Kavya ane Gazal Sangrah - 1 in Gujarati Poems by Tru... books and stories PDF | કાવ્ય અને ગઝલ સંગ્રહ - 1

The Author
Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

કાવ્ય અને ગઝલ સંગ્રહ - 1

1...તું આવે તો જિંદગી....

તું આવે તો જિંદગી એક વાત કહેવી છે...
કાલ ને ભૂલી જઈ થોડી આજ કહેવી છે...
થાકી ગયા છે સૌ કોઇ પાછળ દોડી દોડી... ઊભી રહે તો થોડી અરદાસ કરવી છે...
મોજ થી જીવવાની વાતો બની એક પરપોટો...
મારે તો આનંદની અનરાધાર કરવી છે...
આ નહીં પેલું નહિ,મારે તો સઘળું માણવું છે...
અનુભવો ની આમજ આખી ફોઝ કરવી છે...
ગુણો કે અવગુણો ભૂલી જવા છે દુનિયાના ...
બસ કોઈ ને નડુ નહિ એટલી વાડ કરવી છે...
નકારત્મતા તો બસ મન ની રમત છે...
આજ થી બસ ગમતાની ખોજ કરવી છે...
ચહેરા પર ના મહોરા નાખી દેવા છે ક્યાંક દુર...
હૃદયના સાચાં ભાવ ને જગ જાહેર કરવા છે...
બવ સાચવું તને ,પણ તારો ભરોસો શું...?
તું પણ શું યાદ કરે એવી ક્ષણ જીવવી છે...
તું આવ બસ પાસે નિરાશ નહિ થવા દવ...
તને પણ મોજ આવે એવી વાત કરવી છે...
જીવવું છે દરિયા જેવું, આભ જેવું સમજવું છે..
રહે ના કોઈ અફ્સોસ બસ,એવું જિંદગીમાં જીવવું છે...

2..શી જરૂર....

દરેક સંબંધ ને નામ ની શી જરૂર.......
ઈશ્વર ને કોઈ ઠામ ની શી જરૂર...
હૃદય નો દરવાજો રાખો ખુલ્લો...
મળવા માટે ટકોરા ની શી જરૂર...
મળવાનું હસે તો મળી જ જશે...
પ્રયત્નો ખરા પણ ચિંતા ની શી જરૂર ...
પ્રેમ ક્યારેક તો થાય જ છે સૌને...
જ્યાં ત્યાં ફાંફા મારવાની શી જરૂર...
પ્રેમ માણો ભરપૂર હૃદય ના ખૂણા માં...
નથી નસીબમાં તો રડવા ની શી જરૂર...
ભગવાન છે જ એવું માનો દ્રઢપણે ...
જીવો આનંદ થી ગભરાવાની શી જરૂર...
ક્ષણિક આ જીવન છે,જીવી લ્યો ખુલ્લા મને...
મૃત્યુ સત્ય છે,ખબર છે, પછી ડરવાની શી જરૂર......

3...ખબર નથી પડતી...

સમય બદલાયો કે હું ખબર નથી પડતી...
ક્યાં અટવાયો હું ખબર નથી પડતી...
આમ તો ગણતરી થાય છે સમજદાર માણસોમાં...
ક્યાં છેતરાયો હું ખબર નથી પડતી...
વિચારો તો હંમેશા સાફ જ રાખ્યા છે...
છતાં ક્યાં ખરડાયો હું ખબર નથી પડતી...
સંબંધો માં ગણતરી આવડતી જ નથી...
તો પણ ભાંગાયો હું ખબર નથી પડતી...
હૃદય ના દરવાજા બંધ જ છે અણગમા માટે...
ગમતાં કરવામાં પણ મૂંઝાયો હું ખબર નથી પડતી...
મારું તમારું એવું ક્યાં કર્યું કોઈ દિવસ....
બસ 'હું' માં જ અટવાયો કે શું?...
ખબર નથી પડતી...

4...ગડમથલ...

શું ક્યારેય વરસાદ ને થઈ હસે ગડમથલ?
ક્યાં વરસી ને ભીંજવું,ને ક્યાં તરસાવું.... સૂરજ ને પણ ગડમથલ નહિ જ રહી હોય..
કોની પાસે ઉજાસ પથરું ને કોને અંધારે રાખું.
શું હવા ને પણ ગડમથલ થતી હશે?
કે ક્યાં મસ્ત બની લહેરવું ને ક્યાં વંટોળ લાવું..
ઈશ્વર પણ કેટલો સહજ રહ્યો હસે દુનિયા ના સર્જન વખતે...
પણ,માણસ રહે હંમેશા ગડમથલ માં...
શું સાચું? શું ખોટું?
શું કરું? શું ના કરું?
કેમ કરું?કોને કહું?
કેમ જીવું?કેવું જીવું?
છેવટે કેમ મરું....?
નિત્ય સહજ બનતા શું શીખી શકશે..
કે જીવન જ બની જશે બસ ગડમથલ ....

5...ટેવ પડી છે...

હૃદયને આમ છલકાઈ જવાની ટેવ પડી છે...
અમને તો લાગણી માં લુંટાઈ જવાની ટેવ પડી છે...
બે ઘડી ના આનંદ માં જાણે જિંદગી જીવાઈ જાય છે...
ને પછીના સમયમાં એકલા ઝુરવા ની ટેવ પડી છે...
જોવાની ક્ષમતા તો આંખો બંધ કરી ને પણ અટકાવી શકાય...
આ વિચારો જ છે જેને આમ તેમ ભટકવાની ટેવ પડી છે...
આનંદ અંદર જ છે , શાંતિ પણ ભીતર જ છે..
આ મન જ છે જેને બહાર ફાંફા મારવાની ટેવ પડી છે...

