Jago Grahak Jago in Gujarati Moral Stories by Jagruti Vakil books and stories PDF | જાગો ગ્રાહક જાગો

Featured Books
Categories
Share

જાગો ગ્રાહક જાગો

ગ્રાહક સુરક્ષા દિન:
દર વર્ષે ૨૪ ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિન તરીકે ઉજવાય છે.ઈ.સ. ૧૯૮૬માં ગ્રાહક સુરક્ષા કાયદો ભારતમાં અમલમા આવ્યો. તે પહેલાં ઈ્સ.૧૯૭૨થી ભારતમાં ગ્રાહક સુરક્ષા પ્રવૃત્તિનો પ્રારંભ થઈ ચૂક્યો હતો.આ સપ્તાહ ગ્રાહકોને પોતાના અધિકારો પ્રત્યે જાગૃત કરી પોતાની ફરજ પ્રત્યે સભાન બનાવવાના હેતુથી ગ્રાહક સુરક્ષા સપ્તાહ તરીકે ઉજવાય છે.
દરેક વ્યક્તિ કે જે પૈસા આપીને કોઈ વસ્તુ ખરીદે છે તેમને ગ્રાહક કહેવાય. દરેક વેપારી કે ઉત્પાદક પોતાનો માલ વેચી વધુને વધુ પૈસા કમાવા ઈચ્છતા હોય છે, અથવા પ્રયત્નોમાં લોભનું પ્રમાણ વધી જાય તો તેમના દ્વારા ગ્રાહક શોષણ થવાનો ભય પણ વધી જાય છે. અને સંભવિત કારણો વિશે એમ વિચારી શકાય કે કાં તો ગ્રાહક અભણ હોય કાં તો નિયમોથી અજાણ હોય અથવા ગ્રાહક સંરક્ષણ માટેની ચળવળ બહુ મજબૂત ન હોય કે પછી સૌથી મોટું કારણ છેતરાયા પછી તે વ્યક્તિને ખબર જ ન હોય કે અન્ય છેતરપિંડી સામે કેવા, ક્યાં અને કેવી રીતે પગલાં લેવા. એટલે જ આપણે દરેક ગ્રાહ કે આપણા અધિકારો અને તે માટે કઈ રીતે લડી શકાય તે વિશે લેવું જરૂરી આજના દિવસે બને છે. પ્રથમ આપણા અધિકારો વિશે ચર્ચા કરીએ તો...
~દરેક ગ્રાહક ને સુરક્ષાનો અધિકાર છે
~પેદાશની ગુણવત્તા, જથ્થો,તેની કિંમત વગેરેની માહિતી જાણવાનો અધિકાર છે
~ યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ પોતાની પસંદગીની વસ્તુઓ વ્યાજબી ભાવે મેળવવાનો અધિકાર
~ વસ્તુના ઉપયોગ અંગે જોઈતી વસ્તુ ની રજૂઆત કરવાની યોગ્ય તક નો અધિકાર,
~શોષણ થયેલું લાગે તો તેની ફરિયાદ નિવારણ કરે તેવી વ્યવસ્થા મેળવવાનો અધિકાર
~ દરેક વસ્તુ ગુણવત્તા કે જથ્થાનું માપન કરી શકે તે માટે યોગ્ય શિક્ષણ મેળવવાનો અધિકાર ~જીવવા માટે પાયાની જરૂરિયાત અને આરોગ્યપ્રદ વાતાવરણ મેળવવાનો માનવીને અધિકાર છે.
ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ આ બધા અધિકારો ગ્રાહકને મળે તેવા પ્રયત્નો સરકાર દ્વારા થાય છે, તો સામે ગ્રાહક તરીકે આપણી પણ આટલી ફરજોની ધ્યાનમાં રાખીએ:
~ અધિકારોને પૂરી જાણકારી રાખીએ અને જરૂર પડ્યે ઉપયોગ પણ કરીએ
