Hindi sahityna Pitamah in Gujarati Moral Stories by Jagruti Vakil books and stories PDF | હિન્દી સાહિત્યના પિતામહ - મુન્શી પ્રેમચંદ

Featured Books
Categories
Share

હિન્દી સાહિત્યના પિતામહ - મુન્શી પ્રેમચંદ

હિન્દી સાહિત્ય ના પિતામહ :
હિન્દી અને ઉર્દૂ ભાષાના મહાન લેખક મુનશી પ્રેમચંદનો જન્મ ૩૧ જુલાઇ 1880ના ઉત્તર પ્રદેશમાં કાશી નાં લમ્હી નામના ગામમાં થયો હતો.તેઓ નવાબ રાય મુનશી નામથી પણ જાણીતા છે. પણ તેઓ ગરીબ પરિવારમાં જન્મ્યા હતા તેમનું સાચું નામ ધનપતરાય શ્રી વાસ્તવ હતું. તેમના માતા આનંદ દેવી અને પિતા મુનશી અજાયબ રામ હતા. પ્રેમચંદ એ 1898માં મેટ્રિક પાસ કરી અને શિક્ષણના વ્યવસાયમાં જોડાયા. 1901માં તેમણે અંગ્રેજી દર્શન, ફારસી અને ઇતિહાસ સાથે ઇન્ટર પરીક્ષા પાસ કરી. ૧૯૧૯માં બીએ પાસ કર્યા પછી શિક્ષણ વિભાગમાં ઇન્સ્પેક્ટર પદ તરીકે નિયુક્ત થયા પાછળથી ગાંધીજીના કહેવાથી તેમણે નોકરી છોડી દીધી હતી. ૧૯૦૧માં સાહિત્ય જીવનનો પ્રારંભ કર્યો.
હિન્દી સાહિત્યમાં યથાર્થવાદ ની શરૂઆત કરતી, ભારતીય સાહિત્યમાં દલિત સાહિત્ય અને નારી સાહિત્યના મૂળ પ્રેમચંદના સાહિત્યમાં જોવા મળે છે. તેમનુ સાહિત્ય વિવિધ સ્વરૂપોમાં ઉપલબ્ધ છે : નવલકથા, વાર્તા, નાટક, સમીક્ષા લેખ, સંસ્મરણ જેવા અનેક ક્ષેત્રોમાં તેમણે લેખન કાર્ય કર્યું છે, 15 નવલકથા, ૩ હજારથી વધુ વાર્તા,3 નાટક, 10 અનુવાદ,૭ બાળ પુસ્તકો અને હજારો પૃષ્ઠના ભાષણ અને પત્ર વગેરે તેમણે લખ્યું છે. તેમની બધી વાર્તાઓ માનસરોવર ભાગ એક થી આઠ સ્વરૂપે પ્રગટ થયો તેમની વાર્તાઓમાં નગર જીવન અને સામાન્ય લોકોના પ્રસંગોનું આલેખન જોવા મળે છે.
તેઓએ ૭ વરસ ની ઉંમરે માતા અને ૧૪ વર્ષના હતા ત્યારે પિતાને ગુમાવ્યા હતા તેથી બધી જવાબદારીઓ તેમના પર આવી ગઈ હતી. પ્રથમ લગ્ન ૧૫ વર્ષની ઉમરે થયા જે નિષ્ફળ નિવડયા ..આર્યસમાજની પ્રભાવિત મુનશી જી એ બીજા લગ્ન બાળ વિધવા શિવ રાણી દેવી સાથે કર્યા. જેમનાથી સંતાનમાં અમૃતરાય,શ્રીપત રાય અને કમલા દેવી હતા. નોકરી કરતા કરતા બીએ પાસ કર્યું અને ઉર્દુ થી લખવાની શરૂઆત કરી.૧૯૧૦ માં સાજે વતન માટે તેમને લોકોને ભડકાવવા નાં આરોપ માં જેલ થઈ હતી. ઉર્દુમાં પ્રથમ નવલકથા નવાબ રાય લખી મોટેભાગે સમગ્ર બનારસ અને લખનૌમાં તેમણે સમય ગાળ્યો હતો ત્યારે અનેક પત્રિકાઓ નું સંપાદન પણ કર્યું હતું. તેઓ લેખકની સાથે સાથે એક સમાજસેવક પણ હતા.તેમણે હંસ નામની પત્રિકા શરૂ કરી હતી જે હિન્દીની મુખ્ય પત્રિકા ગણવામાં આવી છે. તેમણે ઉપન્યાસ અને વાર્તાઓ નું નિર્માણ કર્યું છે. તેઓ ને શ્રેષ્ઠ ઉપન્યાસ કાર અને વાર્તાકાર ગણવામાં આવે છે.મુનશી પ્રેમચંદ સાહિત્યના યોગદાનને જોઈને બંગાળના વિખ્યાત ઉપનયાસ કાર બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાયએ તેમને ઉપન્યાસ સમ્રાટ કહીને સંબોધિત કર્યા હતા. તો શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય એ તેમને નવલકથા સમ્રાટ કહ્યા છે.તેમણે વિવિધ પ્રકારના સાહિત્યનું સર્જન કરીને હિન્દી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે.
તેમના શ્રેષ્ઠ ઉપનયાસ માં કર્મભૂમિ, ગોદાન, રંગભૂમિનોન સમાવેશ થાય છે. તે ઉપરાંત કાયાકલ્પ, મનોરમ, વરદાન, મંગલસૂત્ર જેવા ઉપન્યાસ તો પંચ પરમેશ્વર, બડે ઘર કી બેટી. નશાદો ઘડી નમક કા, દરોગા, બડે ભાઈ સાહેબ જેવી વાર્તાઓ પણ પ્રદાન કરી છે. તેમણે વિભિન્ન સામાજિક સમસ્યાઓને સ્પર્શતી વાર્તાઓ અને નવલકથાઓ લખી ને ભારતમાં અદભુત જાગૃતિ લાવવાનું કામ કર્યું છે .તેમના મૃત્યુ પછી ગમન, ગોદાન, હીરા-મોતી શતરંજ કે ખિલાડી જેવી કૃતિઓ પર આધારિત સફળ ફિલ્મો પણ બની છે.
પ્રેસ માટે કાગળ ખરીદવા તેમને રખડવું પડતું. ત્યારથી તેમની તબિયત લથડતી ગઈ, 8 ઓક્ટોબર ૧૯૩૬ના રોજ અનંત નિદ્રામાં પોઢી જતાં ભારતી મહાન સાહિત્યકાર મુનશી ગુમાવ્યાનો આઘાત અનુભવ્યો. અવસાનના છ મહિના પહેલા તેઓ લખનઉમાં યોજાયેલ વાર્ષિક અધિવેશન ઇન્ડિયન પ્રગતિશીલ લેખક મંડળના અધ્યક્ષ પણ બન્યા હતા. તેમની સ્મૃતિમાં ભારતીય ડાક ઘર વિભાગ તરફથી 31 જુલાઈ ૧૯૮૦ના રોજ તેમના જન્મ શતાબ્દીના અવસર પર ૩૦ પૈસાનું મૂલ્ય ની ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવી હતી. હિન્દી વાર્તા અને નવલકથા માં એક નવી પરંપરા નો વિકાસ કરનાર તથા લખી સદીના સાહિત્યની માર્ગદર્શન પૂરું પાડનાર મહાન ઊપન્યાસ કાર મહન સાહિત્યકાર મુનશી પ્રેમચંદને તેમના જન્મદિને શત શત વંદન..