DIARY - 2 in Gujarati Love Stories by Zala Yagniksinh books and stories PDF | DIARY - 2

Featured Books
Categories
Share

DIARY - 2

  1. નવો સાથી, નવી સફર

અંશ: "મને કશું થયું નથી, પરંતુ આ નવી કોલેજ છે, એટલે થોડી અજાણીતું લાગતું હતું."

 

જય આ બધું જોઈ રહ્યો હતો.

 

(જય મનમાં: "અંશની કંઈક તો સમસ્યા છે. મેં તેને ક્લાસમાં પણ જોયો હતો, તે પ્રોફેસર તરફ ધ્યાન આપતો હતો, પણ કંઈક ગુમસુમ લાગતો હતો. પણ, તેણે આપેલું કારણ પણ સાચું છે.")

 

જય: "આરવી, તેની મજાક કરવાનું બંધ કર. તેને આપણા સાથે ભળતા થોડો સમય લાગશે."

 

આરવી: "તો શું? તે નાનો બાળક છે?" (હસતાં-હસતાં)

 

રોહીત: "બસ, આરવી!"

 

અંશ કંઈપણ મોઢા પર ભાવ દર્શાવ્યા વગર આ બધું જોતો હતો, જાણે તેના માટે આ કંઈક નવું ન હોય.

 

આરવી: "સોરી... બસ, મિસ્ટર રોતલુ!" (હસતાં-હસતાં)

 

આ બધું ચાલતું હતું, પણ નેહલ તો આવી ત્યારથી અંશને જ જોઈ રહી હતી. ત્યાં આરવી નેહલને ઠોકર મારતા બોલી.

 

આરવી: "તુ જ આ મિસ્ટર રોતલાને સમજાવ!"

 

નેહલ: "હા, પરંતુ... અંશ, તું આરવીની વાત મનમાં ન લેતો. તે પહેલેથી એવી જ છે. હવે થી આપણે મિત્રો છીએ."

 

કેન્ટીનનો સમય પુરો થયો, અને બધાએ પાછા ક્લાસમાં જવાનું શરૂ કર્યું.

 

અંશ: "ઓકે."

 

---------------------------------------------------------

 

આમ, કોલેજના નવા વર્ષનો પહેલો દિવસ પુરો થયો. આરવીનું ગ્રુપ કોલેજની બહાર ભેગું થયું.

 

રોહીત: "આજે તો કંટાળી ગયો!"

 

જય: "તને ભણવામાં ક્યારે મજા આવી?"

 

આરવી: "ચાલો, કાલે મળીએ!"

 

નેહલ: "ઓકે."

 

બધા પોતાના ઘેર જવા નીકળે છે. આરવી પોતાના ઘરે પહોંચે છે, પણ આજે કંઈક અલગ જ લાગતું હતું. તેને સમજાતું ન હતું કે શા માટે? આખરે એ બધા વિચાર છોડીને આરામ કરવાનું નક્કી કરે છે.

 

 

-----------------------------------------------------------

 

આરવી ની સવાર માં વહેલી આંખ ખુલી જાય છે. તેથી તે કોલેજ જવા માટે વહેલી નીકળી જાય છે.

 

કોલેજમાં પહોંચે છે ત્યારે એક જૂથ અંશની મજાક કરી રહ્યું હતું. આરવી ગુસ્સામાં ત્યાં પહોંચી જાય છે.

 

આરવી: "શું છે આ બધું? રોની, તને શરમ નથી આવતી નવા વિદ્યાર્થીને હેરાન કરતા?" 

 

રોની : "અરે આરવી, મજાક તો ફક્ત મસ્તી માટે જ હતો! તું કેમ એટલી ગંભીર બની ગઈ?"(હસતા હસતા)

 

(અન્ય વિદ્યાર્થીઓ પણ હસે છે, પણ આરવીની કડક નજર જોઈને થોડી શાંત થઈ જાય છે.)

 

રોની: "સારું, અમે તો ફક્ત તેનો ઇન્ટરો લઇ રહ્યા હતા . તું જાણે છે ને, અમે કદી ખરાબ ઈરાદા રાખતા નથી." (થોડી ઢીલાઈ સાથે)

 

(આરવી કોઈ જવાબ આપ્યા વગર અંશને ત્યાંથી લઈ જાય છે, અને રોની નિરાશ થઈને પોતાની ગેંગ તરફ જોય છે.)

 

 

કેન્ટીનમાં પહોચી અંશ ને  ટેબલ પર બેસવા ઈશારો કરી બેસાડે છે.

 

આરવી: " તારું મારે છું કરવું? તું મિસ્ટર રોતલુ જ રહેવાનો !"

 

અંશ: "એવું નથી..."

 

આરવી: "તો કેમ છે? તને હંમેશા રડવું જ આવડે છે? હસવું પણ નથી આવડતું?"

 

અંશ: "પણ..."

 

આરવી: "પણ-વણ કંઈ નહિ! હું જાઉં છું!"

 

આરવી ઊભી થઈને જતી રહે છે. રસ્તામાં તેને નેહલ, જય અને રોહીત મળી જાય છે.

 

રોહીત: "આરવી, તું? એ પણ એટલી વહેલી? હું ન મા નું!"

 

આરવી: "રહવા દે, તું." (ગુસ્સામાં)

 

જય: "શું થયું? આરવી આજે ગુસ્સામાં છે?"

 

આરવી: "હું મિસ્ટર રોતલાનું શું કરું?"

 

આખી વાત જયને કરે છે.

 

જય: "આરવી, થતું હોય એવું! બિચારો સાવ ભોળો છે."

