DIARY - 1 in Gujarati Moral Stories by Zala Yagniksinh books and stories PDF | DIARY - 1

Featured Books
Categories
Share

DIARY - 1

The diary part-1- વિચારોથી ભરેલું મૌન

આ મારી પહેલી વાર્તા છે, જે હું આપના સમક્ષ રજૂ કરી રહ્યો છું…

મે ક્યારેય વિચાર્યું નહોતું કે હું વાર્તા લખીશ, પરંતુ જાણે અનાયાસે લખી નાખી. મારી જેમ જ અંશની જિંદગીમાં કંઈક એવું બન્યું.એવી ઘટના, જેને તેણે ક્યારેય કલ્પનામાં પણ નહી કરી હોય, જેને તેની જિંદગી બદલી નાખી.
શું છે તે ઘટના?  ચાલો, જોઈએ અંશની એક અનોખી અને અલગ કહાણી…

---------------------------×××----------------------------

"આજે પણ મોડુ? તારે વર્ગમાં ક્યારેય વહેલું આવી શકતું નથી, અને એક વાતમાં તો સમજાતું જ નહી તને. આ તારી કોલેજનું પ્રથમ વર્ષ નહિ , છતાં..." – પ્રોફેસર

બધાના ધ્યાનની કેન્દ્રબિંદુ એક છોકરી પર હતી. "નિલું ટૉપ પહેરેલી, લાંબા રેશમી વાળ, ઘેરી ભૂરી આંખો, અને ગોળ ચહેરો. તેના હોઠ પર એવી સ્મિત કે જાણે સમય થંભી જાય, જગત શાંત થઈ જાય, અને ક્ષણ એક અવિનાશી યાદ બની જાય."

"આરવી, જા અને તારી જગ્યાએ બેસી જા." – પ્રોફેસર

આરવી થોડી વાર ક્લાસ માં નજર ફેરવે છે ત્યાં જોવે છે.

(આરવી મનમાં: અરે ન્યુ સ્ટુડન્ટ તેની સાથે મજા આવશે, થોડો સમય પણ પસાર થઈ જશે અને તેને હેરાન પણ કરી લઈશ. )

આરવી નવા વિદ્યાર્થીની બાજુમાં જઈને બેસી ગઈ. તેને લાગ્યું કે મસ્તી કરવાનો સારી તક છે, પરંતુ તેને ખબર ન હતી કે હવે તેની જિંદગી એક નવા વળાંક પર જવાની છે.

તે એક ઉત્સાહભર્યું સ્મિત લઈને નવા વિદ્યાર્થી તરફ જોયું, પરંતુ તેણે કોઈ પ્રતિક્રિયા આપી નહિ.

(આની સમસ્યા શું છે? જે છોકરાઓને હું ખાલી કામ માટે પણ બોલાવવા પ્રયત્ન કરું, એ બધા મારી પાછળ પાડવા લાગે, પરંતુ અતો જવાબ તો દૂર ની વાર સમે પણ નહિ જોતો.)

(ઘણી બધી છોકરી એવું લાગે છે કે બધા છોકરાઓ સરખા હોય છે, પરંતુ આવું હંમેશા સાચું હોતું નહિ.)

"હે, મિસ્ટર! હું આરવી અને તું?" – આરવી

તેણે આરવીની તરફ જોયું અને થોડા ધીમે બળ જબરજસ્તી પૂર્વક બોલાવાયેલા શબ્દોમાં, ચહેરા પર એક રસ વગરનું હાસ્ય લાવતા કહી નાખ્યું,
"મારું નામ અંશ છે." – અંશ

"આરૂ, તું ફરી તારી બકબક શરૂ કરી દીધી! તને કોઈને હેરાન કરવા વગર કંઇ કામ છે કે નહીં?" – રોહીત

(આરવીને ચીડવતા બોલ્યો)

"તમે શાંત બેસશો કે નહિ? - પ્રોફેસર

(એ ઊંચા અવાજમાં કીધું.)

અરે હું તો ભૂલી જ ગયો! આ છે આપણી ક્લાસનો નવો વિદ્યાર્થી, અંશ." – પ્રોફેસર

"એક ક્ષણે આખો વર્ગ અંશ તરફ નજર કરે છે. ઊંડા મૌનભર્યા આંખો, થોડા ઉલઝાયેલા લાંબા વાળ, બ્લેક શર્ટ અને બ્લુ જીન્સ, અને સાથે જ ઊંચા કદનું અસરકારક અંગતિત્વ. જાણે સમય તેની હાજરીમાં થોડો ધીમો પડી જાય."

શરૂઆત ની અંદર બધાએ તેને નીરખીને જોયો ન હતો.
બધાને લાગતું હતું કે પ્રોફેસરનું કોઈ આસિસ્ટન્ટ હશે.

(નેહલના મનમાં: "આ તો કેટલો સ્માર્ટ અને આકર્ષક લાગે છે.")

"શાંત રહો, કૃપા કરીને!" – પ્રોફેસર

પ્રોફેસર ફરી પોતાનો લેકચર શરૂ કરે છે. આરવીનું ધ્યાન પ્રોફેસર પર કેન્દ્રિત હતું, પરંતુ તેનું મન અંશના વિચારોમાં વ્યસ્ત હતું.

ક્યારેક કલાકો પૂર્ણ થઈ ગઈ તેની ખબર જ ન રહી, બ્રેક નો સમય આવ્યો ત્યારે આરવીને ખબર પડી.

