Sangharsh - 8 in Gujarati Fiction Stories by Roshani Patel books and stories PDF | સંઘર્ષ - (ભાગ-8)

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

સંઘર્ષ - (ભાગ-8)

શાંતિબા સામે અમિતભાઇનું જરાય ના ચાલતું તો વહુની તો વાત દૂર રહી. પ્રિયાંશી આ બધું જોતી જ રહી... બા આટલી ઉંમરે પણ પપ્પાને બોલવા જ નથી દેતા. મનીષા દૂર ઉભી આ બધું જોઈ રહી હતી. તેનો પગ હજુ પૂરો સાજો થયો ન હતો તે તેના થોડા લંગાળાતા પગે નજીક આવી બોલી ..." બા ખાવામાં શું બનાવું ? "

" પગે શું થયું બેટા ..?" શાંતિબા જેટલા કઠોર હતા એટલા જ અંદરથી માયાળુ પણ હતા.
" કાંઈ નહીં બા ...થોડોક મચકોળ આવ્યો હતો. "

" તું આરામ કર ....હવે તો દિકરી ઘર સાંભળે એવી થઈ ગઈ છે... પ્રિયાંશીને હું સમજાવીશ એવી રીતે બનાવી દેશે"
" પણ બા, બધું બનાવતા મને નહીં આવડે .... મેં ક્યારેય બનાવ્યું પણ નથી. "

" આજ કાલની સોળીઓની આ જ તકલીફ હોય છે .... બસ ખાલી ચોપડીયુ જ જ્ઞાન હોય.... નથી આવડતું તો શું થયું ? હું શીખવાડીશ ..... તારી માં તને કાંઈ નહીં શીખવાડે, મારે જ કરવું પડશે. "
" પણ ......" તેની મમ્મી સામે જોઈ પ્રિયાંશી બોલવા જતા જ તેને અટકાવી શાંતિબા બોલ્યા ..." સાસરે જઈને આવું બોલે તો અમારું તો નાક કપાઈ જાય, સોળીઓ તો ગુણોનો ભંડાર હોવી જોવે, નઈ ભણો તો ચાલશે, પણ ઘરનું કામ તો આવડવું જ જોએ, કોઈ કઈ ના જવુ જોઈએ કે તારી માં એ કશું નહીં શીખવાડ્યું ..... ? આ તારી માં નોકરીમાંથી ઊંચી આવે તો તને શીખવાડે .....! હું તને જો મહિનામાં તૈયાર કરી દઈશ. "

બા બોલ્યા જતા હતા, અને આ ત્રણે બોલ્યા વગર સાંભળ્યા જતા હતા...જેમ વેકેશન પછી વિદ્યાર્થીનો ક્લાસ એક શિક્ષક લે તેમ આમના પણ ક્લાસ ચાલુ થઈ ગયા. જોકે બાની વાત સો ટકા સાચી જ હતી, પણ આજકાલના છોકરાઓ ક્યા માંબાપનું માને ? મનીષા આ સાંભળી મનમાં ખુશ હતી. તેને આજ જોઈતું હતું, તે જાણતી હતી જે વસ્તુ એ નહીં શીખવી શકે એ બા પિહુને જબરજસ્તીથી શીખવાડી દેશે. પણ પિહુની હાલત ખરાબ થઈ ગઈ આટલુ સાંભળી, પપ્પા અને મમ્મી ક્યારેય આટલુ બોલ્યા નહોતા ને બાએ એક જ કલાકમાં બાર વગાડી દીધા. પણ દાદીમાએ તો નક્કી કર્યું જ છે કે એમની દિકરી સર્વગુણ સંપન્ન બને.

શાંતિબા પ્રિયાંશીને રસોડામાં લઇ ગયા અને બોલ્યા..." ચાલ તને ચૂલો સળગાવતા શીખવું. આપણા ગામડાના દરેક ઘરે ચૂલા હોય જ છે, એટલે તને ચૂલા પર રાંધતા આવડવું જોઈએ. ભલે શહેરમાં રહો પણ ક્યારેક ઘેર આવો તો બધું આવડવું જોઈએ. તારી મમ્મીને જ જોઈલે. અમદાવાદમાં મોટી થઈ, નોકરીએ કરે છે પણ કામ બધું આવડે.... કોઈ ખામી ના કાઢી શકે. "
" પણ બા બધે ગેસ હોય જ છે .... તો ચાલે ..."

" ના ....હાલે .... મફતના લાકડા ખેતરે ઘણા હોય છે તો ચૂલો જ કરાય ....ગેસમાં થોડા પૈસા નાખતા હશે.? તમે રૂપિયા કમાઓ પછી રૂપિયાની કિંમત હમજાશે.... અટાણે તો બાપાના રૂપિએ લેર હે... ચાહી હમજાયે" બોલતા બાયે ચૂલો જોતજોતામાં સળગાવી દીધી. "જો હવે તારે અહીં જ રાંધવાનું છે હમજી "

પ્રિયાંશીએ ચૂલા આગળ બેસી રસોઈ ચાલુ કરી ....પણ રસોઈમાં ધ્યાન આપે તો ચૂલો બંધ થઈ જાયે ....ચૂલાનું ધ્યાન રાખે તો શું નાખવું ને શું નાખ્યું સાખમાં એ ભૂલી જાયે..... ચૂલાની આગ એકધારી રાખવી પડે .... પણ અહીં તો ચૂલો ઓલવાઈ જાયે .....આ થોડી ઇલેક્ટ્રિક સગડી હતી જે એક ચાપે ધીમી અને ફૂલ થાય ....ફૂંક મારી મારીને મોં દુઃખી ગયું અને ધુમાડાથી આંખોમાથી પાણી નીકળી ગયું. જયારે કોઈ અત્યાચાર ના કરતું હોય તેના પર એમ પ્રિયાંશીની આંખો વહી રહી.

મનીષા બેઠી બેઠી આ બધું જોઈ રહી હતી....દિકરીને કઈ માં દુઃખી કરે પણ અત્યારે પ્રિયાંશીને ગામડાની વાસ્તવિકતા સમજાવવી જરૂરી હતી. આજ એક મહિનાનું દુઃખ સારુ, આખી જિંદગીના દુઃખ આગળ ..... અને બા પણ તેને બહુ જ પ્રેમ કરે છે એકની એક લાડકી દિકરી છે એમની ... પણ બાની વાત સાથે મનીષાબેન અને અમિતભાઇ બન્ને સહમત હતા... બન્ને કઈ જ બોલ્યા વગર જોઈ રહ્યા હતા.... કે બા હવે પિહુ પાસે બીજા ક્યાં ક્યાં કામો કરાવશે ...... પિહુ કદાચ અહીંથી ગયા પછી ક્યારેય ગામડાનું નામ નહીં લે ......!

વધુ આવતા અંકે....