મહાદાન દ્રષ્ટિદાન (નેત્રદાન પખવાડિયું )
“ જો આપ મૃત્યુ પછી પણ સ્વપ્ન જોવા માંગતા હો તો ચક્ષુદાન કરો” ઉક્તિને સાર્થક કરતું પખવાડિયું સમગ્ર ભારતમાં ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું અને સપ્ટેમ્બરનું પ્રથમ અઠવાડિયું(25 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર ) એમ નેત્રદાન પખવાડિયું તરીકે ઉજવાય છે.કીકીઓના અંધાપાથી પીડાતા જીવિત વ્યક્તિઓ માટે મૃત્યુ પામેલ વ્યક્તિએ કરેલ પોતાના આખનું દાન એ ચક્ષુદાન કહેવાય છે. પુરાણોમાં માનવના જીવિત હોવા દરમ્યાન રક્તદાન અને મૃત્યુ પછી ચક્ષુદાનને ઉતમ દાનોના પ્રકાર કહેવાયા છે.જન્મતાની સાથે આખ વગર હોવું કે કોઈ બીમારીને કારણે કે કોઈ અકસ્માતને કારણે આખ ગુમાવનાર કે આખની કીકીને નુકશાન થનારની વ્યથા અકલ્પનીય હોય છે, એ ખુશીનો અનોખો અનુભવ દ્રષ્ટિવિહીન વ્યક્તિ દ્રષ્ટિ મેળવ્યા પછી કરી શકે. એટલે જ શાસ્ત્રોમાં કહેવાયું છે કે જીવતા કરેલ બધા દાન કરતાં મૃત્યુ બાદ કરેલ ચક્ષુદાનનું સત્કર્મનું ભાથું અનેકગણું ચડિયાતું છે.એક તારણ મુજબ ભારત દેશમાં લગભગ 40 લાખથી વધુ લોકો અંધાપાથી પીડાય છે જેમાં 60 ટકા બાળકો અને યુવાનો છે.દુનિયાનો દર ત્રીજો દ્રષ્ટિહીન વ્યક્તિ ભારતમાં છે. પણ માત્ર 10 થી 15 લાખ જ ચક્ષુઓ મળે છે, તેથી ભારતમાં ખાસ ચક્ષુદાન જાગૃતિ જરૂરી છે કે જેના દ્વારા દ્રષ્ટિહીન વ્યક્તિનું કીકીનું પ્રત્યારોપણ કરી તેના જીવનાકાશમા રંગો ભરી શકાય,. ઉપરાંત મળેલા ચક્ષુઓમાથી સરેરાશ 50 ટકા ચક્ષુઓ જ કીકીના પ્રત્યારોપણ માટે સક્ષમ બને છે. (કેમકે અક્ષુદાન કરનાર દાતાનુ મૃત્યુનું કારણ ગંભીર કે ચેપી રોગો હોય તો એવ કેસમાં રિસર્ચ કર્યા બાદ નિર્ણય લેવાય છે.મોટા ભાગે આવા ચક્ષુઓનું પ્રત્યારોપણ માટે ઉપયોગમાં લેવાતા નથી. ) આવો આ ચક્ષુદાન કોણ,ક્યારે અને કેવી રીતે કરી શકે તેની વિગત જાણીએ.
