DIARY - 4 in Gujarati Moral Stories by Zala Yagniksinh books and stories PDF | DIARY - 4

Featured Books
Categories
Share

DIARY - 4

જીવન હંમેશા અજાણ્યા વળાંકો લાવે, શું બનશે એ કોઈ જણાવી શકે નહીં. જો બધું પહેલેથી જાણી શકાય, તો જીંદગીની મજા જ શું?
 
 
 
 
(કોલેજ કેમ્પસ  ડાન્સ કોમ્પિટિશનની જાહેરાત પછી)
 
 
(આરવી મનમાં: "આ રોની પણ ક્યારેય બદલાય નહીં!" - થોડી ચીડ સાથે)
 
રોની: "(હસ્તા હસ્તા) ક્યાં ખોવાઈ ગઈ? જવાબ તો આપ."
 
(આરવી મનમાં: "હું શું કરું? આ સારો મોકો છે જાણવા કે અંશને મારા પ્રત્યે કોઈ લાગણીઓ છે કે નહીં... જો હું રોનીને હા કહી દઉં તો?"  થોડી ચિંતા સાથે)
 
જય: "(હાથ હલાવીને) આરવી, ફરી ક્યાં ખોવાઈ ગઈ?"
 
આરવી: "(ઝટકે વિચારોમાંથી બહાર આવીને) કંઈ નહીં, હવે! (થોડી શરમાઇને) હા રોની, હું તારી સાથે ડાન્સ માં ભાગ લઈશ."
 
(આરવીના શબ્દો સાંભળીને બધું શાંત થઈ જાય છે. બધા ચોંકી જાય છે, જાણે કોઈ મોટી ભૂલ થઈ ગઈ હોય.)
 
રોની: "(સંતોષભર્યું હસતાં) ઓકે તો"
 
 
(બધા એક ટક આરવી તરફ જુવે છે, જાણે કંઈ અણધાર્યું થઈ ગયું હોય. આરવી પરેશાન લાગતી હતી.)
 
આરવી: "(અવગણના હસતા) શું થયું? આમ કેમ જુઓ છો?"
 
જય: "(હળવો ટુકો ગળીને) તુ... રોની સાથે ડાન્સ કરીશ?"
 
આરવી: "(કાંધ ઉચકી) હા તો? તેમાં શું થય ગયુ?"
 
જય: "(હસતાં-હસતાં) કંઈ નહીં..."
 
(ત્યારે જ એક ઓળખીતા અવાજ સંભળાય છે. તે અવાજ પુજાનો છે જે રોનીની ફ્રેન્ડ છે.)
 
પુજા: "(સાવ નિર્દોષ સ્વરે) અંશ, તું મારી સાથે ડાન્સ કોમ્પિટિશનમાં ભાગ લઈશ?"
 
(આરવી મનમાં: "આ હવે ક્યાંથી આવી? પણ કોઈ વાત નહીં, અંશ ચોક્કસ ના કરી દેશે." - એકદમ આત્મવિશ્વાસ સાથે)
 
અંશ: "(થોડું વિચારીને, શાંત અવાજે) હા"
 
(આ સાંભળીને આરવીના મનમાં વીજળી સરખો આંચકો લાગે છે. તે આશ્ચર્યમાં આંખો પહોળી થઇ જાય છે.)
 
પુજા: "(હળવી સ્મિત સાથે) ચાલ, તો કાલે મળીશું!"
 
અંશ: "(સામાન્ય અવાજે) ઓકે, બાય."
 
(બધા ચકચકિત થઈ જાય છે. એક બાજુ આરવીએ રોની સાથે ડાન્સ કરવા હા પાડી, અને બીજી બાજુ અંશે પુજાને! આ અણધારું વળાંક કોઈને પચતું નથી.)
 
આરવી: "(મનમાં - નારાજગી સાથે) આ તો ડૂબતી નાવમાં  ચડાઈ ગયુ! હવે શું કરવું?"
 
(કંઈક પણ કહ્યા વગર આરવી ઘરે જાય છે. આખી રાત એ વિચારોમાં ગુમ રહે છે કે આગળ શું કરવું.)
 
 
___________________________________________
 
અગલા દિવસે...
 
(કોલેજમાં – સવારે)
 
(આરવી તૈયાર થઈને કોલેજ પહોંચે છે, પણ તેના મનમાં હજુ પણ રોની અને પૂજાવાળો વિષય ફરી રહ્યો છે.)
 
આરવી મનમાં: "(થોડી ઉદાસ થઈ) એક તો રોની સાથે ડાન્સ કરવાનો નિર્ણય... અને હવે પૂજા અંશ સાથે! કંઇક તો ગડબડ છે."
 
(પાછળથી અવાજ આવે છે.)
 
રોની: "આરવી!"
 
આરવી: "(સામાન્ય અવાજે) હાં, બોલ રોની?"
 
રોની: "(ઉત્સાહમાં) આપણે પ્રેક્ટિસ ક્યારે શરૂ કરવી?"
 
