"સપનાની રાત્રિ, હકીકતની આશા"
"હું તમારી સુંદરતાનું વર્ણન કેવી રીતે કરી શકું જે ફક્ત મારી આંખો જ જોઈ શકે છે.'
કોઈક આવાજ સંબંધ છે અંશ અને આરવીનો. હા, હજુ સુધી આગળ વધ્યો નથી, પણ છે તો એવો જ. ઘણું બધું કહેવું છે, પણ કહી શકાતું નથી. ઘણું ભૂલવું છે, પણ ભૂલાતું નથી.
એમ નથી લાગતું કે આપણે વહેલા મળી ગયા...
હા, હું પણ ઘણાં સમય પછી ફરી લખવાનું શરૂ કરું છું.
હવે થી નિયમિતપણે નવા ભાગો આવતાં રહેશે, હા આ બીજી વાર કહી રહ્યો છું પણ આ વખતે વચન પક્કું.
ચાલો હવે વાર્તા પર જઈએ...
શોપિંગ પૂરી થયા પછી અંશ આરવીને પર ઘરે છોડે છે. રસ્તામાં હળવી વાતો થાય છે – ડાન્સ, ફેસ્ટિવલ, જૂના સ્કૂલના દિવસો... આરવીના હોઠે હાસ્ય છે, અને અંશના દિલમાં અનોખી શાંતિપ્રિય લાગણી.
અંશ: ચાલ તો હવે ઘેર જઈએ, આરામ કર. કાલે ૮ વાગે હોલમાં પ્રેક્ટિસ માટે મળીએ.
આરવી: ઓકે... આવજે, પછી મોડું નહીં કરતો.
---------------------------------------------
આગલા દિવસે પ્રેક્ટિસ પૂરી કરી બન્ને બેઠા હોય છે.
અંશ: આરવી, તું ફ્રી છે?
આરવી: કેમ?
અંશ: મારી સાથે મૂવી જોવા આવીશ?
(આરવી મનમાં: શું હું સપનામાં છું? અંશે મને મૂવી માટે પૂછ્યું? કદાચ એ મને પસંદ કરે છે... કદાચ આ ડેટ હોય!)
અંશ: જો તું ફ્રી ના હોય તો ચાલ છે...
આરવી: ના ના, હું ફ્રી જ છું!
("મારું મન તો ઉછળતું હતું, અંશ સાથે મૂવી જોવાનો મોકો ન ચૂકી જાઉં...શાયદ એના દિલમાં પણ કંઈક છે મારા માટે...
કદાચ હવે એ વાક્ય એના હોઠે આવી ગયું હશે,
જેણે મારા દિલમાં વરસોથી ઘર બનાવ્યું છે –
'મને તું ગમે છે...'") આરવી
અંશ: તું ક્યાં ખોવાઈ ગઈ ફરીથી? તું ફ્રી ના હોય તો કહી દે.
આરવી: મિસ્ટર રોતલુ! મેં ના પાડી?
અંશ: ના, પણ...
આરવી: તો પછી કેમ શંકા કરે છે? કહું છું કે આવીશ તો આવીશ! ક્યારે જવાનું છે?
અંશ: ડાન્સ સ્પર્ધાના આગલા દિવસે.
આરવી: એટલે પરમ દિવસે. ઠીક છે.
(અરે હા! એ સ્પર્ધા તો આવી ગઈ. હું તો વિચારી રહી હતી કે પછી કહેશે પ્રેમની વાત... પણ એ પહેલા મૂવી નક્કી કરી. કદાચ એજ કહેશે!)
અંશ: ચાલ, તો હવે હું કાલે પ્રેક્ટિસ માટે નહીં આવું આપણે સીધા મુવી વખતે મળી શું.
આરવી: ઓકે મિસ્ટર રોતલુ, મોકલ જે લોકેશન થિયેટરનું.
અંશ: વહેલી આવજે, આપણે પહેલા ભોજન કરીશું.
(મને હજી પણ એવું લાગે છે કે સપનામાં જ છું. અંશ સાથે મૂવી અને ડિનર...!)આરવી
આરવી ઘરે જાય છે, પણ મન તો અંશના વિચારોમાં જ ઢળી ગયેલું.
ત્યાંજ ફોન વાગે છે...
આરવી: હા મમ્મી, બોલો...
મમ્મી: બેટા, સિદ્ધાર્થનો કોલ આવ્યો હતો. કશું કામ હતું. તેને ફોન કરી લેજે.
આરવી: હા મમ્મી.
પણ આરવી તો અંશના સપનામાં હતી, સિદ્ધાર્થને ફોન કરવાનો પણ ભુલાઈ ગયું...
બીજા દિવસે...
સિદ્ધાર્થ આરવીને મળવા આવે છે.
આરવી: શું કામ પડ્યું તને સવાર-સવારમાં?
સિદ્ધાર્થ: મે ગઈકાલે તને કેટલા ફોન કર્યા ખબર છે? તે જવાબ જ ન આપીયો. આખરે આન્ટીને ફોન કરવો પડ્યો!
(પણ આરવી તો પોતાનાં ખ્યાલોમાં... દુનિયા તો જેમ બ્લર થઈ ગઈ હોય...)
આરવી: વાંધો નહિ... હવે બોલ પણ, શું કામ છે?
સિદ્ધાર્થ: વધુ લપ નથી, કાલે મારી સાથે ખરીદી પર આવાનું છે. બસ, નક્કી.
આરવી: ઓકે. હવે તો જવા દે, શાંતિ થી સુવા દે!
અત્યારે તો આરવી એ વાત સમજી જ ના શકી કે તેણે હા પાડી દીધી....
બીજી તરફ...
નેહલ જયને કોલ કરે છે.
જય: બોલ ને નેહલ, શું કામ પડ્યું?
નેહલ: અંશનો નંબર આપને!
જય: એ તો મારી પાસે નથી યાર...
નેહલ: પેલા ગ્રુપમાં છે પણ નંબર પણ નથી...!
જય: સાચું છે. એની હાજરી પણ ખ્યાલ ન આવે એવી હોય. બોલે તો એ પણ ક્યારેક...
નેહલ: નવો છે એટલે... ભળી જાશે.
જય: હા, સારું. આરવી પાસેથી લઈને આપું છું.
નેહલ: થેન્ક્યુ! ભુલતો નહિ હો...
જય: ના , ના ભુલું! પણ તારે શુ કામ છે અંશનો?
નેહલ: ..............
(ચાલુ રહેશે)
---
"અને હવે શું થશે? નેહલ અંશ વિશે શું વિચારે છે...? જાણીએ આગામી ભાગમાં!"