બ્રેક ના સમયમાં મોટા ભાગ ના સ્ટુડન્ટ કેન્ટિનમાં પહોંચી ગયા,  આખરે આરવીપણ પોતાના ગ્રુપ જોડે કેન્ટીનમાં પહોંચી. આરવીના ગ્રુપની અંદર આરવી, નેહલ, રોહીત અને જય હતા. આ ગ્રુપ થોડું અનોખું હતું જય વર્ગનો ટૉપર, જ્યારે રોહીત વર્ગનો લાસ્ટ બેંચર, પરંતુ તેમ છતાં તેમની મિત્રતા ઘનિષ્ઠ હતી.

"અરે, આરવી, આ તો અંશ છે, નવો વિદ્યાર્થી." – નેહલ
(એક તરફ એકલા બેઠેલા અંશ તરફ ઈશારો કરતા બોલી.)

નેહલ દેખાવમાં તો ફેશનેબલ અને સરળ સ્વભાવ ધરાવતી હતી તે એક નબળાઈ હતી  કે, પોતાની લાગણીઓને છુપાવી શકતી ન હતી.

"હા! તેજ છે, પરંતુ તે એકલો બેઠો છે." – આરવી

(આરવી વિશે તો તમને જણાવતા ભુલી જ ગયો. આરવીનો સ્વભાવ અલગ હતો બોલવામાં હંમેશા ઉત્સાહી, અને તેની સુંદરતાની વાત તો જાણે સ્વર્ગીય રૂપમાં સમાવવામાં આવી હોય. એટલે કે, તે કોલેજની સૌથી લોકપ્રિય છોકરીઓ માની એક હતી. ઘણા છોકરાએ તેને પોતાની ગર્લફ્રેન્ડ બનાવવા ઈચ્છતા, પરંતુ તે કોઈને  ભાવ આપતી ન હતી, અને જે કોઈ પ્રપોઝ કરતું તો તરતજ ના આવી જતી એટલા માટે તેને પ્રપોઝ કરવું એક પ્રકારનું જોખમ ગણાતું.)

"ચાલ, આપણે તેની પાસે જઈને બેસીએ." – નેહલ

"તારે વધારે ચિંતા થાય છે." – રોહીત

(નેહલ ને ચિડવતા કીધું)

રોહીતનો સ્વભાવ બહુ મજાકિયા હતો.

"ચાલ, તેને આપણાં ગ્રુપમાં થોડા ટાઈમ માટે લઈ લેવો જોઈએ તે એકલો છે અને આપણી કોલેજમાં નવો પણ છે." - જય

જય વર્ગનો ટૉપર અને સમજદાર તેમજ શાંત સ્વભાવ ધરાવતા હતો.

"સાચી વાત છે, ચાલો ત્યાં જઈએ." – રોહીત

(ઉત્સાહમાં આવીને બોલે છે.)

કેંટિનના છેલ્લા ટેબલ પર અંશ એકલો બેઠો હતો અને કંઈક લખી રહ્યો હતો. જ્યારે તેણે આરવીના ગ્રુપને પોતાની તરફ આવતાં જોયું, ત્યારે તે તરત જ પોતાની નોટબુક બંધ કરી લીધી. ત્યાંજ તે બધા પહોંચી ગયા.

"હાય! મારું નામ નેહલ છે, અને આપનું સ્વાગત છે કોલેજમાં. તારે કોઇપણ સમસ્યા પડે તો અમને જણાવજે." – નેહલ

(નેહલ ઉત્સાહમાં આવી કાંઈ પણ વિચાર્યા વગર બોલી ગઈ.)

"હા, યાર, આ તારી બધીજ સમસ્યાઓ દૂર કરી આપશે – રોહીત

(રોહિત હસતા બોલ્યો.)

"અરે યાર, આ બધું શું છે? (રોહીતની તરફ જોઈને) હાય! અંશ, હું જય આ છે નેહલ, રોહીત અને આરવી." – જય

(જે બધાને ઇન્ટ્રોડક્શન આપતા કીધું)

થોડીવાર માટે અંશ બધું સાંભળતો રહ્યો અને પોતાની બેગ તરફ નજર ફેંકતો રહ્યો, ત્યારે

"અરે, તારી પ્રોબ્લેમ શું છે? અમે તને બોલાવવા પ્રયત્ન કરીએ છીએ, પરંતુ તું જરા પણ જવાબ નથી આપતો. તું કોઈ મહારાજા છે કે પછી શરમ આવે છે તને?"   –આરવી

(પહેલા થોડા ગુસ્સામાં બાદ માં હસતાં બોલી.)

"એવુ કશું નથી પણ..." – અંશ

(ધીમા અવાજમાં આરવી સામે જોઈને જવાબ આપ્યો ત્યાંજ.)

આરવી એ અંશને વચ્ચે જ અટકાવીને બોલી ઉઠી.

"યાર, આજે મેં તને લેકચરમાં  પણ જોયો કે તું ખૂબ નિરાશમય બેઠો હતો." – આરવી

-----------------------------×-----------------------------

"આ મારી પ્રથમ વાર્તા છે, અને મને આનંદ છે કે તમે તે વાંચી. આપના અમૂલ્ય પ્રતિભાવ મને જણાવશો, જેનાથી મને આગળ વધુ સારું લખવાની પ્રેરણા મળશે."