Sangharsh - 10 in Gujarati Fiction Stories by Roshani Patel books and stories PDF | સંઘર્ષ - (ભાગ-10)

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

સંઘર્ષ - (ભાગ-10)

સૌ બહુ ખુશ હતા.... ગુસ્સો કરતા મામાંના ઘેરથી ગયા હતા અને અત્યારે હસતા હસતા સૌ પાછા ફર્યા. આમને ખુશ જોઈ મામી પણ ખુશ થઈ ગયા. સૌ સાથે મળી ઘણી વાતો કરી .... એમાં સૌથી વધારે ચર્ચામાં શાંતિબા રહ્યા.

" પિહુ તને ખબર છે ? હું તારા પપ્પાને જોવા ગયેલો.... મને તો તારા પપ્પા બહુ ગમી ગયા. મેં સગાઇ માટે હા પાડી પણ શાંતિબા કે શેરમાં મોટી થયેલી છોરીની હું પરીક્ષા કર્યા વગર વહુ ના બનાવું .... છેક અમદાવાદ આવ્યા. "
" પણ મમ્મીને તો જોબ હતી એને ક્યાં ગામડે રેવાનું હતું .... જવાનું તો પપ્પાએ હતું .... મમ્મી સાથે ..... અરે આતો ઉલટું થઈ ગયું ... પપ્પાને મમ્મી પરણી ગામડેથી શહેર લાવી એવુ થઈ ગયું ..." હસતા હસતા પિહુ બોલી.

" અને હું તારી ફઈને અમદાવાદ લાવ્યો ... મારાં કારણે તારી ફઈ અમદાવાદમાં જલસા કરે છે .... નહિતર કોઈના ઘેર રોટલા ઘીબતી હોત ..." મજાક કરતા પિહુને ઇસારો કર્યો ..." જો જે હવે ..... આગ લાગે એ "
" જાઓ જાઓ હવે મારાં ફૂટ્યા કે તમારી હારે લગન કર્યા ..... તમારાથી પણ સારા સારા માગા આવતા હતા ..... આતો અમદાવાદના મોહે ભૂલી પડી " ગુસ્સો કરતા મામી બોલ્યા.

" અરે ભાભી ... આ બન્ને મામાં ભાણી તમારી ખેંચે છે ....તમે શું ? એમના જેવા થાઓ છો .... ચલો આપણે કાલે મહેમાન બોલાવ્યા છે તેની તૈયારી કરી લઈએ ....આમને તો ગપ્પા મારવા સિવાય કોઈ કામ ધંધો છે નહીં ...." બોલતા મનીષા અંદરના રૂમમાં જતી રહી.

" જોયું પિહુ ... આ બૈરાંઓની આજ આદત હોય ... કઈ પણ કહો એટલે બધું ફેરવીને આપણી ઉપર જ નાખી દે ...ધંધો નથી તો પૈસા ક્યાંથી આવતા હશે ..." હસતા હસતા મામાં બોલ્યા.
" એક વાત કહું મામાં તમારું નામ કોને પાડ્યું ..... ? ગુણ પ્રમાણે બંધ બેસે ખરું ...! આનંદ ...હસતા જ રેવાનું .."

" પણ હસવાના ઘણા ફાયદા છે ..પહેલું... હસે તેનું ઘર વસે .."
" શું મામાં હજુ ફરી ઈરાદો છે કે શું ? .... મારાં ફઈને બોલવું ...? "
" ના ... જોજે ભૂલથી પણ બોલતી નહીં, નહિતર આજ કહેવતનું ઉલટું લાગુ પડી જશે... બહુ હસવાથી ખસી પણ જાયે ...." બોલતા બન્ને મામાં ભાણી હસી પાડ્યા.

પિહુને હસતા જોઈ ફરી મામાં બોલ્યા " બેટા ... આમ જ હસતી રેજે, કાયમ... કોઈની નજર ના લાગે તારી ખુશીઓને.."
" તમે છો ને આનંદ આનંદ કરાવવા વાળા ...." બોલતા બન્ને ફરી એકવાર ખુબ હસ્યાં.

જમીને બધાએ મોડા સુધી વાતો કરી, ખુબ હસ્યાં ... પણ કહેવાય છે ને અતિની ગતી નહીં. બહુ ગળ્યું ખાવાથી ડાયાબિટીસ થઈ જાય, એમ વધારે પડતું હાસ્ય પણ નથી સારુ. ગુજરાતીમાં હાસ્ય પર બીજું એક વાક્ય છે " બહુ દાંત કાઢવાથી દાંત પોણે.."

સવાર પડી સૌ તૈયાર થઈ મહેમાનની રાહ જોવા લાગ્યા. મનીષા અને આનંદ એક મંદિર દર્શન કરવા ગયેલા. હજુ તે બન્ને આવ્યા નહોતા ત્યાં સાહીલ અને તેના મમ્મી પપ્પા આવી ગયા.