~ કોઈપણ પેકિંગ ની વસ્તુ ખરીદતી વખતે તેનો જથ્થો, કિંમત, ગુણવત્તા, વજન,ઉત્પાદન અને ઉપયોગ માટેની તારીખ, ઉત્પાદકનું નામ,સરનામું, ગેરંટી કે વોરંટી નો સમય જેવી તમામ બાબતોની પુરી ચકાસણી કર્યા બાદ જ વસ્તુ લેવી.
~લલચામણી જાહેરાતો ને આધારે ન જતા, સરકાર દ્વારા લગાવવામાં આવતા યોગ્ય ગુણવત્તાના આવા નિશાન જોઈ યોગ્ય પ્રકારની વસ્તુ જોઈને જ ખરીદવી,જેમકે ..
~ખેત પેદાશ આધારિત વસ્તુ પર એg માર્ક, ઘર વપરાશની વસ્તુ પર isi ,ઊન ની બનાવટ અને પોષક ની વસ્તુ પર વુલ માર્ક, સોના ચાંદી ની બનાવટ પર હોલ માર્ક, શાકાહારી ખાદ્યસામગ્રી પર લીલા રંગનું ચોરસમાં ટપકું... આ બધી નિશાનીઓ દર્શાવે છે કે જે તે વસ્તુઓ સરકાર દ્વારા ગુણવત્તાની ચકાસણી કર્યા બાદ સારી અને યોગ્ય ગુણવત્તાવાળી છે તેવું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.
~ વસ્તુ ખરીદતી વખતે બિલ લેવું જરૂરી છે, કેમ કે જો કોઈ વસ્તુમાં શોષણ કે છેતરપિંડી થઈ છે તેવી ખબર પડી તો તે બિલની આધારે જ ફરિયાદ અને તેનું નિવારણ થઈ શકે. સૌથી અગત્યની વાત એ છે કે જો છેતરપિંડીની ખબર પડી તો તરત જ ફરિયાદ નોંધાવી જવાબદાર સામે યોગ્ય પગલાં લેવાનો આગ્રહ રાખવો જોઈએ. અને આ માટે ગ્રાહક સુરક્ષા કાયદા નો ઉપયોગ કઈ રીતે કરી શકાય તે અંગે જાણકારી મેળવવી. કેટલાક જાહેર એકમોનો કે સ્વૈચ્છિક સંસ્થાઓ આ અંગે કાર્ય કરતી હોય છે, તો કઈ રીતે પગલાં લઈ શકાય તે અંગે તેમની પાસેથી માર્ગદર્શન મેળવો.જ્યારે કેટલીક જગ્યાએ મોટા એકમોમાં ગ્રાહકોને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે લોક અદાલત યોજાય છે, જ્યાં ઝડપી, કરકસરયુક્ત અને અસરકારક ઉકેલ મળે છે તેની મદદ લઈ શકાય.
સામાન્ય વ્યક્તિ કે નુકશાન પામેલ વ્યક્તિ સમાજના જાહેર હિતને ધ્યાનમાં રાખીને જે તે સમસ્યા માટે જાહેરમાં અરજી સીધી સુપ્રીમ કોર્ટ કે રાજ્યની વડી અદાલતની કરી શકે છે. ગ્રાહક ઝગડા નિવારણ સંસ્થાઓ જિલ્લા કક્ષાએ ફોરમ નામે ,રાજ ય કક્ષાએ રાજ્ય કમિશન અને રાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રીય કમિશન નામે કાર્યરત છે. જેમાં રૂપિયા ૨૦ લાખ સુધીના વળતર ની કિંમત માટે ફરિયાદ હોય તો ફોર મ માં, એક કરોડથી વધુ રકમ માટે છેતરાયા હોઈએ તો રાષ્ટ્રીય કમિશનમાં અરજી કરવી પડી અને પોતાના ન્યાય મેળવવા અંગે દાવો કરી શકાય છે.
સરકાર દ્વારા આટલા ફાયદા મળતા હોય તો આપણે પણ જાગૃત થઈ આપણી જવાબદારી નિભાવવી જોઈએ. નહીં તો આપણા અધિકારો માત્ર કાગળ પર જ રહી જશે. આવું ન થાય તે માટે જાગો ગ્રાહક જાગો અને સૌને જગાવો.