાં સ્વભાવો ભૂલાય છે....
Hendsome ના સમ તો વારંવાર ખવાય છે....
સારા માણસોની જરૂર હવે ક્યાં વર્તાય છે ...
very good, nice, cute જેવા શબ્દો ની લહાણી કરાય છે...
ગુલદસ્તા નહિ અહી તો આખો બગીચો વપરાય છે...
બટરના તો આખ્ખા કેન જ ઠલવાઈ છે...
બજાર કરતા સમાજમાં સસ્તું મળી જાય છે...
Bay શબ્દ કહી ને પણ કોઈ દિલ માં રહી જાય છે...
કોઈક જ શબ્દ ભાગ્યે ‌હૃદયથી વપરાય છે...
બધા નહિ પણ ઘણા ઔપચારિકતામાં ફાવી જાય છે...
સંબંધોની આ રાસલીલામાં ઘણા જામી જાય છે....
લાગણીસભર શબ્દો ફક્ત ઔપચારિક બની જાય છે...
ભોળા માણસો તો વિશ્વાસ રાખી આમતેમ અટવાય છે...

******

4.માણસ...
*********
***********

ખ્યાલોની જ દુનિયામાં જીવે છે માણસ...
એમ કહી શકાય કે ક્ષણ ક્ષણ મરે છે માણસ...
કોઈ મળે તો સ્મિત હોઇ જ છે હોઠો પર...
ક્યારેક અંદર જોવો તો ધુવાધાર રડે છે માણસ ...
એવું નથી કે મોટું દુઃખ આવી પડ્યું છે...
નાના નાના દુઃખો ને સંઘરવાનો શોખ પાડી ચૂક્યો છે માણસ ...
'હું' માંથી બહાર નીકળવા મથ્યો છે માણસ...
પણ ખોટી દિશાઓમાં જ ભટક્યો છે માણસ...
સમજ નો અભાવ નથી,અભાવ સ્વભાવ નો છે...
જાણીતા રસ્તે વારંવાર ભૂલો પડ્યો છે માણસ ...

*********

5.તું સમજાવે તો ....

**************
**************

તું સમજાવે તો જ સમજાય પ્રભુ...
તારા વગર ક્યાં કશું જ થાય પ્રભુ...
ઘણું બધું આપ્યું,ને ઘણું બધું લીધું...
જીવવા માટે જાણે સઘળું જ આપ્યું...
કે પછી બધું આપી ને તે માપ્યું..
થોડી તો વધારે સમજ આપ પ્રભુ...
તારા વગર ક્યાં કશું જ થાય પ્રભુ...
ઠેર ઠેર ઉપદેશો ને સમજ જ વહેચાય...
તોય જો ને બધા જ્યાં ત્યાં જ અટવાય...
બધાં ની વાતો ખાલી ઉપર થી જ સમજાય..
પણ,અંતર શું બોલે કઈ જ ના સંભળાય...
તું જોડે સાદ પુરાય ને પ્રભુ...
તારા વગર ક્યાં કશું જ થાય પ્રભુ...
તું સમજાવે તો જ સમજાય પ્રભુ....

********

6.જિંદગી.....
***********
***********

જીવીને જ જાણી શકાય એવી રમત છે જિંદગી...
ડૂબી ને જ તરી જવાય એવી સમજ છે જિંદગી...
સાથે હોય કોઈ ગમતું તો જલસો જ પડી જાય ...
એકલા જો પડીએ તો જીવન જ સમજાઈ જાય...
બધાં જ ગુણો ની એકધારી મહેફિલ જામી જાય...
પછી પરિસ્થિતિ પ્રમાણે બધું જ ચખાઈ જાય...
ગમતું હોય કે ના ગમતું હોય મળે તે રાખવું જ પડે...
શીખવાડે જે કંઈ હોય અઘરું તો પણ શીખવું જ પડે...
સમજી લેવાનું થાય એ બધું આપણાં માટે જ છે...
જિંદગી માં મેઘધનુષ્ય ના રંગો પૂરવા માટે જ છે...
કેમ કે....
જીવી ને જ જાણી શકાય એવી રમત છે જિંદગી...
ડૂબી ને જ તરી શકાય એવી સમજ છે જિંદગી...