આરવી: "(થોડી કંટાળાજનક અવાજે) કોલેજ પુરી થાય પછી વાત કરીએ."
 
રોની: "(મજાકિયા લહેજામાં) ઓકે, પછી મળીએ."
 
(આરવી મનમાં: "આ તો પાછળ જ પડી ગયો! હવે શું કરવું?" - થોડી ચીડ સાથે)
 
(ક્લાસમાં આરવી અંશ અને બાકીના મિત્રો સાથે મળે છે, પણ તેનું મિજાજ ઉદાસ દેખાય છે.)
 
રોહિત: "(હળવી મજાક કરતા) શું થયું? આમ કેમ ગુમસુમ છે?"
 
આરવી: "(મોટી હાંફ કાઢીને) કંઈ નહીં..."
 
(આટલું કહી આરવી ત્યાંથી ચાલી જાય છે.)
 
(જય મનમાં: "કંઈક તો ગડબડ છે... રોનીએ આરવીને ડાન્સ માટે પૂછ્યું તે સમજી શકાય, પણ પૂજાએ અંશને પૂછ્યું તે થોડું શંકાસ્પદ લાગે છે." - વિચિત્ર શંકા સાથે)
 
___________________________________________
 
બીજી તરફ...
 
રોની: "(સંતોષની હસમી સાથે) મઝા આવશે, શું કહે છે પુજા?"
 
પુજા: "(ખેલનાર સ્વરે) હા, આ તો શરુઆત છે!"
 
___________________________________________
 
 
"શું આ બધું માત્ર એક સંયોગ છે કે પાછળ છુપાયેલી છે કોઈ રણનીતિ? શું આરવી અને અંશ એકબીજાની પસંદગીઓ સામે ઊભા રહેશે? શું આ કોમ્પિટિશન બદલશે મિત્રો વચ્ચેની લાગણીઓ અને સંબંધો? જાણીએ આગળના ભાગમાં!"
 
 
 
આવતું ભાગ વધુ રસપ્રદ અને અનોખું બની રહે એ માટે તમારી રાય અને આલોચના જરૂર જણાવો!
 
 
(આ પૂજા પણ… અંશ ઉપર લાઈનમાં છે, અને આ રોની તો રહેવાદે! બધું વલખાવાળું થઈ ગયું છે… હવે હું શું કરું?) – આરવી, વિચારોમાં ગુમ છે, આંખોમાં તળપદી ઉદાસી અને દિલમાં ઘમાસાન.
 
આ વિચારોમાં આખો દિવસ પસાર થઈ જાય છે. કોલેજ પુરી થયા પછી આરવી અંશ અને ગ્રુપ પાસે જાય છે, પણ એ વખતે પુજા અંશ પાસે આવીને કઈંક વાત કરતી હોય છે.
 
(આ યુવતીના ઇરાદા જ કંઈક શંકાસ્પદ લાગે છે. ગમે ત્યારે અંશ પાસે આવીને લાઇન મારવા તૈયાર રહે છે!) – આરવી, ગુસ્સામાં.
 
આરવી અંશ પાસે પહોંચે છે, પણ કંઈ કહે એ પહેલાં જ રોની એન્ટ્રી લે છે.
 
રોની: "હેય! આરવી, પ્રેક્ટિસ વિશે શું વિચારી રહી છે?"
 
(આમ તો મારો આખો દિવસ જ ખરાબ ગયો છે.) – આરવી મનમાં
 
આરવી: "મારી તબિયત થોડી ખરાબ છે, કાલથી ચોક્કસ શરુ કરી દઈશ."
 
રોની: "ઓકે, બાય. તારી તબિયતનો ખ્યાલ રાખજે."
 
રોની જાય છે.આરવી, અંશ અને ગ્રુપમાં કંઈ કહ્યા વગર જ ચાલી જાય છે.
 
જય: "આને શું થયું હશે?"
 
અંશ: "મને તો ખબર નથી..."
 
રોહિત: "મે તો કંઈ કર્યું જ નથી, ભાઈ!"
 
નેહલ: "છેલ્લાં થોડા દિવસોથી આમ જ છે એ..."
 
એ રીતે દિવસ પસાર થઈ જાય છે. 
 
___________________________________________
 
આરવી રોની સાથે પ્રેક્ટિસ કરે છે, જ્યારે અંશ પુજાની સંગાથમાં.
 
રોની: "આપણી જોડી કેટલી સારી લાગે છે ને!"
 
આરવી: (મૌન સાથે) "હું શું કહું હવે..."
 
રોની વાત કાપતા.
 
રોની: "આપણે જીતશું."
 
આરવી: "હા."
 
પણ આરવીનું મન તો આખું અંશ અને પુજાના વિચારોમાં જ ગૂમ છે...
 
