લાગણીઓથી ભરેલું દિવસ
લાગણીઓ છલકાય જેની વાતમાં,
એક બે જણ હોય એવા લાખમાં.
કોણ કહે છે કે મારા લખેલા શબ્દો વ્યર્થ ગયા,
જ્યારે પણ લખ્યું, સૌ કોઈને પોતાનાં યાદ આવી ગયા.
હા, હું જાણું છું કે ઘણું મોડું થઈ ગયું છે આ પાર્ટમાં. દિલથી માફી. તમે જે પ્રેમ આપ્યો એ હું ભૂલ્યો નથી, પણ થોડો સમય એવો હતો કે કલમ પકડી ન શક્યો... લાગણીઓ તૂટી ગઈ હતી.
પણ હવે, ફરીથી યાદોની રંગોળી માં ફરીથી રંગો ભરો છું. કેમ કે તમારી અપેક્ષા અને લાગણી મને ફરીથી જીવતી કરી છે.
---------------------------------------------
ચાલો હવે કથામાં આગળ વધીએ:
(જો અગાઉના ભાગો વાંચ્યા ન હોય, તો જરૂર રીડ કરજો સંબંધોની સીમા ત્યાંથી શરૂ થાય છે.)
અંશ અને આરવી હવે નૃત્ય સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે.
અને અંશનું મન, હવે થોડું અલગ લાગતું છે.
એ પોતે પણ સમજી શકતો નથી, પણ હવે રોજ એ રાતે સૂતા પહેલા કોઈ એક વ્યક્તિના સ્મિત વિશે વિચારતો રહે છે...
-----
બીજા દિવસે...
આરવી : "ક્યાં રહી ગયો? દર વખતે મોડું આવે છે! હું તો કેટલાં વાગ્યાથી રાહ જોઈ રહી છું.!!!
અંશ (થોડી ખિસખિસ સાથે): "તું કહે છે? તું તો ક્યારેય ટાઈમ પર આવી જ નથી!"
આરવી (નરમાઈથી): "બસ, ભુલ થઈ ગઈ મારી... હવે ચાલીએ."
અંશ (હળવી સ્મિત સાથે): "હા મેડમ, ચાલો..."
(અંશના અંદર કશુંક બદલાઈ રહ્યું છે. હવે એને તેનું જીવન પોતાનાથી આગળ દેખાય છે... અને એ જીવનમાં આરવી એક અનોખું સ્થાન ધરાવે છે.)
-------------------
[મોલમાં શોપિંગ શરૂ...]
અંશ: "મેડમ, ક્યાં ખોવાઈ ગઈ ફરીથી? મોડું થઈ જશે..."
આરવી (હસીને): "ભુલી ગઈ મિસ્ટર રોતલું... હમણા આવુ જ છુ."
અંશ થાકી ગયો હતો,
પણ આરવી માટે તો આજનો દિવસ એક નાનકડું સપનું હતું.
પ્રેમથી લથબથાતું, સ્મિતોથી છલકાતું.
એના હૃદયમાં કોઈ છુપાયેલી ખુશીની લહેર ઊઠતી હતી,
કેમ કે આજે એ ખાસ લાગતી હતી... ખાસ કોઈના માટે.
અને એ ખાસ વ્યક્તિ બીજું કશુંક કોઈ નહીં, પણ અંશ જ હતો.
"ભીતર રહેલી લાગણીઓ વાંચો,
શબ્દો તો ફક્ત એ ભાવનાની એક અંદાજભરી રજૂઆત છે..."
આરવી: "થાકી તો નહિ ગયો ને મિસ્ટર રોતલું?"
અંશ: "મારા જીવનમાં પહેલી વાર એવું થયું છે કે શોપિંગમાં એટલો સમય લાગી ગયો... પણ તે તારી સાથે હતો એટલે સહન કરી શક્યો."
આરવી (હળવો ગુલાબી ચહેરો લઈને): "હજુ તો ઘણું લેવાનું બાકી છે..."
અંશ (હેરાન થઈ ને): "સાચે?"
આરવી (હસીને): "ના રે... મજાક કરું છું. તું તો સાચે જ રડી પડ્યો હોત!"
---
આરવી( થોડું : "ક્યારેય કોઈ ગમ્યું છે? પ્રેમ થયો છે?"
અંશ (નજર ન મળાવતા): "ના..."
(આ એક પડછાયો હતો. એક એવું મૌન... જેમાં ઘણી વાતો છુપાઈ ગઈ.)
"આરવી (મનમાં): ‘શરમાઈ ગયો... પણ એની અંદર કંઈક અછપું છે. એ શાંત નજર પાછળ છુપાયેલ એક સુંદર દુનિયા છે... મને એની સાદગી બોલાવે છે, ખેંચીલે છે."
---
બને નાસ્તો કરે છે, વાતો ઓછી થાય છે, પણ દિલમાં અનેક વાદળો ઉમટે છે.
બહાર વરસાદ ન હતો, પણ આરવીના દિલમાં એનો પહેલો વરસાદ પડતો હતો.
---
આરવી (ભીતરથી):
"કોલેજમાં ઘણા છોકરાઓએ મને પ્રપોઝ કર્યું, પણ ક્યાંય એવો લાગાવ થયો જ નહિ...
તેઓ મા બધું હતું, એટિટ્યૂટ, દેખાવ, સ્માર્ટનેસ...
પણ એ બધાની વચ્ચે પણ મને એ મિસ્ટર રોતલું કેમ ગમી ગયો? એ મને ભાવ નથી આપતો, છતાં એનાં થોડાં શબ્દો, એની આંખો, એની શરમ બધું જ મને બાંધે છે. હું એમના વગર રહી શકીશ નહિ હવે. પણ કહું કે ન કહું? પ્રપોઝ કરું કે નહી? એને કહું કે... ‘હા, તું મને ગમે છે... તું મારા દિવસની શરુઆત છે, અને રાતની યાદો પણ.’"
---
અંતમાં...
પ્રેમ એ તો એક અનુભૂતિ છે,
શબ્દો થી નહિ, આંખો થી સમજાય છે.
પ્રપોઝલ તો એક રૂપ છે,
પણ લાગણી એની પાછળની આંખોની ઊંડાઈ છે.
એ કહેવું સહેલું નથી,
પણ કહવું એ જ સાચી બહાદૂરી છે.
શું આરવી કહેશે એ દિલની વાત?
શું અંશ પામી શકશે એ છુપાયેલો ઉનાળો જે એની નજરોમાં ઊંડાઈ રહ્યો છે?
_____________________×_____________________
તમારું મત જરૂર લખજો કોમેન્ટમાં.
મારો હંમેશનો અભાર તમારી લાગણીઓ માટે...
શીઘ્ર જ મળશું નવી અસર સાથે.
પોતાનું અને પરિવારનું ધ્યાન રાખજો,
સાવચેત રહો અને પ્રેમ વહાવો...