6...થંભી જવું છે...

થંભી જવું છે બસ હવે..
થાક વગર થંભી જવું છે...
ક્યાં સુધી આમ ચાલતા રહેવું...
કહેવાતી મંજિલ ના વહેમ માં...
મળે તોય શાશ્વત ના હોય...
અને ના મળે તો સંતોષ ના હોય...
હવે નથી ચાલવું,બસ થંભી જવું છે...
પુરુષાર્થ થી ભાગવું નથી...
પણ ખાલી પરિણામ પર ચાલવું નથી...
મનગમતું ક્યાંક ખોવાઈ જાય...
એવું હવે જીવવું નથી,બસ થંભી જવું છે...
દોડવા થી ક્યાં કઈ પકડાઈ જાય છે...
કંઇક ને કંઇક સારું છૂટતું જ જાય છે...
હવે કંઇ ખાસ છોડવું નથી,બસ થંભી જવું છે..
કોઈના માટે નહિ,પોતાના માટે...
એક ક્ષણને ઈમાનદારી થી જીવવા માટે...
કોઈ નું વિચારવું નથી,બસ થંભી જવું છે...
પીછેહટ ની વાત નથી,વાત આગળ વધવાની છે ...
હૃદય ની વાત સાંભળવાની છે...
અંતરમાં ડોકિયું કરવા,બસ થંભી જવું છે...
થોડી ક્ષણ માટે,કોઈ એક વિચાર માટે...
મનગમતી વાત માટે,
નવા જ ઉત્સાહ માટે,બસ થંભી જવું છે....
જીવંત રહેવા માટે,જીવન માણવા માટે...
જીવન ઉત્સવ બનવા માટે...
થોડી વાર માટે પણ....
બસ, હવે થંભી જવું છે....

7...વાંક શું?...

ભાર તો જિંદગી નો સૌ લઈ ને ચાલે છે....
કોઈ હસી ને તો કોઈ રડી ને તો વળી કોઈ અકડાઈ ને જિંદગી વિતાવે છે....
જિંદગી તો બધા ને જીવવા ની જ છે...
જ્યાં સુધી શ્વાસ ના ખૂટે...
જ્યાં સુધી દોર ના તૂટે...
તો પછી, અકળાવું કેમ?ગભરાવું કેમ?
દુઃખી થઈ ને પસ્તાવું કેમ?
રોજ ઊગે નવી સવાર,પાથરે નવી ઉજાસ,..
અને આપડે જ કેમ રહીએ જૂના?
ના જીવાયેલી ક્ષણો નો અફસોસ કરતા...
ના મળેલી વસ્તુ ચાહત કરતા..
પણ,મળેલી વસ્તુઓ અને જીવાયેલ ક્ષણો નો વાંક શું?
જિંદગી એકાંત માં જરૂર પુછે છે એક સવાલ,
વર્ષા તો ઘણી થઈ,તો પણ રહી ગયા કોરા..
એમાં વર્ષા નો વાંક શું?

8....લાગણી નો મેળો...

લાગણીઓનો મેળો જામ્યો...
જાત જાત ની ભાત ભાત ની...
કેટલીક ગમે,કેટલીક ના પણ ગમે,..
કોઈક ભરમાવે,કેટલીક સમજાવે...
હૈયું હરખાવે, મનડું મલકાવે...
જોવે એ સૌ કોઈને ઘેલા બનાવે...
પણ,આતો સમાન નહિ...
અનુભવાય પણ ખરીદાય નહિ...
મણાય પણ મુલવાય નહિ...
કોઈ પણ જાતના ભેદ વગર...
જળવાય પણ સચવાય નહિ...
સામે જતાવો તો ખૂબ ખીલે...
નહીતો ક્યાંક ને ક્યાંક ખૂચે...
પણ,છે મજાની અનુભૂતિ...
જીવન માટે મહત્વની...
માણી લો લાગણીઓને...
જીવીલો જિંદગી ને...
લાગણીઓનો મેળો લાગ્યો...

9...ખુલાસા..

દરેક વાત ના ખુલાસા નથી હોતા...
પોતાના પણ કયારેક પોતાના નથી હોતા...
ક્યાંક પહોચવું હોય તો હલેસાં મારવા જ પડે..
બાકી મજધારે ઊભેલી નાવ ને કિનારા નથી હોતા...
હિંમતભેર હસતાં જીવાય એ જ જિંદગી...
બાકી સુખ- દુઃખના કોઈ સરનામાં નથી હોતા...
અહોભાવ વ્યક્ત ક્યારેક તો થઈ જ જવાનો...
બાકી ઇશ્વરના કોઈ પુરાવા નથી હોતા...

10...માણી લો જિંદગી મં ભરી...

માણી લો જિંદગી મનભરી...
સઘળું ઈશ્વર ની ઈચ્છા માની...
પળમાં જિંદગી સમેટાઇ જશે...
હસતો રમતો માણસ ભૂંસાઇ જશે...
કઈ જ રહેશે નહીં અફ્સોસ સિવાય...
સારા નરસા સંભારણા સિવાય...
મૃત્યુ સત્ય છે સ્વીકારવું જ પડશે...
ક્ષણમાં રાખ થઈ જવું જ પડશે...
માટે, માણી લો જિંદગી મનભરી...
સઘળું ઈશ્વર ની ઈચ્છા માની...

તૃપ્તિ રામી(Tru.....)