"હાસ્યની વચ્ચે ધબકતું દિલ"
જય: "તું અંશ સાથે ભાગ લઈ લે"..
આરવી: (હળવા દિલથી ખુશ થઈને મનમાં) "જય તું હજાર વર્ષ જીવીશ!" (હસતાં હસતાં) "હા! ઑય મિસ્ટર રોતલું, તું મારી સાથે ડાન્સમાં ભાગ લઈશ?"
અંશ: (થોડું અચકાઈને, આંખોમાં થોડી ઉલઝણ) "...મ્મ... હું..."
આરવી: ( શરારતભરી નજરે) "શું વિચાર કરે છે? લગ્ન માટે નહીં પુછતી હું..."
અંશ: (નમ્ર શબ્દો સાથે) "ઓકે..."
જય: "તો પછી જલ્દી જઈ નામ લખાવી આવો, ડેડલાઇન નજીક છે!"
આરવી: "ચાલ મિસ્ટર રોતલું!"
અંશ: (થોડી મૌન શાંતિ પછી) "ચાલો..."
(બંનેનું નામ દાખલ થાય છે,....)
-----------------------------------------
આરવી: (સજ્જ આત્મવિશ્વાસ સાથે) "મિસ્ટર રોતલું, આપણે વધુ પ્રેક્ટિસ કરવી પડશે... અને તું આ તારો 'શાંતિ શાંતિ' વાળો મુડ છોડ! આખો દિવસ શાંતિથી જીવતા હોય છે! તે લોકો પણ તને બોરિંગ કહી શકે!"
(બંને હસી પડે છે)
અંશ: (હળવા સ્મિત સાથે) "ઓકે. કાલથી ફુલ પ્રેક્ટિસ. જીતવું જ છે!"
આરવી: (આંખમાં ચમક સાથે) "આ થઈ ને કંઈક વાત, મિસ્ટર રોતલું!"
અંશ: "ઓકે મેડમ, કાલે મળીએ.."
આરવી: (હળવા ઠઠ્ઠા સાથે) "ઓહ... મિસ્ટર રોતલું ને મજાક પણ આવડે છે?!"
------------------------------------------
પછીના દિવસે...
આરવીનું ચહેરો આજે કંઈક ખાસ ચમકી રહ્યો હતો. આંખોમાં એક અનકહી ખુશી છે, જે એના દિલમાં શાંતિ પુર્વક લહેરાઈ રહી છે.
અંશ: (સાદી સ્મિત સાથે) "હાય મેડમ..."
આરવી: "બોલ મિસ્ટર રોતલું..."
અંશ: "મેડમ એક સમસ્યા છે..."
આરવી: (થોડી ચિંતિત, થોડી ચિઢાવટ સાથે) "હવે શું?"
અંશ: "સોંગ કયું પસંદ કરીએ?"
આરવી: (નખરાવાળી અંદાજે) "એ પણ મારે જ? તને કંઈક આવડે છે કે નહીં?"
અંશ: "હું પસંદ કરતો હતો પણ પહેલા તારો એક વાર અભિપ્રાય લઉ એવું લાગ્યું..."
આરવી: (હ્રદયથી ખુશ) "આવો સંસ્કારી રાત માં બની ગયો મિસ્ટર રોતલું?"
(બંને હસી પડે છે)
(અંશ ગીત પસંદ કરે છે, અને બંને એકદમ ડેડીકેશનથી પ્રેક્ટિસ કરે છે. અંશ નજર આરવી પર જાય છે, અને એ પહેલા કરતા વધારે સુંદર લાગતી હોય છે. થોડી ક્ષણ માટે એ ખોવાઈ જાય છે.)
આરવી: (નજર ઝૂકાવીને) "ઓય મિસ્ટર રોતલું, ક્યાં ખોવાઈ ગયો?"
અંશ: (ચમકતા ચહેરે) "કંઈ નહીં..."
આરવી: (હળવી ચેતવણી સાથે) "જુઓ, ડાન્સ તો સારો થઇ જશે, પણ ડ્રેસ?"
અંશ: "ચાલ, કાલે ખરીદી કરવા જઈએ?"
આરવી: "ના નહીં ચાલે!"
અંશ: "શું?! કેમ?"
આરવી: (હસતાં હસતાં) "ચાલે નહીં, દોડશે મિસ્ટર રોતલું!"
(બંને ફરી હસે છે)
આરવી: "હું તને લોકેશન મોકલી દઈશ... તું મને પીકઅપ કરજે."
અંશ: (સાધા અવાજે) "ઓકે..."
આરવી: "ડોબા! તારો નંબર તો આપજે!!"
અંશ: "હા..."
(આરવી નંબર સેવ કરે છે. આજે કંઈક અલગ લાગ્યું – ખાસ તો અંશ માટે. કેમ ખબર નહીં, પણ હ્રદય થોડું વધુ ધબકતું લાગ્યું.)
તમને એવું લાગતું હશે કે તેઓ તો સારા મિત્રો હતા, એટલે બધા પાસે તેમનો નંબર હોવો જોઈએ. પણ અંશ એક એવો પાત્ર હતો કે તેનું હોવું કે ન હોવું, કોઈએ ખાસ નોંધ્યું જ નહતું. એ આરવીના ગ્રૂપમાં તો હતો, પણ માત્ર નામ પૂરતો. એટલું પણ ન બોલતો. પોતાની દુનિયામાં જીવતો વ્યક્તિ. અને આરવી તેને પોતાની દુનિયા માનવા લાગી હતી. હવે તો તેનો મોબાઈલ નંબર પણ મળી ગયો...
--------------------------------------------
રાત્રે...
અંશ સૂવાની તૈયારીમાં હોય છે. ફોન પર મેસેજ આવે છે. આરવી...
આરવી: "કાલે આ સ્થાન પર સમયસર પહોંચી જજે. શુભ રાત્રી."
અંશ: (નમ્ર હાસ્ય સાથે) "શુભ રાત્રી..."
પછી એની ટેબલ પરથી ડાયરી ખોલે છે. પેન ઉપાડે છે. આજે કાગળ પર માત્ર શબ્દો નહીં, લાગણીઓ વહેતી હતી...
---------------------------------------------