આમ તો કોઈ પણ માનવી ચક્ષુદાન કરી શકે. ચશ્મા હોય કે ન હોય, ધર્મ,જાતિ,સંપર્દય વગર સહુ કોઈ આ ભગીરથ દાન કરી શકે. તે માટે ચક્ષુદાન કરવા ઇચ્છતી વ્યક્તિ પોતાની હયાતીમાં સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન સાથે પોતાના મૃત્યુ પછી ચક્ષુદાનની સહમતિ આપતું ફોર્મ ભરી શકે છે-ચક્ષુબેંકમાં અને તે અંગેની જાણ પોતાના કુટુંબની વ્યક્તિઓને કરી રાખે તે જરૂરી છે.જેથી આ ફોર્મ આ ભરનાર વ્યક્તિના મૃત્યુ બાદ ચક્ષુબેંકની ટીમ,મૃતક વ્યક્તિના આખોને લેવા તરત જ આવી પહોચે છે. કેમકે મૃત્યુ બાદના શરીરમાથી લીધેલ ચક્ષુઓ લેતા માત્ર 15 થી 20 મિનિટ જેટલો સમયગાળો લાગે છે અને એનું 6 કલાકના સમયગાળામાં જ ઓપરેશન કરી પ્રત્યારોપણ કરવું જરૂરી છે.આ માટે કુટુંબના લોકોએ આટલી બાબતોની ખાસ કાળજી લેવી :મૃત્યુ પામનાર કે જેમના આખોનું દાન કરવાનું છે તેમના મૃત્યુની જાણ વહેલમાં વહેલી તકે ચક્ષુબેંકને કરવી, દેહને પંખા નીચે ન રાખવો,મૃતદેહની આખો પીઆર ભીના પોતા મૂકી રાખવા, ટીમ આવે ત્યાં સુધી શકી હોય તો દાતાના મૃત્યુનું પ્રમાણપત્ર તૈયાર રાખવું કે જેથી ઝડપથી આગળની કાર્યવાહી થઈ શકે.અને સમયસર દ્રષ્ટિહીન વ્યક્તિનું ઓપરેશન કરી દાતાના ચક્ષુદાનને સાર્થક કરી શકાય. ચક્ષુબેંક 24 કલાક કાર્યરત હોય છે. તેમનું કાર્ય ચક્ષુઓ મેળવવા ,વૈજ્ઞાનિક પધ્ધતિથી તેનું પરીક્ષણ કરવું,જાળવણી કરવી,નિષ્ણાત તબીબોને આ ચક્ષુ અથવા કીકીના પ્રત્યારોપણના ઓપરેશન માટે પહોચડવાનું હોય છે. આ ચક્ષુનો લાભ ચક્ષુબેંકમાં નોંધાયેલા દર્દી લઈ શકે છે.પહેલા આ કીકીની જાળવણી અઘરી પડતી પીએન હવે ખાસ પ્રવાહી મધ્યમ દ્વારા તેને 12 થી 48 કલાક સાચવી શકતા હોવાથી જરૂરિયાત વાળા વ્યક્તિને અગાઉથી.દવાખાનામાં દાખલ થાવાની જરૂર રહેતી નથી..આધુનિક સારવાર પધ્ધતિને પરિણામે આ પ્રત્યારોપણ સારવારની સફળતા 80 થી 90 ટકા જેટલી થઈ ગઈ છે.જે ભારત માટે ગૌરવની બાબત કહી શકાય. અહી એટલી સ્પષ્ટતા જરૂરી છે કે આ ઓપરેશન દ્વારા માત્ર કીકીનો અંધાપો દૂર કરી શકાય છે.એટલે કીકીનું જ પ્રત્યારોપણ શક્ય છે.આખી આંખનું નહીં. અને અત્યારે અતિ આધુનિક સારવારમાં તો મોટા ભાગના કિસ્સામાં કીકીનો માત્ર આગળનો કે પછાડનો ખરાબ થયેલ ભાગ જ બદલવાનો હોય છે તો આવા કિસ્સામાં તો એક વ્યક્તિ દ્વારા કરેલ ચક્ષુદાન દ્વારા તેની 2 કીકીનો ઉપયોગ 4 કીકીના પ્રત્યારોપણમાં કામ આવે. અર્થાત એક વ્યક્તિના 2 ચક્ષુના દાન દ્વારા બીજી 2 વ્યક્તિને દ્રષ્ટિ દાન મળે છે!!ચક્ષુદાન અંગે આરોગ્યશિક્ષણનો વ્યાપ ખૂબ જ વધારવો જોઈએ. લોકજાગૃતિ માટે સરકાર અને સંસ્થાઓ દ્વારા ટીવી,સમાચારપત્રો,રેડિયો,સિનેમાગૃહો વગેરે દ્વારા થાય છે.
અંતમાં, જો તમે મૃત્યુ પછી પણ આ દુનિયા જોવા માંગતા હો કે કોઈ સ્વજનને મૃત્યુ બાદ પણ જીવિત રાખવા માંગતા હો તો તો આજે જ અને અત્યારે જ ચક્ષુદાન કરો અને કરાવો.. અને એ દ્વારા દેશને વધુ ને વધુ દ્રષ્ટિવાન બનાવી દ્રષ્ટિવિહીનોના જીવનાકાશમાં ઉજાશ ફેલાવવા સહયોગ આપીએ.