અમિતભાઇ અને તેમના બેન તો ઘેર જ હતા ... તેમને મેહમાનનું સ્વાગત કર્યું ... ચા નાસ્તો કરાવ્યો. અને પછી એકબીજાની વાતો કરવા લાગ્યા. જે એક સગાઇ પહેલા જરૂરી હોય છે .... મકાન, જમીન જાયદાદ... તેમની પસંદ ના પસંદ.

સાહીલના પપ્પા બોલ્યા " મારો દીકરો બહુ હોશિયાર અને સંસ્કારી છે .... મારી વાત કયારેય ના ટાળે. મારી ઈચ્છા છે ભગવાનની દયાથી ઘરે ઘણું છે તો કોઈની નોકરી નથી કરાવવી ... ગામમાં જ પોતાનું દવાખાનું ખોલી ગામલોકોની સેવા કરે અને મારી નજર સામે તો ખરો, તો શું મારે ચિંતા નહીં...."

ત્યાં દૂરથી આવતા આનંદભાઈ એમની વાત સાંભળી તેમની સામે જોઈ ... ગુસ્સે થતા આવી રહ્યા હતા. પણ મનીષાએ હાથ પકડી રોકી લીધા. આનંદને અંદર આવેલો જોઈ .... સાહીલના પપ્પા ઉભા થઈ ગ્યા અને બોલ્યા " તું અહીં પણ પહોંચી ગયો ....? મારી જિંદગી તો તમે બેય ભાઈ બેને બગાડી, એટલું ઓછું હતું કે મારાં દીકરાની સગાઇમાં પણ ટાંગો કરવા આવ્યા? "

મનીષા આનંદભાઈને રોકવાની પુરી કોશિશ કરી રહી હતી પણ આ પરેશભાઈ તો હદ બહાર બોલી રહ્યા હતા. હવે આનંદભાઈથી ના રહેવાયું અને બોલ્યા " મારાં ઘરે તારી આવવાની હિંમત કઈ રીતે થઈ ? અને મેં જે કર્યું એ સારુ જ કર્યું હતું ....મને કોઈ જ અફસોસ નથી ..."

" મને નહોતી ખબર આ તારું ઘર છે નહિતર હું ભૂલથી એ આ બાજુ થુકૂ પણ નહીં ..... તારા જેવા હરામી સાથે કોણ સબંધ રાખે .... ? પૈસાના ભૂખ્યા ચોર સાલા .....તમારી છોરીને ના લઇ જવાય તમારો તો ખાનદાની ધંધો થઈ ગયો ... "
" શું બોલ્યો .... નાલાયક ...આતો મારાં ઘેર મહેમાન બની આવ્યો છે એટલે નહિતર મારી દીકરી વિશે બોલનારના ટાંગા તોડી હાથમા આલી દઉં ...." પરેશની કોલર પકડી આનંદ ગુસ્સેથી ગરમ થઈ બોલ્યો. અમિતભાઇ અને બધાએ આનંદ ભાઈ અને પરેશભાઈ બન્નેને છુટા પડ્યા.

આ શું થઈ રહ્યું કોઈને કઈ જ ખબર ના પડી. પણ જૂનો કોઈ ડખો છે એવુ ખબર પડી. સાહીલ અને પિહુ તો ડરી જ ગ્યા શું વિચાર્યું હતું ને આ શું થયું ...?"

" હેડ સાહીલ ... અહીં એક મિનિટ ના ઉભા રેવાય .... હું આનું મોઢું પણ નથી જોવા માગતો ..." કહી સાહીલનો હાથ પકડી પરેશભાઈ ઘર બહાર નીકળી ગયા
" જા ...જા ... તારું મોઢું મારે પણ નહીં જોઉં ..... તું બહાર ક્યાંક મળ એટલે તને જોઈ લઈશ .." આનંદ જે આનંદમાં જ રહેતો એ અત્યારે આગનો ગોળો બની વર્ષી રહ્યો હતો. અને પિહુ સમજી ગઈ કે કોઈ બહુ મોટી વાત હોય તો જ મામાં એટલો ગુસ્સો કરે, મામાંને ગુસ્સે જોઈ તે ખૂણામાં ઉભી ઉભી રડી પડી.

મામાં સીધા પિહુ પાસે ગયા અને બોલ્યા " તું શું કરવા રડે છે ....? એ હરામીને તો હું જોઈ લઈશ. તારી પર આંગળી કરી ... ઓકાત એક કોડીની નથી ને પાછો આવ્યો મોટો નહીં જોયો હોય તો એનાથી પણ સારો છોકરો શોધી દઈશ. તું ચિંતા ના કર હું શું ને " પિહુ તેના મામાંને કઈ પૂછી પણ ના શકી કે થયું છે શું ? પણ સમજી ગઈ આ સગાઇ કોઈ કાળમાં શક્ય નથી અને મામાંને ભેટીને ખુબ રડી પડી.

ક્રમશ: