VISHV AAROGY DIVAS in Gujarati Moral Stories by Jagruti Vakil books and stories PDF | વિશ્વ આરોગ્ય દિવસ

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

વિશ્વ આરોગ્ય દિવસ

પૂજ્ય કાકાસાહેબ કાલેલકર કહે છે :ધાર્યું કામ પર પાડવા છતાં શરીરનું કોઈ અંગ ફરિયાદ ન કરે તે તંદુરસ્તીની નિશાની.આયુર્વેદ શાસ્ત્રમાં લખ્યું છે: ઈશ્વર પ્રાપ્તિ માટે બુદ્ધિ નિર્મળ હોવી જોઈએ,બુદ્ધિ નિર્મળ હોવા માટે શરીર નિર્મળ હોવું જોઈએ.આપણા ગુજરાતી કેલેન્ડર મુજબ ચૈત્ર માસ અને અંગ્રેજી મુજબ એપ્રિલ મહિનો આવતા ગરમીની ઋતુ ચાલુ થાય અને એ સાથે આરોગ્ય પ્રત્યે કાળજી ન રાખીએ તો અનેક રોગોને પણ સાથે આમંત્રણ આપીએ છીએ..એમાય ખાસ છેલ્લા કેટલાક વર્ષોથી તો પ્રદુષણના અજગરના ભરડામાં પૂરી પૃથ્વી સપડાઈ છે ત્યારે ગ્લોબલ વોર્મિંગને કારણે તાપમાનના પારા સાથે આપણા તન અને મન બેયનો પારો પણ ઉચો ચડતો જાય!!!! ખરું ને દોસ્તો? તો ચાલો આજે વાત કરીએ કેટલીક ઉપયોગી ટીપ્સની કે જે તમને ડોક્ટર પાસે દોડાવતા અટકાવી, નીરોગી રહેવામાં મદદ કરશે....

આમ તો આરોગ્યની વાત અત્યારે એટલે યાદ આવી કે આ મહિનામાં વિશ્વભરમાં સાતમી એપ્રિલ વિશ્વ આરોગ્ય દિન તરીકે ઉજવાય છે..ગત વર્ષોમાં મહા ભયંકર રોગો શીતળા,ક્ષય,મલેરિયાના સુક્ષ્મ જીવોનો નાશ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વિશ્વભરમાં આરોગ્યની સુધારણા માટે ડબ્લ્યુ.એચ.ઓ.મહત્વની કામગીરી કરે છે.આ દિવસે લોકોને પોતાના આરોગ્ય પ્રત્યે જાગૃતિ કેળવવા વિવિધ જગ્યાએ ચર્ચાસભાઓ,સેમીનાર,પ્રદર્શન, માર્ગદર્શન કેમ્પ વગેરે યોજવામાં આવે છે.

સમગ્ર સૃષ્ટિમાં આવેલા વનસ્પતિ,વૃક્ષો,માનવી,પશુ,પંખીઓ એકબીજાના અવિભાજ્ય અંગ છે અને ખાસ તો લીમડો,પીપળો,વડ,આસોપાલવ,આંબો તો ધાર્મિક,આધ્યાત્મિક અને આરોગ્યલક્ષી,શોભાની દ્રષ્ટિએ આપણા જીવનમાં ખુબ અગત્યનું સ્થાન ધરાવે છે. પૌરાણિક માન્યતાઓ મુજબ ઘરના સંસ્કાર,પવિત્રતા અને ધાર્મિકતા વધારનાર આ વૃક્ષો આરોગ્યની રીતે પરમ ગુણકારી હોવાથી એમને આપની આસપાસ ખાસ સ્થાન મળ્યું છે.એમાં ય સર્વોપરી લીમડો આ ચૈત્ર માસમાં ખાસ યાદ કરાય છે.એની પાછળનું કારણ તેની વિશિષ્ટતા એ છે કે તમામ પ્રકારની અસુવિધાઓમાં પણ મસ્ત લહેરાતું આ વૃક્ષ આયુર્વેદમાં મહિમાવંત સ્થાન ધરાવે છે.મહર્ષિ ચરક,સુશ્રુત,ધન્વાન્તારી જેવા મહાન વૈદિકશાસ્ત્રીઓએ અનેક પ્રકારના રોગો મટાડવા માટે લીમડાને ઉતમ ઔષધ તરીકે સ્થાન આપ્યું છે. એમુજબ લીમડો હલકો,શીતલ,કડવો,ગ્રાહી,કૃમિ,કફ,પિત,વમન,શોષ,વાત,વિશ,બળતરા,થાક ખાંસી,તાવ,તૃષા, ખોરાકની અરુચિ,રુધિરવિકાર,મધુમેહને નષ્ટ કરનાર છે.લીમડાના પાનમાં પ્રોટીન,કેલ્શિયમ,લોહ,વિટામીન એ ઉપરાંત બીજા તત્વો અને ખનીજક્ષાર પણ અધિક પ્રમાણમાં હોવા સાથે અત્યારની ઋતુમાં તેના પર બેસતા મોર(ફૂલ)માં તો આ બધા જ તત્વો વિશેષ પ્રમાણમાં હોય છે,પાણીમાં તેમના મોટાભાગના દ્રવ્યો સરળતાથી શોષાય છે.લીમડાના બીજ (લીંબોળી)પણ અનેક રીતે ઉપયોગી છે.આમ લીમડાના બધા જ અંગો અનેક રીતે ઔષધીય ગુણ ધરાવતા હોવાથી આ દિવસોમાં આવી રીતે એનો ઉપયોગ જરૂર પડે તે રીતે કરીએ અને તંદુરસ્ત દીર્ઘાયુ ભોગવીએ:

*વર્ષો જુનું દાદીમાના ઓશડીયા તરીકે જાણીતી વાત :ચૈત્ર માસમાં લીમડાના ૨૦ ગ્રામ મોરને લસોટી માટીના વાસનામાં રાત્રે પાણીમાં પલાળી સવારે ગાળી બે ચમચી સાકાર નાખી નરણા કોઠે નિયમિત સાત,ચૌદ કે એકવીસ દિવસ પીવાથી શરીરમાંથી ગરમી દુર થાય છે,ચામડી કાંતિવાન બને છે,રોગો સામે રક્ષણ મળવા ઉપરાંત ઉનાળાના અસહ્ય તાપથી બચી શકાય છે લુ સામે રક્ષણ મળે છે અને પાચનશક્તિ સુધરે છે.

*ચૈત્ર માસમાં લીમડાના મોર લીમડાના કુમળા લીલા પણ ૨૦ ગ્રામ અને કળા મારી ૧૦ નંગ સાથે લસોટીને પાણીમાં નાખી માટી કે કાચના વાસણમાં રાત્રે પલાળી સવરે ગાળી નરણા કોઠે પીવાથી શરીરમાં રહેલા રોગના જંતુઓ નાશ પામે છે.કોઈ પણ પ્રકારનો તાવ આવતો નથી અને મેલેરિયાના તાવ સામે રક્ષણ મળે છે.

*અનાજ સાચવવા માટે લીમડાના પાન જંતુઘ્ન અને પ્રીઝર્વેટીવનું કામ કરે છે.

*ફળોને કુદરતી રીતે પકવવા અને તેની મીઠાશ માણવા ઓરડામાં કે બોક્ષમાં તળિયે લીમડાના લીલા પણ પાથરી તેના પર ફળોનો થર એમ વારાફરતી થર કરી ૪ થી ૫ દિવસ બંધરાખવાથી કુદરતી રીતે પાકવ ઉપરાંત જીવજંતુ નાશ પામે છે અને ફળોની પૌષ્ટિકતા જળવાઈ રહે છે.

*લીમડાના પાનનો ધુમાડો મચ્છર અને જીવજંતુના નાશ માટે ઉતમ છે.તો લીમડાના પાનની રાખ કીડી,મકોડા,વાંદાને દુર કરવા ઉપયોગી છે.

આ થઇ કડવા લીમડાની વાત.....પણ મીઠો લીમડો પણ પરમ ગુણકારી છે :રોગો સામે રક્ષણ આપવામાં ઓછો ગુણકારી પણ શરીરની તંદુરસ્તી સાચવવામાં અસરકારક છે.મીઠા લીમડાના પણ વઘારમાં તો સહુ વાપરે જ છે એ ઉપરાંત મીઠા લીમડાના તાજા પણ,લીલા ધાણા,ફુદીનાના પાન સરખે ભાગે લઇ,લીલા મરચા, લીંબુ ને યોગ્ય મસાલા પ્રમાણસર ઉમેરી બનાવેલી ચટણીના સેવનથી પાચનશક્તિ પ્રબળ બને છે,જઠર અને આતરડાની દીવાલને સાફ કરે છે,પાચિત ખોરાક આગળ વધે છે અને મળનો સરળતાથી નિકાલ થાય છે.

પણ મિત્રો એટલું ખાસ યાદ રાખવું જરૂરી છે કે દરેક વ્યક્તિની તાસીર અલગ અલગ હોય છે એટલે યોગ્ય ચિકિત્સકની સલાહ અનુસાર જ કોઈ પણ ઈલાજ કરવો...એ સાથે એટલું પણ યાદ રાખવું કે prevention is better than cure....સહુ વાચકમિત્રોનું આરોગ્ય જળવાય એવી તંદુરસ્ત શુભકામના.....