********
7.પતંગ ની દોર....
****************
****************

પતંગની દોર જ્યાં તમારા હાથમાં ત્યાં સુધી એ તમારી...
ઊંચે ચડાવો, ઉડાડો,પેચ લડાવો,આનંદ માણો...
આકાશમાં આવતી મુશ્કેલીઓની સામે થાવો...
હરખાવો,ઉત્સવ માનવો, કપાય નહિ ત્યાં સુધી એને નચાવો...
કપાય એટલે બીજી તૈયાર,દુઃખ થોડું દિલમાં સંઘરાય...
ખુશીઓ તો ચારે કોર થી લૂંટાય...
બસ,જિંદગી ને આવી જ જાણો...
માણો ખૂબ જ્યાં સુધી દોર છે આપણા હાથમાં...
સાથીઓ છે હરદમ આપણા સાથમાં...
કર્મો ની હવા તો વધે ઘટે...
પણ પ્રયત્નો કંઈ થોડા ઓછાં પડે...
પછી આપણે પણ ઊંચે શ્રેષ્ઠ સ્થાને...
મૃત્યુ પામીએ તોય ના અફસોસ જરાયે...

*******

8.ક્ષિતિજ....
************
************

ક્ષિતિજમાં રંગોનો અનેરો ઉત્સવ છે....
જિંદગીની ચડતી પડતીનો જ મહોત્સવ છે...
સવારે જન્મના ઉદભવનો કલરવ છે...
અને સાંજે પ્રસરતો મૃત્યુનો પગરવ છે...
વચ્ચે છે યાત્રા જીવન ના દરેક પડાવની...
ઠંડકની, અગનની ને ગમતા વિસમાઓની...
કાળા ડીબાંગ વાદળોને હિંમત ભેર ભીડવાની...
સઘળું સ્વીકારી ને સ્નેહ વરસાવવાની....
અસ્ત થતા જીવનમાં અલિપ્ત રહેવાની...
વાત ફક્ત એટલી કે સાક્ષી બની જીવવાની...

9.એક ક્ષણ...
************
************

દરેક પાસે એક જ ક્ષણ...
તો પણ કેટલી પનોજણ...
કાલ શું થયું ને કાલ શું થાશે...
આજે તો બસ કલ્પનાઓ જ થાશે...
પછી હૃદયમાં ફરિયાદુ થાશે...
આ તો રહી ગયું હવે ક્યારે થાશે..
કાલે સવારે પહેલા કામમાં ખપાવાસે...
ઉઠી ને પાછું કાલ પર ઠેલાવાસે...
બસ આમજ ક્ષણ ક્ષણમાં વહી જાશે...
અઢળક સમય પણ ક્ષણમાં સમેટાઈ જશે...
માટે દરેક પાસે છે એક જ ક્ષણ...


********

10.ઘટે છે જિંદગી...
*****************
*****************

હસે છે રમે છે રડે છે જિંદગી...
જો ને પળે પળ ઘટે છે જિંદગી...
આશા વધે છે, અપેક્ષાઓ વધે છે...
દિલના અરમાનો તો પર્વત ચઢે છે...
સપનાઓ વધે છે,કલ્પનાઓ વધે છે...
સંકલ્પો તો બની બનીને બસ વધતા રહે છે...
વધે છે સંબંધો ને લાગણીઓ વધે છે...
માણસ ના અહમના માપદંડો વધે છે...
ઉંમર વધે છે,અનુભવ વધે છે...
એકબીજા સાથેના સંબંધો વધે છે...
નથી વધતી તો બસ કેવળ જિંદગી...
જો ને પળ પળ ઘટે છે જિંદગી....

*************Tru***************

-Trupti.R.Rami (Tru.....)


Thank you so much............