 
 
" જેમ ચંદ્ર છુપાવે છે વાદળોમાં પોતાનું દુખ,  
એજ રીતે હું છુપાવું છું મારા એકતરફી પ્રેમનું સંઘર્ષ.
હસતાં હસતાં ઝાંખી પડે મારી ખુશીની ચમક,  
તો શું થાય જો આંખો મારી રડી પડે? "
 
 
પ્રેક્ટિસ પુરજોર થી ચાલે છે. એક બાજુ અંશ અને પુજા, બીજી બાજુ આરવી અને રોની – પણ બંને જોડીઓના મનમાં તૂટેલા સ્નેહની કટાક્ષ છાયા છે.
 
જય: "આરવી, ક્યાં જઈ રહી છે?"
 
આરવી: "પ્રેક્ટિસ છે. પછી વાત કરીએ."
 
હવે આરવી અને રોની વચ્ચે પણ સારી દોસ્તી થઈ ગઈ છે. રોહિત લગ્નમાં વ્યસ્ત છે, નેહલ અને જય પણ પોતાની તૈયારીમાં છે – કોલેજમાં મળવાનું ઓછું થઇ ગયું છે.
 
આરવી એ નક્કી કરી લીધું કે આ સ્પર્ધા જીતી જ લઈશ. પણ આ જીવન છે... અહીં ક્યારે શું થાય એની કોઈ ગેરંટી નથી.
 
અંશ પણ સ્પર્ધા જીતવા આતુર છે. જય પોતાની જાતે કંઈક શોધે છે...
 
આરવી હવે નક્કી કરે છે કે સ્પર્ધા પૂરી થયા પછી પોતાના દિલની વાત અંશને કહી દેશે. પણ હૈયામાં એક ડર છે – દોસ્તી તૂટી ન જાય...
 
(મોટા ભાગે એકતરફી પ્રેમ અધૂરા જ રહી જાય છે... કેમ કે મનની વાત કરવાથી એ વ્યક્તિ ગુમાવવાનો ડર રહે છે.)
 
અંતે, સ્પર્ધાનો છેલ્લો દિવસ આવે છે એટલે નામ ફાઈનલ કરાવવાનો સમય!
 
આરવી રોનીની રાહ જોઈ રહી છે. બીજી તરફ અંશ પણ પુજાની રાહ જુએ છે.
 
અંશ મનમેળાવટ વગર ટેબલ પાસે બેઠો છે. આ બધું થયું ત્યારથી એ બધાથી અલગ જણાય છે.
 
આરવી: "ક્યાં હતો તું અત્યાર સુધી? નામ ફાઈનલ કરવાનો સમય છે!"
 
રોની: "માફ કરજે યાર..."
 
આરવી: "હા હા, હવે જલ્દી કર  મોડું થઈ રહ્યું છે!"
 
રોની: "હું સ્પર્ધામાં ભાગ લઈ શકતો નથી..."
 
આરવી: "શું? પણ કેમ?"
 
રોની: "પૂજાની કઝિનના લગ્ન છે, એટલે જવાનું રહેશે..."
 
આરવી: "અને આ વાત તું મને હવે કહે છે?! જ્યારે સ્પર્ધાનો છેલ્લો દિવસ છે?!"
 
રોની: "સોરી... દિલથી માફી માગું છું."
 
આરવી: "હવે તારી માફીનું શું કામ?"
 
રોની ત્યાંથી નીકળી જાય છે. ગુસ્સામાં આરવી કેન્ટીન તરફ જાય છે જ્યાં જય બેઠો હોય છે.
 
જય: "આટલો ગુસ્સો કેમ છે આરવી?"
 
આરવી: "રોનીએ હમણાં કહ્યું કે એ સ્પર્ધામાં ભાગ નહીં લઈ શકે... હવે શું કરવું?"
 
જય: "અંશ!"
 
આરવી: "શું અંશ?" (પાછળ જોયે છે તો અંશ આવે છે.)
 
જય: " અંશ તે નામ લખાવ્યું કે?."
 
અંશ: "પૂજા ના કઝિનના લગ્ન છે, એટલે એ ભાગ નહિ લઈ શકે."
 
જય: "વાંધો નહિ!"
 
આરવી (ગુસ્સામાં): "હું એમને એટલાં સહેલાઈથી નહિ છોડી દવ!"
 
જય: "એ તો પછીની વાત છે... પણ હમણાં, સવાલ છે – હવે આગળ શું કરવું?"
 
 
જય કંઈક વિચારે છે, અને અંશ તરફ નજર કરે છે.
 
આરવી: "અંશ! તને તો કશું જ ફરક નહીં પડે છે ને?!"
 
અંશ કંઈ જ જવાબ આપતો નથી.
 
જય: "આરવી, એક કામ કરને..."
 
આરવી: "શું?"
 
 
---
 
 આગળના ભાગમાં જાણવા મળશે – શું આરવી અને અંશ સાથે જ સ્પર્ધામાં ભાગ લેશે? કે કહાની લઈ જશે એક નવો વળાંક?
 
 
---
 
તમને આ ભાગ કેવો લાગ્યો? તમારા રિવ્યૂઝ શેર કરજો – તમારી પ્રતિસાદથી આગળનું લેખન વધુ તેજસ્વી બનાવી શકાશે.