Sangharsh - 2 in Gujarati Fiction Stories by Roshani Patel books and stories PDF | સંઘર્ષ - (ભાગ-2)

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

સંઘર્ષ - (ભાગ-2)

અમિત ભાઈ ગાડીમાં બેસી હોન પર હોન વગાડી રહ્યા છે તે અવાજ આખુ વાતાવરણ બગાડી રહ્યો છે. ઘરની અંદર પણ પડઘો પડી રહ્યો હતો, પણ હજુ માં દીકરી તૈયાર થવામાંથી બહાર આવી નહોતા રહ્યા. અમિત હોન પર હોન વગાડે જતો હતો. મનીષા અને પિહુ અવાજથી કંટાળી ઉતાવળા બહાર આવી એક સાથે અમિતભાઈ ઉપર વર્ષી પડ્યા.

" ખબર જ નથી પડતી, આખુ ઘર ગાડું કર્યું. જરાક તો સુધરો... હવે નાના નથી... " મનીષા આવતા ગુસ્સેથી બોલે જતી હતી.
" શું મમ્મી કોની સાથે માથું મારે છે જો એ હેન્ડ્સફ્રી લગાવી બેઠા છે. પપ્પા બહુ હોશિયાર છે..." હસતા પિહુએ તેના પપ્પાના હેન્ડ્સફ્રી ખેંચી લીધા.

" શું થયું ?" હસતા અમિતભાઈ બોલ્યા.
" કઈ નહીં, તમારી ઉપર આજે બહુ પ્રેમ ઉભરાઇ આવે છે ... "

" શું વાત છે જાનેમન ... હું એટલો મસ્ત એન્ડ હેન્ડસમ લાગુ છું .."
" જરાક તો શરમ કરો આ છોકરી પરણે એવી થઈ અને આ જહાંપનાહને જુઓ... "

" બસ મમ્મી પપ્પા શરૂ ના થઈ જતા... નહિતર મારે અહીં જ તમારું પિકચર જોવું પડશે ... જે બહુ બોરિંગ હોય છે. પપ્પા તમે બહાર નીકળો હું કાર ચલાવીશ. "
" ના પિહુ અમારે થિયેટર પહોંચવાનું છે ઉપર નહીં.... " મનીષા બોલી.

" મને કાર ચલાવવા નહીં આપો તો હું નહીં આવું ...."
" વાંધો નહીં હું અને તારા પપ્પા એકલા જઈ આવશું .... તું તારું રીડિંગ કર ... ઓકે ડાર્લિંગ "

" પપ્પા ખરેખર કહું છું ..... " પિહુ મોં બગાડી બોલી.
" ઓકે ... ચાલ ... બેસી જા .... તારી મમ્મી મજાક કરે છે, "

હસી મજાક કરતા ત્રણે તેમની સફરની મજા કરતા જઈ રહ્યા છે એમને જોઈએ કોઈ કહી જ ના શકે કે આ ફેમિલિ હશે. ફ્રેન્ડ જ લગતા હતા. થિયેટર પહોંચ્યા પોતપોતાની સીટમાં ગોઠવાઈ ગયા. પિહુ તેના બોય ફ્રેન્ડ સાહીલ સાથે એન્જોય કરી હતી. તેના મમ્મી પપ્પાનું ટોટલ ધ્યાન તેમની દીકરી બાજુ જ છે. તે થોડી મુવી જોવા આવ્યા હતા. તેમને તો સાહીલનું નેચર અને તેની આવડતો ચકાસવી હતી. પિકચર જોઈ સૌ બહાર નીકળ્યા પિહુએ સાહીલને તેના મમ્મી પપ્પાને મળવા કહ્યું અને બધા સાથે મળી હોટેલમાં લંચ માટે જવા નીકળ્યા.

અમિતભાઈ બોલ્યા : " સાહીલ ક્યાં રહે છે બેટા ? "
સાહીલ : " હું હોસ્ટેલમાં રહું છું. મારું ફેમિલિ ગામડે છે. પપ્પા ખેતી કરે છે અને મમ્મી હાઉસવાઈફ છે. "

અમિતભાઇ : સરસ ... મારાં પપ્પા પણ ખેતી જ કરતા હતા. તને ગાડી ચલાવતા આવડે છે ?
સાહીલ : હા

અમિતભાઈ : લે આ ચાવી, ચલાવી લે. નાના છોકરા સાથે હોય ને મોટા ગાડી ચલાવે તો નાનાને મજા ના આવે. નઈ પિહુ ...?
પિહુ : હા જ તો ... હવે પપ્પા તમારે રિટાયર થવાનો સમય આવી ગયો.

