મેઘધનુષ્ય પણ સાત રંગોથી પૂરુ થાય છે,
એક નાનકડો દીપક પણ વાટ થી પ્રાગટય છે,
બસ મારી ખુશી પણ તારા નામથી છલકાય છે,
મારી આંખો પણ તારી ગેરહાજરીમાં મુંજાઈ જાય છે,
તું ભલે ચાહે કે ન ચાહે, પણ આ દિલ તો બસ તારા નામથી જ ઓળખાય છે...
---
હવે જઈએ સ્ટોરી તરફ...
એક બાજુ નેહલ અંશના નંબર જાય પાસે થી લે છે.
અને બીજી બાજુ સિદ્ધાર્થ આરવીને પોતાની સાથે શોપિંગ પર જવા માટે મનાવે છે...
સવાર પડી...
મમ્મી: "આરવી ઉઠ! તારે આજે સિદ્ધાર્થ સાથે શોપિંગ પર જવાનું છે... ભુલાઈ ગયું તને?"
આરવી: "હા મમ્મી, પણ એના સાથે કેમ?"
મમ્મી: "ડોબી, કાલે તો તે હા પાડી હતી! તને તો કશું યાદ રહેતું જ નહીં ! શું થશે તારું?"
[આરવીનું મન: સિદ્ધુ સાથે શોપિંગ ના બહાને મારે શોપિંગ થઈ જશે… અને આજે તો અંશ સાથે મુવી પણ જોવી છે!]
મમ્મી: "ક્યાં ખોવાઈ ગઈ? જલ્દી તૈયાર થઈ જા,
સિદ્ધાર્થના તો બે કોલ આવી ગયાં છે!"
આરવી તૈયાર થઈ અને કોલ કરે છે...
આરવી: "સિદ્ધુ, તું ક્યાં છે? કેટલી રાહ જોવડાવીસ મને?"
સિદ્ધાર્થ: "અરે બસ, આવી ગયો... તું તૈયાર ભી થઈ ગઈ માનવામાં નહીં આવતું.!!
સિદ્ધાર્થ આરવીને લેવા આવે છે...
સિદ્ધાર્થ: "આરું, આજે તું આટલી જલ્દી તૈયાર? મને તો થયું તું હજી સુતી હશે..."
આરવી: "મારે પણ થોડી શોપિંગ કરવી છે ને, એટલે!"
સિદ્ધાર્થ: "સાચું કહું કહેજે? આજે તારી તબિયત સારી છે કે નહિ? આટલી જલ્દી તૈયાર પણ થઈ ગઈ અને સીધો જવાબ પણ આપી રહી છે!"
આરવી: "ચાપલાઇ બંધ કર તું!
[હસીના હુલારા વચ્ચે બંને મોલ તરફ રવાના થાય છે...]
મોલમાં...
આરવી: "ચાલ, પેહલા તારી શોપિંગ પૂરી કરી લઈએ, પછી મારી..."
સિદ્ધાર્થ: "હા પણ તારી શોપિંગમાં તો આખો દિવસ થઈ જશે, માફી આપ!"
[આરવી કપડાં જોઈ રહી હતી, પણ તેના મનમાં તો કાંઈક બીજુ જ ચાલી રહ્યું હતું...]
(આજે રાતે તો અંશને મળવાનું છે… શું પહેરું?)
સિદ્ધાર્થ: "આ આરું, આ કપડાં કેટલાં સારાં છે ને?"
આરવી: "હા, લઈ લે..."
[સિદ્ધાર્થની શોપિંગ ૧૦ મિનિટમાં પૂરી… હવે વારો આરવીનો!]
સિદ્ધાર્થ: "ચાલ હવે તારી પણ શોપિંગ થઈ જાય..."
આરવી: "સિદ્ધુ, આ બને માંથી કયું સારું લાગે છે?"
સિદ્ધાર્થ: "બને સારા જ છે..."
આરવી: "તે તો મને પણ લાગે છે, પણ વધારે સારું કયું લાગે છે?"
સિદ્ધાર્થ: "હું તો થાકી ગયો છું... તને જે ગમે એ લઈ લે..."
આરવી: "હા ચાલ, બીજે જોઈએ. અહીં તો કઈ ગમે એવું છે જ નહીં!"
[સિદ્ધાર્થ મનમાં વિચારે છે કે ભુલ થઈ ગઈ આરવીને શોપિંગ પર લઈ આવીને!]
સિદ્ધાર્થ: "ચાલ, હવે કઈ નાસ્તો કરી લઈએ."
આરવી: "હા, ચાલ… હવે ભુખ લાગી છે."
નાસ્તા દરમ્યાન...
સિદ્ધાર્થ: "આરવી, આજે તારે ઓર્ડર આપવાનો છે. ફાસ્ટ!"
આરવી: "હા બસ..."
[આરવી ઓર્ડર આપવા જાય છે… ત્યાંથી તે નજર ઉઠાવે છે... અને એકદમ રોકાઈ જાય છે.]
(આ… આ તો અંશ જ છે ને? કે મને ભ્રમ થઈ રહ્યો છે?)
તેને થોડું નજીકથી જુવે છે...
(હા... એ તો અંશ જ છે. પણ તે અહીં કેમ? અને સાથે એની બાજુમાં એક છોકરી?)
[આરવીના હૃદયમાં અસંખ્ય વિચાર ઉથલપાથલ કરવા લાગે છે...]