એક કદમ સ્વદેશી કી ઓર....
આત્મનિર્ભર ભારત આમ તો બહુ જૂની ને મૂળ વાત છે. દેશમાં આજાદી મળ્યા પછી રાષ્ટ્ર પિતા ગાંધીજીએ સ્વદેશી ચળવળ ઉપાડી હતી.એ હવે ફરી જરૂરી બની ગયું છે. પોતાના દેશમાં જ બનેલી અને વેચાતી વસ્તુઓનો જ ઉપયોગ કરવો, એ જ સાચી દેશસેવા કહેવાય.એવું માનનારો બહુ મોટો વર્ગ છે.વિદેશી કંપનીઓનું આક્રમણ અને તેને અપનાવવાની આપણી હરણફાળ માં બહુ મોટી બ્રેક મારવાનો સમય આવી ગયો.
આકર્ષક અને લોભામણી જાહેરાતો દ્વારા જનતાના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોવાની વાતથી આપણે સહુ અજાણ હોતા,આપણાં જ દેશમાં ઉત્પાદિત થયેલી વસ્તુઓનું વેચાણ વિદેશી કંપનીઓ દ્વારા થાય છે.ને આપણે હોશે હોશે એને ખરીદીએ પણ છીએ! એ પરિસ્થિતમાં સ્વદેશી જાગરણ મંચના પ્રખર પ્રણેતા શ્રી રાજીવ દીક્ષિત એ ભગીરથ અભિયાન ઉપાડયું હતું કે વિદેશી કંપનીઓ દ્વારા ઉત્પાદિત થયેલી ચીજ વસ્તુઓ પર બાન આવે અને ઘર ઘરમાં લોકો સ્વદેશી અપનાવતા થાય, અને આ અભિયાન ક્રાંતિસ્વરૂપ પકડેતે પહેલા રાજીવજીનું અકાળ મૃત્યુ એમને આંબી ગયું.પરિણામે તત્કાળ સ્વદેશી મહા અભિયાનમાં રૂકાવટ આવી. જો કે હરિદ્વાર ખાતે યોગગુરુ બાબા રામદેવે કુદરતી અને દેશમાં જ ઉત્પાદિત વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણનું આવશ્યક અભિયાન દેશના ખૂણે ખૂણે પહોચ્યું.એ એક આવકારદાયક વાત છે.
મહતમ જીવન જરૂરી વસ્તુઓ જેવી કે ઓટોમોબાઇલ્સ,કોસ્મેટિક્સ,મોબાઈલ,કોલ્ડ ડ્રિંક્સ,ટૂથપેસ્ટ, સહિતની હોમ એપલાયનસિસ ઉપરાંત ઠંડા પીણાં અને ફાસ્ટફૂડના ઉપયોગથી આપણાં જ દેશની આર્થિક સ્થિતિ અને આપણાં જ સ્વાસ્થ્ય સાથે આપણે ચેડાં કરી રહ્યા છીએ॰.પણ હાલે કોરોના વૈશ્વિક મહામારીને કારણે તથા તે સાથે જ સરકારના આત્મનિર્ભર ભારતના અભિયાનને સફળ બનાવવા માટે દેશના લોકો આગળ આવી રહ્યા છે॰ એક અહેવાલ મુજબ પતંજલિ, અમુલ,હિંદુસ્તાન લીવર વગેરે દ્વારા સ્વદેશી પ્રોડક્ટના ઉત્પાદન અને વેચાણમાં વધુ ને વધુ નોંધપાત્ર ઊછાળો આવ્યો એ દેશના સ્વાસ્થ્ય માટે ખૂબ સારી બાબત કહી શકાય. પાશ્ચાત્ય સંસ્કૃતિની પાછળની આંધળી દોટ પર રોક લાગી ગઈ.