અમિતભાઈ : અભિ તો મે જવાન હું ... બેટાજી, સાબિત કરી બતાવું ....?
મનીષા હસતા હસતા બોલી : પિહુ ...વાંદરાને ઝાડ ના બતાવાય ....

સાહીલ પણ હસી પડ્યો, બધા સરખા હોય અને કોઈ ફ્રેન્ડ સાથે ફરી રહ્યો હોય એવું તેને પણ લાગ્યું. તેને આમની કંપની ગમી ગઈ.

" અંકલ તમે જ કાર ચલાવી લો. મારે નથી ચલાવવી. "
" શરમાય નહીં અને ચાલુ કર ... યાર ભૂખ પણ બહુ લાગી છે. " બોલતા અમિતભાઈ સાહીલની બાજુની સીટ પર બેસી ગયા. અને વાતો કરતા હોટલની અંદર પ્રવેશ કર્યો.

આપણી ભારતીય પરંપરા છે કે દરેક ઘરના લોકો સાથે જ જમવા બેસતા હોય છે. એમાં પણ રાત્રે ખાસ. જમતા જમતા આખા દિવસની વાતો થાય અને ઘરના મોટા ભાગના નિર્ણય પણ અહીં જ લેવાતા હોય છે. અહીં પણ જમવાનું આવે ત્યાં સુધી વાતો જ કરવાની હતી.

" બેટા, ડૉક્ટર બની ક્યાં સેટલ થવાનો વિચાર છે ? " મનીષાબેન બોલ્યા.
" હજુ કઈ વિચાર્યું નથી પણ કંઈક મારાં ગામના લોકોને મદદ કરી શકાય તો સારુ ... પપ્પાની ઈચ્છા છે કે હું મારું ક્લિનિક ગામમાં જ ખોલું. "

" વિચાર સારો છે પણ સેવા તો ગમે ત્યાં કરી શકાય ... નજીકના શહેરમાં ક્લિનિક ખોલી શકાય જ્યાં ગામ લોકો સરળતાથી આવી શકે અને તમે બહુ લોકો સાથે જોડાઈ શકો "
" તમારી વાત સાચી છે, પણ ફાઇનલ ડિસિઝન પપ્પાનું રહેશે. "

" પણ તારી વાઈફ ગામડે સેટ ના થઈ શકે તો ? "
" સમય જતા ધીરે ધીરે થઈ જાય. "

મનીષાને આ જવાબ પસંદ ના આવ્યો. તે કઈ બોલી નહીં, ત્યાં જ જમવાનું આવ્યું અને બધાએ જમવાનું શરૂ કર્યું.

" what you think about merrige and your life partner ? આ પ્રશ્ન તમારા બન્ને માટે છે. " મનીષા ખાતા ખાતા બન્ને સામે જોઈ બોલી.

આ કેવો પ્રશ્ન ? બન્ને વિચારો કરતા કઈ બોલ્યા નહીં. પણ થોડા સમય પછી પિહુ બોલી.. " એવું વ્યક્તિ હોય જેની સાથે જીવવાની મજા આવે , આપણને સમજે, મારી ઈચ્છાઓ પુરી કરે ..."
" બરાબર છે પણ મારાં મતે કહું તો .... મેર્રેજએ બહુ સુંદર અને પવિત્ર સબંધ છે. જેમાં બે એવા વ્યક્તિઓ જોડાય છે જે ટોટલી ડિફરન્ટ વિચારોવાળા હોય છે અને એક જુદા જ વાતાવરણમાં મોટા થયેલા હોય છે. બે એવા વ્યક્તિઓનું મિલન જે બે અધૂરા લોકો મળીને એક પૂરું વ્યક્તિ બન્ને છે. તમારી ભાષામાં કહીયે તો... દો જીસ્મ એક જાન "

" પણ મમ્મી મેં તો એવુ સાંભળ્યું છે કે મેરેજ મીન્સ એડજેસ્ટમેન્ટ "
" બીજું એક મસ્ત વાક્ય છે કે merrige is about when two people decide to be one, but the fight begin when they have to decide which one. "