 

નેહલ: "આપણે તેને પોતાના ગ્રુપમાં રાખવો જોઈએ. એના માટે સારું રહેશે."

 

આરવી: "ઓકે."

 

બધા ક્લાસ માં જાય છે..

 

(કોલેજના બગીચામાં, જ્યાં આરવી, જય, નેહલ અને રોહીત બેઠા હતા...)

 

આરવી: "અલ્યા, મિસ્ટર રોતલુ ક્યાં છે?"

 

જય: "લાઈબ્રેરીમાં હશે, એકલો બેઠો હોય છે હંમેશા."

 

નેહલ: "હમ્મ... તે હજી આપણામાં એડજસ્ટ નથી થયો."

 

આરવી: "હમ્મ... બસ, બહુ થયું! હવે એ આપણા ગ્રુપમાં જ આવશે."

 

(કટ ટુ લાઈબ્રેરી)

 

અંશ એક ખૂણામાં બેઠો હતો, શાંતીથી પુસ્તકો વાંચી રહ્યો હતો. ત્યાજ આરવી ધડાકો કરી દરવાજો ખોલી અંદર આવી ગઈ.

 

આરવી: "હેલ્લો મિસ્ટર રોતલુ! લાઈબ્રેરી છોડી, હવે તું સોસાયટીમાં આવ!"

 

અંશ: "મને અહિયાં....."

 

આરવી: "અલ્યા, તું આખી દુનિયામાં એકલો હશે!"

 

અંશ: "મારે... ."

 

આરવી પોતાનું નાટક સ્ટાર્ટ કરે છે.

 

આરવી: "ઓહ હહ... તો એ રીતે! મારો શું દોષ, હું તો તારા માટે મફતમાં સમય કાઢી રહી છું! સાલું, કોઈને સાચા દિલથી મિત્ર બનાવવો હોય ને, તો તું નહીં જ માનવાનું!" (એના ખભા ઉચકતી)

 

(અંશ કંફ્યુઝ થઈ જાય છે.)

 

અંશ: "નહીં, એ વાત..."

 

આરવી: "ચાલ, હવે બહાનાં નહીં! તું હવે અમારી ફ્રેન્ડસ ગેંગનો ભાગ છે!"

 

(એ તુરંત જ તેની બેગ ખેંચી લે છે અને હાથ પકડીને ઉભો કરે છે.)

 

અંશ: "અરે! આરવી, કેમ?"

 

આરવી: "તું હવે સવાલ નહીં પૂછે, બસ ચાલશે!"

 

(એ અંશને ખેંચી ને કેન્ટીન તરફ લઈ જાય છે, જ્યાં જય, નેહલ અને રોહીત હસતા-હસતા જોતા હોય છે.)

 

જય: "આં... આરવીએ પકડી પાડ્યો!"

 

નેહલ: "એ કંઈક ખાસ છે, એને જ્યારે કંઈક ઈચ્છે ત્યારે એને રોકી શકે એવા કોઈ ના હોય!"

 

(અંશ હજુ પણ કંફ્યુઝ)

 

આરવી: "હવે તું અમારી ગેંગનો સભ્ય છે, મિસ્ટર રોતલુ!"

 

(બધા હસી પડે છે, અને અંશ પહેલીવાર થોડું હસે છે...)

 

 

 

આમ, અંશને પોતાના ગ્રુપમાં રાખવાનો નિર્ણય થાય છે. હવે એ એકલા લાગતો નથી. ધીરે-ધીરે બધાને સાથે ભળી જવાનો સમય આવી જાય છે.

 

એક અઠવાડિયું પૂર્ણ થાય છે, અને આરવી હવે અંશના રંગે રંગાઈ ગઈ હતી. અંશ પણ થોડો ખુશ લાગતો હતો. પણ, એ હજી પણ પોતાની લાગણીઓ દેખાડતો નહોતો.

 

ત્યાં જ, પ્રોફેસર એક મોટી જાહેરાત કરે છે.

 

પ્રોફેસર: "આપણી કોલેજમાં ડાન્સ કોમ્પિટિશન છે. ગ્રુપ માત્ર બે-બે સભ્યોના હશે, તેના માર્કસ પણ આપવામાં આવશે."

 

 

(આરવી મનમાં: "હાશ! અંશ સાથે મજા થશે!")

 

 

___________________________________________

 

બધા કેન્ટીનમાં બેઠા-બેઠા ચર્ચા કરતા હોય છે ત્યારે...

 

જય: "નેહલ, તું મારી સાથે ભાગ લેશ?"

 

નેહલ: (થોડું વિચારીને) "હા."

 

રોહીત: "જયને મેળ પડી ગયો!" (નેહલને ચીડવતા)

 

જય: "આરવી, તું કોના સાથે ભાગ લેશે? રોહીત તો નહિ ભાગ લેવાનો છે."

 

આરવી: "જોઈશ હવે." (હાશ! હવે કોઈ મારા અને અંશના વચ્ચે નહિ આવે!)

 

ત્યાં પાછળથી કોઈ આવે છે...

 

આરવી: "રોની, તારે શું કામ પડ્યું અહીં?"

 

રોની: "અંશને સોરી કહેવા આવ્યો હતો."

 

રોની : "સોરી, તે દિવસે માટે."(અંશ તરફ)

 

અંશ: "કોઈ વાત નથી."

રોની: "થેન્ક્સ! અને આરવી, તું મારી સાથે ડાન્સ કોમ્પિટિશનમાં ભાગ લઈશ?"

(આરવી ચોંકી જાય છે…)

__________________________________________

 

શું આરવી રોની સાથે ભાગ લેશે? અંશની પ્રતિભાવ શું હશે? જાણીશું આગામી ભાગમાં!