વિદેશી ઠંડા પીણાંને પરિણામે પેટ,આંતરડાની બીમારી સાથે દાતના રોગોને નોતરે છે॰તેના સ્થાને ઘરેલુ વરિયાળી પાણી, લીંબુ પાણી, દેશી નાળિયેરનું પાણી સ્વાસ્થ્ય વર્ધક કહી શકાય. તો વિદેશી ટૂથપેસ્ટમાં નુક્સાનકારક રસાયણિક તત્વો અને ક્યારેક પ્રાણીના હાડકાંએનઓ પણ ઉપયોગ થવાને કારણે લાંબા ગાળે દાતની સુરક્ષા અને આયુષ્ય સામે પ્રશ્નો ઉભા થવાની સંભાવના નકારી એન જ શકાય. એના સ્થાને મીઠું,કપૂર,કોલસોના મિશ્રણની પેસ્ટ કે લીમડાનું દાતણ દાતના લાંબા આરોગ્ય માટે ઉત્તમ ગણાય.
ઓટોમોબાઇલ ક્ષેત્રે પણ વિદેશી કંપનીઓએનઓ પગ પેસારો ચિંતાજનક રીતે વધ્યો હતો.મોંઘી કાર કે દ્વિચક્રી વાહનોનું આગમન બાહય ચકાચક સાથે ફેશનના નામે એમાં ન પડતાં સ્વદેશી વાહનો નો આગ્રહ રાખવો ખૂબ જરૂરી બન્યું છે.દેશના જ મશીનોથી બનેલ અને દેશમાં જ ઉત્પાદિત વાહનોના વપરાશ તરફ વધુ ધ્યાન આપવાથી આત્મનિર્ભર ભારત ના સ્વપ્નને સાકાર કરવા આર્થિક સ્વાવલંબ્ન દેશ બનાવવા તરફ મદદરૂપ બની શકીશું.છેલ્લા કેટલાક સમયથી સહુથી વધુ બનાવટો વપરાતી હોય તો તે છે, ચાઈનાની વિવિધ ક્ષેત્રની આઈટમ..જેના માટે મજાકમાં એમ કહેવાય કે,’સવારે વાપરો,બપોરે પોતા કરો અને સાંજે ફેકી દો!’આ બનાવટો ‘દામ કમ પણ ગુણવત્તાને નામે મીંડુ’ હોય છે. જેના માટે જાગૃત થવું ખૂબ જરૂરી છે.
દવાની બાબતમાં વાત કરીએ તો ખેતી ક્ષેત્રે રસાયણોથી ભરપૂર દવાનો છંટકાવ પાકની ગુણવત્તા બગાડવા સાથે માનવસ્વાસ્થય માટે ખૂબ હાનિકારક બની રહે છે॰ તેને બદલે અનેક કુદરતી સંપતિમાથી બનાવેલ દવાનો ઉપયોગ પાકની ગુણવત્તા સાથે માનવ સ્વાસ્થય અને જમીન સ્વાસ્થય પણ જાળવી લે છે.કચ્છ,સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ભારતના જંગલોમાં કે હિમાલયની ગિરિમાળાઓમાં કુદરતી સંપ આજેતિનો ભંડાર રહેલો છે, જેના દ્વારા અનેક આયુર્વેદિક અને હોમિયો કે યુનાની દવાઓનો વપરાશ વિવિધ રોગોમાં અસરકારક રહેવા સાથે વિદેશી દવાઓની જેમ આડઅસર ન કરવાને કારણે તેનો ઉપયોગ વધુ કરવો હિતાવહ રહે છે.પશુખોરાક માટે વપરાતા રજ્કાની ભારતીયપેટન્ટ અમેરિકાએ સ્વીકારી છે॰
કુદરતી વસ્તુઓથી બનેલ ચીજવસ્તુ અને આપણી આસપાસ બનતી વસ્તુઓ જ વાપરવાનો આજ અને અત્યારથી જ સંકલ્પ લઈએ અને લેવડાવીએ,તો ગૃહઉધ્યોગને પણ પ્રોત્સાહન મળશે અને સાચા અર્થમાં ‘આત્મનિર્ભર ભારત’ નું સ્વપ્ન સાકાર કરવામાં આપણું યોગદાન આપી શકીશું.