" મતલબ શું હું સાહીલ સાથે મેરેજ કરું તો, તે કેમ જ મારે કરવું એમ ?."
" નહીં ... આ જવાબદારી બન્નેની સરખી છે. સંબંધમાં લિબર્ટી હોવી જોઈએ. સબંધ બોજ ના બનવો જોઈએ. દરેક નિર્ણય બન્નેની સહમતીથી લેવા જોઈએ. તમે લોકો શું જુઓ .... મને ફરવા લઇ જાય છે ? ગિફ્ટ આપે છે? હું કહું એમ કરે છે ? આ બધું રીયલ લાઈફમાં બહુ ઓછું જરૂરી છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં સપ્તપદીના સાત વચન શા માટે લગ્ન સમયે લેવડાવાય છે .... એ વચનોનું બહુ મહત્વ છે પણ અત્યારે તો કોઈ સાંભળતું જ નથી .. બ્રાહ્મણ એકલા બોલે જાય, જેમ તેને ના પાળવાના હોય ! "

" તો શું અમારે પણ એ વચન વાંચવા જોઈએ. ? " સાહીલ બોલ્યો.
" હા ... તમે બન્ને સાથે મળી વાંચો, સમજો અને નક્કી કરો તમારાથી શું થઈ શકશે અને શું નહીં ...? "
" સાચી વાત ... આપણે એક નાનકડું ઇન્વેસ્ટમેન્ટ કરવા જઈએ તો પણ સો વાર વિચાર કરીયે છીએ ... વેલિડિટી કેટલી ? ઇન્ટરેસ્ટ કેટલું ? ખોટ તો નહીં થાય ને ? લોગીન પિરિયડ કેટલો હશે ? બહુ બધા વિચારો કરીયે છીએ. પણ જેની સાથે આખી જિંદગીની ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે ... ઘરડા થઈએ ત્યાં સુધી સાથ નિભાવવાનો છે... આટલા વર્ષોનું આટલુ મોટું ઇન્વેસ્ટમેન્ટ કરીયે છીએ, પણ ક્યારેય તેની શરતો કોઈ નથી વાંચતું ... જે છે આ સપ્તપદીના સાત વચન. અરે ઉપર જતા લગ્નને એક જોક્સ બનાવી દીધું છે. " અમિતભાઈ બોલ્યા.

" પપ્પા આજે જ મેં એક જોક્સ વાંચેલો કે એક છોકરાને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે અરેન્જ મેરેજ કરવા છે કે લવ મેરેજ ...?
સામે જવાબ મળ્યો આતો એવુ પૂછવા જેવું છે કે તારે બંધુકથી મરવું છે કે ફાંસીથી ..." બોલતા પિહુ હસી પડી. તેની સાથે સૌ હસી પડ્યા.

" અંકલ તમારી વાત સાચી છે .... ઇન્વેસ્ટમેન્ટની ખોટ કરતા પણ, જો આ શરતો ના જોઈએ તો મોટી ખોટ આવે જે પુરી જિંદગી ભરપાઈ ના કરી શકાય. લગ્ન પહેલા એકબીજાની બધી ખબર પડી જાય અને શરતો પ્રમાણે ના સેટ થવાય તો ત્યાં જ અટકી લોસ અટકાવી શકાય"

" મમ્મી અમે પણ જરૂર કોઈ નિર્ણય લેતા પહેલા આ બધી જ વાતો પર વિચાર કરીશું ... શું કહેવું સાહીલ તારું ? "
" i am agree with you."

વાતો કરતા જમવાનું પૂરું થઈ ગયું ખબર જ ના પડી. મનીષા અને અમિત જે વાત તેમની દીકરીને સમજાવવા માંગતા હતા તે સમજાવવા પુરી કોશિશ કરી રહ્યા છે. તેમની ઈચ્છા એટલી જ છે કે તેમની દીકરી એવા કોઈ વ્યક્તિને જીવનસાથી તરીકે પસંદ કરે જે તેને સમજે તેના રૂપને નહીં.

પણ શું પિહુ અને સાહીલ સપ્તપદીને સમજી શકશે ખરા ? કે લગ્નના વિચાર પહેલા જ બ્રેકઅપ થઈ જશે ? શું છે આ બન્નેનો પ્રેમ ? જો બ્રેકઅપ થયું તો દોષ કોના પર જશે? જ્ઞાન આપતાં મમ્મી પપ્પા પર ?

ક્રમશ :